11 સપ્ટેમ્બરનું રાશિફળ : શુક્રવારના 6 રાશિઓનું પારિવારિક જીવન સુખદ રહેશે, 9 રાશિના લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું

0
0

મેષ

પોઝિટિવઃ– પ્રોપર્ટીની લેવડ-દેવડ અંગે લાભદાયક યોજનાઓ બનશે. ઘર બદલવા અંગે મહત્ત્વપૂર્ણ ચર્ચા થશે. મોટાભાગનો સમય પરિવાર સાથે મોજ-મસ્તીમાં પસાર થશે.

નેગેટિવઃ– કોઇ જૂના મુદ્દા ઉપર ભાઇઓ સાથે થોડો વિવાદ થવાની આશંકા છે. થોડી સમજદારી અને સાવધાનીથી કામ કરશો તો પરિસ્થિતિઓ ઉકેલ મળી જશે.

વ્યવસાયઃ– તમારું કોઇ અટવાયેલું પેમેન્ટ મળવાથી આર્થિક સ્થિતિ વધારે સારી બનશે.

લવઃ– ઘરમાં વધારે દખલ કરવાથી પરિવારના સભ્યો નિરાશ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– પાળતૂ જાનવરોને હેરાન કરશો નહીં, તેમના દ્વારા કોઇ પ્રકારનો ઘાવ થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– જીવનને પોઝિટિવ દૃષ્ટિથી સમજવાની કોશિશ કરો, જેથી તમારી અંદર ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે તમારો વિશ્વાસ પણ વધશે. જે તમને માનસિક સુખ અને શાંતિ આપશે.

નેગેટિવઃ– બાળકોએ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. ફાલતૂ ગતિવિધિઓ તરફથી તમારું ધ્યાન હટાવો. કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે સામાન્ય વાતને લઇને મતભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ– મીડિયા અને કમ્યુનિકેશન સાથે સંબંધિત વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે.

લવઃ– પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન

પોઝિટિવઃ– ઘરમાં સંબંધીઓ આવી શકે છે. એકબીજાના વિચારોનું આદાન-પ્રદાન ઘરના વાતાવરણને સુખદ બનાવશે. થોડાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિચાર પણ થશે. યુવાઓ એકબીજા સાથે વાત કરીને પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે.

નેગેટિવઃ– બાળકો ઉપર કઠોર નિયંત્રણ ન રાખીને મિત્રો જેવો વ્યવહાર કરો. તેનાથી તેઓ સરળતાથી પોતાની સમસ્યાઓને તમારી સામે જાહેર કરી શકશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ કર્મચારીની બેદરકારીથી કોઇ મોટું નુકસાન થઇ શકે છે.

લવઃ– જીવનસાથી સાથે મધુર સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે સર્વાઇકલની સમસ્યા વધશે.

કર્ક

પોઝિટિવઃ– આજે મનોરંજન સંબંધિત કાર્યમાં સમય પસાર થવાથી તમે પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરની જરૂરિયાત સંબંધિત કાર્યોમાં વ્યસ્તતા બની રહેશે.

નેગેટિવઃ– ઘરની કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઇ જવાથી કે ચોરી થવાની સંભાવના છે. કોઇ ઉપર આક્ષેપ કરવાની જગ્યાએ તમારી વસ્તુઓને યોગ્ય રીતે સંભાળીને રાખો.

વ્યવસાયઃ– કોઇપણ પ્રકારના વ્યવસાયિક કાર્યોના પેપર ખૂબ જ ધ્યાનથી વાંચો અને પછી તેમાં સાઇન કરો.

લવઃ– જીવનસાથીને સ્વાસ્થ્ય સંબંધિત કોઇ તકલીફ થવાથી તમારો સહયોગ અને દેખરેખ તેમને સુખ પ્રદાન કરશે.

સ્વાસ્થ્યઃ– સ્ત્રી વર્ગ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખે.

સિંહ

પોઝિટિવઃ– પારિવારિક સભ્યોની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખવા પ્રત્યે તમારો પૂર્ણ સમર્પણ ભાવ રહેશે. કોઇ સામાજિક ગતિવિધિઓમાં તમારું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેવાના કારણે તમારું સન્માન થશે.

નેગેટિવઃ– ક્યારેક તમારા વિચારોમાં વધારે વહેમ પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. જેથી તમારા વ્યવહારમાં અને વિચારોને ખુલ્લા રાખવા જરૂરી છે.

વ્યવસાયઃ– તમને કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થઇ રહી છે તો વડીલ વ્યક્તિ કે અનુભવી સભ્યોની મદદ લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– વરસાદની ઋતુમાં એલર્જી અને ઉધરસ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– કોઇ સમાજ સેવી સંસ્થામાં તમારું વિશેષ યોગદાન તમને સમાનમાં માન-સન્માન અને યશની પ્રાપ્તિ કરાવશે. તમારા પોતાના વ્યક્તિગત કામ આજે યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે.

નેગેટિવઃ– કોઇ અજાણ વ્યક્તિ સાથે વાદ-વિવાદમાં પડશો નહીં. તેમના કારણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે તેવી આશંકા છે.

વ્યવસાયઃ– વ્યક્તિગત કાર્યમાં વ્યસ્તતાના કારણે કાર્યક્ષેત્ર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક સમસ્યાને લઇને વિવાદ ઊભો થશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે થાક અને નબળાઇ રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજો કોઇપણ ગતિવિધિમાં હ્રદયની જગ્યાએ મનથી કામ લેવું તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થશે. નજીકના સંબંધો સાથે પ્રોપર્ટીને લઇને ગંભીર અને લાભદાયક વિચાર થશે.

નેગેટિવઃ– કામ વધારે રહેવાના કારણે સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. જેની અસર પરિવારની વ્યવસ્થાને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– કોઇ રાજકારણ સાથે જોડાયેલાં કે અનુભવી વ્યક્તિની સલાહ તથા મદદ તમારા વ્યવસાયને નવી દિશા આપશે.

લવઃ– ઘરની દેખરેખમાં પતિ-પત્નીનો એકબીજાને સહયોગ વાતાવરણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ઘરના વડીલ વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર થશે. તેમના અનુભવોને આત્મસાદ કરવા તમારા જીવનના થોડાં પોઝિટિવ સ્તર સાથે જાગૃત કરાવશે.

નેગેટિવઃ– સ્વાસ્થ્યમાં હળવી પરેશાની રહેવાના કારણે તમારા થોડાં કામ અધૂરા રહી શકે છે. તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– આજે આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે.

લવઃ– પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– દૂષિત વાતાવરણમાં જવાથી બચવું.

ધન

પોઝિટિવઃ– રાજનૈતિક ગતિવિધિઓ સાથે જોડાયેલાં મિત્રનો પાવર તમારા માટે થોડાં મહત્ત્વપૂર્ણ રસ્તા ખોલશે તથા તેમની સાથે લાભદાયક મુદ્દાઓ ઉપર વિચાર પણ થશે.

નેગેટિવઃ– તમારા વ્યક્તિગત કાર્યોમાં કોઇ બહારના વ્યક્તિને સામેલ કરશો નહીં. કોઇ તમારી ગતિવિધિઓનો ફાયદો ઉઠાવીને તમને નુકસાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનશિપના કાર્યોમાં પારદર્શિતા જાળવી રાખો.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને ઇન્ફેક્શનથી પોતાનો બચાવ કરો.

મકર

પોઝિટિવઃ– સામાજિક કાર્યકર્તાઓ સાથે તેમની ગતિવિધિઓમાં પૂર્ણ સહયોગ કરવો તમને મહત્ત્વપૂર્ણ લક્ષ્ય પ્રાપ્ત કરાવશે. તમારા વ્યક્તિત્વ સામે તમારા વિરોધીઓ ટકી શકશે નહીં.

નેગેટિવઃ– કોઇપણ યોજના બનાવતાં પહેલાં તેના ઉપર ફરી વિચાર કરવો જરૂરી છે. થોડી ભૂલ પણ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં આજે કાર્ય સંબંધિત નીતિઓ ઉપર વિચાર થશે.

લવઃ– પતિ-પત્ની ઘરમાં ચાલી રહેલી કોઇ સમસ્યા અંગે સાથે બેસીને ચર્ચા કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે તમારો મોટાભાગનો સમય બગીચાના કામોમાં પસાર થશે. તમને આજે વધારે માનસિક શાંતિ પ્રાપ્ત થશે. તમારી અંદર રહેલી પ્રતિભાને ઓળખો અને તેને રચનાત્મક કાર્યોમાં લગાવો.

નેગેટિવઃ– ઘરમાં કોઇ વાતને લઇને નકારાત્મક વાતાવરણ રહેશે. કોઇ નજીકના સંબંધી કે મિત્રની મદદથી આ સમસ્યાથી બહાર આવવામાં મદદ મળશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં કોઇ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે.

લવઃ– મોટાભાગનો સમય ઘરમાં પસાર થવાથી પરિવારના લોકોને સુખ મળશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન નકારાત્મક વાતાવરણથી તમને બચાવો.

 

મીન

પોઝિટિવઃ– આજે તમારો દિવસ પરિવારના લોકોની સુખ-સુવિધાની દેખરેખ સંબંધિત કાર્યોમાં પસાર થશે. જેનાથી પરિવારના સભ્યો પોતાને વધારે સુરક્ષિત અનુભવ કરશે.

નેગેટિવઃ– ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. તમારા સ્વભાવમાં સહજતા જાળવી રાખો.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેવાના કારણે ઓવરટાઇમ કરવું પડશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાક રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here