Sunday, October 24, 2021
Home16/07/2020 નું રાશિફળ : આજે શુક્ર અને ચંદ્રની યુતિ બનવાથી 5 રાશિના...
Array

16/07/2020 નું રાશિફળ : આજે શુક્ર અને ચંદ્રની યુતિ બનવાથી 5 રાશિના જાતકોને ધનહાનિ થશે

મેષ

પોઝિટિવઃ– આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયી છે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિનો અનુભવ કરશો. મુશ્કેલથી મુશ્કેલ કાર્ય તમે તમારા દૃઢ નિશ્ચયથી પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમે અન્ય લોકોની વાતોમાં આવીને તમારું નુકસાન કરાવી શકો છો. આજે પણ ગ્રહ સ્થિતિ થોડી એવી છે એટલે પોતાની ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરો.

વ્યવસાયઃ– આજનો દિવસ આર્થિક દૃષ્ટિએ ફાયદાકારક સાબિત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ ખૂબ જ સુકૂનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આ સમય તમને રચનાત્મક કાર્યોમાં વ્યસ્ત રાખશે. ઘરમાં રિનોવેશન અને સજાવટ સાથે સંબંધિત પરિવર્તન કરશો. બાળકો તરફથી તેમના કરિયર સંબંધિત શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો તમારી વાણીમાં ક્યારેક ગુસ્સો કે કટુતા જેવી સ્થિતિ સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે. ઘર તથા પોતાના ઉપર વધારે સમય વ્યતીત કરવાના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે.

લવઃ– પરિવારમાં વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત અને પેટમાં દુખાવા સંબંધિત પરેશાની રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ થોડો જ્ઞાનવર્ધક અને રોચક સાહિત્યને વાંચવામાં વ્યતીત થશે. થોડી નવી જાણકારીઓ અને સમાચાર પણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને વિદેશ સંબંધિત પરીક્ષામાં શુભ પરિણામ મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જરૂરી છે. કોઇ મોટું રોકાણ કરતી સમયે પહેલાં યોગ્ય તપાસ કરી લો. કોઇ યાત્રા ટાળવી પડી શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં પ્રત્યેક ગતિવિધિ ઉપર નજર રાખો.

લવઃ– કામ વધારે હોવાથી ઘર-પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– ગેસ અને સાંધામાં દુઃખાવાની સમસ્યા રહેશે.

કર્ક

પોઝિટિવઃ– ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની સંભાવના છે. માટે તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. વાતચીત કરીને તમે તમારું કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક મનમાં નિરાશાજનક અને નકારાત્મક વિચારોની સ્થિતિ રહેશે. રૂપિયા આવતાં પહેલાં જવાનો રસ્તો પણ તૈયાર રહેસો. નજીકના મિત્ર સાથે પણ સંબંધ ખરાબ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં કાર્ય કરવાનો યોગ્ય સમય છે.

લવઃ– ઘરેલુ જીવનમાં એક પછી એક પરેશાનીઓ આવશે.

સ્વાસ્થ્યઃ–  માનસિક તણાવના કારણે હોર્મોન્સ સંબંધિત તકલીફ રહેશે.

સિંહ

પોઝિટિવઃ– જીવન પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા માટે માન-પ્રતિષ્ઠા વર્ધક રહેશે. તમારી રહેણીકરણી અને બોલચાલની રીત લોકોનું ધ્યાન આકર્ષિત કરશે. સમાજમાં તમારી છવિમાં વધારે નિખાર આવશે.

નેગેટિવઃ– જમીન સંબંધિત કોઇ ખરીદી કરતી સમયે ધ્યાન રાખો કે, કોઇ પ્રકારનું નુકસાન સંભવ છે. ધન સંબંધિત લેવડ-દેવડમાં સાવધાની રાખો. કોઇ પ્રકારનો વિશ્વાસઘાત થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– આજે થોડાં નવા ઓર્ડર મળવાની સંભાવના છે.

લવઃ– તમારા વ્યસ્ત સમયમાં થોડો સમય પરિવાર અને જીવનસાથી સાથે વ્યતીત કરો.

સ્વાસ્થ્યઃ– ખાનપાનનું અવશ્ય ધ્યાન રાખો.

કન્યા

પોઝિટિવઃ– આધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય વ્યતીત થશે. ઘરમાં કોઇ શુભ માંગલિક કાર્ય પણ સંપન્ન થવાની સંભાવના છે. કોઇ સરકારી કામ અટકેલું છે તો આજે તેના ઉપર કાર્ય કરો, વિજય પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓને પોતાની શિક્ષા ઉપર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. તાંત્રિક ક્રિયાઓ તરફ ધ્યાન આકર્ષિત થઇ શકે છે. આ વસ્તુઓથી દૂર રહો તો જ સારું છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ જળવાયેલો રહેશે.

લવઃ– તમારો પરિવાર પ્રત્યે સહયોગ ન હોવાથી જીવનસાથીનો મૂડ ખરાબ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજે જીવનમાં થોડાં બદલાવ આવવાની સંભાવના છે. પરિવારમાં કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર તમારી સલાહને વધારે મહત્ત્વ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને તેમની મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ વાતનું ધ્યાન રાખો કે, તમારો કોઇ નજીકનો મિત્ર કે સંબંધિ તમને દગો આપી શકે છે. કોઇને પણ રૂપિયા ઉધાર આપશો નહીં. કેમ કે, પાછા મળવાની સંભાવના ખૂબ જ ઓછી છે.

વ્યવસાયઃ– આર્થિક મામલાઓ ઉપર મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને પરિવારમાં ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ–  આજે તમારી અંદર ઊર્જાની કમી રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજનો દિવસ મહિલાઓ માટે ખૂબ જ ઉત્તમ રહેશે. તમે દરેક પરિસ્થિતિનો સામનો હિંમત અને સાહસથી કરશો. થોડી નવી યોજનાઓ બનશે. ઘરના વડીલોના આશીર્વાદ પણ તમારા ભાગ્યમાં વૃદ્ધિ કરશે.

નેગેટિવઃ– તમારી ક્ષમતાથી વધારે કામ કરવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. કામ સાથે આરામ પણ લેવો જરૂરી છે. થોડી જૂની નેગેટિવ વાતોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાય સંબંધિત કોઇ તપાસ ચાલી રહી છે તો તેનું પરિણામ તમારા પક્ષમાં રહેશે.

લવઃ– પતિ-પત્નીમાં સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– પગ સાથે સંબંધિત કોઇ પરેશાની રહેશે.

ધન

પોઝિટિવઃ– સંપત્તિ સંબંધિત કોઇ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના પણ મળવાથી મન પ્રસન્ન રહેશે. સમાજ તથા રાજનૈતિક કાર્યોમાં મહત્ત્વ વધશે.

નેગેટિવઃ– સંતાનના અભ્યાસને લઇને ચિંતા રહેશે. અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરશો નહીં તથા કોઇ પણ પ્રકારની યાત્રાને સ્થગિત જ રાખો.

વ્યવસાયઃ– વ્યાપારિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ– આજે તમારા દરેક કાર્યમાં જીવનસાથીની સલાહ લો.

સ્વાસ્થ્યઃ– સિઝનમાં ફેરફાર થવાના કારણે એલર્જી થવાની સંભાવના છે.

મકર

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિઓ અનુકૂળ છે. આજે અધ્યાત્મ અને અભ્યાસ સંબંધિત કાર્યોમાં મન લાગશે. ઘરમાં નજીકના લોકોના આગમનથી મનોરંજનમાં સમય વ્યતીત થશે.

નેગેટિવઃ– આળસ અને વધારે વિચારવામાં સમય ખરાબ કરશો નહીં. તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓ વિશે કોઇ સાથે ચર્ચા કરશો નહીં.

વ્યવસાયઃ– યોજનાબદ્ધ રીતે કામ કરવાથી બધા જ કામ યોગ્ય રીતે સંપન્ન થતાં જશે.

લવઃ– પ્રેમ સંબંધોમાં ભાવુકતા રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમે તમારી જીવનશૈલીને સુવ્યવસ્થિત રાખો.

કુંભ

પોઝિટિવઃ– કોઇ સંબંધિ પાસેથી શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. પ્રભાવશાળી વ્યક્તિઓનો સાથ મળવાથી તમારી યોજનાઓને ગતિ મળશે. ધીમે-ધીમે બધું જ વ્યવસ્થિત થવાનું શરૂ થઇ જશે.

નેગેટિવઃ– અજાણ્યા અને અપરિચિત વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો. કોઇ ષડયંત્રનો શિકાર થઇ શકો છો. ગુસ્સો અને કટુ ભાષાનો પ્રયોગ કરવાથી બચવું.

વ્યવસાયઃ– ફોન અને સંપર્કોના માધ્યમથી બધા જ કાર્યો પૂર્ણ થઇ જશે.

લવઃ– દાંપત્ય સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને માઇગ્રેન જેવી પરેશાની થઇ શકે છે.

મીન

પોઝિટિવઃ– વધારે વ્યસ્તતાના કારણે તમે તમારા પરિવાર અને સંબંધિઓ માટે સમય કાઢી શકશો. તમારી કાર્યકુશળતા દ્વારા આશા પ્રમાણે લાભ પણ પ્રાપ્ત થશે. મનોરંજન અને મિત્રો સાથે સમય વ્યતીત થશે.

નેગેટિવઃ– ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ખૂબ જ તણાવ રહેશે. આજે તમારી ઉપર બદનામી કે ખોટાં આરોપ લાગવાની સંભાવના પણ જોવા મળી રહી છે.

વ્યવસાયઃ– મીડિયા સંપર્ક દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ અનુબંધ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– જીવનસાથીનો ઘરમાં સંપૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments