6 ઓક્ટોબરનું રાશિફળ : મંગળવારે ગ્રહ-નક્ષત્ર સિદ્ધિયોગ બનાવી રહ્યા છે, 7 રાશિને ગ્રહોનો સાથ મળશે, આવક વધવાની પણ તક

0
0

મેષ

પોઝિટિવઃ– આજે ધર્મ અને અધ્યાત્મનાં કાર્યોમાં વિશેષ રસ રહેશે. વ્યક્તિગત લગતા કોઈપણ કાર્યને કરતાં પહેલાં એના અંગે સંપૂર્ણ રિસર્ચ કરો અને એના પોઝિટિવ અને નેગેટિવ સ્તર પર વિચાર કરીને જ શરૂ કરો.

નેગેટિવઃ– કોઈ નજીકના મિત્ર સાથે ગેરસમજને કારણે સંબંધો ખરાબ થઇ શકે છે. જો જમીનને લગતા કોઇ કામ થઇ રહ્યા નથી તો તેના અંગે વધારે લાભની આશા કર્યા વિના જ એ કાર્યને પૂર્ણ કરી લો.

વ્યવસાયઃ– વ્યાવસાયિક સ્થળે ફેરફાર કરવાની જરૂર છે, જેથી તમારા કામમાં સુધારો આવે.

લવઃ– પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– બ્લડપ્રેશર તથા ડાયાબિટીસ લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખે.

વૃષભ

પોઝિટિવઃ– આજકાલ અધ્યાત્મિકક્ષેત્રમાં તમારો રસ તમારા સ્વભાવને વધારે પોઝિટિવ બનાવી રહ્યો છે. તમારાં બધાં કામ સમજી-વિચારીને તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવાની કોશિશ કરો. તમારા વિનમ્ર સ્વભાવને કારણે લોકો તમારા તરફ આકર્ષિત થશે.

નેગેટિવઃ– આજે કોઈ મુશ્કેલી તમારા ગળે પડી શકે છે. ઈર્ષ્યાની ભાવનાથી કોઇ નજીકની વ્યક્તિ જ તમારા પર આરોપ લગાવી શકે છે, પરંતુ નિશ્ચિત રહો, થોડા સમય પછી હકીકતનો ખુલાસો થઈ જશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં ભાવુકતાની જગ્યાએ પ્રેક્ટિકલ રીતે કાર્ય કરો, કેમ કે તમારા વિનમ્ર અને શાંતિવાળા સ્વભાવનો લોકો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન

પોઝિટિવઃ– ઘરમાં કોઈ માંગલિક કાર્યને લગતી યોજના તથા મહેમાનોની આગતા-સ્વાગતામાં સમય પસાર થશે. તમારામાં ઉત્સાહ રહેશે. તમારો આજનો સમય ઘરની વ્યવસ્થા જાળવી રાખવામાં પસાર થશે.

નેગેટિવઃ– ખર્ચના મામલે વધારે દરિયાદિલી રાખશો નહીં, નહીંતર બજેટ ખરાબ થઇ શકે છે અને પસ્તાવું પડશે. ઘરના કોઇ વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી ચિંતા રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સહયોગીઓ તથા કર્મચારીઓનો પૂર્ણ સહયોગ રહેશે.

લવઃ– ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇપણ પ્રકારનાં જોખમી કાર્યો કરવાથી બચવું.

કર્ક

પોઝિટિવઃ– આજે બપોર પછી લાભની સ્થિતિ બની રહી છે, એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો. તમે તમારા પોઝિટિવ તથા સંતુલિત વિચાર દ્વારા યોજનાબદ્ધ રીતે બધા કાર્યોને ગતિ આપશો.

નેગેટિવઃ– કોઇ મિત્ર કે બહારની વ્યક્તિ પાસેથી રૂપિયાની લેવડ-દેવડ કરતા સમયે વાદ-વિવાદની સ્થિતિ ઊભી થઇ શકે છે, પરંતુ પરેશાન થવાની જરૂરિયાત નથી. થોડી સાવધાનથી બધું જ ઠીક થઇ જશે.

વ્યવસાયઃ– શેરબજાર તથા સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા લોકો આજે સાવધાન રહે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ નાની વાતને લઇને ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવની સમસ્યા રહેશે.

સિંહ

પોઝિટિવઃ– આજે કામ વધારે રહેશે, પરંતુ સફળતા પણ પ્રાપ્ત થશે. વધારે ઉત્સાહના કારણે તમે થાક ભૂલી જશો. મહેમાનની આગતા-સ્વાગતા તથા મોજમસ્તીમાં સમય પસાર થશે.

નેગેટિવઃ– કાકાનાં ભાઇ-બહેન સાથે કોઇ પ્રકારે સંબંધ ખરાબ થાય નહીં એનું ધ્યાન રાખો, કેમ કે એને કારણે અકારણ જ તણાવ થઇ શકે છે. અન્યના કારણે તમને થોડી આર્થિક સમસ્યાઓ પણ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– ભાગ્ય તમારાં કાર્યોમાં સાથ આપશે. કોઇના પર નિર્ભર રહેવાની અપેક્ષા, જાતે જ તમારા કાર્યને ગતિ આપો.

લવઃ– આખો દિવસ વ્યસ્ત રહેવા છતાં તમે પરિવારના લોકો સાથે સારો સમય પસાર કરશો.

સ્વાસ્થ્યઃ– કામ વધારે રહેવાથી થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– યુવા વર્ગને પોતાની મહેનતનાં શુભ પરિણામ પ્રાપ્ત થશે. આજે તમે તમારો સમય સમાજસેવી સંસ્થાઓની મદદ કરવામાં પસાર કરશો. તમારી હાજરી જરૂરિયામંદને સુકૂન અને આશાવાદી વાતાવરણ આપશે.

નેગેટિવઃ– સંબંધોને કાયમ રાખવા માટે સમજદારી અને ધૈર્યની જરૂરિયાત છે. કેમ કે, ભાઇઓ સાથે કોઇ પ્રકારના મનમુટાવની સ્થિતિ બની રહી છે. વિદ્યાર્થી વર્ગ પોતાના અભ્યાસથી ધ્યાન ભટકાવીને મોજ-મસ્તીમાં સમય પસાર કરે નહીં.

વ્યવસાયઃ– વેપારમાં માર્કેટિંગને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપ તથા તમારા સંપર્ક સૂત્ર વધારો.

લવઃ– પરવારના કોઇ વ્યક્તિની ઉપલબ્ધિથી ઘરમાં સારું વાતાવરણ જળવાશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– પરિવારમાં કોઇ લગ્ન યોગ્ય વ્યક્તિ માટે આજે સારો સંબંધ આવી જવાથી ઘરમાં સારું વાતાવરણ જળવાયેલું રહેશે. સમયમાં પોઝિટિવ પરિવર્તન આવી રહ્યા છે. જરૂરિયામંદ તથા વડીલોની સેવા અને દેખરેખમાં પણ તમારો રસ રહેશે.

નેગેટિવઃ– જો કોઇ પ્રકારની યાત્રાની યોજના બની રહી છે તો તેને ટાળો. કેમ કે, કોઇ પ્રકારના નુકસાન થવાની આશંકા જોવા મળી રહી છે. ઘરમાં આવેલાં કોઇ સંબંધી સાથે ખોટો વાદ-વિવાદ કરશો નહીં.

વ્યવસાયઃ– ખર્ચ સાથે-સાથે આવકની પણ સ્થિતિ સારી રહેશે.

લવઃ– ઘરમાં વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ખર્ચ વધારે રહેશે પરંતુ આ ખર્ચ સારી ભવિષ્યને લગતી શુભ યોજનાઓ માટે હશે એટલે ગભરાશો નહીં. ધર્મ-કર્મના મામલે રસ રહેશે. બાળકોની કોઇ ગતિવિધિથી તમે પોતે ગર્વ અનુભવ કરશો.

નેગેટિવઃ– તમારા શંકાવાળા સ્વભાવ ઉપર કંટ્રોલ કરવાની જરૂરિયાત છે. કેમ કે, આ સ્વભાવના કારણે તમારા અને કામ ખરાબ થઇ શકે છે. તમારી ઇચ્છા પૂર્તિ માટે કોઇપણ પ્રકારનું રિસ્ક લેવાની પ્રવૃત્તિથી દૂર કરો.

વ્યવસાયઃ– વેપારમાં આજે વધારે આવકની શુભ સ્થિતિ બનશે.

લવઃ– જીવનસાથી સાથે નાણાકીય મુદ્દાઓને લઇને થોડો વિવાદ થશે.

સ્વાસ્થ્યઃ– ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે.

ધન

પોઝિટિવઃ– આજે ધન પ્રાપ્તિ સાથે ખર્ચની પણ સ્થિતિ રહેશે. આ ખર્ચ પારિવારિક સુખ સાધનો ઉપર થવાના કારણે સુખ પ્રદાન થશે. બાળકોની વ્યક્તિગત સમસ્યાઓને સાંભળો અને તેમનું સમાધાન કરીને તેમના આત્મવિશ્વાસને વધારો.

નેગેટિવઃ– દિવસની શરૂઆતમાં થોડી તણાવની સ્થિતિ રહેશે. ધીમે-ધીમે બધું સામાન્ય થતું જશે. માત્ર તમે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. ભાઇઓ સાથે સંબંધ જાળવી રાખો.

વ્યવસાયઃ– નોકરી તથા વેપારમાં તમારા કાર્યો પ્રત્યે સજાગ રહો.

લવઃ– પારિવારિક સબંધ સારા જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

મકર

પોઝિટિવઃ– પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ બનશે તથા શાંતિ પણ અનુભવ થશે. પ્રોપર્ટીના લેવડ-દેવડને લગતી યોજનાઓ પણ થઇ શકે છે. ક્યાંકથી કોઇ કિંમતી ભેટની પ્રાપ્તિ થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધીના દુઃખદ સમાચાર મળવાથી મન નિરાશ રહેશે અને મનમાં નકારાત્મક વિચાર પણ જન્મ લેશે. તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– ઘરનું વાતાવરણ અનુશાસન પૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવો અને સોજા થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– થોડા સમયથી તમને એવું અનુભવ થઇ રહ્યું છે કે ભાગ્ય સાથ આપી રહ્યું નથી. પરંતુ આજે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. પરેશાનીઓથી રાહત મળશે. કોઇ પોલિસી વગેરે મેચ્યોર થવાના કારણે ધનને લગતી થોડી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ– તમારા ઉત્તેજિત તથા ચીડિયા વ્યવહાર ઉપર કંટ્રોલ રાખો. ભાઇ-બહેન કે કોઇ નજીકના મિત્ર સાથે વાદ-વિવાદની સ્થિતિ બની શકે છે. તમારા વ્યવહારમાં લચીલાપણું લાવો.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવાની કોશિશ કરો.

લવઃ– પતિ-પત્ની એકબીજા પ્રત્યે સંવેદનશીલ વ્યવહાર રાખશે.

સ્વાસ્થ્યઃ– થાક અને આળસ હાવી થઇ શકે છે.

મીન

પોઝિટિવઃ– વ્યવસ્થા હોવા છતાં તમે તમારા માટે તથા પરિવાર માટે સમય કાઢશો. કંઇક નવું કરવાનો ઉમંગ અને જોશ રહેશે. ધર્મ તથા અધ્યાત્મમાં રસ જાગૃત થશે. વિદ્યાર્થીઓના કરિયરને લગતી પરીક્ષાનું પોઝિટિવ પરિણામ મળવાથી આનંદ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આજે કોઇની સાથે વાત વિના ઝઘડો કરશો નહીં. સંબંધોમાં તિરાડ ઊભી થઇ શકે છે. લોટરી, જુગાર, સટ્ટા જેવા કાર્યોથી દૂર રહો, કેમ કે, વધારે નુકસાન થવાની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં પોતાના ઉપર કોઇપણ પ્રકારની આળસ અને બેદરકારીને હાવી થવા દેશો નહીં.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે મહેનત અને પરિશ્રમના કારણે થાક રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here