29 જુલાઈનું રાશિફળ : બુધવારે મકર જાતકોના રાજનૈતિક સંબંધો અને આર્થિક સ્થિતિ વધારે મજબૂત થઇ શકે છે

0
0

મેષ

પોઝિટિવઃ– આજે આર્થિક નીતિ બનાવવામાં સમય વ્યતીત થશે. ભવિષ્ય સંબંધિત થોડી યોજનાઓ ઉપર ધ્યાન આપવું. ઘર સાથે સંબંધિત કાર્યોને સંપન્ન કરવામાં વ્યસ્ત રહેશો.

નેગેટિવઃ– આજે તમારા બધા જ કામ દિવસના પહેલાં પક્ષમાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. બપોર પછી અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– જમીન-જાયદાદ સંબંધિત કોઇ પ્રકારના અટવાયેલાં કાર્યો બનવાની સંભાવના છે. જેથી તમારું ધ્યાન તેના ઉપર કેન્દ્રિત કરો. ઘણાં સમયથી અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

નેગેટિવઃ– આજે કોઇનેપણ ઉધાર રૂપિયા આપશો નહીં. સંબંધોમાં ખટાસ આવી શકે છે. પાડોસીઓ સાથે વાદ-વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– વેપારમાં જો કોઇ સાથે પાર્ટનરશિપ કરવાનું વિચારી રહ્યા છો તો તેના ઉપર ગંભીરતાથી વિચાર કરો

લવઃ– પરિવાર સાથે મનોરંજન તથા શોપિંગમાં સમય વિતશે.

સ્વાસ્થ્યઃ– શરદી-ઉધરસ થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– ઘરમાં માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના બનશે. પરિવારમાં થોડાં સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે તમે મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો.

નેગેટિવઃ– સંતાન સંબંધિત કોઇ પ્રકારની ચિંતા રહેશે. કોઇ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે મનમુટાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– પારિવારિક મામલાઓના કારણે વ્યવસાયમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમને ઘર-પરિવાર સાથે સંબંધિત નિર્ણય લેવામાં મદદ કરશે.

સ્વાસ્થ્યઃ– વાહન સાવધાનીપૂર્વક ચલાવો.

કર્ક

પોઝિટિવઃ– આજે તમારો મોટાભાગનો સમય પરિવાર સાથે મનોરંજનમાં વ્યતીત થશે. ઘરમાં મહેમાનોના આવવાથી વાતાવરણ સુખમય રહેશે.

નેગેટિવઃ– ઘરના કોઇ વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને થોડો તણાવ રહેશે તથા હોસ્પિટલની ભાગદોડ રહી શકે છે. ખર્ચ કરતી સમયે બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– વર્તમાન વ્યવસાય સિવાય અન્ય ક્ષેત્રો ઉપર પણ તમારું ધ્યાન રહેશે.

લવઃ– ઘરનું વાતાવરણ સારું રહેશે,

સ્વાસ્થ્યઃ– દુર્ઘટનાની સંભાવના છે.

સિંહ

પોઝિટિવઃ– આજે તમે જે કામને મનમાં નક્કી કરી લેશો તેને પૂર્ણ કરીને જ રહેશો. એટલે પોતાના મહત્ત્વપૂર્ણ કામને પહેલાં પ્રાથમિકતા આપો. સાથે જ કોઇ વરિષ્ઠ વ્યક્તિનું માર્ગદર્શન લો.

નેગેટિવઃ– ખરાબ નિયતના લોકો તથા ખરાબ આદતોથી દૂર રહો. નજીકનો કોઇ મિત્ર કે સંબંધી જ તમારી મુશ્કેલીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કંઇક નવું કરવાની યોજના બની રહી છે તો તેના ઉપર ધ્યાન આપો.

લવઃ– કોઇ દુઃખદ સમાચાર મળવાથી પરિવારમાં નિરાશા રહેશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી થઇ શકે છે.

કન્યા

પોઝિટિવઃ– ધર્મ-કર્મ અને સમાજ સેવા સાથે સંબંધિત કાર્યોમાં વ્યસ્તતા રહેશે તથા સામાજિક માન-સન્માન પણ પ્રાપ્ત થશે. આત્મિક પ્રસન્નતા અને સુકૂન મળશે.

નેગેટિવઃ– સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક મુદ્દા ઉપર ધ્યાન આપો. ઘર સાથે સંબંધિત થોડા કામ અટકી જવાથી તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળે કર્મચારીઓનો સહયોગ મળશે,

લવઃ– કુંવારા લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારી દિનચર્યાનું ધ્યાન રાખો.

તુલા

પોઝિટિવઃ– તમારી સમજદારી માટે લીધેલાં નિર્ણય તમારી આર્થિક સ્થિતિને વધારે મજબૂત કરશે. જ્ઞાની અને મહત્ત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે સમય વ્યતીત કરવામાં તમને પોઝિટિવિટીનો અનુભવ થશે.

નેગેટિવઃ– કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. કોઇ અજાણ વ્યક્તિ સાથે રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે બેદરકારીના કારણે નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપાર અને નોકરી સંબંધિત કોઇપણ કાર્યમાં પ્રત્યેક મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારી જાતે જ લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– નજીકના મિત્ર કે સંબંધીઓનું ઘરમાં મહેમાન બનીને આવી શકે છે. આ મુલાકાત તમને રોજિંતા તણાવભર્યા વાતાવરણથી રાહત આપી શકે છે.

નેગેટિવઃ– મનોરંજન સાથે તમારા વ્યક્તિગત કાર્યો ઉપર પણ ધ્યાન આપો. કોઇ ધન સંબંધિત નુકસાન થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં પેપર અથવા ફાઇલ ચોરી થવાની સંભવના છે.

લવઃ– બાળકોની કોઇ સફળતાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ– વાહન ધ્યાનથી ચલાવો.

ધન

પોઝિટિવઃ– થોડાં મહત્ત્વપૂર્ણ કામ બની જવાથી રાહત અનુભવ કરશો. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યૂમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મળી શકે છે.

નેગેટિવઃ– પાડોસીઓ સાથે વિવાદ થઇ શકે છે. આ સમયે તમે તમારા મહત્ત્વપૂર્ણ કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

વ્યવસાયઃ– નવા ઓર્ડર મળવાની સંભાવના છે.

લવઃ– પરિવાર સાથે ધાર્મિક ઉત્સવ સંબંધી આયોજનમાં સામેલ થવા મળશે.

સ્વાસ્થ્યઃ– એસિડિટી અને ગેસની સમસ્યા રહેશે.

મકર

પોઝિટિવઃ– તમારા રાજનૈતિક સંબંધો વધારે મજબૂત થશે. મહત્ત્પૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થવાની સંભાવના છે. આ સમયે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

નેગેટિવઃ– આ વાતનું ધ્યાન રાખો કે રાજનૈતિક કાર્યોમાં તમારી છાપ ખરાબ ન થાય. બહારના વ્યક્તિ તમારા સંપર્કનો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાય સંબંધિત યાત્રા ફાયદાકારક રહેશે.

લવઃ– પરિવારમાં તમારું માન-સન્માન વધશે.

સ્વાસ્થ્યઃ– એનર્જી વર્ધક પદાર્થોનું સેવન કરો.

કુંભ

પોઝિટિવઃ– આજે તમારી યોગ્યતા અને આવડત લોકો સામે આવશે. તમારી ઉપલબ્ધિઓનો ભરપૂર ઉપયોગ કરો. આ સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ– કોઇ પ્રકારના નુકસાન થવાની સંભાવના છે. આર્થિક રૂપથી થોડી સમસ્યાઓ વધી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં તમારી ક્ષમતામાં વૃદ્ધિ થઇ શકે છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

પોઝિટિવઃ– આજનો સમય બાળકોની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં વ્યતીત થશે. જેથી બાળકોના આત્મબળ અને વિશ્વાસમાં વૃદ્ધિ થશે. નજીકના સંબંધીઓ સાથે તમારા સંબંધ સારા જળવાયેલાં રહેશે.

નેગેટિવઃ– તમારી ભાવનાઓ અને ઉદારતાનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવી શકે છે. આ વાતનું પણ ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– નોકરિયાત લોકો પોતાના લક્ષ્યની પ્રાપ્તિમાં સફળ થશે.

લવઃ– પરિવારમાં સગાઇ કે લગ્ન જેવી યોજના બનશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનમાં ધ્યાન રાખો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here