Thursday, August 5, 2021
Home12 સપ્ટેમ્બરનું રાશિફળ : શનિવારે ધન અને કુંભ જાતકોની ગ્રહ-સ્થિતિ અનુકૂળ રહેશે,...
Array

12 સપ્ટેમ્બરનું રાશિફળ : શનિવારે ધન અને કુંભ જાતકોની ગ્રહ-સ્થિતિ અનુકૂળ રહેશે, 9 રાશિના લોકોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

મેષ

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિ સારી રહેશે. પિતા કે પિતા સમાન કોઇ વ્યક્તિનો સ્નેહ અને આશીર્વાદ મળશે. તેમની સલાહને માનવી તમારા માટે સારી રહેશે. બાળકોને તેમની મહેનત પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- કોઇકવાર આળસના કારણે તમે થોડાં કામ નજરઅંદાજ કરી દેશો. જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પડશે. તમારે આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતાને મજબૂત જાળવી રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ- સરકારી કર્મચારીઓને આજે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરવું પડી શકે છે.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો પરેશાન કરી શકે છે.

વૃષભ

પોઝિટિવઃ- ઘરમાં રિનોવેશન અથવા પરિવર્તનને લગતી થોડી યોજના બનશે. પરિવારમાં પ્રોપર્ટી કે અન્ય કોઇ મુદ્દાને લઇને ગેરસમજ ચાલી રહી હતી તે આજે કોઇ અન્ય વ્યક્તિના કારણે દૂર થશે.

નેગેટિવઃ- કોઇપણ બહારની વ્યક્તિની સલાહ ઉપર અમલ કરશો નહીં. તમને કોઇ ભટકાવી શકે છે. જ્યારે ઘરના વડીલ અને અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

વ્યવસાયઃ- કાર્યને લગતી નીતિઓમાં ફેરફારની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે પોઝિટિવિટી તથા સહયોગનો સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- બદલાતી ઋતુનો પ્રભાવ સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

મિથુન

પોઝિટિવઃ- બપોર પછી પરિસ્થિતિઓ તમારા માટે લાભ ઊભો કરશે. જો કોર્ટ કેસ સંબંધિત કોઇ મામલો ચાલી રહ્યો છે તો આજે તેનો નિર્ણય તમારા હકમાં સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ- આવક સાથે-સાથે ખર્ચની સ્થિતિ ઊભી થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ અટકાવો. તમારી કોઇપણ યોજના આજે કોઇ અન્ય સામે જાહેર કરશો નહીં.

વ્યવસાયઃ- આજે માર્કેટિંગને લગતાં કાર્યોને સાવધાની પૂર્વક કરો.

લવઃ- પરિવારનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

કર્ક

પોઝિટિવઃ- તમને તમારી અંદરની પ્રતિભાઓ અને ક્ષમતાઓને નિખારવાની તક મળશે. ઘર અને સમાજમાં તમને કોઇ વિશેષ ઉપલબ્ધિને લઇને માન-સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- તમારા માન-સન્માનના કારણે થોડાં લોકો ઈર્ષ્યાની ભાવનાથી ગેરસમજ અને તમારું નુકસાન કરવાની કોશિશ કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેતન પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેન અને માથાનો દુખાવો પરેશાન કરશે.

સિંહ

પોઝિટિવઃ- પરિવારમાં કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દાને લઇને બાળકો સાથે ચર્ચા-વિચારણા કરશો. તેમના ઉત્તમ વિચારોના કારણે ઘરમાં તેમના વખાણ થશે. જમીનને લગતાં કાર્યોમાં રોકાણનું પ્લાનિંગ ચાલી રહ્યું છે તે તમારા માટે સારું રહેશે.

નેગેટિવઃ- તમારા સ્વભાવ તથા વિચારોનો પોઝિટિવ જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે. ક્યારેય તમારો શંકાશીલ સ્વભાવ અન્ય લોકોની પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇપણ લેવડ-દેવડ પાક્કા બિલ સાથે કરો.

લવઃ- પતિ-પત્ની બંને જ વ્યસ્ત રહેવાના કારણે ઘરમાં સમય આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે સ્વભાવ ચીડિયો થઇ શકે છે.

કન્યા

પોઝિટિવઃ- આજે થોડાં અટવાયેલાં કાર્યો સંપન્ન થવાની યોગ્ય સંભાવના છે. આજે તમારું ધ્યાન સંપૂર્ણ રીતે કેન્દ્રિત રાખો. જો વારસાગત પ્રોપર્ટીને લગતુ કોઇ કામ અટવાયેલું છે તો તેના અંગે વિચાર કરો.

નેગેટિવઃ- અજાણ્યા વ્યક્તિ સાથે કોઇપણ પ્રકારનો સંપર્ક રાખશો નહીં. કેમ કે, તમારા માન-સન્માનને ઠેસ પહોંચી શકે છે. ક્યારેય નાની નકારાત્મક વાત ઉપર ગુસ્સે થઇ જવું તમારા કામને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ- મશીનને લગતાં વ્યવસાયમાં કોઇ પ્રકારની દુર્ઘટના થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે શારીરિક ઊર્જામાં ઘટાડો આવશે.

તુલા

પોઝિટિવઃ- ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં સમય પસાર થશે. યુવા વર્ગને કોઇ સારી જોબ મળવાના સમાચાર મળી શકે છે. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની આર્થિક મદદ કરવી પડી શકે છે.

નેગેટિવઃ- બાળકોની નકારાત્મક ગતિવિધિઓની જાણ થવાથી તણાવ રહેશે. જૂની નકારાત્મક વાતોને તમારા વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિએ પરિસ્થિતિઓ આ સમયે પૂર્ણ રૂપથી તમારા પક્ષમાં રહેશે.

લવઃ- લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ડાયાબિટીઝ તથા બ્લડ પ્રેશરની તપાસ કરો.

વૃશ્ચિક

પોઝિટિવઃ- કોઇ બાળકોને સ્પર્ધાને લગતી પરીક્ષામાં સફળતા મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ યાત્રાના પણ યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ- ઘરમાં શાંતિનું વાતાવરણ જાળવી રાખવા માટે કોઇપણ અન્ય વ્યક્તિની દખલ ઘરમાં થવા દેશો નહીં. ઘરના સભ્યો એકબીજા સાથે મળીને ઘરની વ્યવસ્થાને જાળવી રાખે.

વ્યવસાયઃ- પબ્લિક ડીલિંગ તથા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત કરવામાં ધ્યાન આપો.

લવઃ- પતિ-પત્નીનો એકબીજાનો સહયોગ ઘરના વાતાવણને સારું જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ક્યારેક વર્તમાન સિઝનના કારણે થાકની સ્થિતિ રહેશે.

ધન

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિઓ જીવનમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહી છે. જેનાથી તમને સારી ઉપલબ્ધિઓ મળી શકશે. રાજકારણ અને સામાજિક ક્ષેત્રમાં તમારી સક્રિયતા વધશે.

નેગેટિવઃ- તમારા બનતાં કાર્યોમાં મોટાભાગે વિઘ્ન આવી જવાનું કારણ તમારો ઉગ્ર સ્વભાવ તથા ગુસ્સો જ છે. તમારી આ નકારાત્મક વાતો ઉપર કંટ્રોલ રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયિક દૃષ્ટિકોણથ સમય તમારા પક્ષમાં છે.

લવઃ- કોઇ વિપરીત લિંગના મિત્ર સાથે મુલાકાત યાદ તાજા કરશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર

પોઝિટિવઃ- પ્રોપર્ટીને લગતું અટવાયેલું કોઇ કામ અન્ય વ્યક્તિના કારણે તમારા હકમાં આવી શકે છે. સોસાયટીને લગતાં કોઇ વિવાદમાં તમારો પ્રસ્તાવ નિર્ણાયક રહેશે.

નેગેટિવઃ- કોઇ પ્રકારની કાગળોને લગતી કાર્યવાહીને કરતી સમયે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. આજે આ પ્રકારની કાર્યવાહી સ્થગિત જ રાખો

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી હાજરી તથા એકાગ્રતા અતિ જરૂરી છે.

લવઃ- ઘરનું વાતાવરણ મંગલમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ- કોઇપણ કામમાં ઉતાવળ ન કરીને તેના દરેક સ્તરને યોગ્ય રીતે તપાસ કરો. ગ્રહ સ્થિતિ અને ભાગ્ય તમારા માટે ઉન્નતિને લગતાં માર્ગ શોધી રહ્યાં છે. તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં આજે નિખાર આવશે.

નેગેટિવઃ- ઘરના વડીલ વ્યક્તિઓનું અપમાન કરશો નહીં. તેમના આશીર્વાદ અને સલાહ તમારા માટે વરદાન રહેશે.

વ્યવસાયઃ- વધારે નફાના ચક્કરમાં કોઇ પ્રકારના અનૈતિક કાર્ય કરશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી શારીરિક પરેશાનીથી આજે રાહત મળશે.

મીન

પોઝિટિવઃ- બાળકોની સમસ્યામાં તમારો સહયોગ તમારી અંદર આત્મવિશ્વાસ જાગૃત કરશે. વિદ્યાર્થીઓને પણ સ્પર્ધાને લગતાં કાર્યોમાં સફળતા મળશે.

નેગેટિવઃ- અચાનક કોઇ ખર્ચ આવી જવાથી આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ ઉપર અંકુશ રાખો. કોઇ ભાઇ-બહેન સાથે વિવાદ કે મનમુટાવ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં જે વિસ્તારને લગતી યોજના બનાવી રહ્યા છો તેને ગંભીરતાથી લો.

લવઃ- પરિવારનું વાતાવરણ મધુર જાળવી રાખવા માટે ગુસ્સાવાળા સ્વભાવને બદલવો જરૂરી છે.

સ્વાસ્થ્યઃ- હળવો તાવ અને શરીરના દુખાવાની ફરિયાદ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments