કેવી રહેશે આપની 09/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

0
0

મેષ (અ, લ, ઈ) : શુભ રંગ: લાલ શુભ અંક: ૧-૮ રાજકીય ક્ષેત્રે પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. આરોગ્ય સુખમય બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે.

વૃષભ (બ, વ, ઉ) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૨-૭ નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. સામાજિક યશ, પ્રતિષ્ઠા વધી શકે.

મિથુન (ક, છ, ઘ) : શુભ રંગ: લીંબુડીયો શુભ અંક: ૩-૬ માંગલિક કાર્યો અંગે નિર્ણય લેવામાં આવી શકે. જમીનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. આરોગ્યની સુખાકારી જળવાય.

કર્ક (ડ, હ) : શુભ રંગ: દૂધિયો શુભ અંક: ૪ વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. જમીનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. ચિંતા હળવી બનતી જોવા મળે.

સિંહ (મ, ટ) : શુભ રંગ: સોનેરી શુભ અંક: ૫ શેર-સટ્ટાકીય બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

કન્યા (પ, ઠ, ણ) : શુભ રંગ: લીલો શુભ અંક: ૮-૩ લગ્નોત્સુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે રુચિ વધતી જોવા મળે. સમય શુભ.

તુલા (ર, ત) : શુભ રંગ: સફેદ શુભ અંક: ૭-૨ કાયદાકીય પ્રશ્નો હલ થઈ શકે છે. વારસાગત મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે. સટ્ટાકીય બાબતોમાં સંભાળવું.

વૃશ્ચિક (ન, ય) : શુભ રંગ: લાલ શુભ અંક: ૮-૧ ભાગ્યોદયની તક મળી શકે છે. જમીન-મકાનનાં પ્રશ્નો હલ થઈ શકે છે. નોકરિયાત વર્ગને પદોન્નતિની શક્યતા.

ધન (ભ, ધ, ફ, ઢ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૯-૧૨ સામાજિક યશ, પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે. અટકેલાં કાર્યો પૂર્ણ થઈ શકે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે.

મકર (ખ, જ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૦-૧૧ સ્પર્ધાત્મક બાબતોમાં ખાસ કાળજી રાખવી હિતાવહ બની રહે. જમીન-મકાનનાં પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.

કુંભ (ગ, સ, શ, ષ) : શુભ રંગ: વાદળી શુભ અંક: ૧૧-૧૦ વિદેશથી શુભ સમાચાર મળી શકે. ભાગીદારીનાં કાર્યોમાં સફળતા મળે. માનસિક ચિંતા હળવી બનતી જોવા મળે.

મીન (દ, ચ, ઝ, થ) : શુભ રંગ: પીળો શુભ અંક: ૧૨-૯ સંતાન સંબંધી પ્રશ્નોનો ઉકેલ આવી શકે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળી શકે. ચિંતા દૂર થાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here