25 સપ્ટેમ્બરનું રાશિફળ : શુક્રવારે મેષ સહિત 4 રાશિના જાતકોએ નેગેટિવિટીથી બચવું, 6 રાશિના લોકોએ સ્વાસ્થ્ય સાચવવું

0
5

મેષ

પોઝિટિવઃ– આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો.

નેગેટિવઃ– અચાનક કોઇ મુશ્કેલી અને સમસ્યા ઊભી થઇ શકે છે. તમારી સમજણ અને સાવધાનીથી તમે કંટાળી જશો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સંપર્કમાં રહેવું તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– જમીન-જાયદાદ અને રોકાણ જેવી ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. ઉત્તમ સમાચારની પ્રાપ્તિ થશે. તમે દરેક કાર્યમાં રસ લઇને તમારી ક્ષમતાઓ પ્રમાણે કામને અંજામ આપશો. કુળ મળીને દિવસ ઉત્તમ રહેશે.

નેગેટિવઃ– બધું જ ઠીક હોવા છતાં મનમાં થોડાં નકારાત્મક વિચાર આવી શકે છે. થોડો સમય પ્રકૃતિ સાથે અને મેડિટેશનમાં પસાર કરવો તમને સુકૂન આપશે. યુવા વર્ગે પોતાના કરિયરને લગતાં કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં વૃદ્ધિ થશે. કોઇ મહત્ત્વપૂર્ણ ડીલ પણ થઇ શકે છે.

લવઃ– પરિવારમાં વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય નબળું રહી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– માનસિક રૂપથી તમે પોતાને મજબૂત અનુભવી રહ્યા છો. તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વને નિખારવામાં વધારે ધ્યાન રહેશે. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિને મળ્યાં બાદ લાભદાયક યોજનાઓ પણ બનશે. સાસરિયા પક્ષ સાથે સંબંધ વધારે મજબૂત થશે.

નેગેટિવઃ– ધનને લગતાં મામલાઓમાં કોઇ પ્રકારનો સમજોતો કરશો નહીં. વાહન કે ઘરના રિનોવેશનને લગતાં કાર્યોમાં ખર્ચના કારણે બજેટ ખરાબ થઇ શકે છે. તમારા સંબંધીઓ સાથે સંબંધ સારા જાળવી રાખવા માટે તમારે વધારે મહેનત કરવી પડશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ પ્રકારનું સ્થાન કે કાર્ય પ્રણાલીમાં પરિવર્તન કરવાની જરૂર છે.

લવઃ– પરિવાર સાથે સુખ-સુવિધાને લગતી વસ્તુઓની શોપિંગમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓ જેમ કે, શરદી-ઉધરસ થઇ શકે છે.

કર્ક

પોઝિટિવઃ– આજો કોઇ મહત્ત્વપૂર્ણ કામમાં સફળતા મળવાથી ઉત્સાહ વધારે વધશે. જેનાથી દિવસભરનો થાક પણ તમે ભૂલી જશો. કોઇપણ પ્રકારની સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ સંભાવના છે.

નેગેટિવઃ– કરિયર અને વ્યક્તિગત કાર્યોમાં તમારા અહંકારને વચ્ચે આવવા દેશો નહીં. નહીંતર બનતાં કાર્યો પણ બગડી શકે છે. વધારે ઉતાવળ અને ઉત્તેજનાના કારણે કોઇ સાથે સંબંધોમાં કડવાસ આવી શકે છે.

વ્યવસાયઃ– કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં મદદગાર સાબિત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. લાભના નવા માર્ગ બનશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાં દૂર થશે જેથી માનસિક શાંતિ રહેશે. આર્થિક મામલાઓ ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ સફળ રહેશે.

નેગેટિવઃ– તમારા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં. નાની વાત પર જ કોઇ સાથે વિવાદ થઇ શકે છે. તમારા સ્વભાવને સંયમિત રાખવો જરૂરી છે. બાળકોની પરેશાનીઓનો ઉકેલ લાવવા માટે થોડો સમય તેમની સાથે પસાર કરો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ– જીવનસાથી સાથે થોડી મતભેદની સ્થિતિ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

કન્યા

પોઝિટિવઃ– આજે કોઇ સપનું સાકાર થવાથી માનસિક રૂપથી સુકૂન રહેશે. સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેનો ભરપૂર સહયોગ કરો. જો કોઇ નવું મકાન કે પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય રહેશે.

નેગેટિવઃ– કામ વધારે રહેશે. મહેનતની અપેક્ષાએ તેનું પરિણામ ઓછું પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ સમજવા અને વિચારવામાં વવધારે સમય લગાવશે જેથી હાથમાં આવેલ કોઇ ઉપલબ્ધિ ગુમાવી શકે છે.

વ્યવસાયઃ– બિઝનેસ કરતી સ્ત્રીઓએ પોતાના વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– પેટને લગતી કોઇ પ્રકારની સમસ્યા ઊભી થઇ શકે છે.

તુલા

પોઝિટિવઃ– તમે તમારા વ્યવહાર દ્વારા ખરાબ સંબંધોને સુધારવામાં સફળ રહેશો. તમારા પોઝિટિવ વિચાર જેમ કે, ભાગ્યની અપેક્ષા કર્મ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે સ્વાભાવિક જ ઉત્તમ પરિસ્થિતિઓ ઊભી કરશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ થઇ શકે છે.

નેગેટિવઃ– ક્યારેક તમારો મનમોજી સ્વભાવ અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે. ઘરમાં પણ પારિવારિક સભ્યો સાથે કોઇ નાની વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે. જેનું કારણ બહારના વ્યક્તિની દખલ રહેશે.

વ્યવસાયઃ– આ સમયે તમારી કોઇ એવી વાત ઉજાગર થઇ શકે છે જેને તમે ગુપ્ત રાખવા માંગતાં હતાં.

લવઃ– પતિ-પત્ની વચ્ચે અહંકાર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી બાધાઓને દૂર કરવામાં સફળ રહેશો. જેનાથી તમારામાં આત્મ સંતુષ્ટિનો પણ ભાવ રહેશે. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓમાં વિશેષ યોગદાન રહેશે. એક ખાસ પદ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, કોઇ તમારા પોતાના નજીકના મિત્ર દગાબાજી કરી શકે છે. યુવા વર્ગની પોતાના કરિયર પ્રત્યે બેદરકારી ભવિષ્ય માટે નુકસાનદાયક રહેશે. સાવધાની રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિ અને વિજય માટે મદદગાર સાબિત થશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધમાં મધુરતા વધશે.

સ્વાસ્થ્યઃ– વાહન કે મશીનને લગતાં ઉપકરણોનો સાવધાની પૂર્વક ઉપયોગ કરો.

ધન

પોઝિટિવઃ– સમય માન અને પ્રતિષ્ઠા વર્ધક છે. ધર્મ-કર્મ અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે રસ રહેશે. વ્યવસાય, ઘર અને દુનિયાદારી વચ્ચે સારું સંતુલન જાળવી રાખશો. ઉધાર આપેલાં રૂપિયાનો થોડો ભાગ પાછો મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ નજીકના મિત્રની નકારાત્મક ગતિવિધિથી તમને આઘાત કે ધક્કો લાગી શકે છે. ગાડી કે મકાનને લગતાં કાગળો સંભાળીને રાખો. ક્યારેક-ક્યારેક કોઇ વિશેષ વિષયને ઊંડાળપૂર્વક જાણવાની ઇચ્છા તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ– કોઇ પ્રકારની વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં અસફળ થઇ શકો છો.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– યૂરિન ઇન્ફેક્શન જેવી સમસ્યાઓ ઊભી થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– તમારી દિનચર્યાને સારી જાળવી રાખીને તમારી વિશેષ પ્રતિભાને જાગૃત કરવામાં સમય પસાર થશે. ખાસ કરીને ગૃહિણીઓ પોતાને સાબિત કરવામાં સફળ રહેશે. વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– વધારે આત્મ કેન્દ્રિત થવાથી તેની નકારાત્મક અસર તમારા વ્યક્તિગત તથા પારિવારિક જીવન ઉપર પડશે. કોઇ ધાર્મિક ઉત્સવમાં ગેરસમજના કારણે કોઇ સાથે વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કાર્યો વચ્ચે થોડાં વિઘ્ન આવી શકે છે. જેના કારણે ઓર્ડર પૂરો કરવામાં મોડું થશે.

લવઃ– જીવનસાથી સાથે ખાટ્ટો-મીઠો મનમુટાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કુંભ

પોઝિટિવઃ– વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારી સાથે રહેશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી મન પ્રસન્ન રહેશે. તમારા સિદ્ધાંતો સાથે કોઇ પ્રકારનો સમજોતો કરશો નહીં.

નેગેટિવઃ– ભાઇો સાથે સંબંધ મધુર જાળવી રાખો. કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકાવીને ખોટાં કાર્યોમાં લાગી રહ્યું છે. જેનાથી કોર્સ પૂર્ણ કરવામાં મુશ્કેલી આવશે.

વ્યવસાયઃ– મશીન અને તેલને લગતાં વેપારમાં નફાની સ્થિતિ રહેશે.

લવઃ– વધારે વ્યસ્ત રહેવાના કારણે પરિવારનું ધ્યાન રાખી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– ગળાને લગતી પરેશાની ઉધરસ કે શરદી રહી શકે છે.

મીન

પોઝિટિવઃ– તમારી સમજણ અને બુદ્ધિમત્તા દ્વારા તમારા કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરવામાં સક્ષમ રહેશો. કાર્યને યોજનાબદ્ધ રીતે કરવાથી તમને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. ઘરમાં મિત્રો કે મહેમાનોની અવર-જવર થશે તથા બધા સભ્યો એકબીજા સાથે મળીને આનંદ અનુભવશે.

નેગેટિવઃ– વિદ્યાર્થી પોતાના અભ્યાસ પ્રત્યે કોઇપણ પ્રકારનો સમજોતો કરવો નહીં. નહીંતર પરિણામ ખરાબ આવી શકે છે. તમારા સ્વભાવને સહજ અને સંતુલિત જાળવી રાખો.

વ્યવસાયઃ– ખાનપાનને લગતો વ્યવસાય ધીમે-ધીમે વ્યવસ્થિત થઇ રહ્યો છે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથેના સંબંધો સારા રહેશે.

સ્વાસ્થ્યઃ– ખોટાં ખાનપાનના કારણે ગેસ અને પેટ ખરાબ થવાની સમસ્યા ઊભી થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here