4 ઓક્ટોબરનું રાશિફળ : આજે એકસાથે બબ્બે શુભ યોગ છે, કન્યા-તુલા સહિત છ રાશિઓ માટે ઉત્તમ દિવસ, ધાર્યાં કામ થશે, મુશ્કેલીઓ ઘટશે

0
13

મેષ

પોઝિટિવઃ– આર્થિક મામલાઓ પૂર્ણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. સમાજસેવી સંસ્થાઓમાં દાન કરો. સમાજમાં તમારું માન-સન્માન વધશે. વડીલોની સેવા અને દેખરેખ કરવામાં સમય પસાર થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, ક્યારેક તમારો શંકાવાળો સ્વભાવ તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. દેખાડાની પ્રવૃત્તિથી બચવું. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રને લગતી તમારી યોજનાઓ અને ગતિવિધિઓ કોઇ સામે જાહેર કરશો નહીં.

લવઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર જાળવી રાખવા માટે થોડી મનોરંજનને લગતી યોજનાઓ બનાવો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. વિશિષ્ટ લોકો સાથે લાભદાયક સંપર્ક બનશે. જેનાથી તમારી વિચારશૈલીમાં પણ નવીનતા આવશે. વિદ્યાર્થીઓને કોઇ સ્પર્ધાને લગતી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો પણ નુકસાન આપી શકે છે. કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેના દરેક સ્તર અંગે યોગ્ય વિચાર કરો. થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો ખોટી આલોચના ફેલાવી શકે છે.

વ્યવસાયઃ– આજે વેપારને લગતાં કાર્યોમાં કોઇપણ પ્રકારનું રોકાણ કરશો નહીં, નુકસાન થવાની આશંકા વધારે છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને થોડી ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– દિવસનો મોટાભાગનો સમય રોચક સાહિત્ય અને જ્ઞાનવર્ધક કાર્યોમાં પસાર થશે. આ વાતોનો પોઝિટિવ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડશે. તમારી સમજણ દ્વારા લીધેલાં નિર્ણય આર્થિક રૂપથી તમને વધારે મજબૂત અને સક્ષમ કરશે.

નેગેટિવઃ– ભાવનાઓમાં આવીને જરૂરિયાતમંદ મિત્રની મદદ કરતાં પહેલાં તમારા બજેટનું ધ્યાન રાખો. કેમ કે, તે ધન પાછું આવે તેવી સંભાવના નથી. તમને આર્થિક દૃષ્ટિએ પરેશાની રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં કોઇ અન્યની ભૂલનું પરિણામ તમારે ભોગવવું પડી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડ પ્રેશર તથા ડાયાબિટિઝના દર્દીઓએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

કર્ક

પોઝિટિવઃ– તમારા સંપર્ક સૂત્રને વધારે મજબૂત કરવામાં ઊર્જા લગાવો. આ સંપર્ક તમારા માટે ઉન્નતિના નવા માર્ગ ખોલી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાથી પણ મન પ્રસન્ન રહેશે. ઘરમાં મહેમાનોના આવી જવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– ક્યારેક સ્વભાવમાં ચીડિયાપણું અને તણાવ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. આજે કોઇપણ પરિસ્થિતિમાં રૂપિયા ઉધાર આપશો નહીં. કેમ કે, તમારી આર્થિક સ્થિતિ વધારે સારી નથી.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં મુશ્કેલીઓ આવી શકે છે. અનુભવી વ્યક્તિની સલાહ લો

લવઃ– લગ્નજીવન મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સુસ્તી અને થાકની સ્થિતિ રહેશે.

સિંહ

પોઝિટિવઃ– જીવન પ્રત્યે પોઝિટિવ વ્યવહાર તમારા વિશ્વાસ અને આત્મબળને વધારશે તથા કામમાં પણ મન લાગશે. કોઇ પ્રિય વસ્તુના મળવાથી મન પ્રમાણે વાત થઇ જવાથી ખૂબ જ પ્રસન્નતા રહેશે.

નેગેટિવઃ– તમારી ઉપર કામનો વધારે ભાર લેવો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. કામ પણ સમયે પૂર્ણ થઇ શકશે નહીં. દિવસની શરૂઆતમાં તમારા મહત્ત્વપૂર્ણ કામને પૂર્ણ કરો.

વ્યવસાયઃ– કર્મચારીઓ અને સહયોગીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી તમે ફિટ અને તંદુરસ્ત રહેશો.

કન્યા

પોઝિટિવઃ– આજે તમે તમારી બુદ્ધિના બળે અને કાર્યક્ષમતા દ્વારા લાભના નવા માર્ગને શોધવામાં સક્ષમ રહેશો. તમારા કર્મ તથા ભાગ્ય ઉપર વિશ્વાસ રાખો. અચાનક જ થોડાં એવા લોકો સાથે મુલાકાત થશે જે તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે.

નેગેટિવઃ– ઘરના કોઇ સભ્યના લગ્નજીવનને લઇને સમસ્યા ઊભી થઇ શકે છે. જેના કારણે થોડું ચિંતાજનક વાતાવરણ રહેશે. સાથે જ, વારસાગત સંપત્તિને લગતાં ભાલાની વાત ઊભી થવાની આશંકા છે.

વ્યવસાયઃ– આજે ગ્રહ સ્થિતિ સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે.

લવઃ– ઘર તથા વ્યવસાયમાં સંતુલન જાળવી રાખવાથી તમારા સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– આ સમય તમારું ભાગ્ય પ્રબળતાથી તમારો સાથ આપી રહ્યું છે. સમયનો ભરપૂર સદુપયોગ કરવો તમારી કાર્યક્ષમતા ઉપર નિર્ભર કરે છે. તમારું તમારા કામ પ્રત્યે સમર્પણ તથા થોડાં વિશિષ્ટ વ્યક્તિઓનો સહયોગ તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે.

નેગેટિવઃ– કોઇપણ મહત્ત્વપૂર્ણ વાર્તાલાપ કરતી સમયે વધારે સાવધાની જાળવવી. કેમ કે, કોઇ એવી વાત તમારા મુખમાંથી બોલાઇ શકે છે જેના માટે તમને પસ્તાવો થશે.

વ્યવસાયઃ– કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેના અંગે ફરી એકવાર વિચાર કરી લેવો જોઇએ.

લવઃ– દિવસનો થોડો સમય પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યો તથા ડિનર વગેરેમાં પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ– થાક હાવી રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે મહત્ત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત તથા સામાજિક સક્રિયતાની સીમા વધશે. તેનાથી તમને સફળતાને લગતી થોડી નવી વાતો શીખવા મળશે. સમયની ગતિ પૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– કોઇપણ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિને ઊભી થવા દેશો નહીં. તેનો નકારાત્મક પ્રભાવ તમારા માન-સન્માન ઉપર પડશે. અયોગ્ય તથા અર્થ વિનાનાં કાર્યોમાં સમય ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– રાજકારણ તથા મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક તમારા માટે નવા કરાર તથા ઓર્ડર તૈયાર કરશે.

લવઃ– પરિવારમાં એકબીજા સાથે સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત તથા વાયુની પરેશાની રહેશે.

ધન

પોઝિટિવઃ– બાળકના કરિયર અને શિક્ષાને લગતી કોઇ ચિંતાનું સમાધાન થવાથી રાહત અનુભવ થશે. તમારા કર્મ પ્રત્યે વધારે વિશ્વાસ રાખવો તમારા માટે સારું રહેશે. સંપત્તિના ભાગલાને લગતું કોઇ કામ કોઇ અન્ય વ્યક્તિની મદદથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– ભાવના તથા ઉદારતામાં લીધેલો નિર્ણય નુકસાનદાયક સાબિત થઇ શકે છે. એટલે તેમની આ નબળાઇ ઉપર વિજય પ્રાપ્ત કરવો અતિ જરૂરી છે. વધારે ગુસ્સો તમારા સ્વાસ્થ્ય તથા કાર્યોમાં હાનિનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવહાર કરતી સમયે સાવધાની જાળવો.

લવઃ– પારિવારિક સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક નબળાઇ અને સાંધામાં દુખાવાની સમસ્યા ઊભી થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– આજે તમારો વિવેક અને ચતુરાઈથી કામ લેવું તમારા માટે ઉન્નતિદાયક સાબિત થશે. અચાનક કોઇ મિત્ર કે નજીકના સંબંધીના આવી જવાથી તમે પ્રસન્ન રહેશો. વિદ્યાર્થીઓની શિક્ષાને લગતી કોઇ મુશ્કેલીઓ દૂર થવાથી તણાવમુક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ– થોડા સમયથી તમને કહેવામાં આવી રહ્યું છે કે, તમારા શંકાવાળા સ્વભાવમાં પરિવર્તન લાવો. શાંતિપૂર્ણ રીતે સ્થિતિઓ ઉપર વિચાર કરો. કોઇ વારસાગત સંપત્તિને લગતા મામલાને લઇને તણાવ રહેશે.

વ્યવસાયઃ– વ્યપારિક ગતિવિધિઓ ઉપર તમારું નિયંત્રણ રહેશે.

લવઃ– ઘરની નાની-મોટી વાતોને નજરઅંદાજ કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે સંપૂર્ણ પરિશ્રમ તથા મનોયોગ દ્વારા આજની દિનચર્યાને વ્યવસ્થિત રાખવા તથા કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશે. રાજકારણ સંપર્ક પણ મજબૂત થશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ પ્રત્યે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ– મનમાં કોઇ નકારાત્મક વાતોને લઇને શંકાની સ્થિતિ ઊભી થઇ શકે છે. જેના કારણે માનસિક સ્થિતિ થોડી ખરાબ રહેશે. ધ્યાન રાખો કે, આ માત્ર વહેમ છે.

વ્યવસાયઃ– તમારી ઘરેલુ પરેશાનીઓ તથા નકારાત્મક વિચારોને વેપાર ઉપર હાવી થવા દેશો નહીં.

લવઃ– ઘર અને વેપારમાં તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– આજે થોડા નકારાત્મક વિચાર તમારા ઉપર હાવી થશે.

મીન

પોઝિટિવઃ– ઘરમાં કોઇ માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના બનશે. જો કોઇ સરકારી કામ અટવાયેલું છે તો આજે તેને પૂર્ણ કરવા માટે મહેનત કરો, સફળતા પ્રાપ્ત થશે. અધ્યાત્મિક તથા ધર્મ-કર્મને લગતી ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– બાળકોની કોઇ નકારાત્મક વાત જાણ થવાથી મન નિરાશ રહેશે. પરંતુ સમસ્યાઓને ગુસ્સાના કારણે શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની કોશિશ કરો. તેનાથી તમે અવશ્ય સફળ રહેશો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ રહેશે. ઘરના કોઇ વડીલ વ્યક્તિની સલાહ તમારા માટે ભાગ્યોદયદાયક સાબિત થશે.

લવઃ– તમારું તમારાં વ્યક્તિગત કાર્યો તરફ વધારે ધ્યાન આપવું તથા જીવનસાથી સાથે સમય પસાર ન કરવું સંબંધોમાં અંતર લાવશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here