Tuesday, October 26, 2021
Home27 સપ્ટેમ્બરનું રાશિફળ : મિથુન રાશિએ રજાનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવો, 3 રાશિના...
Array

27 સપ્ટેમ્બરનું રાશિફળ : મિથુન રાશિએ રજાનો સંપૂર્ણ ફાયદો ઉઠાવવો, 3 રાશિના લોકોને રવિવારે માન-સન્માન પ્રાપ્ત થશે

મેષ

પોઝિટિવઃ– આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ શુભ ફળદાયી રહેશે. વ્યક્તિગત કાર્યોમાં સફળતા મળવાથી માનસિક શાંતિનો અનુભવ થશે. તમે મુશ્કેલ કાર્યોને દઢ વિશ્વાસ સાથે પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમે અન્યની વાતોમાં આવીને તમારું નુકસાન કરી બેસો છો. આજે પણ ગ્રહ સ્થિતિ થોડી એવી જ છે. એટલે પોતાના ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરશો. ત્યારે જ સફળતા પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડાં નવા કરાર પ્રાપ્ત થશે.

લવઃ– પારિવારિક વાતાવરણ ખૂબ જ સુકૂનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– તમે ઘરની સજાવટ અને રચનાત્મક કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખશો. ઘરના સામાનની ઓનલાઇન શોપિંગમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓના કરિયરને લગતાં કોઇ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, ઘરની વ્યસ્તતાના કારણે તમારા થોડાં મહત્ત્વપૂર્ણ કામ છૂટી શકે છે, જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતાં. તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી ખૂબ જ જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ક્ષેત્રમાં વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આજે રજાનો સંપૂર્ણ ફાયદો ઉઠાવો. પરિવાર સાથે મનોરંજનના કાર્યોમાં સમય પસાર થવાથી પોતાને ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો. ઘરના કાર્યોમાં તમારો રસ રહેશે.

નેગેટિવઃ– ઓફિસના થોડાં કામ ઘરેથી જ કરવા પડી શકે છે. તમે તમારા કામ પ્રત્યે એકાગ્ર ચિત્ત થઇ શકશો નહીં. એટલે બેદરકારી કરવાની જગ્યાએ કામને સ્થગિત કરવા વધારે યોગ્ય છે.

વ્યવસાયઃ– સરકારી રજા હોવા છતાં પણ વ્યવસાયને લગતાં કાર્યોમાં સમય આપવો પડશે.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– શરીરમાં નબળાઇ અને થાકનો અનુભવ થશે.

કર્ક

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓના અભ્યાસ અને કરિયરને લઇને કોઇ સમસ્યાનું સમાધાન થશે. માત્ર તમારી ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવાની જરૂર છે. તેનાથી તમને સુખદ પરિણામ પ્રાપ્ત થશે. વારસાગત સંપત્તિને લઇને વિવાદ પણ કોઇની દખલથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– અપરિચિત વ્યક્તિઓ ઉપર વિશ્વાસ કરશો નહીં. તમારી સાથે વિશ્વાસઘાત કે દગાબાજી થઇ શકે છે. બાળકની કોઇ જિદ્દ અથવા ખરાબ વ્યવહાર તમારા માટે ચિંતાનું કારણ બનશે.

વ્યવસાયઃ– વેપારમાં વિસ્તારને લઇને જે યોજના ઘણાં સમયથી અટવાયેલી હતી આજે તેને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.

લવઃ– પ્રેમ પ્રસંગો મર્યાદા પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સાંધામાં દુખાવો અને વાયુ વિકારને લગતી પરેશાની ઊભી થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– સિંહ લગ્નના વ્યક્તિઓમાં આત્મબળ અને આત્મવિશ્વાસની ભાવના રહે છે. આજે પણ ગ્રહ ગોચર તેમના પક્ષમાં છે. તમારા સંપર્ક સૂત્રોને વધારે મજબૂત બનાવો. કેમ કે, તે તમારા માટે ખૂબ જ લાભદાયક સિદ્ધ થવાના છે.

નેગેટિવઃ– ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે તમારે નુકસાન પણ સહન કરવું પડે છે. તમારી આ ખામી ઉપર ધ્યાન આપો. આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– માર્કેટિંગને લગતાં કાર્યોમાં આજે વધારે સમય પસાર થશે.

લવઃ– લગ્નજીવન સુખયમ રહેશે.

સ્વાસ્થ્યઃ– ગરમી અને પરસેવાના કારણે એલર્જી જેવી મુશ્કેલીઓ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– ધર્મ-કર્મ અને સમાજ સેવાને લગતાં કાર્યોમાં દિવસ પસાર થશે. સામાજિક માન-સન્માન પણ પ્રાપ્ત થશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે ગંભીર રહેશે.

નેગેટિવઃ– સામાજિક કાર્યો સાથે-સાથે પારિવારિક મુદ્દા ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ઘરને લગતાં થોડાં કામ અટકી જવાથી તણાવ ઉત્પન્ન થઇ શકે છે, જોકે, તમે સમસ્યાનું સમાધાન શોધી લેશો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ અને સહયોગીઓની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.

લવઃ– કુંવારા લોકો માટે લગ્નનો કોઇ સારો સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારી દિનચર્યા અને ખાનપાનને સંયમિત રાખો.

તુલા

પોઝિટિવઃ– બધા કાર્યોને વ્યવસ્થિત રૂપથી કરો અને તાલમેલ જાળવી રાખવો તમારો મહત્ત્વપૂર્ણ ગુણ છે. તમારી ઊર્જાનો ભરપૂર સદુપયોગ કરો. તમારા કામ પ્રત્યે એકાગ્ર ચિત્ત રહો. તમારા માટે લાભદાયક સ્થિતિ બનશે.

નેગેટિવઃ– પરિવારના સભ્યોને તમે તમારી રીતે કાર્ય કરવા દો. તેમનો સહયોગ કરો તેનાથી તમને આત્મબળ વધશે. ક્યારેક તમારો ગુસ્સો અને વધારે અનુશાસિત થવું અન્ય માટે સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ સાથે કોઇ ડીલ કે લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે થોડાં સમયથી ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારીઓ થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– રાજકારણ અને સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમે વિશેષ લક્ષ્ય પ્રાપ્ત કરશો. આર્થિક સ્થિતિમાં લાભ થવાના કારણે પ્રસન્ન રહેશો. ઘરમાં પરિવર્તનને લઇને યોજનાઓ બનશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, તમારો ગુસ્સો અને અન્ય ઉપર વધારે અધિકાર પૂર્ણ વ્યવહાર કરવો તમને તમારા નજીકના લોકોથી દૂર કરી શકે છે. બાળકો પોતાના અભ્યાસ અને કરિયરને લઇને તણાવમાં રહેશે.

વ્યવસાયઃ– શિક્ષણ સંસ્થા તથા બાળકોને લગતાં વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ બની રહી છે.

લવઃ– પતિ-પત્નીએ એકબીજાના સંબંધોને સાચવવાં.

સ્વાસ્થ્યઃ– એક્સિડેન્ટ કે ઘાવ આવે તેવી સ્થિતિ બની શકે છે.

ધન

પોઝિટિવઃ– પ્રોપર્ટીને લગતું કોઇ અટવાયેલું કામ આજે ઉકેલાઇ શકે છે. સંબંધીઓના કોઇ વિવાદપૂર્ણ મામલાઓમાં તમારી મદદ મુખ્ય રહેશે. તમારી બુદ્ધિમાની અને સમજદારીની ચર્ચા પણ થશે.

નેગેટિવઃ– કોઇપણ સહી કરતાં પહેલાં કાગળિયાને ધ્યાનથી વાંચો. તમારાથી કોઇ ભૂલ થઇ શકે છે અથવા કોઇ ચીટિંગ પણ કરી શકે છે. આજે આ ગતિવિધિને ટાળો તો સારું

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇપણ ગતિવિધિને નજરઅંદાજ કરશો નહીં.

લવઃ– પારિવારિક વાતાવરણ મંગળમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– પારિવારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલશે જેમાં તમારું વિશેષ યોગદાન રહેશે. ઘરની વ્યવસ્થાને સારી જાળવી રાખવામાં તમને સફળતા મળશે. બાળક તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, ઘરના લોકોના કાર્યોમાં વધારે દખલ કરો નહીં. બધાને પોતાની ઇચ્છા પ્રમાણે સ્વતંત્રતા આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ કે ઇન્ફેક્શન થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– આજે તમારો દિવસ પારિવારિક લોકોની સુખ-સુવિધા તથા દેખરેખને લગતાં કાર્યોમાં પસાર થશે. જેનાથી બધા સભ્યો પોતાને વધારે સુરક્ષિત અનુભવ કરશે.

નેગેટિવઃ– ક્યારેક બાળકો પાસેથી વધારે આશા રાખવી અને તેમના ઉપર રોક-ટોક કરવી તમારા સંબંધો વચ્ચે અંતર વધારી શકે છે. તમારા સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો.

વ્યવસાયઃ– પારિવારિક મિત્રતા હોવા છતાં કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક થાક રહેશે.

મીન

પોઝિટિવઃ– તમારા વ્યક્તિત્વને લગતી થોડી પોઝિટિવ વાતો લોકો સામે આવવાથી તમારું સામાજિક માન-સન્માન અને સંપર્કની સીમા વધશે. બાળકો તથા પરિવાર સાથે શોપિંગ તથા મનોરંજનમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારું નુકસાન કરવાની કોશિશ કરશે. એટલે આ બધા તરફથી સાવધાન રહેવું જરૂરી છે.

વ્યવસાયઃ– વધારે સફળતાની ઇચ્છામાં ખોટા રસ્તાની પસંદગી કરશો નહીં.

લવઃ– પારિવારિક જીવન સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– થાઇરોઇડ અને બીપીના દર્દીઓઓ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments