7 ઓક્ટોબરનું રાશિફળ : બુધવારનો દિવસ ભાગ્યની દૃષ્ટિએ શુભકારી રહેશે, જાતકોએ દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહેવું

0
4

મેષ

પોઝિટિવઃ– તમે બીજા લોકોની આશા રાખ્યા વિના જાતે જ તમારા નિર્ણયો ઉપર વિશ્વાસ રાખો. તમને અવશ્ય જ સફળતા પ્રાપ્ત થશે. જો વારસાગત સંપત્તિના ભાગલાને લઇને કોઇ વિવાદ ચાલી રહ્યો છે તો તેનો ઉકેલ લાવવાનો યોગ્ય સમય આવી ગયો છે.

નેગેટિવઃ– નજીકના સંબંધી સાથે કોઇ પ્રકારનો વાદ-વિવાદ થવાની સંભાવના છે. તમારે તમારા સ્વભાવ અને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી છે. તમારો અધિકાર અને ઉત્તેજિત વર્તન અન્યને નુકસાન પહોંચાડી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં હાલ વર્તમાન સ્થિતિઓ ઉપર જ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ– ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને શરીરમાં દુખાવાની સ્થિતિ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદમાં પસાર થઇ શકે છે. આવું કરાવાથી તમને હાર્દિક સુખ પ્રાપ્ત થશે. કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમને એવું અનુભવ થશે કે માનવ જીવનનો સાચો અર્થ શું છે?

નેગેટિવઃ– કોઇપણ જગ્યાએ મહત્ત્વપૂર્ણ વાતચીત કરતી સમયે કઠોર શબ્દોનો પ્રયોગ કરશો નહીં. તેનાથી તમારા માન-સન્માનને હાનિ થવાની સંભાવના છે. તમારા ઉપર કોઇ ખોટો આરોપ લાગ્યો છે અથવા કોઇ તમારા અંગે ખોટી અફવાહ ફેલાવી શકે છે.

વ્યવસાયઃ– કમીશન, વીમા, શેર વગેરેને લગતાં વ્યવસાયમાં ફાયદાકારક ગતિવિધિઓ રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– વાયરલ તાવ અને ઉધરસ થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– ઘરમાં માંગલિક કાર્યને લગતી યોજના બનશે. શોપિંગ વગેરેમાં પણ સમય પસાર થશે. પારિવારિક અવ્યવસ્થાને યોગ્ય કરવા માટે તમે પ્રયાસ કરશો અને તમે સફળ પણ રહેશો.

નેગેટિવઃ– બાળકોને લગતી કોઇ પ્રકારની ચિંતા રહેશે. પાડોસીઓ સાથે કોઇ વાતને લઇને મનમુટાવ અને ઝઘડાની સ્થિતિ ઊભી થઇ શકે છે. ફાલતૂ વાતો ઉપર ધ્યાન ન આપીને તમારા કામથી મતબલ રાખો.

વ્યવસાયઃ– આજે વ્યક્તિગત કાર્યોના કારણે તમારા વેપાર ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– પરિવારના સભ્યોમાં એકબીજાનો સહયોગ રહેશે તથા હળી-મળીને કામ કરવાથી પ્રેમ પણ વધશે.

સ્વાસ્થ્યઃ– તમારા સ્વભાવનું વિશેષ ધ્યાન રાખો. કેમ કે, સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય ઉત્તમ નથી.

કર્ક

પોઝિટિવઃ– આજે પ્રકૃતિ તમને કોઇ સારો અવસર આપી શકે છે. એટલે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. અન્યની ઉપર વધારે નિર્ભર રહેવાની જગ્યાએ તમે તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. યાદ રાખો કે, સમય પ્રમાણે કરેલાં કાર્યોના પરિણામ ઉત્તમ હોય છે.

નેગેટિવઃ– તમારા અહંકારને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. અનેકવાર વધારે વિચારીને કામ કરવાથી તમારા હાથમાંથી અનેક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ સરકી શકે છે. એટલે તમારા કાર્યોને પૂર્ણ લગન અને ઊર્જા સાથે સંપન્ન કરો.

વ્યવસાયઃ– છેલ્લાં થોડાં સમયથી તમારી કાર્યપ્રણાલીમાં જે ફેરફાર આવ્યો છે તેના સારા પરિણામ મળવાના શરૂ થઇ જશે એટલે ઉતાવળ કરશો નહીં.

લવઃ– જીવનસાથી સાથે કોઇ વાતને લઇનો હળવો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– દવાની જગ્યાએ કસરત ઉપર વધારે ધ્યાન આપો.

સિંહ

પોઝિટિવઃ– કોઇ નજીકના સંબંધીની સમસ્યા ઉકેલ કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. તેનાથી તમારી છાપ તથા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે. ઘરની જરૂરિયાતોને લઇને માર્કેટમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– કોઇને કોઇ સમયે થાકના કારણે નબળાઇ અનુભવ કરશો. તમારી કાર્ય ક્ષમતામાં કોઇ ઘટાડો આવશે નહીં. આવકના સ્ત્રોત ઓછા રહેશે પરંતુ ખર્ચ તો રહેશે જ. એટલે બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– ધનને લગતા મામલાઓમાં કોઇ પ્રકારનો સમજોતો કરશો નહીં કે કોઇના ઉપર વધારે વિશ્વાસ કરશો નહીં.

લવઃ– ઘણાં સમય પછી પારિવારિક અને મનોરંજનને લગતાં કાર્યક્રમ બનવાથી બધા લોકો સુખનો અનુભવ કરશે.

સ્વાસ્થ્યઃ– સિઝનમાં ફેરફારના કારણે માથાનો દુખાવો અને તાવ રહેશે.

કન્યા

પોઝિટિવઃ– કોઇ જગ્યાએથી સારા અને શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જેનાથી દિવસ સારો પસાર થશે. નવા મકાનની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અથવા ફરીથી તમારા ઘરના રિનોવેશનની યોજના પણ બની શકે છે. તમારું કોઇ ધાર્મિક સંસ્થા માટે ધનને લગતું યોગદાન પણ રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, અતિ આત્મવિશ્વાસ અને ઇમોશનના કારણે તમારા બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. સાથે જ, ખોટાં ખર્ચ કરવાથી પણ બચવું. બિનજરૂરી ખર્ચને જ પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ– વેપારને લગતો વધારેમાં વધારે પ્રચાર કરવો ફાયદાકારક રહેશે. નવા પ્રભાવશાળી સંપર્ક પણ સ્થાપિત થશે.

લવઃ– પતિ-પત્ની સાથે મળીને ઘર અને વેપારને લગતાં કાર્યોને યોગ્ય રીતે સંપન્ન કરશે.

સ્વાસ્થ્યઃ– વારસાગત બીમારીને લગતો કોઇ રોગ ફરીથી થઇ શકે છે.

તુલા

પોઝિટિવઃ– આજે કોઇ કામના અચાનક બની જવાથી તમે વિજય પ્રાપ્ત કરવા જેવું સુખ અનુભવ કરશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમારું મનોબળ વધશે. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ વધશે.

નેગેટિવઃ– તમારા મોટાભાગના મહત્ત્વપૂર્ણ કામ દિવસના પહેલાં ભાગમાં પૂર્ણ કરવાની કોશિશ કરો. બપોર પછી તમારી કોઇ યોજના વિફળ થવાથી તણાવ રહેશે. કોઇના દ્વારા આપવામાં આવેલી સલાહનું અનુસરણ કરતાં પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરો.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારી હેઠળ કર્મચારીઓની વચ્ચે તમારો પ્રબાવ રહેશે તથા ઉત્પાદન ક્ષમતામાં પણ વૃદ્ધિ થશે.

લવઃ– જીવનસાથી અને પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– અચાનક સાંધામાં દુખાવો અને પેટમાં તકલીફ થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ- આજે તમાર દિનચર્યાથી અલગ નવી ક્રિયાઓ અને જ્ઞાનવર્ધક વાતોને શીખવામાં સમય પસાર કરો. જેની પોઝિટિવ અસર તમે તમારા વ્યક્તિત્વ જીવનમાં પણ અનુભવ કરશો. કોઇ સામાજિક સંસ્થામાં સારો સહયોગ કરવાના કારણે તમને સન્માનિત કરવામાં આવી શકે છે.

નેગેટિવઃ– આજે આર્થિક ગતિવિધિઓને લગતાં કાર્યો સ્થગિત કરવા પડી શકે છે. કોઇ નજીકના વ્યક્તિની અંતિમ યાત્રામાં સામેલ થવું પડી શકે છે. જેનાથી મનમાં થોડા વૈરાગ્યની સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક વિઘ્નો દૂર થશે પરંતુ આર્થિક સ્થિતિ મંદ રહેવાના કારણે આત્મવિશ્વાસ ડગમગી શકે છે.

લવઃ– અફેરના મામલે સાવધાન રહો.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો તથા મનોબળ ઘટી શકે છે.

ધન

પોઝિટિવઃ– પ્રતિષ્ઠિત લોકોને હળવું-મળવું ફાયદાકારક સાબિત થશે. કોઇ મોટું કામ બનાવની સંભાવના છે. થોડા સમયથી ચાલી રહેલાં પારિવારિક વિવાદ દૂર કરવાનો પ્રયાસ કરો. સમય યોગ્ય છે, તમને સફળતા મળશે.

નેગેટિવઃ– તમારા સ્વભાવને સરળ અને મધુર રાખો. કઠોર વ્યવહારના કારણે સમાજમાં તમારી છાપ ઉપર આંચ આવી શકે છે. બાળકોની સમસ્યામાં તેમના ઉપર ગુસ્સે થવાની જગ્યાએ તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. જેથી તેમનો આત્મવિશ્વાસ વધશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોમાં ધનને લગતું રોકાણ કરતી સમયે ઘરના વડીલોની સલાહ લો.

લવઃ– કુંવારા લોકો માટો કોઇ સારો સંબંધ આવે તેવી આશા છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મકર

પોઝિટિવઃ– અન્યની મદદ લેવાની અપેક્ષાએ તમારા નિર્ણયોને સર્વોપરિ રાખો, જેથી તમે સફળ રહેશો. આ સમયે ભાગ્ય તમને દરેક પરિસ્થિતિ સામે સરળતાથી લડવાની શક્તિ પ્રદાન કરી રહ્યું છે. એટલે તમારી ક્ષમતાનો ઉપયોગ કરો.

નેગેટિવઃ– બધી જવાબદારીઓ પોતાના ઉપર લેવાની જગ્યાએ તેને વહેંચતાં પણ શીખો. અન્યની સમસ્યાઓ પોતાના ઉપર લેવાથી તમારા કામ ખરાબ થઇ શકે છે અને સ્વાસ્થ્ય ઉપર પણ નેગેટિવ અસર થશે.

વ્યવસાયઃ– તમને તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે. એટલે સંપૂર્ણ ઊર્જા અને પરિશ્રમથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો.

લવઃ– પ્રેમ પ્રસંગોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ– કામની વચ્ચે આરામ પણ લેતાં રહો.

કુંભ

પોઝિટિવઃ– તમે સામાજિક કાર્યોમાં થોડું પોઝિટિવ કામ કરશો. લોકો તમારી આવડત અને યોગ્યતાની પ્રશંસા કરશે. ઘરમાં કોઇ નાનું મહેમાન આવે તેવા શુભ સમાચાર મળવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– વિદ્યાર્થી વર્ગ ખોટી સંગત તથા ખોટી આદતોથી અંતર જાળવી રાખે. કોઇ અનુભવ વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહનું અનુસરણ કરો. કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે મતભેદ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં તમારી કાર્યકુશળતા અને કાર્ય ક્ષમતામાં ઘટાડો આવી શકે છે.

લવઃ– કામકાજમાં ચાલી રહેલી શિથિલતાનો પ્રભાવ દાંપત્ય જીવન ઉપર પડવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મીન

પોઝિટિવઃ– પ્રોપર્ટીની ખરીદીને લગતી કોઇ યોજના ચાલી રહી છે તો તેના અંગે કોઇ પ્રકારની બેદરકારી ન કરો. આ સમયે ગ્રહ સ્થિતિઓ સન્માનજનક રહેશે. તમે જે કામ હાથમાં લેશો તેમાં તમને યોગ્ય સફળતા મળશે.

નેગેટિવઃ– આળસ અને મોજ-મસ્તીમાં સમય ખરાબ કરશો નહીં. કેમ કે, તેના કારણે તમે કોઇ મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ ગુમાવી શકો છો. દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. જીવનની વાસ્તવિકતાનો સામનો કરો. યોગ્ય રસ્તો પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ– માર્કેટિંગ તથા સંપર્ક સૂત્રો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– પતિ-પત્ની વચ્ચે મીઠો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ખરાબ આદતો તથા ખરાબ સંગતથી દૂર રહો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here