11 જુલાઈનું રાશિફળ : શનિવારનો દિવસ મિથુન રાશિના લોકો માટે અતિશુભ રહેશે, જાતકોને કોઇ શુભ સમાચાર મળી શકે છે

0
0

મેષ

પોઝિટિવઃ– તમારા પોઝિટિવ તથા સહયોગી વ્યવહારના કારણે પરિવાર તથા મિત્રોમા માન-પ્રતિષ્ઠા બની રહેશે. ઘરની સજાવટને લઇને ફેરફાર કરી શકો છો. કોઇ વિવાદિત જમીન સંબંધિત મામલો પણ કોઇ મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– ઘરમાં કોઇ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. ખરીદારી કરતી સમયે બજેટનું ધ્યાન રાખો. ધન સંબંધિત લેવડ-દેવડમાં કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારું સંપૂર્ણ ધ્યાન માર્કેટિંગ તથા તમારા પ્રોડક્ટ્સના પ્રમોશન ઉપર રહેશે.

લવઃ– ઘરમાં કોઇ માંગલિક આયોજન થવાની યોજના બની શકે છે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણમાં સાવધાન રહો.

વૃષભ

પોઝિટિવઃ– આજનો દિવસ બધા જ કામ શાંતિપૂર્ણ રીતે કરવાના રહેશે. આત્મવિશ્વાસ દ્વારા મોટાભાગના કામ સહજ રીતે થઇ જશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેતન પ્રમાણે યોગ્ય પરિણામ મળશે.

નેગેટિવઃ– વાંચ્યા વિના કોઇ કાગળ ઉપર હસ્તાક્ષર કરશો નહીં. ધન સંબંધિત હિસાબ-કિતાબ કરતી સમયે બચત બિલકુલ થશે નહીં.

વ્યવસાયઃ– વેપારના વિસ્તાર સંબંધિત યોજનાઓને ગંભીરતાથી લો.

લવઃ– પતિ-પત્નીમાં કોઇ વાતને લઇને ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરની બીમારી રહેશે.

મિથુન

પોઝિટિવઃ– સંતાન સાથે સંબંધિત કોઇ મહત્ત્વપૂર્ણ કામ સંપન્ન થવાથી મનમાં રાહત રહેશે. લોકો તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. ઘરમાં કોઇ નાના મહેમાનના આગમનના શુભ સમાચાર આવી શકે છે.

નેગેટિવઃ– સંતાનની આદત અને દિનચર્યાનું વિશેષ ધ્યાન રાખો. તથા તેમનું માર્ગદર્શન કરતાં રહો. કોઇ નજીકના સંબંધિ સાથે વૈચારિક મતભેદ ઊભા થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં તમારી કાર્ય કુશળતા અને કાર્ય ક્ષમતામાં ઘટાડો આવી શકે છે.

લવઃ– કામકાજમાં ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ દાંપત્ય જીવન ઉપર પડવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક

પોઝિટિવઃ– આજે થોડું નવું કરવાનો ઉમંગ, જોશ રહેશે. વ્યવસ્થાઓ સિવાય તમે તમારા પરિવાર માટે સમય કાઢી શકશો. ધર્મ તથા આસ્થામાં રસ જાગૃત થશે.

નેગેટિવઃ– વિના કારણે કોઇ સાથે વિવાદ કરશો નહીં. વિવાદની સ્થિતિ બની શકે છે. લોટરી, જુગાર, સટ્ટા જેવા કાર્યોમાં પડશો નહીં.

વ્યવસાયઃ– તમારા વેપાર ઉપર સંપૂર્ણ નજર રાખો.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– કામકાજમાં વધારે મહેનત અને પરિશ્રમના કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– આજે કોઇ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. યુવાઓને કરિયરમાં કોઇ નવા અવસર પ્રાપ્ત થવાના કારણે તણાવમાંથી મુક્તિ મળશે.

નેગેટિવઃ– નવી જવાબદારી આવવાથી વ્યસ્ત રહેશો. જેના કારણે થોડો તણાવ અને થાક જેવી સ્થિતિ અનુભ થશે. રોકાણ કરતી સમયે પહેલાં યોગ્ય તપાસ કરી લો.

વ્યવસાયઃ– રાજકીય કાર્યોમાં કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં સમય વ્યર્થ કરશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા

પોઝિટિવઃ– સમયની ગતિ તમારા પક્ષમાં છે. આજે જે પણ કાર્ય કરવા માંગો છો, તે સમયે પૂર્ણ થશે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત અને સામાજિક સક્રિયતા વધારવાથી તમને સફળતા મળશે.

નેગેટિવઃ– કોઇ વાદ-વિવાદથી તમારું નુકસાન થવાની સંભાવના છે. તમે ધૈર્ય બિલકુલ રાખી શકશો નહીં.

વ્યવસાયઃ– નોકરીમાં વાતાવરણ તથા પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે.

લવઃ– પરિવારમાં એકબીજા સાથે પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– હળવું ભોજન કરો

તુલા

પોઝિટિવઃ– આજના દિવસની શરૂઆત કાર્ય સિદ્ધિદાયક રહેશે. કોઇ કામના બનવાથી સ્વતંત્ર અનુભવ કરશો. લોકો તમારી પ્રતિભાના વખાણ કરશે.

નેગેટિવઃ– કોઇ ઘનિષ્ઠ વ્યક્તિ સાથે સંબંધિત કોઇ અપ્રિય ઘટના ઘટી શકે છે. જેના કારણે મનમાં થોડી વૈરાગ્યની સ્થિતિ રહેશે.

વ્યવસાયઃ– મીડિયા સાથે સંબંધિત કાર્ય, લેખન, આર્ટ સંબંધિત કાર્યો માટે સમય સારો છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે.

સ્વાસ્થ્યઃ–  કમરમાં દુખાવો થશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે સ્વાસ્થ્યમાં થોડાં સુધાર અનુભવ થવાથી આત્મબળ વધશે. આર્થિક સ્થિતિને ફરી વ્યવસ્થિત કરવામાં તમારું ધ્યાન કેન્દ્રિત કરશો.

નેગેટિવઃ– કોઇપણ નિર્ણય લેતી સમયે ગંભીરતાથી તેના ઉપર વિચાર કરો તથા વાદ-વિવાદ અને ઝઘડાથી પણ દૂર રહો

વ્યવસાયઃ– માર્કેટિંગ તથા તમારા સંપર્કો તરફ વધારે ધ્યાન આપો,

લવઃ– પારિવારિક પરિસ્થિતિઓ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– પાચનતંત્ર નબળું રહે તેવી સંભાવના છે.

ધન

પોઝિટિવઃ– ઘરના વડીલોની સલાહ ઉપર ધ્યાન આપો. તમારા માટે તે સલાહ કારગર સાબિત થશે. ભાગ્યના નક્ષત્રો તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ– કોઇ નવું રોકાણ કરતી સમયે પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો. આ સમયે તમે તમારી ભાવુકતા ઉપર કંટ્રોલ રાખો,

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે પરેશાનીઓ રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊત્પન્ન થાય નહીં તેનું ધ્યાન રાખો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર

પોઝિટિવઃ– આજે દરેક કાર્યને યોગ્ય રીતે કરીને તમારા લક્ષ્યની નજીક પહોંચી શકો છો. વૈભવ સંબંધિત સામાનની ખરીદારીમાં સમય વ્યતીત થશે. સહજ ભાવથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે

નેગેટિવઃ– બાળકોને નાની-નાની વાતોમાં ખીજાશો નહીં. કોઇ સંબંધી પીઠ પાછળ તમારા માટે અફવાહ ફેલાવી શકે છે.

વ્યવસાયઃ– આર્થિક મામલાઓમાં સાવધાની જાળવો

લવઃ– દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવ, અવસાદ અને મોસમી બીમારીઓથી બચીને રહો.

કુંભ

પોઝિટિવઃ– તમે ઘર અને ઓફિસની બધી જ જવાબદારીઓને ગંભીરતાપૂર્વક પૂર્ણ કરશો. કોઇ કોર્ટ કેસમાં સરકારી મામલાઓમાં પણ વિજય મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– અચાનક જ કોઇ એવી નેગેટિવ વાત સામે આવી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. તમારા ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– શેરબજાર તથા સટ્ટા જેવા કાર્યો કરતાં વ્યક્તિઓ આજે સાવધાનીથી કામ કરવું.

લવઃ– વડીલો પ્રત્યે સેવાભાવ ઉત્પન્ન થશે.

સ્વાસ્થ્યઃ– વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.

મીન

પોઝિટિવઃ– આજે તમે તમારી જીવનશૈલીમાં થોડા પરિવર્તન અનુભવ કરશો. સમાજ  સેવા સંબંધિત કાર્યોમાં સમય વ્યતીત થશે. જેના કારણે સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આજે તમને સલાહ આપવામાં આવી રહી છે કે, કોઇ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. ખાસ કરીને રૂપિયાના મામલે.

વ્યવસાયઃ– વેપારમાં નવા પ્રયોગ અમલ કરો.

લવઃ– વૈવાહિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– આયુર્વેદિક દવાઓ અને ખાનપાન ઉપર વધારે ધ્યાન આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here