12 જુલાઈનું રાશિફળ : રજાનો દિવસ મેષ અને કન્યા રાશિના લોકો માટે શુભ રહેશે, જાતકોને ભાગ્યનો સાથ મળશે

0
0

મેષ

પોઝિટિવઃ– આજે તમારું ધ્યાન ભાવી લક્ષ્ય તરફ કેન્દ્રિત રહેશે અને તમે ચમત્કારિક રૂપથી ઊર્જા અને આત્મવિશ્વાસ અનુભવ કરશો. જનસંપર્ક વધારે પ્રબળ થશે. આજનો દિવસ લાભદાયક રહી શકે છે.

નેગેટિવઃ– દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો. કેમ કે, વ્યસ્ત હોવા છતાં સામાજિક કાર્યોમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. કોઇની વાતોમાં ન આવીને તમે તમારી કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો.

વ્યવસાયઃ– આ સમયે તમારે તમારા કામ ઉપર વધારે ધ્યાન આપવું જોઇએ.

લવઃ– લગ્નજીવનમાં તાલમેલ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– થાકના કારણે માનસિક તણાવ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– ઘરમાં કોઇ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમ સંબંધિત ગતિવિધિઓ થશે. સાથે જ, નજીકના સંબંધીઓના આગમનથી પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– આ સમયે તમારી કોઇ નકારાત્મક વાત કોઇ મિત્ર કે સંબંધી સાથે સંબંધોમાં કટૂતા ઉત્પન્ન કરી શકે છે. ભાઇઓ સાથે મધુર સંબંધ જાળવી રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ– માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં આજે વધારે ધ્યાન આપો.

લવઃ– પ્રેમ સંબંધોને લગ્નમાં બદલવા માટે પારિવારિક સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– કામની સાથે આરામ લેવાની પણ જરૂરિયાત છે.

મિથુન

પોઝિટિવઃ– આજે સમયની ગતિ તમારા પક્ષમાં છે. કોઇ શુભ સમાચાર મળવાથી આત્મબળ અને ઊર્જા વૃદ્ધિ થશે. કોઇએ આપેલું ઉધાર પણ આજે મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– તમારા ઈગો અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. સ્વભાવથી તમારા બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. તમારી અંદર ભરપૂર ઊર્જા છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં લાભદાયક સ્થિતિઓ બની રહી છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– વ્યાયમ અને યોગ ઉપર ધ્યાન આપો.

કર્ક

પોઝિટિવઃ– આજે કોઇ મનોવાંછિત કાર્ય પૂર્ણ થવાથી મનમાં ખૂબ જ વધારે સુકૂન અને સુખ રહેશે. બધા જ ગ્રહોની સ્થિતિ તમારા ભાગ્યને પ્રબળ કરી રહી છે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ ઉપર અમલ કરો.

નેગેટિવઃ– કોઇ નજીકના મિત્રના કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આ સમયે તમારે તમારા સ્વભાવ ઉપર પણ નિયંત્રણ રાખવું પડશે.

વ્યવસાયઃ– કારોબારમાં લક્ષ્યને હાંસલ કરવા માટે મહેનત કરવી પડશે.

લવઃ– પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં તાલમેલ ન જાળવાથી મતભેદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ–  તણાવના કારણે માથાનો દુખાવો થશે.

સિંહ

પોઝિટિવઃ– આજે વારસાગત મામલાઓનો ઉકેલ લાવવા માટે દિવસ ઉત્તમ છે. આ અંગે વિચાર-વિમર્શ અવશ્ય કરો. અચાનક જ કોઇ અપરિચિત વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સિદ્ધ થશે.

નેગેટિવઃ– કોઇ વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે. રૂપિયા કોઇ સ્થાને બ્લોક થવાની પણ સંભાવના છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં નવા જનસંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આજનો સમય શાંતિદાયક છે. ધર્મ-કર્મના મામલે રસ રહેશે. કોઇ સમાજ સેવી સંસ્થામાં સહયોગ આપવાથી તમને માન-સન્માન પણ પ્રાપ્ત થશે. આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– કોઇ સંતાનના કારણે તણાવ ઉત્પન્ન થઇ શકે છે. આ પરેશાની તાત્કાલિક જ છે, એટલે સમય સાથે બધું જ ઠીક થઇ જશે.

વ્યવસાયઃ– આવકનો સ્ત્રોત હાલ મંદ રહેશે.

લવઃ– કુંવારા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવશે.

સ્વાસ્થ્યઃ– ગેરની સમસ્યા રહેશે.

તુલા

પોઝિટિવઃ– કામમાં વ્યસ્ત હોવા છતાં મિત્રો અને સંબંધિઓ માટે સમય કાઢો. નવા લોકો સાથે સંપર્ક આગળ જઇને તમારા માટે લાભદાયક સિદ્ધ થશે. ઘરના કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહને ગ્રહણ કરો.

નેગેટિવઃ– કોઇ અપ્રિય ઘટના મળવાના સંકેત મળી રહ્યા છે. જેના કારણે કોઇ ભય તમારા મન ઉપર હાવી થઇ શકે છે. આ સમયે તમે પોતાને પોઝિટિવ જાળવી રાખો.

વ્યવસાયઃ– કર્મચારીઓની ગતિવિધિ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ–  આ સમય ધૈર્યનો સાબિત થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાનું છે. શારીરિક રૂપથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો તથા તમારા કામ અને આર્થિક ગતિવિધિઓ ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રાખશો.

નેગેટિવઃ– રૂપિયા-પૈસાના મામલે કોઇ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. કોઇની વાતોમાં આવીને પોતાનું નુકસાન કરાવી શકો છો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં નાની વાતને ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં આજે કોઇ પ્રકારનો મતભેદ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.

ધન

પોઝિટિવઃ– આજે તમે તમારો મોટાભાગનો સમય આધ્યાત્મ અને કોઇ ધાર્મિક સ્થળે વ્યતીત કરવાનો પ્રોગ્રામ બનાવી રહ્યા છો. જેથી તમે તમારી આંતરિક ઊર્જાને ફરીથી વધારી શકશો.

નેગેટિવઃ– થોડી આલોચના સંબંધિત સ્થિતિઓ બની રહી છે. આ બાબતનું ધ્યાન ન રાખીને તમારા કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વિદ્યાર્થીઓને પણ અભ્યાસ ઉપર ધ્યાન આપવાની જરૂર છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારા સહયોગીઓ અને કર્મચારીઓ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખો.

લવઃ– પ્રેમ સંબંધોમાં ગેરસમજ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ–  એલર્જી અને ગરમીના કારણે કોઇ મુશ્કેલીઓ ઉત્પન્ન થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– આજે કોઇ ઉધાર પાછું આવવાથી મનમાં સુકૂન અને પ્રસન્નતા બની રહેશે. દરેક કામને યોજનાબદ્ધ રીતે કરવાથી તમારી સમસ્યાઓ ઘટી જશે.

નેગેટિવઃ– આજે સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓથી દૂર જ રહો. કોઇ પ્રકારની માનહાનિ જેવી સ્થિતિ બની રહી છે.

વ્યવસાયઃ– વ્યાપારિક ક્ષેત્રમાં તમારા હિસાબ-કિતાબમાં વ્યવહારને પારદર્શી રાખો.

લવઃ– ઘર-પરિવારને લઇને થોડાં મનોરંજન સંબંધિત પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓથી બચીને રહો.

કુંભ

પોઝિટિવઃ– કુંભ રાશિના લોકો સ્વાભિમાની હોય છે. આજે તમારે અનુભવી અને જવાબદાર લોકોના માર્ગદર્શનમાં આગળ વધવાનો અવસર મળશે.

નેગેટિવઃ– સંતાનને લઇને તણાવની સ્થિતિ બનશે. ગુસ્સા ઉપર નિયંત્રમ રાખો, જેથી અનેક કામ ખરાબ થઇ શકે છે. માનસિક સ્થિતિ અસ્થિર હોય તો ધન સંબંધિત કોઇપણ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ– વેપાર અને કામકાજમાં આજે કોઇ ખાસ સફળતાની આશા નથી.
લવઃ– કોઇપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.
સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે બેદરકારી કરશો નહીં.

મીન

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રાખશે. તમારો પારિવારિક અને વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવીને રાખવાનો સ્વભાવ તમને તણાવમુક્ત રાખશે.

નેગેટિવઃ– કોઇ નવું રોકાણ કરતાં પહેલાં તેની તપાસ અવશ્ય કરો. અપરિચિત વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં પારદર્શિતા રાખો.

લવઃ– ઘર અને વ્યવસાયમાં જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– જૂના રોગમાંથી છુટકારો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here