23 સપ્ટેમ્બરનું રાશિફળ : મેષ સહિત 5 રાશિના લોકો માટે દિવસ લાભકારી રહેશે, વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં ધ્યાન આપવું

0
23

મેષઃ

પોઝિટિવઃ– સમય તમારા પક્ષમાં છે. વર્તમાનમાં કરેલી મહેનતનું પૂર્ણ ફળ મળશે. સાથે જ તમે તમારી અંદર અદભૂત આત્મવિશ્વાસ અને આત્મબળ અનુભવ કરશો. શાંતિની ઇચ્છામાં કોઇ ધાર્મિક સ્થળમાં સમય પસાર થશે.

નેગેટિવઃ– કોઇપણ વ્યક્તિ સાથે વાતચીત કરતી સમયે સાવધાની રાખો. કોઇ નકારાત્મક વાત તમારા સંબંધોને ખરાબ કરી શકે છે. આળસના કારણે કામને ટાળવાની ઇચ્છા રહેશે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસ પ્રત્યે વધારે એકાગ્ર રહે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય તમારા પક્ષમાં છે.

લવઃ– પરિવારના સભ્યો સાથે મનોરંજન તથા શોપિંગમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– કફ અને ઉધરસના કારણે ગળા અને છાતિમાં દુખાવો થશે.

——————————–

વૃષભઃ

પોઝિટિવઃ– મનમાં ચાલી રહેલી કોઇ દુવિધાનું સમાધાન મળશે. સંતાન દ્વારા કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ધન પ્રાપ્તિની દિશામાં કરેલાં બધાં પ્લાનમાં સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ક્યારેક આત્મ વિશ્વાસની અછત તથા આળસના કારણે બનતાં કાર્યો બગડી શકે છે. તમારી નકારાત્મક ખામીઓને દૂર કરીને તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો. મિત્ર સાથે વધારે હરવા-ફરવામાં સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ– સહયોગીઓ અને કર્મચારીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

લવઃ– કામ સાથે પરિવારના બધાં સભ્યોનું ધ્યાન રાખવું પણ તમારી જવાબદારી છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– આજે તમે ખૂબ જ સારી રીતે તમારા કામને અંજામ આપવામાં સફળ રહેશો. તમારી પ્રતિભાને સમજો અને તેમને યોગ્ય દિશામાં લગાવો. ભાઇઓ સાથે કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દે પોઝિટિવ ચર્ચા-વિચારણાં થઇ શકે છે.

નેગેટિવઃ– બપોર પછી અપ્રિય સમાચાર મળવાથી મન નિરાશ રહેશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થઇ જવાનો ભય રહેશે. અનેકવાર કોઇ મુદ્દા ઉપર વધારે વિચાર કરવાથી કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં શાંતિપ્રિય રીતે કામ પૂર્ણ થતાં જશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– માંસપેશીઓમાં દુખાવો થઇ શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભની સ્થિતિ બનાવી રહ્યું છે. એટલે સમયનો ભરપૂર સદુપયોગ કરો. લાંબા સમયથી ચાલી રહેલાં કોઇ તણાવ અને ચિંતાથી રાહત મળશે. ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ– શેર, સટ્ટા વગેરેમાં કોઇ પ્રકારનું રોકાણ ન કરો. કોઇ અજાણ વ્યક્તિ સાથે વાદ-વિવાદમાં પડશો નહીં. ઘરે મહેમાનો આવવાથી થોડાં મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ– થોડાં નવા વ્યવસાયિક કરાર પ્રાપ્ત થઇ શકશે.

લવઃ– સંબંધીઓ તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો થશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– આજનો દિવસ ખૂબ જ લાભકારી છે. તમારા ઉદેશ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો. દોડભાગ વધારે રહેશે પરંતુ કાર્યની સફળતા તમારા થાકને દૂર કરશે. અનુભવી લોકો સાથે સમય પસાર કરવાથી તમને કઇંક શીખવા મળશે.

નેગેટિવઃ– જૂના ઝઘડા ફરી ઊભા થઇ શકે છે. અભ્યાસ કરી રહેલાં બાળકોમાં આળસ રહેશે. રૂપિયાના મામલે કોઇ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં. કોર્ટ કેસને લગતો મામલો આજે ટાળી દો.

વ્યવસાયઃ– પ્રોપર્ટીને લગતાં કાર્યોમાં સફળતા મળશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– આજે વાહન ચલાવશો નહીં તો યોગ્ય રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– જો કોઇ સરકારી કામ અટકેલું છે તો આજે તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. બધા પ્રકારના સંબંધોમાં સુધાર આવશે અને ચારેય બાજુથી સુખનો અનુભવ થશે. ઘરમાં સજાવટને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.

નેગેટિવઃ– ક્યારેક તમારી શંકા કરવાની ટેવ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમારા વિચારોને પોઝિટિવ જાળવી રાખો. જૂની સંપત્તિને લઇને સમસ્યાઓ ફરી ઊભી થશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ધનલાભ પ્રાપ્તિ માટે કરેલાં નવા કરાર વિકસિત થશે તથા નવી યોજનાઓ બનશે.

લવઃ- લગ્ન સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– કામને વ્યવસ્થિત રીતે કરવું અને તાલમેલ જાળવી રાખવો તુલા રાશિનો મહત્ત્વપૂર્ણ ગુણ છે. તમારા મનમાં જે પણ સપના કે કલ્પનાઓ છે, તેને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. સમાજમાં માન-સન્માન રહેશે.

નેગેટિવઃ– ક્યારેક તમારો ગુસ્સો અને વધારે અનુશાસિત થઇને રહેવું અન્ય લોકો માટે સમસ્યાઓ ઊભી કરશે. ઘરમાં કોઇ અપ્રિય વ્યક્તિના આવી જવાથી મન નિરાશ રહેશે. થોડો સમય અધ્યાત્મ અને ઈશ્વર આરાધનામાં પસાર કરો

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ સાથે પણ કોઇ ડીલ કે લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની રાખો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે થોડાં સમયથી ચાલી રહેલી ગેરસમજ ઉકેલાઇ જશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– આજે તમારા વિચાર કાર્યરૂપમાં બદલાઇ જશે. જેનાથી તમારી અંદર એક નવી ઊર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આર્થિક રોકાણને લગતાં કાર્યોમાં વધારે સમય પસાર થશે અને સફળતા મળશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓએ અભ્યાસ ઉપર વધારે ફોકસ કરવાની જરૂરિયાત છે. ઘરના કોઇ વડીલ વ્યક્તિના ગુસ્સાનો સામનો કરવો પડી શકે છે. તેમના માન-સન્માનમાં કોઇ પ્રકારની ઉણપ રહે નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– કામકાજમાં વધારે વ્યસ્ત રહેશો.

લવઃ– ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટમાં દુખાવો અને માથામાં દુખાવાની સમસ્યા રહેશે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– કોઇપણ મહત્ત્વપૂર્ણ કામમાં ઘરના વડીલોનો સહયોગ લો. તેમની યોગ્ય સલાહથી તમને સફળતા મળશે. આજનો દિવસ મનોરંજનમાં પસાર થશે.

નેગેટિવઃ– વધારે ગુસ્સો અને ઉતાવળ કરવાથી બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો. આર્થિક મામલે વધારે ધ્યાન આપવાની જરૂર છે. ખર્ચ પણ વધારે રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે ચાલી રહેલો વિવાદ પૂર્ણ થશે.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ બની રહેશે.

સ્વાસ્થ્યઃ– ચામડીને લગતી એલર્જી થઇ શકે છે.

——————————–

મકરઃ-

પોઝિટિવઃ– ઘરમાં કોઇ માંગલિક આયોજનની યોજના બનશે. બાળકોને લગતી સમસ્યાઓનું સમાધાન મળવાથી ચિંતા દૂર થશે. સમજી-વિચારીને લીધેલો કોઇપણ નિર્ણય આગળ જઇને લાભ આપશે.

નેગેટિવઃ– વિચારોની દુનિયાથી બહાર આવવાની જરૂર છે. તમારા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો કેમ કે, વધારે ખર્ચની સ્થિતિ બની શકે છે. તમારા સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બનાવી નવી નીતિઓ અને યોજનાઓ ઉપર અમલ કરો.

લવઃ– ઘરનું વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે તણાવ અને નકારાત્મક વિચારોના કારણે મનોબળમાં ઘટાડો આવશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– તમારા કામ કરવાનો જોશ તમને સફળતા અપાવશે. એટલે મહેનતમાં કંઇ બાકી રાખશો નહીં. રોચક તથા જ્ઞાનવર્ધક સાહિત્યને વાંચવામાં પણ થોડો સમય પસાર થશે. પ્રોપર્ટીને લગતાં કામ બનવાની સંભાવના છે.

નેગેટિવઃ– કોઇ સાથે વધારે વાદ-વિવાદમાં પડશો નહીં. આર્થિક મામલે સાવધાની રાખવાની જરૂર છે. આજે વાહનનો પ્રયોગ વધારે સાવધાની પૂર્વક કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં બધા કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શન તથા તાવની સ્થિતિ રહેશે.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– રૂપિયાની આવકની દૃષ્ટિએ આજનો દિવસ શ્રેષ્ઠ છે. આર્થિક ગતિવિધિઓમાં તમારું ધ્યાન વધારે કેન્દ્રિત રાખો. ઘરમાં ફેરફાર કરતી સમયે વાસ્તુ નિયમોનું પાલન કરવું યોગ્ય રહેશે.

નેગેટિવઃ– પારિવારિક જવાબદારીઓ વધી શકે છે જેને તમે યોગ્ય રીતે નિભાવશો. વધારે ભાવુકતા અને ઉદારતા ઉપર સંયમ રાખો. કોઇ તમારી આ નબળાઇઓનો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અન્ય ઉપર નિર્ભર રહેવાની અપેક્ષાએ આજે જાતે કામ પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ– જીવનસાથી અને પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– ગેસ, વાયુ વગેરેના કારણે સાંધામાં દુખાવો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here