10 ઓક્ટોબરનું રાશિફળ : શનિવારે મીન જાતકોની ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે, ખોટાં ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું

0
0

મેષ

પોઝિટિવઃ- તમારી પ્રતિભા અને ઊર્જા દ્વારા દરેક પડકારનો સ્વીકાર કરો. ક્રિએટિવ પણ રહેશે. ખાસ કરીને મહિલા વર્ગ પોતાના ઘર તથા બહાર બંને જગ્યાએ સારું તાલમેળ જાળવી રાખશે. વિદ્યાર્થીઓ માટે સમય ફળદાયી રહેશે.

નેગેટિવઃ- આર્થિક મામલે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી સમયે બજેટનું ખાસ ધ્યાન રાખો. મિત્રો અને સંબંધીઓ સાથે કોઇપણ પ્રકારની આશા રાખશો નહીં. તમારી પરેશાનીઓનો જાતે જ ઉકેલ શોધો.

વ્યવસાયઃ- વેપારમાં આજે કોઇ મોટો સોદો તમને મળી શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- તમારા ખાનપાન, કસરત અને દિનચર્યાને એકદમ વ્યવસ્થિત રાખો.

વૃષભ

પોઝિટિવઃ- માનસિક અને આત્મિક સુખ-શાંતિનો અનુભવ કરશો. ઇચ્છિત કાર્ય સમયે પૂર્ણ થઇ જવાથી મન પ્રસન્ન રહેશે. જો તમે સ્વયંનો વિકાસ કરવા માંગો છો તો તમારે તમારા સ્વભાવમાં થોડું સ્વાર્થીપણું પણ લાવવું પડશે.

નેગેટિવઃ- જીવનમાં બધું જ હોવા છતાં એકલતાનો અનુભવ થશે. કોઇ અજાણી વસ્તુની શોધ અનુભવ થશે. પરંતુ થોડું મનન અને આત્મ વિશ્લેષણ કરવાથી તમે આ દુવિધાથી પોતાને બહાર લાવવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ- આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે પરંતુ સાથે જ ખર્ચ પણ વધારે રહેશે.

લવઃ- પારિવારિક લોકો સાથે ઘરની સજાવટને લગતી યોજના બનશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓનો સંકેત મળી રહ્યો છે.

મિથુન

પોઝિટિવઃ- આજે કોઇ લાભની યોજના ઉપર કામ શરૂ થઇ શકે છે. કામકાજ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવું એક પડકાર રહેશે. તમે બધું જ યોગ્ય રીકે કરી શકવામાં સક્ષમ રહેશો. આ દરમિયાન વિદ્યાર્થીઓને પણ અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. કોઇ દગો પણ થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ક્લેશ અને વાદ-વિવાદની સ્થિતિ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ- આજે મોટી ડીલ અથવા ઓર્ડર મળી શકે છે.

લવઃ- દાંપત્ય જીવનમાં તણાવની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- તાવ અને શારીરિક થાકને લગતી નાની-મોટી સમસ્યા રહેશે.

કર્ક

પોઝિટિવઃ- ઘરમાં કોઇ માંગલિક પ્રસંગ અને શુભ આયોજનનું પ્લાનિંગ બનશે. તમે તમારી બુદ્ધિ બળ દ્વારા અનેક કાર્ય તરત પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતાનું પણ સમાધાન મળવાથી માનસિક શાંતિ રહેશે.

નેગેટિવઃ- તમારા જ થોડાં નજીકના લોકો બનતાં કાર્યોમાં વિધ્ન કે અવરોધ પેદા કરી શકે છે. કોઇની વાતોમાં ન આવીને તમે તમારી કાર્ય ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. ખોટા કાર્યોમાં સમય ખરાબ ન કરીને મહત્ત્વપૂર્ણ કામને પ્રાથમિકતા આપો.

વ્યવસાયઃ- વેપારમાં થોડા નવા કાર્યો શરૂ કરવાને લગતી મહત્ત્વપૂર્ણ વાતચીત થઇ શકે છે.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ કાયમ રહેશે.

સ્વાસ્થ્યઃ- કામકાજમાં મહેનત અને પરિશ્રમના ચક્કરમાં તમે તમારું સ્વાસ્થ્ય ખરાબ કરી શકો છો.

સિંહ

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં છે. ભવિષ્યની યોજનાઓને લઇને છેલ્લી નીતિઓ ઉપર જ ચાલવું યોગ્ય રહેશે. કામની વ્યસ્તતા સિવાય પરિવાર અને મિત્રો વચ્ચે મોજમસ્તી અને હરવા-ફરવામાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ- બધું જ હોવા છતાં જીવનમાં થોડા અજીબ ફેરફારનો અનુભવ કરશો. ક્યારેક કામમાં મન લાગશે નહીં. કાનૂની મામલે સાવધાની જાળવો. આજે આ પ્રકારના મામલાઓ ટાળી જ દો.

વ્યવસાયઃ- સમય ભાગાદોડીનો અને વધારે કામનો રહેશે.

લવઃ- બાળકની તરફથી ચાલી રહેલી ચિંતાનું સમાધાન થશે.

સ્વાસ્થ્યઃ- કોઇપણ પ્રકારની ખરાબ આદત કે ખરાબ સંગતથી દૂર રહો.

કન્યા

પોઝિટિવઃ- વર્તમાન સમય સન્માન સૂચક છે. તમારા કામના વખાણ થશે તથા તમારી લોકપ્રિયતાનો ગ્રાફ ઉપર તરફ ચઢશે. સાથે જ, સંપર્કોની સીમા પણ વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે.

નેગેટિવઃ- આર્થિક પરિપ્રેક્ષ્યમાં હાલ કોઇ પોઝિટિવ પરિણામ મળી શકશે નહીં. ખર્ચમાં કોઇ પ્રકારનો ઘટાડો ન આવવાથી આર્થિક સ્થિતિ થોડી ખરાબ થઇ શકે છે. આ સમયે અનેક મામલે તમારે સંયમ અને ધૈર્યથી કામ લેવું જોઇએ.

વ્યવસાયઃ- વેપારમાં થોડાં ઠોસ નિર્ણય લેશો, જે પોઝિટિવ રહેશે.

લવઃ- ઘર-પરિવારમાં પ્રેમનું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઇ તથા સાંધામાં દુખાવાની સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

તુલા

પોઝિટિવઃ- તમારી આસપાસનું વાતાવરણ સુખદ રહેશે. અટવાયેસાં કામ આ સમયે પૂર્ણ થઇ જશે. યોગ્ય સમયે જ યોગ્ય નિર્ણય લેવો તમારા ભાગ્યને મજબૂત બનાવશે. તમારા પરિજનો સાથે બેસીને તમારા દુઃખ વ્યક્ત કરો.

નેગેટિવઃ- જો કામમાં મુશ્કેલી આવી રહી છે, તો તેનું કારણ તમારા અનુભવમાં ખામી હોઇ શકે છે. ઘરમાં નાની-નાની વાતોને લઇને વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. કોઇ ઘનિષ્ઠ વ્યક્તિ સાથે કોઇ અપ્રિય ઘટના બને તેવી સંભાવના છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં દરેક કામને સાદગી અને ગંભીરતાથી લો. થોડી બેદરકારીનું પરિણામ નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

લવઃ- ઘર-પરિવારનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ જેમ કે, શરદી અને તાવ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ- ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે. પરિજનો તરફથી કોઇ ચિંતા પણ પૂર્ણ થઇ જશે. સ્વયંને ઊર્જા અને સાહસથી પરિપૂર્ણ અનુભવ કરશો. યુવાવર્ગને વિભાગીય પરીક્ષા, નોકરી વગેરેને લગતાં કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે.

નેગેટિવઃ- નજીકના સંબંધીઓ સાથે વાતચીત કરતી સમયે મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે સ્વભાવમાં થોડો ગુસ્સો અને ચીડિયાપણું જેવી સ્થિતિનો સામનો કરવો પડશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં વધારે મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક સભ્યોનો ભરપૂર સાથ અને સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- પેટનો દુખાવો અને પાચન તંત્રની તકલીફ રહેશે.

ધન

પોઝિટિવઃ- આજે સમય સામાન્ય ફળદાયક છે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. કોશિશ કરવાથી મનગમતાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. વધારે લાભ તો થશે નહીં, પરંતુ નુકસાન પણ થશે નહીં. બાળકોના કાર્યોમાં તમારો પૂર્ણ સહયોગ રહેશે તથા તમે શ્રેષ્ઠ માતા-પિતા પણ સાબિત થશો.

નેગેટિવઃ- ખોટી મુંજવણમાં પડીને તમારો સમય ખરાબ કરશો નહીં. નહીંતર આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. ઘરના વડીલ સભ્યનું સ્વાસ્ત્ય ખરાબ થઇ શકે છે, તેમનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારે તમારી વાણી તથા વ્યવહારમાં વધારે મધુરતા લાવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વેપારમાં આજે થોડી સમસ્યાઓ સામે આવશે. એક સમસ્યાને ઉકેલશો તો બીજી સમસ્યા આડે આવી શકે છે.

લવઃ- વ્યવસાયિક તણાવની અસર તમારા દાંપત્ય જીવન ઉપર પડી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય નબળું રહેશે.

મકર

પોઝિટિવઃ- જ્ઞાનવર્ધક સમય ચાલી રહ્યો છે. સાંસારિક કાર્યોને ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરો. તમારી ક્ષણતાઓને કરિયર, અધ્યાત્મ અને ધર્મની પ્રગતિમાં સારી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક અકારણ જ નાની વાત ઉપર ગુસ્સે થઇ જવું અને બાળકોને ખીજાવાની સ્થિતિ સ્વભાવમાં રહેશે. તમારી આ ખામીઓમાં સુધાર લાવવો અતિ જરૂરી છે.

વ્યવસાયઃ- વેપારમાં સફળતાદાયક સ્થિતિ રહેશે. તમારા કામની ગતિ વધશે.

લવઃ- લગ્નજીવનમાં સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કુંભ

પોઝિટિવઃ- પરિસ્થિતિઓ ધીમે-ધીમે તમારા પક્ષમાં થઇ રહી છે. કામનો ભાર વધારે હોવા છતાં તમે ઘર-પરિવારને પૂર્ણ સમય આપી શકશો. કોઇ મિત્ર કે સંબંધી પ્રત્યે ગેરસમજ પણ સમાપ્ત થઇ શકે છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહેનત કરો.

નેગેટિવઃ- ગુસ્સા અને આવેશમાં આવીને તમે તમારું બનેલું કામ ખરાબ કરી શકો છો. આર્થિક મુશ્કેલીઓ અને પરેશાનીઓ તમારા કામમાં આડે આવી શકે છે. કારણ વિના અન્યના મામલે દખલ કરશો નહીં.

વ્યવસાયઃ- કોઇ વિશેષ કાર્યને પૂર્ણ કરવા માટે તમને તમારી મહેનત અને પરિશ્રમનું પૂર્ણ પ્રતિફળ પ્રાપ્ત થશે.

લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- વાહન ચલાવતી સમયે કોઇપણ પ્રકારની બેદરકારી નુકસાનદાયક રહી શકે છે.

મીન

પોઝિટિવઃ- ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. સમાન વિચારધારાવાળા લોકો સાથે સંપર્ક બનશે. તમારું કોઇ ખાસ હુનર અને નોલેજના વખાણ થશે. તમારી પ્રતિભા લોકો સામે આવશે.

નેગેટિવઃ- રૂપિયા આવતાં પહેલાં જવાનો રસ્તો પણ તૈયાર રહેશે. એટલે ખોટાં ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. કોઇપણ પ્રકારની અનિશ્ચિનીય યાત્રા ટાળો. તમને કોઇ મહત્ત્વપૂર્ણ વસ્તુના ખોવાઇ જવા કે ચોરી થવાની શંકા રહેશે.

વ્યવસાયઃ- કાર્યસ્થળમાં થોડી ગેરસમજ અને વૈચારિક વિરોધના કારણે કામમાં અવરોધની સ્થિતિ રહેશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિ ભર્યું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘણાં સમયથી ચાલી રહેલી કોઇ શારીરિક પરેશાનીથી છુટકારો મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here