27/07/2020 નું રાશિફળ : સોમવારે સિંહ જાતકોએ અતિ આત્મવિશ્વાસના કારણે નુકસાન ભોગવવું પડી શકે છે

0
7

મેષ

પોઝિટિવઃ– માર્કેટિંગ અને મીડિયા સાથે સંબંધિત કાર્યો ઉપર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. કોઇપણ ફોન કોલ વગેરેને નજરઅંદાજ કરશો નહીં. આજે કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારની ભવિષ્ય સંબંધિત યોજનાઓ બનાવતી સમયે અન્યના નિર્ણયની અપેક્ષા પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોએ પોતાના કાર્ય ઉપર વધારે ધ્યાન આપવું.

લવઃ– જીવનસાથીનો સહયોગ અને તેમની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– વારસાગત સંપત્તિ સંબંધિત કોઇ વાદ-વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તેનો ઉકેલ આવી શકે છે. અન્ય લોકોના નિર્ણયની અપેક્ષાએ પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો.

નેગેટિવઃ– તમારો અધિકાર અને ગુસ્સો પૂર્ણ દૃષ્ટિએ તમારા કાર્યોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ભાઇઓ સાથે તમારા સંબંધને વધારે મધુર બનાવી રાખો.

વ્યવસાયઃ– વેપારમાં સ્થિતિ સારી રહેશે.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– માઇગ્રેનની પરેશાની રહેશે.

મિથુન

પોઝિટિવઃ– રાશિના સ્વામી બુધનું રાશિમાં જ વિરાજિત થવું તમારા માટે મેસેજ આપી રહ્યું છે કે, આજે તમે તમારા વિશે જ વિચારો અને તમારા માટે જ કામ કરો.

નેગેટિવઃ– સાથે જ, ગ્રહ સ્થિતિ પણ એવી સલાહ આપી રહી છે કે, અહંકાર અને સ્વાર્થની ભાવના તમારામાં ઉત્પન્ન થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ઉત્તમ રહેશે.

લવઃ– જીવનસાથીને લઇને થોડી પરેશાની રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર જેવી કોઇ સમસ્યા હોય તો તપાસ કરાવી લો.

કર્ક

પોઝિટિવઃ– ધર્મ-કર્મ અને આધ્યાત્મિક કાર્યોમાં આસ્થા રહેશે. કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર ઉપર વિચાર કરો.

નેગેટિવઃ– કોઇ નજીકના મિત્ર સાથે તમારા સંબંધ ખરાબ થઇ શકે છે. જમીન સંબંધિત કાર્યોમાં વધારે લાભની આશા કરશો નહીં.

વ્યવસાયઃ– વેપારમાં થોડાં બદલાવ આવે તેવી સંભાવના છે.

લવઃ– પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ બનશે.

સિંહ

પોઝિટિવઃ– સિંહ લગ્નના વ્યક્તિઓમાં આત્મબળ અને આત્મવિશ્વાસની પ્રબળ ભાવના રહેશે. આજે પણ ગ્રહ ગોચર તમારા પક્ષમાં રહેશે. આજનો દિવસ તમારા માટે લાભદાયક સિદ્ધ થશે.

નેગેટિવઃ– અતિ આત્મવિશ્વાસના કારણે ક્યારેક તમારે નુકસાન પણ સહન કરવું પડી શકે છે. આ સમયે તમારે આળસને પોતાના ઉપર હાવી થવા દેવી નહીં.

વ્યવસાયઃ– માર્કેટિંગ સંબંધિત કાર્યો ઉપર આજે વધારે સમય વ્યતીત થશે.

લવઃ– લગ્નજીવન સારું ચાલશે.

સ્વાસ્થ્યઃ– ગરમી અને પરસેવાના કારણે એલર્જી જેવી સમસ્યાઓ થઇ શકે છે.

કન્યા

પોઝિટિવઃ– ધાર્મિક સંસ્થાઓ સાથે સંબંધિત ગતિવિધિઓમાં તમારો સહયોગ રહેશે. જેના દ્વારા પરિવારમાં તમારું માન-સન્માન વધશે. આર્થિક મામલે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે.

નેગેટિવઃ– ક્યારેક તમારું કોઇ વાત ઉપર વધારે શંકા કરવું તમારા પરિવારના લોકો માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી ગતિવિધિઓ અને યોજનાઓને કોઇ સામે ઉજાગર કરશો નહીં.

લવઃ– આજે પરિવારજનો સાથે કોઇ મનોરંજન સંબંધિત પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન નકારાત્મક વાતાવરણના કારણે સાવધાની રાખો.

તુલા

પોઝિટિવઃ– તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખીને કામ કરવાથી તમને અનેક પરેશાનીઓનો ઉકેલ મળશે. સંબંધિઓ સાથે કોઇ વિવાદ થઇ શકે છે.

નેગેટિવઃ– ક્યારેક વિના કારણે તણાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં કોઇ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લેવી.

વ્યવસાયઃ– વારસાગત વ્યવસાય સંબંધિત કાર્યોમાં આજે પોઝિટિવ પરિણામ મળશે.

લવઃ– સંતાનની શિક્ષા સંબંધિત કાર્યોને લઇને ઘરમાં તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– લોહી સંબંધિત કોઇ સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે કોઇપણ કાર્યમાં હ્રદયની જગ્યાએ મગજના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપવી. તમને નવી સંભાવનાઓ પ્રાપ્ત થશે. અચાનક કોઇ અટવાયેલું પેમેન્ટ આવી શકે છે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારની યાત્રાને સ્થગિત રાખો. કોઇ પોઝિટિવ પરિણામ મળવાની સંભાવના નથી. નુકસાનની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં જે વર્તમાનમાં ચાલી રહ્યું છે તેના ઉપર ધ્યાન આપો.

લવઃ– ક્યારેય તમારો સ્વભાવ જીવનસાથીને તણાવ આપી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન

પોઝિટિવઃ– આધ્યાત્મ અને ધર્મકર્મના કાર્યો પ્રત્યે રસ તમારા વ્યવહારને વધારે પોઝિટિવ જાળવી રાખશે. જેનાથી સમાજમાં તમને ઓળખ અને માન-સન્માન પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– ધનના રોકાણ સંબંધિત ગતિવિધિઓ આજે સ્થગિત રાખો. કોઇ પ્રકારનું નુકસાન થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપના વ્યવહારમાં આજે કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધમાં વિવાદ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– પેટમાં સોજો થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– આજે તમે તમારા સાથી અને પાર્ટનર્સને મળવાની યોજના બનાવશો. જેના માટે તમે તમારા કામને પ્રભાવિત કરશો નહીં. આજે તમે યાત્રાને પ્રાથમિકતા આપશો અને પરિવાર તથા મિત્રો સાથે સાહસિક યાત્રા બનાવી શકશો.

નેગેટિવઃ– તમારો સમય અને ઊર્જા અન્યની મદદ કરવામાં લગાવો. વિના કારણે ઝગડામાં પડશો નહીં અને તમારા વિશ્વાસપાત્ર લોકોને મળીને તમારી વાતો વ્યક્ત કરો.

વ્યવસાયઃ– આજે તમારી કલાત્મક અને રચનાત્મક ક્ષમતાને પ્રોત્સાહન મળશે.

લવઃ– આ સમયે પ્રિય વ્યક્તિ સાથે નિકટતા વધશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

કુંભ

પોઝિટિવઃ– આજનો દિવસ તમારા માટે સક્રિયતા તથા લાભથી ભરપૂર રહેશે. આજે લગભગ નવા લોકોને મળશો અને નવા સંપર્ક બનાવશો. આજના દિવસનો ઉપયોગ તમારી અંદરથી સાક્ષાત્કાર કરવામાં તથા થોડાં મંત્રનો જાપ કરવાનો છે.

નેગેટિવઃ– જીવનમા આવી રહેલી અનેક પરેશાનીઓ આ સમયે દૂર થઇ શકે છે. જે લોકો જીવનમાં દગો આપી રહ્યા છે તેમણે અનેક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– કરિયરમાં તમને પ્રમોશન મળવાની સંભાવના છે.

લવઃ– પ્રેમ જીવનને મધુર જાળવી રાખવા માટે લવ પાર્ટનર સાથે કોઇ ટ્રિપ પર જઇ શકો છો.

સ્વાસ્થ્યઃ– આ સમયે માનસિક દ્રષ્ટિએ તમે મજબૂત રહેશો.

મીન

પોઝિટિવઃ– તમને તમારી જવાબદારીથી દૂર થવાનો પછતાવો થશે નહીં. નક્ષત્રો તમને ભાવનાઓ પ્રમાણે દિવસ વિતાવવા અને મોજ મસ્તી કરવાનો સંદેશ આપી રહ્યા છે.

નેગેટિવઃ– જે લોકો નવો વ્યવસાય શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે, તેઓ આ દરમિયાન લોકો સાથે આ વિશે પૂછતાછ કરી શકો છો. સમય તમારા કરિયર માટે ખૂબ જ વધારે અનુકૂળ નથી.

વ્યવસાયઃ– સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.

લવઃ– જીવનસાથી તમારી કોઇ વાતને લઇને નિરાશ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સમય સ્વાસ્થ્ય માટે વધારે અનુકૂળ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here