5 જુલાઈનું રાશિફળ : રજાના દિવસે મેષ જાતકો રોજિંદા કાર્યોમાં વ્યસ્ત રહેશે, વૃષભ રાશિના લોકોની સુખ-સુવિધામાં વધારો થશે

0
26

મેષઃ

પોઝિટિવઃ– રોજિંદા અને દૈનિક કાર્યોમાં આજે વધારે વ્યસ્તતા રહેશે. તમે તમારા બધા કામને જોશ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદારી સંભવ છે

નેગેટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે કોઇ વિવાદ થઇ શકે છે જેનાથી સંબંધોમાં કડવાસ આવશે. તમારા ગુસ્સા ઉપર આ સમયે નિયંત્રણ રાખો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.
વ્યવસાયઃ– વ્યાવસાયિક સ્થળે લાભની અપેક્ષા વધારે રહેશે.
સ્વાસ્થ્યઃ– માથાના દુખાવાની સમસ્યા રહેશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– રાશિ સ્વામી શુક્રનું રાશિમાં જ વિરાજમાન થવું, તમારા માટે સુખ-સુવિધા વધારનાર રહેશે. વારસાગત સંબંધિત પ્રોપર્ટીનો વિવાદ ઉકેલાઇ જશે. તમારી ઉપલબ્ધિઓને વધારે સારી કરવાનો પ્રયાસ કરો.

નેગેટિવઃ– કોઇ વિશેષ સફળતા પ્રાપ્ત થશે નહીં, તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. મિત્ર વર્ગથી થોડું બચીને રહો. કોઇ ખોટી એડવાઇસ આપી શકે છે.

લવઃ– પારિવારિક વ્યવસ્થાને લઇને પતિ-પત્નીમાં કોઇ તિરાડ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં આજે કોઇ ખાસ સફળતા મળશે નહીં.
સ્વાસ્થ્યઃ– તણાવના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

——————————–

મિથુનઃ-

પોઝિટિવઃ– આજે કોઇ ધાર્મિક સંસ્થા માટે ધન સંબંધિત યોગદાન રહેસે. કોઇ જગ્યાએથી સારા અને શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. નવું મકાન પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે

નેગેટિવઃ– તમને થોડાં દિવસોથી એલર્ટ રહેવાનું જણાવવામાં આવી રહ્યું છે. તમારા અહંકારના કારણે આ સમયે થોડાં કામ ખરાબ થઇ શકે છે.

લવઃ– પતિ-પત્ની સાથે મળીને વેપાર સંબંધિત કાર્ય યોગ્ય રીતે કરી શકશે.
વ્યવસાયઃ– વેપાર સંબંધિત વધારેમાં વધારે પ્રયાસ કરવો ફાયદાકારક રહેશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો નહીં.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ- આજે તમે તમારો સમય સમાજસેવી સંસ્થાઓ સાથે મદદમાં પસાર કરશો અને તમે તમારી ઉપસ્થિતિ જરૂરિયાતમંદને સુકૂન અને આશાવાદી વાતાવરણ આપશે.

નેગેટિવઃ– ભાઇઓ સાથે કોઇ મનમુટાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ ઉપર પૂર્ણ ધ્યાન આપે.

લવઃ– જીવનસાથીની ઉપલબ્ધિથી ઘરનું વાતાવરણ સારું રહેશે.
વ્યવસાયઃ– સરકારી સેવામાં કાર્યરત વ્યક્તિઓને આજે ઉપલબ્ધિ મળશે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– છેલ્લાં કડવા અનુભવોથી શીખીને આજે તમે તમારી કાર્યપ્રણાલીમાં થોડાં બદલાવ લાવશો. જે સારું સાબિત થઇ શકે છે તથા જીવનની ગાડી ફરીથી પાટા ઉપર આવી જશે.

નેગેટિવઃ– કોઇ બહારનું વ્યક્તિ તમારી મદદ માટે આપી શકે છે. પરંતુ ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેશો નહીં. કોઇ ખોટો આરોપ આ સમયે તમારા ઉપર લાગી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું રહેશે.
વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલશે.
સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે ગભરામણ થઇ શકે છે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– આજે કોઇ પ્રિય વસ્તુના મળવાથી અથવા કોઇ મન પ્રમાણે વાત થઇ જવાથી મન ખૂબ જ પ્રસન્ન રહેશે. પરાક્રમ અને સાહસ બની રહેશે. કામમાં મન પણ લાગશે.

નેગેટિવઃ– આજે તમે એટલું કામ પોતાના ઉપર લેશો કે સમયે કામ પૂર્ણ થઇ શકશે નહીં. આ સમયે તમારા મહત્ત્વપૂર્ણ કામને સમયે પૂર્ણ કરવાનું શરૂ કરો.

લવઃ– પરિવારમાં તમારું માન-સન્માન અને વિશ્વાસ વધશે.
વ્યવસાયઃ– તમારી યોજનાઓને કોઇ આગળ જાહેર કરશો નહીં.
સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી તમે ફિટ રહેશો.

——————————–

તુલાઃ-

પોઝિટિવઃ– તમે તમારા સંતુલિત સ્વભાવના કારણે બધાનું મન મોહી લેશો. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂમાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– આળશ અને વધારે આરામદાયક સ્થિતિને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તમારી શારીરિક ઊર્જાને જાળવી રાખો.

લવઃ– પ્રેમ સંબંધોને પારિવારિક સ્વીકૃતિ મળવાથી મન પ્રસન્ન રહેશે.
વ્યવસાયઃ– વ્યવસાયમાં યોગ્ય અવસર પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ– આજે થોડું સાવધાન રહો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આ સમય ઉમંગ, સાચી આધ્યાત્મિકતા, બૌદ્ધિક અને નૈતિક વિકાસનો છે. તમને તમારા સ્થાયી મૂલ્યો વિશે જાણકારી મળશે. આદર્શવાદ ચેતના અને વિવેક આધ્યાત્મિકતા અને વિશ્વાસથી મળે છે.

નેગેટિવઃ– અન્ય લોકોને યોગ્ય સમયે દેવું ચૂકવશો ત્યારે જ તમે તમારી સેવાઓ માટે યોગ્ય સમયે રૂપિયા પાછા મેળવવાની આશા કરી શકો છો. તમે તમારા કામ અને વ્યવહારમાં કુશળ બનો.

લવઃ– જીવનમાં ઉતાર-ચઢાવ માટે તૈયાર થઇ જાવ.
વ્યવસાયઃ– તમારા વિચારોને કારણે આજે તમે બધાના વખાણના પાત્ર બની શકો છો.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમે જીવનના રહસ્યો વિશે જાણવા માટે સામાન્યથી વધારે ઇચ્છુક છો. આ એક વિશેષ રૂપથી આત્મનિર્ભરતાનો સમય છે જેના દ્વારા દરમિયાન તમે તમારી વ્યક્તિગત તાકાત અને પ્રતિભાને યોગ્ય રીતે ઉજાગર કરવાનો અવસર મળશે.

નેગેટિવઃ– એકવાર ફરી તમારે તમારું સંપૂર્ણ ધ્યાન રૂપિયાના મામલે કેન્દ્રિત કરવું પડશે. લાંબા સમયથી પેંડિંગ કાર્યોને પૂર્ણ કરવાનો સમય પણ આવી ગયો છે.

લવઃ– આ સમય તમે સ્વયં પ્રેમ વિશે વધારે જાણવા માંગશો.
વ્યવસાયઃ– આજે તમને દરેક પ્રયાસનુ પોઝિટિવ પરિણામ મળશે.
સ્વાસ્થ્યઃ- કોઇનું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે.

——————————–

મકરઃ

પોઝિટિવઃ– તમારી તાકાત અને રોમેન્ટિક પ્રતિભા વિશે લોકોને જણાવો. આ બાબત તમારા માટે પોઝિટિવ સાબિત થશે. આ સમય વાસ્તવમાં ઉદાર છે અને તમે સંપૂર્ણ રીતે તેને લાયક છો.

નેગેટિવઃ– મનની ગંદકી અથવા ખરાબ આદતોને દૂર કરવી તમારી પ્રાથમિકતા હોવી જોઇએ. તમારે તમારા જુનૂનને જીવિત રાખવાની જરૂરિયાત છે. ભગવાન બધાને તેટલું જ આપે છે, જેટલું તેઓ હેન્ડલ કરી શકે.

લવઃ– આ સમયે તમે સામાન્યથી વધારે પ્રભાવશાળી અનુભવ કરશો.
વ્યવસાયઃ– બેંકિંગ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો આજે હાનિનો સામનો કરી શકે છે.
સ્વાસ્થ્યઃ– જીવનશૈલીને સુધારવાનો પ્રયત્ન કરો.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– વિત્તીય મામલાઓમાં તમારા કૌશલનું પ્રદર્શન કરવાનો સમય ફરીથી આવી ગયો છે. જો તમે થોડાં વધારે રૂપિયા જોઇતાં હોય તો મિત્ર પાસેથી ઉધાર લઇ શકો છો.

નેગેટિવઃ- તમને દુઃખ અને સુખ બંનેનો મિશ્રિત અનુભવ થઇ શકે છે. નાની-નાની પ્રશંસાઓથી બહાર આવો અને જે કામ માટે તમે લાયક છો તે કામ કરવા તરફ આગળ વધો.

લવઃ– થોડાં વિવાદોનો ઉકેલ કરવા માટે અહંકારનો છોડવો પડશે.
વ્યવસાયઃ– નવી શરૂઆત કરવા માટે આજનો દિવસ સારો છે.
સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– તમે કઇ રીતે સારું કામ કરી શકો છો તેના વિશે તમે જાણો છો. હાલ વિદેશી કનેક્શન, વિનિમય અને વેપાર બધું જ તમારા પક્ષમાં છે. આ સમયે તમને કોઇ ખાસ અવસર મળી શકે છે.

નેગેટિવઃ– આ સમયગાળામાં તમે થાક અને નિરાશાનો પણ સામનો કરશો. એક કાર્યપ્રણાલીનો ભાગ રહેતાં તમારે સિસ્ટમમાં યોગદાન આપવાનું શીખવું જોઇએ.

લવઃ– પ્રેમ અને સ્નેહ એવી વસ્તુઓ છે જે કોઇપણનું હ્રદય જીતી શકે છે.
વ્યવસાયઃ– જીવનના આ ચરણમાં તમે સંપૂર્ણ રીતે સંતુષ્ટ છો.
સ્વાસ્થ્યઃ– આ સમયે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here