20 સપ્ટેમ્બરનું રાશિફળ : રવિવારનો દિવસ બારેય રાશિના જાતકો માટે શુભ ફળદાયી રહેશે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

0
0

મેષ

પોઝિટિવઃ– લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારની ભવિષ્યને લગતી યોજના બનાવતી સમયે અન્યના નિર્ણયોની અપેક્ષા પોતાના નિર્ણયને વધારે પ્રાથમિકતા આપો. વાતચીત કરતી સમયે સાવધાની રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી આવડતને દર્શાવવાની તક મળશે.

લવઃ– જીવનસાથીનો સહયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

સ્વાસ્થ્યઃ– નબળાઇ અને થાકનો અનુભવ થશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જો વારસાગત સંપત્તિને લગતો વિવાદ ચાલી રહ્યો છે તો તેનો ઉકેલ લાવવા માટે યોગ્ય સમય છે.

નેગેટિવઃ– આર્થિક મામલે સમજી-વિચારીને નિર્ણય લો. અતિ આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. તમારા ગુસ્સા અને આક્રોશ ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થિતિ યથાવત રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– માઇગ્રેન અને માથાના દુખાવાથી રોજિંદુ જીવન અસ્ત-વ્યસ્ત રહેશે.

મિથુન

પોઝિટિવઃ– લાંબા સમયગાળાથી ચાલી રહેલી કોઇ ચિંતા કે તણાવથી રાહત મળશે. આજે સામાજિક કાર્યોની અપેક્ષાએ પોતાના વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન આપવું.

નેગેટિવઃ– તમારા વ્યવહારથી સહજતા જાળવી રાખો. ગુસ્સાના કારણે સ્થિતિ ખરાબ થઇ શકે છે. બાળોકને તમારી મદદની જરૂરિયાત રહેશે. એટલે થોડો સમય તેમના માટે પણ કાઢો.

વ્યવસાયઃ– આજે થોડી નવી જવાબદારી પ્રાપ્ત થશે. પરંતુ આ દરમિયાન કોઇપણ કાગળ ઉપર વાંચ્યા વિના સહી કરશો નહીં.

લવઃ– ઘરનું વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– ડાયાબિટીઝ તથા બ્લડ પ્રેશરને લગતી પરેશાની વધશે.

કર્ક

પોઝિટિવઃ– દિવસ સફળતાદાયક રહેશે. જે કામ હાથમાં લેશો તેમાં સફળતા પ્રાપ્ત થશે. માત્ર કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેના પોઝિટિવ અને નેગેટિવ સ્તર ઉપર વિચાર કરી લો.

નેગેટિવઃ– જમીનને લગતાં કાર્યોમાં વધારે લાભની આશા કરશો નહીં. કેમ કે, વધારે મેળવવાની ઇચ્છામાં નુકસાન થઇ શકે છે. અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ આળસના કારણે પોતાનું જ નુકસાન કરી શકે છે.

વ્યવસાયઃ– વેપારને વધારવા માટે નવી યોજનાઓ બનશે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇ પ્રકારનું ઇન્ફેક્શન થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– નવી યોજનાઓ બનશે તથા અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. ગ્રહ ગોચર તમારા પક્ષમાં રહેશે. તમારા સંપર્ક સૂત્રને વધારે મજબૂત બનાવો. સુખ અને સંતોષમાં દિવસ પસાર થશે.

નેગેટિવઃ– સમયની કિંમતને ઓળખો. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. કોઇ જૂની સંપત્તિને લગતી સમસ્યા ઊભી થઇ શકે છે. નજીકના સંબંધોમાં પણ સ્વાર્થની ભાવના રહેશે.

વ્યવસાયઃ– કોઇ નવા કામની શરૂઆત થવાની સંભાવના છે.

લવઃ– લગ્ન સંબંધોમાં પ્રેમ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– ગરમી અને પરસેવાના કારણે ચામડીને લગતી એલર્જી થવાની સંભાવના છે.

કન્યા

પોઝિટિવઃ– આર્થિક મામલાને મજબૂત કરવા માટે આજનો દિવસ શુભ છે. ધાર્મિક સંસ્થાઓને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. તમારા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થઇ શકે છે.

નેગેટિવઃ– ક્યારેક શંકાવાળો સ્વભાવ તમારા માટે તથા અન્ય લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. એટલે તમારા સ્વભાવનું અવલોકન કરો અને સુધાર લાવો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી ગતિવિધિઓ તથા યોજનાઓને કોઇની સામે જાહેર કરશો નહીં.

લવઃ– પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજનો દિવસ લાભકારી છે. તમે તમારા સપના અને કલ્પનાઓને સાકાર કરવા માટે સમય યોગ્ય છે. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. અનેક પરેશાનીઓનો ઉકેલ મળશે.

નેગેટિવઃ– કોઇ અપ્રિય વ્યક્તિના ઘરે આવી જવાથી વાતાવરણ નકારાત્મક બની શકે છે. આ તણાવની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડશે. ઘરના વડીલ વ્યક્તિઓની સલાહ અને સહયોગ લો.

વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતા વ્યવસાયમાં પોઝિટિવ પરિણામ મળશે.

લવઃ– ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવામાં જીવનસાથીનો મહત્ત્વપૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ– લોહીને લગતી સમસ્યા થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– પરિવાર સાથે સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદારીમાં સમય પસાર થશે. કોઇ સંબંધીને ત્યાં ધાર્મિક ઉત્સવમાં જવાનો પ્રોગ્રામ બનશે. ક્યાંકથી ફસાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ વધારે સારી થઇ જશે.

નેગેટિવઃ– બિનજરૂરી યાત્રાઓને ટાળો. લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાન રહો, ગેરસમજના કારણે સંબંધોમાં તિરાડ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– કામકાજમાં વ્યસ્ત રહી શકો છો.

લવઃ– પારિવારિક વાતાવરણ ઉત્તમ રહેશે.

સ્વાસ્થ્યઃ– મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે

ધન

પોઝિટિવઃ– સામાજિક ગતિવિધિઓમાં તમારો સહયોગ તમને ઓળખ અને માન-સન્માન પ્રદાન કરશે. તમારી પ્રતિભા અને ક્ષમતાઓ લોકો સામે ઉજાગર થશે. ઘરના રિનોવેશનને લગતી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ– કોઇ પ્રકારના રોકાણને લગતી ગતિવિધિઓને ટાળો. નુકસાન થવાની સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે ફોકસ રાખે.

વ્યવસાયઃ– શેરબજાર કે સટ્ટા જેવા કાર્યોમાં રોકાણ કરશો નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં વિવાદ થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને પેટના દુખાવાની ફરિયાદ રહેશે.

મકર

પોઝિટિવઃ– કોઇપણ કાર્યને કરતાં પહેલાં ઘરના અનુભવી લોકોના સલાહ લો. સમજી-વિચારીને લીધેલો નિર્ણય આગળ જઇને લાભ આપશે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, થોડી બેદરકારીના કારણે નજીકના મિત્રો કે ભાઇઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. તણાવને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓ સાતે મિત્રતાનો વ્યવહાર રાખો.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને ગળું ખરાબ થવાની ફરિયાદ રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિ તમને સંકેત આપી રહી છે કે, તમારી વિત્તીય યોજનાઓને લગતાં કાર્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમને મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– બાળકના પક્ષને લઇને કોઇ પ્રકારની ચિંતા રહેશે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓનો ઉકેલ મેળવો. કોઇ અજાણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો તમારા માટે નુકસાનદાયક રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વર્તમાન ગતિવિધિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ– પારિવારિક સભ્યોની ગતિવિધિઓ ઉપર વધારે રોક-ટોક ન કરો.

સ્વાસ્થ્યઃ– અકારણ જ તણાવની સ્થિતિ રહેશે.

મીન

પોઝિટિવઃ– આજે ઘરના કાર્યોમાં સમય પસાર થશે. કળાત્મક કાર્યોમાં રસ વધશે. મન પ્રમાણે સમય પસાર કરવાથી તમે ફ્રેશ અને તણાવમુક્ત રહેશો. આજે તમને તમારી અંદર એક નવી ઊર્જાનો અનુભવ થશે.

નેગેટિવઃ– આજે કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો નહીં. તમે કોઇ દુવિધામાં ખરાબ રીતે ફસાઇ શકો છો. જેની અસર પરિવાર ઉપર પડશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક સ્થળે તમારી હાજરી જરૂરી છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સહયોગાત્મક રહશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here