Sunday, November 28, 2021
Home13 જુલાઈ નું રાશિફળ : સોમવારે મિથુન રાશિમાં બુધનું વિરાજમાન હોવું જાતકોના...
Array

13 જુલાઈ નું રાશિફળ : સોમવારે મિથુન રાશિમાં બુધનું વિરાજમાન હોવું જાતકોના આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરશે

મેષ

પોઝિટિવઃ– આજે તમને તમારા કાર્યોમાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. આ સમયે તમારે તમારા કાર્યો પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવું. સમાજમાં પણ તમારી વાહવાહી થશે.

નેગેટિવઃ– મિત્ર કે નજીકના સંબંધી તમારા માટે કોઇ યોજના બનાવી શકે છે અથવા અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે સમાજમાં બદનામી અથવા અપયશની સંભાવના છે.

વ્યવસાયઃ– નોકરીમાં બોસ અને અધિકારી તમારા કામથી સંતુષ્ટ રહેશે.

લવઃ– ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– ધર્મ-કર્મ સંબંધિત કાર્યોમાં તમારો રસ રહેશે અને તમારું નિસ્વાર્થ યોગદાન સમાજમાં પણ માન-સન્માન અને પ્રતિષ્ઠા જાળવી રાખશે. આર્થિક યોજનાઓ પણ સરળતાથી ફળીભૂત થશે.

નેગેટિવઃ– તમે તમારા ખોટાં ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કોઇ નજીકના વ્યક્તિ ગુપ્ત રીતે તમારા વિરૂદ્ધ કોઇ ષડયંત્ર રચી શકે છે.

વ્યવસાયઃ– આજીવિકામાં થોડી નવી ઉપલબ્ધિ મળવાના યોગ છે.

લવઃ– જીવનસાથીની સલાહ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે.

સ્વાસ્થ્યઃ– કોઇ વડીલના સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની રહેશે.

મિથુન

પોઝિટિવઃ– રાશિ સ્વામી બુધનું રાશિમાં જ વિરાજમાન હોવું તમારા આત્મબળ અને આત્મવિશ્વાસમાં વધારો કરી રહ્યું છે. આ ગ્રહ સ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવો. તમારી યોગ્યતા અને ક્ષમતા લોકો સામે જાહેર થશે.

નેગેટિવઃ– આળસ અને વધારે મોજ મસ્તીમાં સમય વ્યર્થ ન કરશો. આ સમય તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે.

વ્યવસાયઃ– પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે તમારા સંબંધોને વધારે ગાઢ બનાવો.

લવઃ– જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવાની સમસ્યા રહેશે.

કર્ક

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓની કરિયર સંબંધિત કોઇ સમસ્યાનું સમાધાન થશે. વડીલોના આશીર્વાદ અને સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે તથા તમે તમારી કોઇ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ– જો કોઇ વાહન અથવા સંપત્તિની ખરીદારી માટે ઉધાર લેવાની યોજના બનાવી રહ્યા છો તો આજે તેને ટાળી દો.

વ્યવસાયઃ– સરકારી સેવા સાથે જોડાયેલાં વ્યક્તિઓને પરેશાનીઓમાંથી રાહત મળશે.

લવઃ– પતિ-પત્નીમાં મધુરતા રહેશે

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધિત કોઇ ચિંતા રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આ સમયે તમે ખૂબ જ પ્રભાવશાળી અને ઉત્સાહી રહેશો. આ સમયે તમારે ભૂતકાળને યાદ કરી અન્ય સાથે તમારા અનુભવોને વ્યક્ત કરો. શિક્ષક અને સલાહકાર તમારું માર્ગદર્શન કરશે.

નેગેટિવઃ– યાત્રાની યોજનાઓમાં જટિલતા અને મોડું થઇ શકે છે. જીત માટે આશા રાખવી અને મનમાં વિશ્વાસ રાખવો.

લવઃ– આ સમયે તમારો સંબંધ મજબૂત થઇ શકે છે.

વ્યવસાયઃ– ધનના મામલે તમને સારા સમાચાર મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આ સમયે અનેક બાબતો તમારા માટે પોઝિટિવ સાબિત થશે અને તમારા જીવનમાં ભાવનાત્મક દૃષ્ટિકોણને વધારશે. આ સમયે સ્થાનમાં પરિવર્તન અથવા કોઇ નવા સેટિંગની સંભાવના છે.

નેગેટિવઃ– જે તમે આ સમયે મેળવશો તે આ વાત ઉપર નિર્ભર કરશે તે તમે કેટલાં મહેનતું છો. સંભાવનાઓને અવસરમાં પરિવર્તિત કરવા માટે તમારા ગુપ્ત કૌશલનો ઉપયોગ કરો.

લવઃ– તમારી કલાત્મકતા તમારા પ્રોફેશનલ જીવન માટે સારી સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ– તમારે તમારા અસ્થિર મૂડને કાબૂમાં રાખવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ– તમે આ સમયે ઊર્જાવાન રહેશો.

તુલા

પોઝિટિવઃ– તમારી રચનાત્મક ઊર્જા આ સમયે ઉચ્ચ સ્તર પર રહેશો. હાલ તમે ભાવુક અનુભવ કરી રહ્યા છો. તમે એકલામાં સમય વિતાવવાનું પસંદ કરશો.

નેગેટિવઃ– પરેશાનીઓમાં થોડાં લોકો નિરાશ થઇ જાય છે. જ્યારે થોડાં લોકો આગળ વધીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે. સલાહકાર અને શિક્ષક સાથે યાત્રા કરો.

લવઃ– તમારું આકર્ષણ કોઇ રસપ્રદ વ્યક્તિનું ધ્યાન આકર્ષિત કરી શકે છે.

વ્યવસાયઃ– સેલ્સ માટે દિવસ સારો છે.

સ્વાસ્થ્યઃ– ડાયટને લઇને સંવેદનશીલ રહેશો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આ સમય તમે પ્રેમ અને મિત્રતાને વધારવા માંગશો અને તમારા કામમાં સહયોગની અપેક્ષા કરશો. તમે લાંબા નિર્ણય લેવાના મૂડમાં છો. તમારી શક્તિ અને દૃઢ સંકલ્પ-પ્રોફેશનલ અને વ્યક્તિગત રૂપથી તમારી સંપત્તિ છે.

નેગેટિવઃ– યાત્રામાં પરેશાનીની સંભાવના છે. તમારા સાર્વજનિક સંબંધ કૌશલના કારણોથી લક્ષ્ય જલ્દી પૂર્ણ થશે.

લવઃ– પરેશાનીઓના કારણે હાલ તમારી લવ લાઇફ તમને અશાંત અનુભવ કરાવી શકે છે.

વ્યવસાયઃ– આ સમય તમારા માટે શુભ રહેશે.

સ્વાસ્થ્યઃ– જિમ કે યોગ કરી શકો છો.

ધન

પોઝિટિવઃ– આ સમય તમે અદૃશ્યને જોઇ શકો છો. સ્પર્શ ન કરી શકવાની વસ્તુને અનુભવી શકો છો અને અસંભવને પણ મેળવી શકો છો. હાલ તમારા માટે નવી દિશામાં નેટવર્કિંગ કરવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ– આ સમયે તમારે અન્ય લોકોની સમસ્યા વિશે ચર્ચાઓ અથવા મતભેદની સ્થિતિઓમાં પડવું નહીં. આ સમયે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– કોઇ ખાસ વ્યક્તિ સાથે સમય વિતાવી શકો છો.

વ્યવસાયઃ– આજે તમે આસપાસના લોકોના વાતાવરણને જીવંત બનાવી દેશો.

સ્વાસ્થ્યઃ– ફિટ રહેવું તમારા માટે પહેલી પ્રાથમિકતા રહેશે.

મકર

પોઝિટિવઃ– તમે જૂના મિત્રોને મળી શકો છો અને કોઇ ખાસ સંબંધ બનાવી શકો છો. આ સમયે તમારા લગ્નના યોગ સર્જાઇ રહ્યા છે.

નેગેટિવઃ– આ સમયે તમે કોઇની દગાબાજીનો શિકાર બનો નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. પાપ અથવા ગંદકી તમારાથી સહન થશે નહીં.

લવઃ– એક રોમેન્ટિક સમયગાળો જેની તમે રાહ જોઇ રહ્યા હતાં તે હવે શરૂ થઇ શકે છે.

વ્યવસાયઃ– તમે વર્તમાનમાં વૈભવમાં રહેવા ઇચ્છો છો.

સ્વાસ્થ્યઃ– આ સમયે સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

પોઝિટિવઃ– શક્તિ, યશ, ગરિમા અને ઓળખ બધું જ તમારા પક્ષમાં છે. આ સમય તમારે તમારું સંપૂર્ણ ધ્યાન વેપારની ઉન્નતિમાં વિતશે. આ સમયે તમે તમારા અનુભવોનો પૂર્ણ પ્રયોગ કરશો.

નેગેટિવઃ– આ સમયગાળામાં તમે કાર્યના પ્રેશરનો સામનો કરશો. પોતાના કૌશલને ઓળખો અને તમારા સંસાધનો ઉપર વિશ્વાસ કરો.

લવઃ– આ સમયે નવા સંબંધ બને તેવા યોગ છે.

વ્યવસાયઃ– આ સમયે તમે તમારા વિચારોના મૂલ્યને સાબિત કરી શકો છો.

સ્વાસ્થ્યઃ– તમારી ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરો.

મીન

પોઝિટિવઃ– મોટો ભાઈ તમને નવા સામાજિક દૃશ્યોથી કનેક્ટ કરશે. જ્યાં નેટવર્કિંગની અલગ સંભાવના છે. અનેક દિવસો સુધી બ્રેક લીધા વિના કામ કર્યા બાદ હવે પરિણામનો સમય છે.

નેગેટિવઃ– ભાવનાત્મક રૂપથી તમે નબળાઇ અનુભવ કરી શકો છો. ધનના નુકસાનથી ચિંતિત ન રહો. આ સમયે તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકો છો.

લવઃ– તમે આ સમયે અન્ય લોકો તરફ આકર્ષિત થઇ શકો છો.

વ્યવસાયઃ– વિત્તીય અને પાર્ટનરશિપના મુશ્કેલ મામલા તમારા દિવસને સારો બનાવશે.

સ્વાસ્થ્યઃ– તણાવથી મુક્ત રહો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments