Monday, January 24, 2022
Home19/07/2020 નું રાશિફળ : સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ જાતકોને વધારે પ્રભાવશાળી બનાવશે,
Array

19/07/2020 નું રાશિફળ : સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ જાતકોને વધારે પ્રભાવશાળી બનાવશે,

મેષ

પોઝિટિવઃ– કોઇ લાભદાયક મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમયે ભાગ્ય તમારા પક્ષમાં છે. ધર્મ-કર્મ અને આધ્યાત્મમાં વિશ્વાસ જાળવી રાખો. તેનાથી મનમાં શાંતિ રહેશે.

નેગેટિવઃ– બહારના વ્યક્તિઓ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. અકારણ જ કોઇ મિત્ર સાથે વિવાદ થઇ શકે છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ હાલ ધીમી જ રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાને સહયોગ કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે આરામ તથા પરિવાર સાથે દિવસ વ્યતીત કરવાના મૂડમાં રહેશો. જો કોઇ રોકાણ સંબંધિત યોજના બની રહી છે તો તરત જ તેના ઉપર કામ કરો. આર્થિક દૃષ્ટિએ પરિસ્થિતિ અનુકૂળ છે.

નેગેટિવઃ– આળસના કારણે થોડાં કાર્યોમાં મુશ્કેલીઓ આવી શકે છે. વારસાગત સંપત્તિ સાથે સંબંધિત કોઇ વાત ઉપર ભાઇઓ સાથે વિવાદ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– કોઇ નવા કામ સાથે સંબંધિત પહેલું પેમેન્ટ આવી શકે છે.

લવઃ– લગ્નજીવનમાં કોઇ કારણોસર ક્લેશ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત જેવી સ્થિતિ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ મનોરંજન સંબંધિત કાર્યોમાં વ્યતીત થવાથી તમે પોતાને હળવા અને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. સુખ-સુવિધા સાથે સંબંધિત વસ્તુઓ ઉપર રૂપિયા ખર્ચ થઇ શકે છે.

નેગેટિવઃ– આજે કોઇપણ પ્રકારની મહત્ત્વપૂર્ણ યોજના બનાવશો નહીં. આજે તમારા કામ પ્રત્યે એકાગ્રતા ન હોવાના કારણે તમે કામમાં ધ્યાન આપી શકશો નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સમય ન આપી શકતાં હોવા છતાં કામ યોગ્ય રીતે ચાલતું રહેશે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– વાયુરોગની સંભાવના છે.

કર્ક

પોઝિટિવઃ– સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવી રહ્યો છે. તમારી અંદર રિસ્ક લેવા જેવો પાવર ઉત્પન્ન થશે. લાભ સંબંધિત સ્થિતિઓ પણ બનશે.

નેગેટિવઃ– સૂર્યનું તમારી રાશિમાં હોવું તમને ઈગો જેવો સ્વભાવ પણ આપી શકે છે. તમારા આ સ્વભાવને પોઝિટિવ રૂપમાં ઉપયોગ કરશો તો સારું રહેશે.

વ્યવસાયઃ– કોઇ પ્રભાવશાળી વ્યક્તિના કારણે કાર્યક્ષેત્રમાં કોઇ મોટો ઓર્ડર મળવાની સંભાવના છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં વધારે મજબૂતી આવશે.

સ્વાસ્થ્યઃ– પારિવારિક વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સિંહ

પોઝિટિવઃ– સમાજ સેવા સંબંધિત કાર્યોમાં તમારું યોગદાન અને નિષ્ઠાના કારણે સમાજમાં માન-સન્માન અને યશમાં વૃદ્ધિ થશે.

નેગેટિવઃ– બીજાની વાતોમાં આવીને વાદ-વિવાદ અને ઝઘડા જેવી સ્થિતિ પણ ઉત્પન્ન થઇ શકે છે. જેના કારણે કોર્ટ-કચેરીના ચક્કર પણ વધી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કામ વ્યવસ્થિત રૂપથી થશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– પતિ-પત્ની બંનેનું સ્વાસ્થ્ય નરમ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– તમારું તમારા કામ પ્રત્યે પૂર્ણ સમર્પણ તમારા અનેક કામનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશે. જો ઘરમાં સુધાર સંબંધિત કોઇ યોજના બની રહી છે તો તેને વાસ્તુ પ્રમાણે કરાવશો તો પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આજે મનમાં થોડાં નેગેટિવ વિચાર ઉત્પન્ન થઇ શકે છે. આ વિચારોના કારણે પારિવારિક લોકોને પરેશાની થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક સ્થળે તમારા કાર્યો તથા યોજનાઓને કોઇ સામે જાહેર કરશો નહીં.

લવઃ– તમારી યોજનાઓ અને કાર્યોમાં જીવનસાથીની સલાહ લો.

સ્વાસ્થ્યઃ– ખાનપાનનું અવશ્ય ધ્યાન રાખો.

તુલા

પોઝિટિવઃ– વડીલોનો આશીર્વાદ અને સહયોગ તમારા માટે ભાગ્યોદયદાયક સાબિત થશે. વડીલોની દેખરેખ અન સેવા અવશ્ય કરો.

નેગેટિવઃ– અસ્વસ્થતાના કારણે થોડાં કામ અધૂરા રહી શકે છે. ચિંતા ન કરશો કેમ કે, સ્વાસ્થ્યનું ઠીક થવું વધારે જરૂરી છે.

વ્યવસાયઃ– કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિના સહયોગથી તમારા કાર્ય સુધરી જશે.

લવઃ– પારિવારિક જીવનને ગ્રહણ લાગી શકે છે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશરની સમસ્યા રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ઘરમાં કોઇ ધાર્મિક કાર્ય સંપન્ન થશે. ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ વિચાર ધરાવશો તો ફાયદાકારક સાબિત થશે. ઘર બદલવાની યોજના બની રહી છે તો આજે તેના અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત થઇ શકે છે.

નેગેટિવઃ– ક્યારેક તમારો ગુસ્સો તમારા બનતાં કાર્યોને બગાડી શકે છે. બાળકો માટે તકલીફ આપે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– લાંબા સમયથી કાર્યક્ષેત્રમાં મંદ પડેલી ગતિવિધિઓમાં ગતિ આવી શકે છે.

લવઃ– આજે સાથીનો આરામ કરવાનો મૂડ રહેશે.

સ્વાસ્થ્યઃ– મનમાં થોડી નિરાશાજનક સ્થિતિ રહેશે.

ધન

પોઝિટિવઃ– આજકાલના નકારાત્મક વાતાવરણથી લોકોની રક્ષા હેતુ તમે થોડી સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાઇ શકો છો. જેના કારણે તમને માનસિક સુખ તથા માન-સન્માનની પ્રાપ્તિ થશે.

નેગેટિવઃ– કોઇપણ નિર્ણય લેતા પહેલાં તેના ઉપર ફરી વિચાર કરો. આર્થિક સ્થિતિ હાલ થોડી ધીમી રહેશે.

વ્યવસાયઃ– પાર્ટરનશિપ સંબંધિત કાર્યોમાં નફો થશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર

પોઝિટિવઃ– કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવો. મનોરંજન સંબંધિત કાર્યોમાં સમય વ્યતીત થશે.

નેગેટિવઃ– ભાઇઓ તથા મામા પક્ષ સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની રહી છે. થોડું સાવધાન રહેવું.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ગતિવિધિઓ યોગ્ય ચાલતી રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– શરદી, ઉધરસ જેવી સમસ્યાઓ રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે તમે ભાવનાત્મક રૂપથી મજબૂત રહેશો. ઘર-પરિવાર અને વ્યવસાયમાં યોગ્ય સામંજસ્ય જાળવીને રાખો.

નેગેટિવઃ– તમારી જિદ્દ અને કોઇઇ વાત ઉપર અડગ રહેવાનો સ્વાભવ તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે.

વ્યવસાયઃ– જો તમે કોઇ નવું કામ શરૂ કર્યું છે તો તેમાં મુશ્કેલી આવી શકે છે.

લવઃ– પતિ-પત્નીમાં થોડાં વિવાદની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ–  ગરમીના કારણે પેટમાં તકલીફ રહેશે.

મીન

પોઝિટિવઃ– આજે તમે તમારો મોટાભાગનો સમય બગીચામાં વ્યતીત કરશો. જેથી તમને નવી ઊર્જાની અનુભૂતિ થશે. કલાત્મક અને રચનાત્મક સંબંધિત કાર્યોમાં પણ તમારો રસ વધશે.

નેગેટિવઃ– કોઇ સંતાનના કારણે તણાવ રહી શકે છે. જેનો પ્રભાવ પરિવાર ઉપર પણ પડશે અને સ્વભાવમાં પણ ચિડિયાપણું રહેશે.

વ્યવસાયઃ– આજે કોઇ નવું કામ શરૂ કરશો નહીં.

લવઃ– જીવનસાથી ઘરનું વાતાવરણ ઠીક રાખવામાં સહયોગ કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular