Friday, December 3, 2021
Home7 જુલાઈનું રાશિફળ : મંગળવારે વૃશ્ચિક જાતકોના ઘરમાં વડીલોના આશીર્વાદ અને સ્નેહથી...
Array

7 જુલાઈનું રાશિફળ : મંગળવારે વૃશ્ચિક જાતકોના ઘરમાં વડીલોના આશીર્વાદ અને સ્નેહથી પોઝિટિવ ઊર્જા બની રહેશે

મેષ

પોઝિટિવઃ– કોઇ જગ્યાએ રૂપિયા ફસાયેલાં છો તો આજે તેની વસૂલી કરવા માટે દિવસ સારો છે. ઘરમાં થોડી સુખ-સુવિધાઓ સંબંધી ખરીદારી થશે. પાડોસીઓ અને સંબંધિઓ સાથે સંબંધોમાં સુધાર આવશે.

નેગેટિવઃ– તમને થોડાં સમયથી એલર્ટ કરવામાં આવી રહ્યા છે કે, કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. નુકસાન થવાની સંભાવના છે.

લવઃ– જીવનસાથીનો તમારા કાર્યોમાં સહયોગ ફાયદાકારક સાબિત થશે.

વ્યવસાયઃ– તમે અંગત અને વ્યાવસાયિક કાર્યમાં સારો તાલમેલ જાળવી શકશો.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શન થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– આજે તમારા બધા કાર્ય સમય રહેતાં પૂર્ણ થઇ જવાથી મનમાં સંતોષનો ભાવ રહેશે. મેલજોલનો સમય છે. તમારા સંપર્કોને વધારે મજબૂત કરો. ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ– પીઠ પાછળ તમારી આલોચના થઇ શકે છે જેના કારણે થોડાં સમયથી નેગેટિવ ઊર્જા હાવી રહેશે. આ અંગે વધારે ધ્યાન આપશો નહીં.

લવઃ– તમારી યોજનાઓમાં તમારા જીવનસાથીને પણ સામેલ કરો.

વ્યવસાયઃ– વ્યાવસાયિક સ્થળે મોટાભાગનો સમય માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યમાં નબળાઇ અનુભવાશે.

મિથુન

પોઝિટિવઃ– કોઇ સામાજિક સંસ્થામાં સારો સહયોગ કરવાથી તમને સન્માનિત કરવામાં આવી શકે છે. તમારો સમય થોડી અંગત વાતોને શીખવામાં વ્યતીત થશે.

નેગેટિવઃ– કોઇ નજીકના વ્યક્તિની અંતિમ યાત્રામાં જવું પડી શકે છે જેનાથી થોડી વૈરાગ્યની સ્થિતિ પણ રહેશે. થોડાં સમય માટે આત્મવિશ્વાસ ડગમગી શકે છે.

લવઃ– લવ અફેરના મામલે સાવધાન રહેવું.

વ્યવસાયઃ– આજે ધનની પ્રાપ્તિ સંબંધિત કોઇ પણ કામ થઇ શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી સમસ્યા રહેશે.

કર્ક

પોઝિટિવઃ– આજે સંતાનની કોઇ એક્ટિવિટીથી ગર્વ અનુભવાશે. ખર્ચ વધારે રહેશે પરંતુ આ ખર્ચ સારી ચુનોતીઓ માટે છે. આધ્યાત્મ પ્રત્યે પણ રસ વધશે.

નેગેટિવઃ– તમારા શંકાશીલ સ્વભાવ ઉપર કંટ્રોલ કરો. તેનાથી અનેક સમસ્યાઓનું સમાધન થઇ શકશે નહીં. તમારી ઇચ્છાપૂર્તિ માટે કોઇ પ્રકારે રિસ્ક લેવાથી બચવું.

લવઃ– જીવનસાથી સાથે વિત્તીય મામલાઓને લઇને થોડી મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં આજે વધારે આવકની પરિસ્થિતિ બનશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આજની દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેશે. પ્રતિભાના દમ પર તમે અલગ ઓળખ બનાવશો. આજે પરિવાર અને મિત્રો સાથે પણ સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો, કોઇપણ વિપરીત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમાં આવશો નહીં. કોઇ લક્ષ્ય તમારી આંખથી અદૃશ્ય થઇ શકે છે.

લવઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ રહેશે.

વ્યવસાયઃ– નોકરી, વેપારમાં વાતાવરણ અનુકૂળ રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટ અને લીવર સાથે સંબંધિત કોઇ મુશ્કેલી અનુભવાશે.

કન્યા

પોઝિટિવઃ– તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ તથા ઉચ્ચ વિશિષ્ટ વ્યક્તિઓનો સહયોગ લાભદાયક પરિસ્થિતિ બની રહી છે. તેનો ભરપૂર ઉપયોગ કરો. આ સમયે ભાગ્ય પણ પ્રબળતાથી તમારો સાથ આપશે.

નેગેટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ કરતી સમયે ધ્યાન રાખો કે, કોઇ એવી વાત તમારા ન બોલાઇ જાય. જેના કારણે તમારે પછતાવું પડે.

લવઃ– દિવસનો થોડો સમય પરિવાર સાથે મનોરંજનમાં વ્યતીત થશે.

વ્યવસાયઃ– કામમાં ખૂબ જ વ્યસ્તતા રહેશે.

સ્વાસ્થ્યઃ– આજે થાકનો અનુભવ થશે.

તુલા

પોઝિટિવઃ– તમે તમારી જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવશો. વ્યવહારમાં લચીલાપણુ, ઉદારવાદી દૃષ્ટિકોણ લાભદાયક રહેશે. બાળકોમાં નિયમિતતા લાવવા માટે થોડાં કાયદા બનાવો.

નેગેટિવઃ– ધન સંબંધિત લેવડ-દેવડ અથવા ઉધાર આપવાની પ્રવૃત્તિથી બચવું. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય અધૂરું રહી શકે છે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

વ્યવસાયઃ– નોકરી કરતાં વ્યક્તિઓ પોતાના કામને યોગ્ય રીતે પૂર્ણ કરશે.

સ્વાસ્થ્યઃ– વાહન સાવધાની પૂર્વક ચલાવવું.

વૃશ્ચિક

પોઝિટિવઃ– વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરમાં પોઝિટિવ ઊર્જા બની રહેશે. ઘરમાં સુખ રહેશે. તમે તમારા કાર્યમાં સફળતા મેળવવા માટે ભરપૂર મહેનત કરશો.

નેગેટિવઃ– અટવાયેલું પેમેન્ટ આવવાના કોઇ અણસાર નથી. ધૈર્ય જાળવી રાખો. નેગેટિવ વાતોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

લવઃ– પરિવારનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

વ્યવસાયઃ– સ્વભાવમાં સ્થિરતા રાખશો તો ખરાબ કામ સુધરી જશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરની તપાસ કરાવો.

ધન

પોઝિટિવઃ– આજે સમય મિશ્રિત ફળદાયક રહેશે. જો બીજા લોકો પાસેથી માન-સન્માન પ્રાપ્ત કરવું હોય તો પહેલાં બીજાને માન-સન્માન આપતાં શીખો. વ્યક્તિગત સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે.

નેગેટિવઃ– પાડોસીઓ અથવા કોઇ મિત્ર સાથે વાદ-વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. મન પ્રમાણે આર્થિક રોકાણ થઇ શકશે નહીં.

લવઃ– આજે માર્કેટિંગ સંબંધિત કાર્યોને સ્થગિત જ રાખો.

વ્યવસાયઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટ સંબંધિત કોઇ મુશ્કેલી થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– ધન સંબંધિત રોકાણની યોજનાઓ બનાવો. કોઇ સંતાનની આવક શરૂ થવાથી ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. આધ્યાત્મ અને ધર્મ તરફ રસ વધશે.

નેગેટિવઃ– તમારા વ્યક્તિગત કાર્યો વચ્ચે ધ્યાન રાખો કે, ઘરના વડીલોની અવહેલના કરશો નહીં.

લવઃ– કોઇ આર્થિક મામલાઓને લઇને પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ મજબૂત રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે તમારે હ્રદયની જગ્યાએ મનથી નિર્ણય લઇને યોજનાઓને ગતિ આપો. ઘર-પરિવાર માટે પણ સમય કાઢી શકો છો.

નેગેટિવઃ– તમારી વાણી ઉપર નિયંત્રણ રાખો કેમ કે, બાળકોને વધારે ખીજાવાથી તેમનામાં હીન ભાવના ઊભી થઇ શકે છે.

લવઃ– ઘર-પરિવારના કાર્યોમાં વધારે હસ્તક્ષેપ કરશો નહીં.

વ્યવસાયઃ– અચાનક કોઇ કાર્ય પૂર્ણ થવાથી મનમાં પ્રસન્નતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મીન

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય સુખ-સુવિધાઓ અને મનોરંજન સંબંધિત કાર્યોમાં વ્યતીત થશે. શરીરમાં ઊર્જા અને સ્ફૂર્તિ જળવાયેલી રહેશે. ભાગ્ય પણ સહયોગ કરશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, દેખાવાના ચક્કરમાં ખોટા ખર્ચ થઇ શકે છે. વિદ્યાર્થીઓ મોટાભાગનો સમય મિત્રો સાથે પસાર કરશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાશે.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સંબંધિત કોઇ ડીલ કરતી સમયે કાગળ તપાસી લેવાં.

સ્વાસ્થ્યઃ– માથાના દુખાવાની સમસ્યા રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments