Thursday, August 5, 2021
No menu items!
Home3 ઓક્ટોબરનું રાશિફળ : શનિવારનો દિવસ સમયની કિંમત અને મહત્ત્વનું સન્માન કરવાનો...
Array

3 ઓક્ટોબરનું રાશિફળ : શનિવારનો દિવસ સમયની કિંમત અને મહત્ત્વનું સન્માન કરવાનો રહેશે, ડિપ્રેશન અને તણાવથી બચવું

મેષ

પોઝિટિવઃ– તમારા બધાં કામને જાતે પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઇની મદદની અપેક્ષા રાખશો નહીં તો સારું રહેશે. તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખો. કોઇ વસિયત વગેરેને લગતાં કામ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તણાવ હાવી થવાના કારણે કામમાં મન લાગશે નહીં. પરંતુ જ્યારે તમે ઠંડા દિમાગથી વિચારશો, તો અનુભવશો કે, પરેશાનીઓ એટલી મોટી નથી જેટલો તણાવ તમે લઇ રહ્યા છો.

વ્યવસાયઃ– જો મશીન કે તેને લગતાં કોઇ ઉપકરણ વગેરે ખરીદીની યોજના છે, તો તે અંગે તરત અમલ કરો.

લવઃ– પારિવારિક જીવન વ્યવસ્થિત રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર અને પગમાં સોજાની સમસ્યા રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– તમે તમારી વિચાર શૈલી અને દિનચર્યામાં જે પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છો, તે તમારા માટે ઉત્તમ રહેશે. વિશિષ્ટ લોકોથી લાભદાયક સંપર્ક બનશે. લાંબા સમયથી જે ચિંતા ચાલી રહી હતી, તેનો ઉકેલ આજે મળે તેવી આશા છે.

નેગેટિવઃ– કોઇ વ્યક્તિ ઈર્ષ્યાની ભાવનાથી સમાજ અને સંબંધીઓમાં તમારી આલોચના અને બદનામી કરવાની કોશિશ કરી શકે છે. એટલે કોઇપણ ઉપર વધારે વિશ્વાસ કરવો ઠીક રહેશે નહીં.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં પારદર્શિતા જાળવી રાખો.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ ખૂબ જ રોચક સાહિત્ય અને જ્ઞાનવર્ધક પુસ્તકો વાંચવામાં પસાર થશે. તેનો તમારા વ્યક્તિત્વ ઉપર પણ પોઝિટિવ પ્રભાવ પડશે. તમારી સમજણથી લીધેલાં નિર્ણય આર્થિક રૂપથી તમને મજબૂત અને સક્ષમ કરશે.

નેગેટિવઃ– કોઇ અજાણ્યા કે અપરિચિત વ્યક્તિ પાસેથી રૂપિયાની લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવો. સાથે જ, કોઇ જરૂરિયાતમંદ મિત્રની પણ મદદ કરતાં પહેલાં તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બધા નિર્ણય જાતે જ લો.

લવઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝના દર્દીઓએ પોતાનું ધ્યાન રાખવું.

કર્ક

પોઝિટિવઃ– મહેમાનની આગતા-સ્વાગતા અને મોજમસ્તીમાં થોડો સમય પસાર થશે. આખો દિવસ વ્યસ્ત રહેશો અને કામનો ભાર પણ રહેશે. વધારે ઉત્સાહના કારણે અને કામના કારણે તમે થાકનો અનુભવ કરશો.

નેગેટિવઃ– કાકાનાં ભાઈ-બહેનો સાથે સંબંધ મધુર રહેશે. કોઇ નાની વાતને લઇને સંબંધો ખરાબ થઇ શકે છે. સાથે જ, અન્ય લોકોના કારણે તમને પણ આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થશે.

વ્યવસાયઃ– આ સમયે ભાગ્ય અને ગ્રહ સ્થિતિ તમારા કર્મને વધારે મજબૂત કરશે.

લવઃ– આખો દિવસ વ્યસ્ત રહેવા છતાં પરિવાર સાથે સારો સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– કામ વધારે અને તણાવના કારણે માથાનો દુખાવો કે માઇગ્રેન થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ કે કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની સંભાવના છે. એટલે કોશિશ કરો. તમે તમારા સંતુલિત વ્યવહારના કારણે બધાનું ન મોહી લેશો તથા મોટાભાગના કામ પૂર્ણ થશે.

નેગેટિવઃ– આળસ અને વધારે આરામ કરવાની ઇચ્છાને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તમારી શારીરિક ઊર્જાને જાળવી રાખો. મિત્રો સાથે હરવા-ફરવામાં સમય પસાર ન કરો.

વ્યવસાયઃ– આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને નવા કાર્ય કરવા માટે પ્રેરિત કરશે.

લવઃ– પ્રેમ સંબંધોમાં પરિવારની મંજૂરી મળવાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ– આજે વાહનનો ઉપયોગ કરશો નહીં.

કન્યા

પોઝિટિવઃ– આજે કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત તમારા સંબંધોને વધારે મજબૂત કરશે. ઘરના વડીલો દ્વારા આશીર્વાદ સ્વરૂપ મૂલ્યવાન ભેટ પ્રાપ્ત થશે. બાળકો તમારી આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરશે જે તમને શાતા આપશે.

નેગેટિવઃ– તમારી વાણી અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું અતિ જરૂરી છે, નહીંતર અકારણ જ કોઇ સાથે ઝઘડો થઇ શકે છે. તમારા લક્ષ્યથી તમે ભટકશો નહીં. તમે સંપૂર્ણ રીતે કામ પ્રત્યે સમર્પિત રહો.

વ્યવસાયઃ– તમારા થોડા વિરોધી તમારી ઉન્નતિને જોઇને ઈર્ષ્યાની ભાવનાથી નુકસાન કરી શકે છે.

લવઃ– પરિવારમાં કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– થાક અને સુસ્તી હાવી થશે.

તુલા

પોઝિટિવઃ– તમે પરિવારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડા કાયદા-કાનૂન બનાવશો, જે બાળકોના અભ્યાસમાં ધ્યાન એકાગ્ર ચિત્ત કરવા માટે ખૂબ જ જરૂરી છે. તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સફળ રહેશો.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારની લેવડ-દેવડ કે ઉધાર આપવાની પ્રવૃત્તિથી બચો. ક્યારેક-ક્યારેક નિર્ણય લેવામાં થોડી અસમંજસની સ્થિતિ રહેશે. પ્રાણાયામ અને મેડિટેશન કરવું તમારી માનસિક સ્થિતિને પોઝિટિવ જાળવી રાખશે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતાં કાર્યોને ખૂબ જ સાવધાનીપૂર્વક કરો.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજીને તેના પ્રમાણે જ વ્યવહાર કરશે.

સ્વાસ્થ્યઃ– ઇલેક્ટ્રિક ઉપકરણો તથા વાહનનો ખૂબ જ સાવધાની પૂર્વક ઉપયોગ કરો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– થોડી સમાજસેવી સંસ્થાઓમાં સહયોગ કરવો તમને આત્મિક સુખ પ્રદાન કરશે. ધર્મ-કર્મ તથા અજ્ઞાત વિદ્યા પ્રત્યે રસ જાગૃત થશે. તમારે તમારા કામ પ્રત્યે સમર્પણની ભાવના તમારા માટે થોડા નવા માર્ગ પણ શોધશે.

નેગેટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ચોરી થવાની કે ખોવાઇ જવાની પ્રબળ સંભાવના છે. એટલે તમારી વસ્તુઓને યોગ્ય રીતે સાચવીને રાખો. કોઇપણ બહારના વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.

વ્યવસાયઃ– બિઝનેસમાં નવા કરાર મળશે. એટલે સમયનો ફાયદો ઉઠાવો અને ભરપૂર મહેનત કરો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક તથા માનસિક બંને પ્રકારનો થાક હાવી થઇ શકે છે.

ધન

પોઝિટિવઃ– જમીન-જાયદાદને લગતું કોઇ મુખ્ય કામ આજે પૂર્ણ થઇ શકે છે. સમયની કિંમત અને મહત્ત્વનું સન્માન કરો. તમને આજે નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે. થોડો સમય આધ્યાત્મિક કાર્યોમાં પસાર થશે.

નેગેટિવઃ– કોઇને પણ પર્સનલ લાઇફમાં દખલ કરવા દેશો નહીં. નહીંતર સંબંધ ખરાબ થઇ શકે છે. સાથે જ કોઇ પ્રકારની યાત્રા કરવાથી બચવું. કેમ કે, તેનાથી લાભ થશે નહીં.

વ્યવસાયઃ– બિઝનેસમાં નવા ઓર્ડર કે કરાર મળી શકે છે, જે ભવિષ્યમાં ફાયદો આપશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર

પોઝિટિવઃ– તમારે તમારી ઊર્જાને એકત્રિત કરીને ફરીથી નવી નીતિઓ બનાવવાની જરૂરિયાત છે. કેમ કે, પરિસ્થિતિઓમાં આવેલા ફેરફારનો પ્રભાવ તમારા વ્યક્તિગત જીવન ઉપર પણ પડશે. તમે તમારા મનોબળ દ્વારા પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરી શકશો.

નેગેટિવઃ– માતા-પિતા સમાન કોઇપણ વ્યક્તિ સાથે વિવાદ કે મતભેદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખવું. આ વાતનું ધ્યાન રાખો કે, મહેનત કરશો તો જ ભાગ્યનો સાથ મળશે.

વ્યવસાયઃ– તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર તમારા વ્યવસાય માટે પોઝિટિવ રહેશે.

લવઃ– ઘર-પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ– તણાવ અને ડિપ્રેશન હાવી થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– તમે તમારી જવાબદારીઓને યોગ્ય રીતે પૂર્ણ કરશો અને લોકો તમારી પ્રતિભાને વખાણશે પણ. દિવસની શરૂઆત કાર્ય સિદ્ધિદાયક રહેશે. ઘરમાં માંગલિક કાર્યની યોજનાઓ બનશે તથા ખરીદીમાં સમય પસાર થશે.

નેગેટિવઃ– કોઇ વ્યક્તિને લગતી કોઇ અપ્રિય ઘટના ઘટી શકે છે, જેના કારણે થોડા સમય માટે ડિપ્રેશન હાવી રહેશે. તમારી મનઃસ્થિતિને સંભાળવી અતિ જરૂરી છે.

વ્યવસાયઃ– મીડિયાને લગતાં કાર્ય, લેખન, આર્ટ વગેરે કાર્યો માટે આ સમય સારો છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– કમર તથા પેટનો દુખાવો રહેશે.

મીન

પોઝિટિવઃ– આજે થોડા અપ્રત્યાશિત પડકાર સામે આવશે અને તમે પૂર્ણ આત્મવિશ્વાસ સાથે તેનો સામનો કરવામાં સમર્થ રહેશો. પરિવારના કોઇ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા-વિચારણામાં તમારી સલાહનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહેશે.

નેગેટિવઃ– કોઇ સાથે પણ ઉધારીનો મામલો રાખશો નહીં. કેમ કે, તેના કારણે સંબંધો ખરાબ થઇ શકે છે. તમારે તમારી વાણી અને ગુસ્સા ઉપર પણ કાબૂ રાખવો જોઇએ.

વ્યવસાયઃ– તમારા કામ પ્રત્યે અને વધારે મનન અને ચિંતન કરવાની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments