11 ઓક્ટોબરનું રાશિફળ : રવિવારે કુંભ જાતકોનો ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ રાખવો અને વડીલો પ્રત્યે સેવાભાવ તેમના આત્મવિશ્વાસમાં વધારો કરશે

0
0

મેષ

પોઝિટિવઃ– આ સમય લાભદાયક ગ્રહ સ્થિતિઓ બની રહી છે. આળસ છોડીને પૂર્ણ ઊર્જા અને આત્મવિશ્વાસથી તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો. આ સમય તમારા માટે નવી ઉપલબ્ધિઓ બનાવી રહ્યો છે. આવકના સ્ત્રોત પણ વધશે જેનાથી આર્થિક સ્થિતિ વધારે સારી થશે.

નેગેટિવઃ– બાળકોની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે તેમની સાથે થોડો સમય પસાર કરવો જરૂરી છે. કામ વધારે હોવાના કારણે ગુસ્સો અને ચીડિયાપણું હાવી થઇ શકે છે. આ સમય ધૈર્ય અને સંયમ જાળવી રાખવાનો રહેશે.

વ્યવસાયઃ– આજે વર્તમાન ગતિવિધિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો.

લવઃ– પતિ-પત્ની સાથે મળીને સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– તમારું પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સંતુલન જાળવી રાખવું પરિવારના સભ્યોને તણાવમુક્ત કરશે. આ સમય આર્થિક લાભની મહત્ત્વપૂર્ણ સંભાવનાઓ બની રહી છે. એટલે તમારા કાર્યોમાં મહેનત કરો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રાખશે તો સફળ થશે.

નેગેટિવઃ– કોઇ નવું રોકાણ કરતાં પહેલાં સંપૂર્ણ તપાસ કરો. પ્રોપર્ટીને લગતાં કાર્યોને આજે ટાળી દો. પેપર વર્ક કરતાં પહેલાં તે અંગે યોગ્ય તપાસ કરી લેવું જરૂરી છે.

વ્યવસાયઃ– પાર્ટનર સાથે સંબંધિત વ્યવસાયમાં થોડાં સમયથી ચાલી રહેલો તણાવ દૂર થશે.

લવઃ– જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ શારીરિક પરેશાનીથી રાહત મળશે.

મિથુન

પોઝિટિવઃ– અચાનક જ કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. મુલાકાત આર્થિક દૃષ્ટિએ લાભદાયક પણ સાબિત થશે. તમારો વિવેક અને ચતુરાઈથી કામ કરવું તમને ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. વિદ્યાર્થીઓની શિક્ષાને લગતી કોઇ મુશ્કેલી દૂર થવાથી તેમને રાહત મળશે.

નેગેટિવઃ– કોઇ વારસાગત સંપત્તિ મામલે તણાવ રહેશે. જેથી કોઇ નજીકના સંબંધી સાથે સંબંધ પણ ખરાબ થઇ શકે છે. તમારે તમારા શંકાવાળા સ્વભાવને બદલવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારું પૂર્ણ નિયંત્રણ રહેશે. તમારી પ્લાનિંગને કોઇ સામે જાહેર કરશો નહીં, નહીંતર તમારી કાર્યપ્રણાલીનો કોઇ અન્ય ફાયદો ઉઠાવી શકે છે.

લવઃ– ઘરની નાની-મોટી વાતોને વધારશો નહીં. યુવાઓના પ્રેમ સંબંધ વધારે મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કર્ક

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કંટાળાજનક દિનચર્યાના કારણે આજે તમે આરામ અને શાંતિપૂર્ણ રીતે દિવસ પસાર કરવાના મૂડમાં રહેશો. માનસિક શાંતિ માટે કોઇ ધાર્મિક સ્થળમાં જવાનો પ્રોગ્રામ બની શકે છે. આર્થિક સ્થિતિ ઉત્તમ બની રહેશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારું ધ્યાન ખોટી પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત થઇ શકે છે. એટલે જ્ઞાનવર્ધક તથા ઉત્તમ સાહિત્ય અભ્યાસમાં થોડો સમય પસાર કરો. તમારા વિચારોને પોઝિટિવ કાર્યો તરફ કેન્દ્રિત રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં હાલ યોગ્ય ફેરફાર આવે તેવી સંભાવના છે.

લવઃ– ઘરમાં નજીકના સંબંધીઓનું આગમન થવાથી વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી વ્યવસ્થિત દિનચર્યા તમને શારીરિક રૂપથી સ્વસ્થ રાખશે.

સિંહ

પોઝિટિવઃ– માનસિક સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે કોઇ નજીકના એકાંત સ્થાન અથવા ધાર્મિક સ્થળ પર અવશ્ય જાવ, જેથી ફરીથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો. યુવાવર્ગને પોતાના કાર્યોમાં સફળતા મળવાથી તણાવ દૂર થશે.

નેગેટિવઃ– તમારા કાર્યોમાં કોઇ પ્રકારનું વિધ્ન આવવાથી નજીકના મિત્રોની સલાહ અવશ્ય લો, તેનાથી કોઇને કોઇ ઉકેલ મળશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કામ કરતાં પહેલાં તમારી માનસિક સ્થિતિને સંયમિત અને રિલેક્સ કરો.

વ્યવસાયઃ– વ્યાપારિક ગતિવિધિઓ પહેલાની જેમ ચાલતી રહેશે. ક્યારેક કોઇ ખરાબ કામ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત થઇ શકે છે.

લવઃ– પારિવારિક સભ્યોનો તમને પૂર્ણ સહયોગ અને સમર્પણ મળશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આજે તમને તમારી કાર્ય કુશળતા દ્વારા આશા કરતાં વધારે લાભ પ્રાપ્ત થશે. વધારે વ્યસ્તતા હોવા છતાં તમે તમારા પરિવાર અને સગા-સંબંધીઓ માટે સમય કાઢશો. મનોરંજન અને મિત્રો સાથે સમય પસાર થશે.

નેગેટિવઃ– અર્થ વિનાની બદનામી અથવા ખોટો આરોપ લાગવાની સ્થિતિ બની રહી છે. જેથી નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર જ રહો. તમારા કોઇપણ પ્રકારના મહત્ત્વપૂર્ણ કાર્યોને તમારા વિવેક દ્વારા જ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ– મીડિયા અને સંપર્ક સૂત્રો દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર અને કરાર પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– ઘરની સમસ્યાઓને પતિ-પત્ની સાથે મળીને ઉકેલવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજે આરામ કરવાના મૂડમાં રહેશો તથા મનોરંજનમાં પણ સમય પસાર થશે. પ્રોપર્ટીને લગતાં કામને લઇને કોઇ નજીકની યાત્રાનો પ્લાન બનશે. ઘરના અનેક અટવાયેલાં કામ પૂર્ણ કરવામાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો તમારું જ કોઇ નજીકનું વ્યક્તિ તમારા પ્રત્યે ખોટી અફવાહ ફેલાવી અથવા આરોપ લગાવી શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે સમજી-વિચારીને કામ કરો. કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લો.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં સહયોગી તથા કર્મચારીઓ સાથે ચાલી રહેલો કોઇ જૂનો મતભેદ દૂર થશે.

લવઃ– કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો પ્રભાવ ઘરના વાતાવરણ ઉપર પડવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– તેલવાળા ભોજનના ગેસની સમસ્યા રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ઘરમાં ધાર્મિક કાર્યને લગતું કોઇ કામ પૂર્ણ થઇ શકે છે. જેથી ઘરમાં પોઝિટિવ ઊર્જા જળવાયેલી રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ મળશે. તેમનું માન-સન્માન અને આદર પણ જાળવી રાખો.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક તમારો ઉતાવળિયો અને ઉત્તેજિત સ્વભાવ તમારા અને તમારા પરિવારના લોકો માટે પરેશાની ઊભી કરી શકે છે. તેનાથી વાતાવરણ પણ નેગેટિવ રહેશે. એટલે તમારા વ્યવહારમાં વધારે ગંભીરતા લાવવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– મીડિયા અને કમ્પ્યુટર સાથે જોડાયેલાં વેપારમાં લાભદાયક સ્થિતિઓ બનશે.

લવઃ– પરિવારજનો સાથે મનોરંજનને લગતાં કોઇ પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

ધન

પોઝિટિવઃ– અન્ય પાસે આશા કરવાની અપેક્ષા તમારી મહેનત અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. તમને નિશ્ચિત જ સફળતા પ્રાપ્ત થશે. ઘરના વડીલ વ્યક્તિઓના માન-સન્માન અને સેવામાં કોઇપણ પ્રકારની ખામી આવવા દેશો નહીં. આજે અચાનક જ તમારી કોઇ કાર્ય સિદ્ધિ થઇ શકે છે, એટલે સાવધાન રહો.

નેગેટિવઃ– ક્યારેક વધારે પ્રાપ્તિની ઇચ્છા અને કામ પ્રત્યે ઉતાવળ તમારા માટે નુકસાનદાયક સાબિત થશે. વ્યવસ્થિત તથા સહજ રીતે તમારા કાર્યોને પૂર્ણ કરવાની કોશિશ કરો.

વ્યવસાયઃ– કમ્પ્યુટર, મીડિયા, માર્કેટિંગ વગેરે કાર્યો સાથે જોડાયેલાં વેપારમાં આજે સારો અવસર પ્રાપ્ત થશે.

લવઃ– જીવનસાથી સાથે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત કરો.

મકર

પોઝિટિવઃ– પોતાને તણાવમુક્ત અનુભવ કરવા માટે થોડો સમય બગીચાના કાર્યોમાં તથા પ્રકૃતિની નજીક પસાર કરો. જેથી તમને નવી ઊર્જા અને સ્ફૂર્તિની અનુભૂતિ થશે. કળાત્મક તથા રચનાત્મક કાર્યોને લગતાં રસને જાગૃત કરવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– બાળકની ગતિવિધિઓ ઉપર નજર રાખો. સમય રહેતાં યોગ્ય પગલાં ભરવાથી પરિસ્થિતિઓ સચવાઇ જશે. તમારી સમસ્યાઓના સમાધાન માટે કોઇ મિત્ર સાથે ચર્ચા-વિચારણાં કરવાથી તમને યોગ્ય ઉકેલ મળી શકે છે.

વ્યવસાયઃ– જો વ્યવસાયને લગતું કોઇ નવું કામ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તેના ઉપર તરત અમલ કરો.

લવઃ– ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં જીવનસાથીનો વિશેષ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે થાકના કારણે માઇગ્રેન તથા સર્વાઇકલનો દુખાવો થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– તમારું ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ રાખવું તથા વડીલો પ્રત્યે સેવા ભાવ તમારા મનોબળ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા ભાગ્યોદયનું નિર્માણ કરી રહી છે. તેનો અનુભવ કરો.

નેગેટિવઃ– ભાવનાત્મક રૂપથી તમે પોતાને નબળા અનુભવ કરશો. પારિવારિક લોકો સાથે વાતચીત અને મનોરંજનને લગતી ગતિવિધિઓમાં સમય પસાર કરો, જેથી તમને નવી ઊર્જા અને આત્મબળ મળશે તથા તમારા કાર્યો પ્રત્યે એકાગ્રચિત્ત થઇ શકશો.

વ્યવસાયઃ– ટૂર એન્ડ ટ્રાવેલ્સ તથા મીડિયાને લગતાં કાર્યોમાં વધારે નફાની સ્થિતિ બની શકે છે.

લવઃ– પતિ-પત્નીના એકબીજાના સંબંધોમાં યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– કોઇ પ્રકારના ભાવનાત્મક આઘાતની અસર સ્વાસ્થ્ય ઉપર પડશે.

મીન

પોઝિટિવઃ– આજે કોઇપણ મહત્ત્વપૂર્ણ કામ કરતાં પહેલાં ઘરના સભ્યોનો સહયોગ લો. તેમની સલાહ તમારા માટે ભાગ્યોદય દાયક રહેશે. આર્થિક પક્ષ પણ મજબૂત થશે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર થશે.

નેગેટિવઃ– બાળકોની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં. તેમની સંગત અને ક્રિયાઓ ઉપર નજર રાખવી જરૂરી છે. ભાઇઓ સાથે ચાલી રહેલો વાદ-વિવાદ વડીલોની સલાહથી ઉકેલાઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં થોડા ફેરફારની જરૂરિયાત છે.

લવઃ– પતિ-પત્નીનો એકબીજાનો સહયોગાત્મક વ્યવહાર સંબંધોમાં નિકટતા લાવશે.

સ્વાસ્થ્યઃ– કામ વધારે હોવાથી થાક અને પગમાં દુખાવો થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here