22 સપ્ટેમ્બરનું રાશિફળ : મંગળવારે મેષ સહિત 8 રાશિના જાતકોનો બિઝનેસની દૃષ્ટિએ દિવસ શુભફળદાયી રહેશે

0
7

મેષ

પોઝિટિવઃ– આજે ઘરને લગતાં કાર્યોને સંપન્ન કરવામાં વ્યસ્તતા બની રહેશે. કોઇ વિશેષ વ્યક્તિનું સાંનિધ્ય પ્રાપ્ત થશે. જેના દ્વારા તમારી વિચારધારામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવશે.

નેગેટિવઃ– બપોર પછી કોઇ અશુભ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. બનતાં કાર્યોમાં થોડાં વિઘ્નો આવી શકે છે. અજાણ વ્યક્તિ ઉપર ખૂબ જ વધારે વિશ્વાસ ન કરવો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારું માન-સન્માન અને દબદબો જળવાયેલું રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરેલું ઇલાજ સાથે જ સ્વાસ્થ્ય ઠીક થઇ જશે.

વૃષભ

પોઝિટિવઃ– ઘણાં સમયથી કોઇ અટવાયેલું પેમેન્ટ અથવા ઉધાર આપેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. કોઇ મુશ્કેલ કાર્યમાં નજીકના મિત્રનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– અનેકવાર ઉતાવળ અને અતિ ઉત્સાહથી બનતું કામ ખરાબ થઇ શકે છે. જેનાથી ઘરની સુખ-શાંતિ પણ પ્રભાવિત થશે. પાડોસીઓ સાથે સંબંધ ખરાબ થવાં દેશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયમાં જો કોઇ સાથે પાર્ટનરશિપ કરવાનું વિચારી રહ્યા છો તો આજે તેના ઉપર ગંભીરતાથી અમલ કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ પ્રસન્નતા પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આજે તમે પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થાને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ નિયમ બનાવશો અને તેમાં સફળતા મળશે. વાહન ખરીદવાને લગતી યોજના બનશે.

નેગેટિવઃ– કોઇ બહારના વ્યક્તિ સાથે ઝઘડો કે મનમુટાવ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. એટલે ફાલતૂના વિવાદમાં ધ્યાન ન આપીને તમારા કામ ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી આવડત અને યોગ્યતાના બળે મહત્ત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થશે.

લવઃ– તમારી વ્યસ્તતાના કારણે જીવનસાથીનું ઘરની દેખરેખમાં સંપૂર્ણ ધ્યાન રહેશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન વાતાવરણના કારણે દિનચર્યા સારી રાખવી ખૂબ જ જરૂરી છે.

કર્ક

પોઝિટિવઃ– ઘરમાં નજીકના સંબંધીઓના આવશે. રોજિંદાનો થાક તથા વ્યસ્ત દિનચર્યાથી રાહત મળશે. વિદ્યાર્થીઓનો અભ્યાસ અને કરિયરને લગતી સમસ્યાઓનું સમાધાન પણ મળશે.

નેગેટિવઃ– કોઇ નવું રોકાણ કરતાં પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો. ખોટાં કાર્યોમાં ધન ખર્ચ થવાના યોગ પ્રબળ બનેલાં છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સ્પર્ધા સક્રિય થઇ શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– આજે વાહનનો પ્રયોગ કરશો નહીં.

સિંહ

પોઝિટિવઃ– જે કામ છેલ્લાં થોડાં સમયથી અટવાયેલું હતું તે આજે વધારે પ્રયાસોથી પૂર્ણ થઇ જશે. કોઇ સંબંધીને લગતાં કોઇ શુભ સમાચાર મળવાથી પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ– ખરાબ નિયતના લોકો તથા ખરાબ આદતોથી અંતર જાળવી રાખવું અતિ જરૂરી છે. નહીંતર તમારું અપમાન કે માનહાનિ થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં જો થોડાં રિનોવેશન કે વિસ્તારને લગતી યોજના બની શકે છે.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે નાની વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સિઝનનો પ્રભાવ તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

કન્યા

પોઝિટિવઃ– રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓને લગતી સીમા વધશે. નવા મહત્ત્વપૂર્ણ સંબંધ પણ સ્થાપિત થશે. બાળકોની ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન મહત્ત્વપૂર્ણ રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક મુદ્દા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઘરને લગતાં કામ અટકી જવાથી તણાવ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ અને સહયોગીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.

લવઃ– પતિ-પત્નીમાં સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને એસિડિટી જેવી હળવી સમસ્યા રહેશે.

તુલા

પોઝિટિવઃ– ઘરના બાંધકામને લગતું અધૂરું પડેલું કામ ફરી શરૂ થઇ શકે છે. મહત્ત્વપૂર્ણ લોકો સાથે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ પોઝિટિવ ફેરફાર આવશે.

નેગેટિવઃ– ગુસ્સાને તમારા ઉપર હાવી થવાં દેશો નહીં. તમારું કામ ખરાબ થઇ શકે છે. કોઇ ઘનિષ્ઠ વ્યક્તિને લગતી અપ્રિય ઘટનાની સૂચના મળવાથી મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ– વેપાર અને નોકરીને લગતાં કોઇપણ કાર્યના મહત્ત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટને લગતી સમસ્યા કે કમરનો દુખાવો રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– અચાનક જ કોઇ નજીકના મિત્ર કે સંબંધી સાથે મુલાકાત રોજિંદા તણાવવાળા વાતાવરણથી રાહત આપશે. આ સમયે તમને એક નવી ઊર્જા અનુભવ થશે.

નેગેટિવઃ– થોડી નકારાત્મક પ્રવૃતિના લોકો તમારા માટે પરેશાની ઊભી કરી શકે છે. આ દિવસોમાં ખર્ચ વધારે થઇ શકે છે. જેના કારણે થોડાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં રિનોવેશન તથા ફેરફારને લગતાં નિર્ણય લઇ શકશો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

ધન

પોઝિટિવઃ– કોઇ મહત્ત્વપૂર્ણ લક્ષ્યની પ્રાપ્તિ માટે તમારી સંપૂર્ણ ઊર્જા લગાવી દેશો અને સફળ પણ રહેશો. વિદ્યાર્થીઓને કોઇ ઇન્ટરવ્યૂમાં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– પાડોસીઓ સાથે કોઇ પ્રકારનો ઝઘડો કે વિવાદ થવાની આશંકા છે. ફાલતુ ગતિવિધિઓમાં આજે તમારો સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ– આજે વ્યવસાયમાં એક પછી એક પરેશાનીનો અનુભવ થશે.

લવઃ– પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળમાં જવાનો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ– ઍસિડિટી અને ગેસની સમસ્યા રહેશે.

મકર

પોઝિટિવઃ– તમારા રાજનૈતિક સંબંધને વધારે મજબૂત કરો. કેમ કે, મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ તમારી રાહ જોઇ રહી છે. આ સમયે ગ્રહ ગોચર પૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– આ વાતનું પણ ધ્યાન રાખો કે, સામાજિક કાર્યોમાં તમારી છાપ ખરાબ થાય નહીં. એટલે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી થોડું અંતર જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વિસ્તારને લગતી જે યોજના બની છે તેના ઉપર ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલાં મતભેદોનું સમાધાન થશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવના કારણે માથાનો દુખાવો અને ઍસિડિટી જેવી સમસ્યા ઊભી થશે.

કુંભ

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી જે યોજનાઓ બની રહી હતી હવે તે લક્ષ્યને પ્રાપ્ત કરવાનો ઉત્તમ સમય છે. અધ્યાત્મિક તથા સામાજિક ગતિવિધિઓમાં પણ વ્યસ્તતા રહેશે.

નેગેટિવઃ– થોડાં લોકો તમારા વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. આર્થિક રીતે પણ થોડી સમસ્યાઓ આજે રહી શકે છે.

વ્યવસાયઃ– તમારા ગુસ્સા અને ઉતાવળીયા સ્વભાવ ઉપર કાબૂ રાખો નહીંતર કામ છેલ્લાં ક્ષણે અટકી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

પોઝિટિવઃ– આજના ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે કામ કરી રહ્યા છે. તમારી કોઇપણ પ્રકારની સમસ્યાનું સમાધાન શોધવા માટે સમય ઉત્તમ છે. એટલે મહેનત કરતાં રહો.

નેગેટિવઃ– તમારી ભાવનાઓ અને ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવવામાં આવી શકે છે. એટલે કોઇ સાથે પણ સંપર્ક સ્થાપિત કરતી વખતે સાવધાન રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ– જમીન કે વાહનને લગતાં વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર આવશે.

લવઃ– જીવનસાથી સાથે હરવા-ફરવા તથા રોમેન્ટિક ગતિવિધિઓમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે પાચન શક્તિ ખરાબ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here