13 સપ્ટેમ્બરનું રાશિફળ : કન્યા રાશિના લોકોએ પોતાના ભાઇઓ સાથે સંબંધ ખરાબ કરવા નહીં, વૃશ્ચિક જાતકોએ સાવધાન રહેવું

0
10

મેષ

પોઝિટિવઃ- છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળશે. જેથી ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહેશે. કોઇ સ્થાને ફસાયેલાં રૂપિયા વસૂલ કરવા માટે સમય ઉત્તમ છે.

નેગેટિવઃ- આજે કોઇપણ પ્રકારની યાત્રાને ટાળો. આસ-પાડોસમાં કોઇ નાની વાતને લઇને મોટો વિવાદ થઇ શકે છે. જેની અસર તમારા પારિવારિક વાતાવરણ ઉપર પણ પડશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે કોઇ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણા કરો.

લવઃ- વ્યસ્તતાના કારણે તમે પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારને લીધે શારીરિક અને માનસિક થાક રહેશે.

વૃષભ

પોઝિટિવઃ- આજે ઘરમા કોઇ ધાર્મિક આયોજન પૂર્ણ થશે. સાથે જ, થોડો સમય પરિવારના લોકો સાથે પણ મહત્ત્વપૂર્ણ યોજનાઓ બનવાથી ચર્ચા-વિચારણામાં સમય પસાર થશે.

નેગેટિવઃ- બાળકોના કરિયરને લઇને કોઇ ચિંતા રહેશે. હાલ વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. તણાવ લેવાથી પરિસ્થિતિઓ વધારે વિપરીત અનુભવ થશે.

વ્યવસાયઃ- પ્રોપર્ટી અંગે વ્યવસાયમાં કોઇ પ્રકારના કાર્ય કરતીને સમયે સાવધાની જાળવો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ કે ગળું ખરાબ થવા જેવી સમસ્યાઓ રહેશે.

મિથુન

પોઝિટિવઃ- પ્રકૃતિની વધારે નજીક રહેવું અને ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ કરવો તમારી અંદર પોઝિટિવ ઊર્જાનો સંચાર કરશે. તમે પૂર્ણ મહેનત અને લગનથી તમારા લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેશો.

નેગેટિવઃ- થોડો સમય તમારા પરિવાર સાથે પણ પસાર કરો. સંતાનને લગતી કોઇ પરેશાનીમાં તેમની મદદ કરો તથા તેમનું મનોબળ વધારવું તમારી જવાબદારી છે.

વ્યવસાયઃ- ટૂર એન્ડ ટ્રાવેલ્સ, મીડિયા તથા કળાત્મક કાર્યોને લગતા વ્યવસાયમાં ઉપલબ્ધી પ્રાપ્ત થશે.

લવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી વ્યવસ્થિત દિનચર્યા તથા ખાન-પાન તમને નિરોગી અને ઊર્જાવાન જાળવી રાખશે.

કર્ક

પોઝિટિવઃ- આ સમય ભાવુકતાની જગ્યાએ વ્યવહારિક વિચાર રાખવાનો છે. તમારી બુદ્ધિમાની તથા વ્યપારિક વ્યવહાર તમારા માટે લાભદાયક સ્થિતિ ઉત્પન્ન કરશે.

નેગેટિવઃ- તમારા નજીકના લોકો સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરતી સમયે થોડું સાવધાન રહેવું જરૂરી છે. કોઇ વાદ-વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ- માર્કેટિંગ તથા મીડિયાને લગતાં કાર્યોમાં સમય બગાડશો નહીં.

લવઃ- કુંવારા વ્યક્તિઓ માટે કોઇ સારો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- તણાવનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા અને મનોબળ ઉપર પડશે.

સિંહ

પોઝિટિવઃ- પારિવારિક તથા સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં પ્રસન્નતાપૂર્ણ વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે ઘરના લોકો ઉપર તમારું વધારે દબાણ ઠીક નથી. તેમને તેમની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા પણ આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કામ વધારે રહેવાના કારણે થોડી અથોરિટી તમારા કર્મચારીઓને પણ આપો.

લવઃ- પતિ-પત્ની સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી રહી શકે છે.

કન્યા

પોઝિટિવઃ- તમારો પોઝિટિવ તથા આત્મવિશ્વાસી દૃષ્ટિકોણ તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખશે. તેના પ્રભાવથી સંબંધીઓ તથા ઘર-પરિવારમાં પણ સંબંધ વધારે મજબૂત બનશે.

નેગેટિવઃ- વારસાગત સંબંધી કાર્યમાં કોઇ વિઘ્ન આવી જવાના કારણે તણાવ રહેશે. આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે ભાઇઓ સાથે સંબંધ ખરાબ થાય નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં સ્થિતિઓ લાભદાયક રહેશે.

લવઃ- ઘરની કોઇપણ સમસ્યાનો પતિ-પત્નીએ મળીને ઉકેલ લાવવો.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

તુલા

પોઝિટિવઃ- આજે તમે તમારી પ્રતિભા અને બૌદ્ધિક ક્ષમતાના બળે એવો નિર્ણય લેવો પડશે કે તમે પોતે આશ્ચર્યચકિત રહેશો. તમારી ઉપલબ્ધિઓ અને સેવા સુશ્રુષાથી પરિવારના વડીલોને પ્રસન્ન કરશો.

નેગેટિવઃ- આ વાતનું ધ્યાન રાખો કે, કોઇ જૂની નકારાત્મક વાતની અસર વર્તમાન ઉપર પડવા દેશો નહીં. તેના કારણે તમારા સંબધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ આજે ધીમી રહેશે.

લવઃ- જીવનસાથીનો સહયોગ તમારા મનોબળ તથા આત્મવિશ્વાસને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- થોડો હળવો તણાવ અનુભવ થશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ- આજે રાજનૈતિક સંબંધોમાં તમને ફાયદો થવાની આશા છે. એટલે તમારા સંપર્કને વધારે મજબૂત કરો. પરિવારમાં પણ તમારી યોજનાઓ અને અનુશાસન પૂર્ણ રીત દ્વારા બધા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ થશે.

નેગેટિવઃ- અજાણ વ્યક્તિ સાથે મુલાકાત કરતી સમયે સાવધાન રહો. જલ્દી જ તમારા વિશે કોઇ વિશેષ જાણકારી આપશો નહીં.

વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોમા વધારે સમય પસાર કરો.

લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ઘર અને વ્યવસાય બંનેમાં તાલમેલ જાળવી રાખવું પડશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે થાકનો અનુભવ થશે.

ધન

પોઝિટિવઃ- તમારા પોતાના વ્યક્તિત્વ અને વ્યવહારમાં પરિવર્તન લાવવામાં સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ સારો નિર્ણય છે. સાથે જ તમારા પરિવારની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું.

નેગેટિવઃ- મહેનત પ્રમાણે હાલ યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે નહીં. એટલે તણાવને હાવી થવા દેશો નહીં અને ધૈર્ય જાળવી રાખવું.

વ્યવસાયઃ- તમારા વ્યક્તિગત કાર્યોના કારણે વ્યવસાયમાં વધારે ધ્યાન આપશો નહીં.

લવઃ- પતિ-પત્ની વચ્ચે નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર

પોઝિટિવઃ- વડીલ વ્યક્તિઓ સાથે મુલાકાત ખૂબ જ ઉત્તમ રહેશે તથા કોઇ વિશેષ મુદ્દા ઉપર વિચારણા થશે. જે બધા માટે લાભદાયક સાબિત થશે.

નેગેટિવઃ- બાળકને લગતી કોઇ આશા પૂર્ણ ન થવાના કારણે મન ચિંતિત રહી શકે છે. પાડોસીઓ સાથે કોઇ નાની વાતને લઇને પણ વિવાદ થશે.

વ્યવસાયઃ- તમારા કોઇ નવા કામને લગતી જે યોજનાઓ બનાવી છે આજે તેમાં કોઇ કાર્યવાહી કરશો નહીં.

લવઃ- પારિવારિક જીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

કુંભ

પોઝિટિવઃ- બાળકની શિક્ષાને લગતી થોડી ભવિષ્ય સંબંધિત લાભદાયક યોજના ફળશે, જેનાથી બાળકોમાં આત્મવિશ્વાસ વધશે. તમે પણ તમારું ધ્યાન તમારા વ્યક્તિગત કાર્યોમાં કેન્દ્રિત કરો.

નેગેટિવઃ- મોટાભાગના કાર્યોમાં તમને સફળતા મળવાથી ક્યારેક-ક્યારેય તમે ઈગો અને ઘમંડની ભાવના જન્મી શકે છે. તમારા વ્યવહારને સહજ અને શાંત જાળવી રાખો.

વ્યવસાયઃ- કોઇપણ નવા કામની શરૂઆત થશે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને મીઠો વિવાદ થશે.

સ્વાસ્થ્યઃ- બફારા જેવા વાતાવરણના કારણે માથાનો દુખાવો થશે.

મીન

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર પૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. તમારી ક્ષમતા અને ઊર્જાનો ભરપૂર ઉપયોગ કરો. તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓને ગતિ આપવા માટે સમય યોગ્ય છે.

નેગેટિવઃ- રૂપિયાની લેવડ-દેવડને લગતા કાર્યને ખૂબ જ ધ્યાન પૂર્વક કરો. તેના કારણે ઘરમાં પણ કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે. જો કોઇ વાહનને લગતી લોન લેવાની યોજના બની રહી છે તો પહેલાં તેના અંગે વિચાર કરો.

વ્યવસાયઃ- આજકાલ માર્કેટમાં તમારી છાપ સારી રહેશે.

લવઃ- ઘર અને વ્યવસાયમાં તાલમેલ જાળવી રાખવાથી વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન સાવધાની પૂર્વક ચલાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here