08/07/2020 નું રાશિફળ : બુધવારે મિથુન જાતકોનું પારિવારિક અને સામાજિક સ્તરે વર્ચસ્વ વધશે

0
12

મેષ

પોઝિટિવઃ– તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર ચિત્ત અને સુનિયોજિત રીતે કાર્ય કરવાથી સફળતા મળશે. બપોર પછી પરિસ્થિતિઓ અતિ અનુકૂળ છે. આ સમયે તમારા કાર્યો સરળતાથી સંપન્ન થશે.

નેગેટિવઃ– થોડાં લોકો સ્વાર્થની ભાવનાથી તમારો ઉપયોગ કરી શકે છે. આ સમયે તમારે સાવધાન રહેવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસની જગ્યાએ બહારની ગતિવિધિઓ ઉપર વધારે ધ્યાન આપવું.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતમાં પોતાના કાર્યક્ષેત્ર પ્રત્યે થોડી ચિંતાની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે તમારું મોટાભાગનું ધ્યાન તમારા પોતાના ઉપર કેન્દ્રિત રહેશે. પોતાના વ્યક્તિત્વને નિખારવા માટે કસરત અથવા જિમ જઇ શકો છો. ઘરમાં કોઇ મહેમાનના આવવાથી વાતાવરણ સુખદ રહેશે.

નેગેટિવઃ– બહારના લોકો સાથે હળતા-મળતા રહો. કોઇ ખોટો આરોપ તમારા ઉપર લાગી શકે છે. કોઇ ઉપર વધારે અધિકાર જમાવાની કોશિશ કરશો નહીં.

લવઃ– ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુખદ રહેશે.

વ્યવસાયઃ– નોકરી અને વ્યવસાયમાં કોઇ પ્રકારના પેપર સંબંધિત ગડબડ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– આજે થાકનો અનુભવ થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– આજે પારિવારિક અને સામાજિક સ્તરે તમારું વર્ચસ્વ વધશે. નજીકના લોકો સાથે મળવાનું થઇ શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે અને ઊર્જા બની રહેશે.

નેગેટિવઃ– આર્થિક રોકાણ સંબંધિત વાતો ઉપર ફરી વિચાર કરો. તમારા રૂપિયા કોઇ સ્થાને અટકી શકે છે. આ સમયે તમારે વધારે દેખાડો કરવો નહીં.

લવઃ– પરિવાર તથા જીવનસાથી સાથે થોડી ખરીદારી સંબંધિત પ્રોગ્રામ બનશે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓમાં તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે.

સ્વાસ્થ્યઃ– માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કર્ક

પોઝિટિવઃ– બાળકોની વ્યક્તિગત સમસ્યાઓને સાંભળો અને તેનું સમાધાન કરવું તમારા પ્રત્યે તેમના મનમાં સન્માન ઉત્પન્ન કરશે. ધનલાભ સાથે-સાથે વ્યયની સ્થિતિ પણ બની શકે છે.

નેગેટિવઃ– દિવસની શરૂઆતમાં થોડી તણાવની સ્થિતિ રહેશે. સાથે જ, ભાઇઓ સાથે થોડો મતભેદ થવાની આશંકા છે. પોતાના ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો.

લવઃ– પારિવારિક સંબંધ સુધરી શકે છે.

વ્યવસાયઃ– નોકરી તથા વ્યવસાયમાં તમારા કાર્યો પ્રત્યે સજાગ રહો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આજે થોડાં મતભેદ અથવા ઝઘડાનું નિવારણ થઇ શકે છે. તમારા વિનમ્ર સ્વભાવથી લોકપ્રિયતા અને સાખમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ– કોઇ-કોઇ સમયે તમારા ઉપર નેગેટિવિટી હાવી થઇ શકે છે. તમે આત્મબળ અને મનોબળથી તેના ઉપર કંટ્રોલ કરી લેશો અને ફરી પોતાના કામ પૂર્ણ કરવા લાગી જશો.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

વ્યવસાયઃ– કોઇ નવો વેપાર શરૂ કર્યો છે તો તેમાં મહેનત બાદ સફળતા મળશે,

સ્વાસ્થ્યઃ– કફ, ઉધરસ જેવી કોઇ પરેશાની અનુભવાશે.

કન્યા

પોઝિટિવઃ– તમારા પ્રયાસોથી તમારા જીવનસાથીને લાભ મળશે. તમારું વૈવાહિક જીવન સુખમય પસાર થશે. તમને કાર્યક્ષેત્રમાં જીવનસાથીની મદદ મળશે અને તેઓ તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે.

નેગેટિવઃ– સાર્વજનિક સ્થળે સાવધાની જાળવો. કારોબાકમાં નાની પરેશાનીઓ આવી શકે છે. કઠોર પરિશ્રમથી કાર્યોમાં સફળતા મળશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું.

લવઃ– ક્ષમતા પ્રમાણે સાથીને ભેટ આપી શકો છો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી માનસિક અને શારીરિક ક્ષમતામાં વૃદ્ધિ થશે.

તુલા

પોઝિટિવઃ– સ્થિતિઓ પક્ષમાં રહેશે. તમારે ધન સંબંધી મામલાઓમાં કોઇ સમસ્યા થશે નહીં અને શનિની શુભતા તમને પારિવારિક સુખનો આનંદ આપશે. તમારા પારિવારિક જીવન માટે સમય અનુકૂળ રહેશે.

નેગેટિવઃ– કામકાજમાં વધારો રહેવાથી થાકનો અનુભવ કરી શકો છો. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. આકરી મહેનતથી તમારા દરેક કાર્યો સફળ થશે.

લવઃ– તમારું પ્રેમજીવન સંઘર્ષમય બની શકે છે.

વ્યવસાયઃ– વેપાર-ધંધામાં લાભની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ– આરોગ્ય માટે પ્રાણાયમની મદદ લો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– પરિવારમાં કોઇ ઉત્સવ અથવા ફંક્શન થવાના યોગ બની રહ્યા છે. આ સિવાય કોઇ નવા સભ્યના આગમનથી તમારા પરિવારમાં સુખ વધશે.

નેગેટિવઃ– સાંસારિક સુખ ભોગના સાધનોમાં વૃદ્ધિ થશે. અનુપયોગી વસ્તુઓ ઉપર ધન ખર્ચ થઇ શકે છે. રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની રાખો. કોર્ટ-કચેરીના ચક્કર વધી શકે છે.

લવઃ– પ્રેમ જીવનમાં મુશ્કેલીઓ આવશે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યઃ– તમે માનસિક અને શારીરિક રૂપથી સ્વસ્થ રહેશો.

ધન

પોઝિટિવઃ– થોડાં સમય માટે તમારે પરિવારથી દૂર રહેવું પડી શકે છે. આ દરમિયાન તમે સુખ પૂર્ણ પારિવારિક જીવનનો આનંદ લઇ શકો છો. તમારું વૈવાહિક જીવન ખૂબ જ મધુર રહેવાની સંભાવના છે.

નેગેટિવઃ– કાર્યક્ષેત્રમાં લાભની સ્થિતિ રહેશે, પરંતુ ભાગદોડ વધારે રહેવાથી બિનજરૂરી ખર્ચ પણ વધશે. અભ્યાસથી બ્રેક લઇને કોઇ નવી સ્કિલ શીખવાનો પ્રયાસ કરશો.

લવઃ– રોમેન્ટિક જીવન ખૂબ જ સારું રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં પરિશ્રમ વધારે રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી ઊર્જા શક્તિમાં વૃદ્ધિ થશે.

મકર

પોઝિટિવઃ– તમારું દાંપત્ય જીવન તમારા શ્રેષ્ઠ રૂપમાં તમારી સામે આવશે અને તમે બંને એક સારું વૈવાહિક જીવનનો અનુભવ કરશો તથા એકબીજા સાથે ઉત્તમ દાંપત્ય સુખનો આનંદ લેશો.

નેગેટિવઃ– આર્થિક લાભનો યોગ બની રહ્યો છે, ધન ખર્ચ વધારે થશે. ભાગદોડ વધારે રહેશે, જેનાથી શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરી શકો છો.

લવઃ– પાર્ટનરની ઇચ્છાઓ અને અપેક્ષાઓનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– વેપાર-ધંધામાં પરેશાની આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- નાની-મોટી સમસ્યાઓ પરેશાન કરશે.

કુંભ

પોઝિટિવઃ– વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે અને તમે એકબીજાને વધારે સમય આપી શકશો. તમારું એકબીજા સાથે તાલમેલ સારું રહેશે. વેપાર-વિસ્તારની નવી યોજના બનાવી શકશો.

નેગેટિવઃ– તમારે સાવધાન રહેવું પડશે અને કોઇ સાથે ઝગડો કરવો નહીં. પ્રોફેશનલ સ્તર પર વધારે કામ રહેશે. માનસિક તથા શારીરિક થાકનો અનુભવ કરી શકો છો.

લવઃ– રોમેન્ટિક લાઇફમાં સમય પોઝિટિવ સંકેત કરી રહ્યો છે.

વ્યવસાયઃ– નોકરીમાં સ્થાન પરિવર્તનનો યોગ છે.

સ્વાસ્થ્યઃ– આંતરડામાં સંક્રમણ વધી શકે છે.

 

મીન

પોઝિટિવઃ– પરિવારનું વાતાવરણ સારું રહેશે અને આખો દિવસ સુખ-શાંતિપૂર્વક વિતશે. સહયોગ પણ મળશે. જૂના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. પરિજનો સાથે કોઇ રમણીય સ્થાને ફરવા જવાનો કાર્યક્રમ બનાવી શકો છો.

નેગેટિવઃ– વ્યાવસાયિક ગતિવિધિઓમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કાર્યભાર વધારે રહેશે. કઠોર પરિશ્રમથી કાર્યોમાં સફળતા મળશે.

લવઃ– સંબંધોની નવી શરૂઆત થશે.

વ્યવસાયઃ– વેપાર-ધંધો સારો ચાલશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનનું ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here