5 ઓક્ટોબરનું રાશિફળ : સોમવારે મેષ જાતકોએ ગ્રહ ગોચરની શુભ દૃષ્ટિનો ભરપૂર લાભ ઉઠાવવો, અતિ આત્મવિશ્વાસથી બચવું

0
26

મેષ

પોઝિટિવઃ– ગ્રહ ગોચર તમારા પક્ષમાં છે. સમયનો ભરપૂર લાભ ઉઠાવો. તમારા બળે દરેક કામ કરવાની ક્ષમતા રાખો. વર્તમાન વાતાવરણને લગતી તમારી સુરક્ષાને અપનાવતાં તમારા સંપર્કોને વધારે મજબૂત કરો.

નેગેટિવઃ– અતિ આત્મવિશ્વાસની સ્થિતિ તમને નુકસાન આપી શકે છે. અને ક્યારેક આળસ હાવી થવાના કારણે તમે થોડી ઉપલબ્ધિઓ ગુમાવી દેશો. તમારી આ ખામીઓ અંગે ધ્યાન રાખો.

વ્યવસાયઃ– માર્કેટિંગને લગતાં કાર્યોને વધારે મહત્ત્વ આપો.

લવઃ– લગ્ન તથા પ્રેમ સંબંધો બંનેમાં કોઇ ત્રીજા વ્યક્તિની દખલ થોડી ગેરસમજ ઊભી કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનત અને ગરમીના કારણે શારીરિક નબળાઇ અનુભવ થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાનીઓનું સમાધાન મળશે. વ્યસ્તતા સિવાય તમે સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખશો. કોઇ રાજનીતિ સાથે જોડાયેલાં વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે લાભદાયક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ જગ્યાએ અટવાયેલું કે ઉધાર આપેલું ધન પાછું માંગવામાં વિવાદ કે ઝઘડો થવાની આશંકા છે. ઘરમાં મહેમાનોની અવર-જવરથી ખર્ચ વધારે થશે. જેના કારણે તમારું બજેટ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકોને તેમની યોગ્યતા પ્રમાણે કોઇ ઇનામ મળવાની સંભાવના છે.

લવઃ– ઘરના વાતાવરણને સુખમય બનાવવામાં તમારે પણ સહયોગ કરવો પડશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ જેવી બીમારીઓથી બચવા માટે આયુર્વેદિક વસ્તુઓનો ઉપયોગ વધારે કરો.

મિથુન

પોઝિટિવઃ– આજે તમે જે કોઇ કામને પણ કરવાનું મનમાં નક્કી કરશો, તો તેને પૂર્ણ કરીને જ રહેશો. સાથે જ, કોઇ વડીલ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે મદદગાર સાબિત થશે. સંપત્તિનો વિવાદ કોઇ અન્ય વ્યક્તિની મદદથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– ખરાબ આદતો તથા નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર જાળવી રાખો. તમારા નજીકના સંબંધી જ તમારી સમસ્યાનું કારણ બની શકે છે. તમારા અંગે થોડી અફવાહ પણ ફેલાવી શકે છે.

વ્યવસાયઃ– બિઝનેસમાં છેલ્લાં થોડાં સમયથી નવા કાર્યો કરવાની યોજના બનાવી રહ્યા છો તેના ઉપર આજે અમલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ– અચાનક જ કોઇ નજીકના સંબંધી પાસેથી દુઃખદ સૂચના મળવાથી પરિવારમાં શોકનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પ્રત્યે કોઇપણ પ્રકારની બેદરકારી ન કરશો.

કર્ક

પોઝિટિવઃ– આજે તમારા સપના તથા મહત્ત્વકાંક્ષાઓને પૂર્ણ કરવાનો દિવસ છે. તમે તમારા કાર્યોને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. ભાઇઓ સાથે ચાલી રહેલો વિવાદ પૂર્ણ થશે અને એકબીજા સાથે સંબંધ મધુર થઇ જશે. તમે પોતાને તણાવમુક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ– ભાવુકતામાં કોઇપણ નિર્ણય ન લેશો, નહીંતર કોઇ પ્રકારની ભૂલ થવાની આશંકા છે. ખાસ કરીને રૂપિયા-પૈસાના મામલે કોઇપણ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરસો નહીં. બધા નિર્ણય જાતે જ લેશો તો સારું રહેશે.

વ્યવસાયઃ– મીડિયા, કળા તથા રચનાત્મક ક્ષેત્રને લગતાં લોકોને કોઇ પુરસ્કાર અથવા નવા કરાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– પ્રેમ સંબંધો પ્રત્યે વધારે સંવેદનશીલતાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ– એક્સીડેન્ટ દ્વારા ઈજા પહોંચવાની સંભાવના છે.

સિંહ

પોઝિટિવઃ– આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનું સમાધાન મળવાથી માનસિક શાંતિ મળશે. તમે તમારા આર્થિક મામલાઓમાં યોગ્ય પ્રકારે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકશો. તમારી યોજનાઓને પણ ગતિ આપવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, થોડાં લોકો તમારાથી ઈર્ષ્યાની ભાવના રાખવાના કારણે થોડું એવું વાતાવરણ બનાવશે જેનાથી તમારી માનહાનિ થવાની સંભાવના છે. કોઇ મિત્ર કે નજીકના સંબંધી સાથે નાની વાતને લઇને પણ વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.

લવઃ– કામ વધારે રહેવાના કારણે તમે તમારા પરિવારને સમય આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવાની સ્થિતિ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી મુંજવણથી આજે રાહત મળશે. જીવનની ગાડી ફરીથી પાટા ઉપર આવી જશે. છેલ્લાં કડવા અનુભવોથી શીખીને તમે તમારી જીવનશૈલીમાં ફેરફાર લાવશો જે સારા સાબિત થશે.

નેગેટિવઃ– કોઇ અજાણ્યો વ્યક્તિ તમારી નજીક આવવાની કોશિશ કરશે. કોઇની વાતોમાં આવશો નહીં અને ઉતાવળમાં કોઇ નિર્ણય લેશો નહીં. નહીંતર તમને દગો મળી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કરેલી ગતિવિધિઓ તમારી દેખરેખ હેઠળ જ વ્યવસ્થિત કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગરમીના કારણણે ગભરામણ અને બેચેની રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજકાલ તમે તમારી ઊર્જા અને જોશને ખૂબ જ પોઝિટિવ દિશામાં લગાવી રહ્યા છો. જેનો શુભ પ્રભાવ તમારા વ્યક્તિત્વ ઉપર પણ પડશે. કોઇ વિશિષ્ટ કાર્ય પ્રત્યે તમારું સમર્પણ તે કાર્યને પૂર્ણ કરશે.

નેગેટિવઃ– થોડાં લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારું માન-સન્માન ઘટાડવાની કોશિશ કરશે. એટલે સાવધાન રહો અને અતિ આત્મવિશ્વાસની સ્થિતિથી બચો. કોઇ નજીકના સંબંધી સાથે પણ વિવાદ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પણ પ્રાપ્ત થઇ જશે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય તમારા પરિવાર અને મિત્રો માટે પણ કાઢો. જેથી તમે તણાવમુક્ત અને ઊર્જાવાન અનુભવ કરશો. આ સમયે તમને થોડી નવી જાણકારીઓ અને ઉપલબ્ધિઓ પણ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– દરેક કાર્યને ઠંડા દિમાગથી વિચારીને જ કરો. કોઇપણ વિપરિત પરિસ્થિતિમાં ભાવનાઓના આવેશમાં આવશો નહીં. કોઇ લક્ષ્ય તમારી આંખથી ઓઝલ થઇ શકે છે. એટલે સાવધાન રહો.

વ્યવસાયઃ– બની શકે છે આજે તમારે તમારા સિદ્ધાંતો અને નિયમો સાથે થોડો સમજોતો કરવો પડે.

લવઃ– પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત અને ઍસિડિટી જેવી સમસ્યા રહેશે.

ધન

પોઝિટિવઃ– આજે કોઇ પણ મહત્ત્વપૂર્ણ કામમાં ખૂબ જ મહેનત કરો, તમને સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. તમારા વિનમ્ર સ્વભાવથી તમારી લોકપ્રિયતા તથા સાખમાં વૃદ્ધિ થશે. થોડાં જૂના મતભેદ તથા ઝઘડાનું નિવારણ થવાની પણ સંભાવના છે.

નેગેટિવઃ– કોઇપણ સમયે થાક અને તણાવના કારણે તમારા ઉપર નકારાત્મકતા હાવી થઇ શકે છે પરંતુ તમે તમારા આત્મબળ અને મનોબળ દ્વારા તેના ઉપર કંટ્રોલ કરતાં રહેશો.

વ્યવસાયઃ– કોઇ નવો વેપાર કે કામ શરૂ કરવા જઇ રહ્યા છો તો વધારે મહેનત કરશો તો જ કામ પૂર્ણ થશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– કફ અને ઉધરસની ફરિયાદ રહેશે.

મકર

પોઝિટિવઃ– આજે અન્ય વ્યક્તિના પ્રભાવમાં આવો તેના કરતાં તમારા સિદ્ધાંતો અને નિયમો પ્રમાણે કામ કરો. જેથી તમારા વ્યક્તિત્વમાં નિખાર આવે. વિદ્યાર્થીઓ માટે નોકરી અથવા ઇન્ટરવ્યૂ વગેરેમાં સફળતાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓને ધ્યાનથી રાખો. કેમ કે, તેના ચોરી થવાની આશંકાં છે. બનતાં કાર્યોમાં થોડાં વિઘ્ન આવી શકે છે. તણાવ લેવાની અપેક્ષાએ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં તમારી ઊર્જા લગાવો.

વ્યવસાયઃ– વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ– પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કુંભ

પોઝિટિવઃ– પ્રકૃતિ તમારી ઉન્નતિ માટે નવા રસ્તા ખોલી રહી છે તથા અનુકૂળ પરિસ્થિતિઓ પણ બનાવી રહી છે. એટલે અન્ય ઉપર વિશ્વાસ કે આશા ન રાખીને તમારી કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓ કોઇ પ્રોજેક્ટમાં અસફળ રહેવાના કારણે થોડાં તણાવમાં રહેશે. હિંમત હારવાની જગ્યાએ ફરીથી તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમને સફળતા ચોક્કસ મળશે.

વ્યવસાયઃ– નોકરિયાત વ્યક્તિઓ માટે વર્તમાન સમય થોડો ચુનોતીપૂર્ણ રહેશે.

લવઃ– પરિવાર સાથે થોડો સમય પસાર કરવાથી સંબંધો સારા રહેશે.

સ્વાસ્થ્યઃ– વાસી અને મસાલેદાર ભોજન કરશો નહીં.

મીન

પોઝિટિવઃ– આજે કોઇ ખાસ તથા પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. પરિવાર સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ નિર્ણયોનું કોઇને કોઇ મહત્ત્વપૂર્ણ પરિણામ સામે આવશે.

નેગેટિવઃ– થોડી નવી જવાબદારીઓ આવવાથી કામ વધી શકે છે. આ ગતિવિધિઓ તમારા માટે પોઝિટિવ રહેશે, એટલે તણાવ અને થાકને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– રાજકીય કાર્યોમાં કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદ મળી શકે છે.

લવઃ– વ્યવસાયિક ભાગદોડના કારણે દાંપત્ય જીવનમાં પ્રેમની મજા લઇ શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here