Thursday, October 28, 2021
Home10 જુલાઈનું રાશિફળ : શુક્રવારે તુલા જાતકોએ ભાગ્યનો સાથ મેળવવા માટે મહેનત...
Array

10 જુલાઈનું રાશિફળ : શુક્રવારે તુલા જાતકોએ ભાગ્યનો સાથ મેળવવા માટે મહેનત કરવી પડશે

મેષ

પોઝિટિવઃ– આજે કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત તરોતાજા કરી દેશે. થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું નિવારણ થવાથી તમે તણાવ મુક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ– બાળકો ઉપર જરૂરિયાત કરતાં વધારે પ્રતિબંધ લગાવશો નહીં. આવું કરવાથી તેમના આત્મબળમાં ઘટાડો આવી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મુધુરતા જળવાયેલી રહેશે.

વ્યવસાયઃ– વેપાર સંબંધિત બધા જ કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરી લેવા

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે તમારા માટે અનેક પ્રકારની લાભદાયક અને સુખપૂર્ણ પરિસ્થિતિઓ બની રહી છે. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં તથા સંપૂર્ણ ઊર્જા એકત્રિત કરવા ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ– થોડી નેગેટિવ વાતો પણ થઇ શકે છે. પાર્ટનરશિપ અને શાંતિથી કામ લેવું. બપોર પછી બાળકો સાથે તેમની ખોટી વાતોના કારણે સ્વભાવમાં ઉગ્રતા આવી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુંદર રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં કાર્યની પ્રગતિના થોડાં મહત્ત્વપૂર્ણ અવસર પ્રાપ્ત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર અને થાક જેવી સમસ્યા અનુભવાશે.

મિથુન

પોઝિટિવઃ– રાશિ સ્વામી બુધનું રાશિમાં જ સ્થિત રહેવું તમને દરેક પરિસ્થિતિઓ સામે સરળતાથી લડવાની શક્તિ પ્રદાન કરી રહ્યું છે. અન્યની મદદ લેવાની અપેક્ષાએ પોતાની કાર્ય પ્રણાલી ઉપર વિશ્વાસ કરો.

નેગેટિવઃ– બધી જ જવાબદારીઓ પોતાના ઉપર લેવાની જગ્યાએ તેને વહેંચવાનું શીખો. કામ વધારે હોવાથી સ્વાસ્થ્ય ઉપર અસર પડી શકે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– કોઇ કર્મચારીના કારણે કામમાં નુકસાન થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– કામની વચ્ચે આરામ લેતાં રહો.

કર્ક

પોઝિટિવઃ– પરિસ્થિતિવશ કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓમાં આજે થોડી રાહત મળશે. કોઇ પોલિસી વગેરે મેચ્યોર થવાના કારણે ધન સંબંધિત યોજનાઓ પણ બની શકે છે.

નેગેટિવઃ– તમારા વ્યવહાર ઉપર કંટ્રોલ રાખો. આ સમયે તમારે અન્ય લોકોની સલાહ અવશ્ય લેવી જોઇએ. મિત્ર સાથે વાદ-વિવાદ સંભવ છે.

લવઃ– જીવનસાથી સાથે વ્યવહાર સંવેદનશીલ રાખો.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ– થાક અને અનિર્ણયની સ્થિતિ અનુભવ થશે.

સિંહ

પોઝિટિવઃ– આત્મવિશ્વાસ જાળવી રાખવો સિંહ રાશિના લોકોનો વિશેષ ગુણ છે. આજે પણ અન્ય પાસેથી આશા ન રાખીને તમારી કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓ પોતાના કોઇ પ્રોજેક્ટમાં અસફળ થવાના કારણે થોડા તણાવમાં રહેશે. પરંતુ ફરી તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે તો સફળતા મળશે.

લવઃ– પારિવારિક સભ્યો માટે થોડો સમય કાઢવો

વ્યવસાયઃ– વ્યવસાયમાં નવું કામ મળવાથી આર્થિક સ્થિતિ અનુકુળ થઇ જશે.

સ્વાસ્થ્યઃ– વાસી ભોજન કરશો નહીં.

કન્યા

પોઝિટિવઃ– આજનું ગ્રહ ગોચર કર્મ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવાની પ્રેરણા આપી રહ્યું છે. વડીલોનો આશીર્વાદ અને સહયોગ લઇને તમારું કામ શરૂ કરો. સફળતા મળશે.

નેગેટિવઃ– ભાઇઓ સાથે કોઇ પ્રકારનો મતભેદ થવાની આશંકા છે. થોડી સાવધાની તમને પરેશાનીઓથી બચાવી શકે છે.

લવઃ– તમારી સમસ્યાઓ જીવનસાથીને જણાવો.

વ્યવસાયઃ– કોઇ પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા પણ તમને સહયોગ મળશે,

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજે તમને તમારી ઊર્જા એકત્રિત કરીને ફરીથી નવી નીતિઓ બનાવવાની જરૂરિયાત રહેશે. કેમ કે, પરિસ્થિતિઓમાં આવેલાં બદલાવનો પ્રભાવ વ્યક્તિગત જીવન ઉપર પણ પડી રહ્યો છે.

નેગેટિવઃ– આ સમયે મહેનત કરશો તો ભાગ્યનો સહયોગ મળશે. માતા-પિતા સમાન કોઇ વ્યક્તિ સાથે મતભેદ ઉત્પન્ન થવાથી બચવું.

લવઃ– પારિવારિક મામલાઓને શાંતિથી પૂર્ણ કરો

વ્યવસાયઃ– વીમા અને ઇનકમ ટેક્સના ક્ષેત્રમાં કાર્યરત લોકોને આજે લાભ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ– મેડિટેશનમાં ધ્યાન લગાવો

વૃશ્ચિક

પોઝિટિવઃ– તમારી યોજનાઓને ક્રિયાન્વિત કરવાનો યોગ્ય સમય છે. આજનો દિવસ તમને સફળતા અપાવી શકે છે. વારસાગત કાર્યોમાં પણ ઉકેલ મળે તેવી સંભાવના છે.

નેગેટિવઃ– જમીન-જાયદાદ સાથે સંબંધિત કોઇ પરિવર્તન કરતાં પહેલાં તેના ઉપર વિચાર કરી લો. બાળકો માટે આજે થોડો સમય જરૂર કાઢશો.

લવઃ– વૈવાહિક સંબંધ પણ સામાન્ય રહેશે.

વ્યવસાયઃ– આજે તમારે તમારા સ્વભાવ ઉપર કંટ્રોલ રાખવો.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે શરીરમાં થોડી શિથિલતા અનુભવ થશે

ધન

પોઝિટિવઃ– આજે કોઇ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને લઇને વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. સાથે જ, પરિવારના વ્યક્તિઓનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે.

નેગેટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના મળવાથી તણાવ રહેશે. ભાઇ-બહેનો સાથે કોઇ પ્રકારનો અવ્યવહારની સંભાવના છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

વ્યવસાયઃ– આ સમયે તમારી કાર્ય ક્ષમતામાં વૃદ્ધિ થશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાન અને દિનચર્યા વ્યવસ્થિત રાખો.

મકર

પોઝિટિવઃ– આજે તમે બધા કામ યોજનાબદ્ધ રીતે કરશો. તેમાં તમને સફળતા પણ મળશે. કોઇ કાર્યના કારણે તમને સમાજમાં માન-સન્માન મળવાની આશા છે.

નેગેટિવઃ– વધારે વિચાર કરવો અને તેમાં સમય લગાવવો તમારી કાર્ય ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. લોકો સાથે હળતા-મળતા રહેવાથી તમારા સ્વભાવમાં લચીલાપણું આવી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

વ્યવસાયઃ– વધારે અનુશાસન તમારી કાર્ય ક્ષમતાને પ્રભાવિત કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– ઉધરસની સમસ્યા થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– જો કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પરિસ્થિતિ અનુકૂળ છે. તેના ઉપર ગંભીરતાથી કામ કરો. ઘરની સજાવટમાં પણ ફેરફાર કરી શકો છો.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધીના કારણે મનમુટાવ થવાની આશંકા છે. તેનો પ્રભાવ ઘર-પરિવાર ઉપર પણ પડશે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહથી સમસ્યાઓ ઉકેલાઇ જશે.

લવઃ– ઘરમાં કોઇ ગેરસમજ ઊભી થઇ હોય તો તમે તેને ઉકેલવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– વર્તમાન સમયમાં ચાલી રહેલાં વ્યવસાયિક કાર્યો સાથે થોડા નવા કામ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરો.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવાની સમસ્યા રહેશે.

મીન

પોઝિટિવઃ– આ સમયે ભાગ્ય લાભદાયક ઉપલબ્ધિઓ આપનાર રહેશે. માત્ર તમારે તમારા કાર્યોના દરેક સ્તર ઉપર વિચાર કરવાની જરૂરિયાત રહેશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક બધાને ખુશ રાખવાની પ્રવૃતિ તમારા માટે નુકસાનદાયક પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. તમે તમારા કાર્યો પ્રત્યે વધારે એકાગ્રતાથી કામ કરી શકશો.

લવઃ– પારિવારિક વાતાવરણ સારુ રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોશિશ કરીને બધા જ કાર્યો જાતે પૂર્ણ કરો

સ્વાસ્થ્યઃ– શરીરમાં નબળાઇ અનુભવ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments