13 ઓક્ટોબરનું રાશિફળ : મંગળવારે મેષ અને મકર જાતકો માટે ગ્રહ-સ્થિતિ અનુકૂળ રહેશે, વિવાદોથી દૂર રહેવાની કોશિશ કરવી

0
0

મેષ

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ સ્થિતિઓ પરિવર્તનદાયક બની રહી છે. જો તમે ઘરની દેખરેખ કે સમારકામને લગતાં કોઇ પ્લાનિંગ કરી રહ્યા છો તો આ કાર્યો માટે સમય ખૂબ જ યોગ્ય છે. પરિવાર અને મિત્રો સાથે મનોરંજન તથા ડિનર પર જવામાં સમય પસાર થશે.

નેગેટિવઃ– મોસાળ સાથે સંબંધોમાં કોઇ પ્રકારના વિવાદ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારા સ્વભાવને સહજ અને સંયમિત જાળવી રાખશો તો સારું રહેશે. નજીકના સંબંધીઓ સાથે કોઇ પ્રકારની અણધારી ઘટના ઘટવાના કારણે ચિંતા રહેશે.

વ્યવસાયઃ– કાર્યસ્થળ પર બધા કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે. સહયોગી તથા કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ રહેશે.

લવઃ– પ્રેમ સંબંધોને પરિવારના લોકોની મંજૂરી મળવાથી જલ્દી લગ્ન થવાની શક્યતાઓ છે.

સ્વાસ્થ્યઃ– એસિડિટી અને ગરમીના કારણે બેચેની રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– તમને કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવશો તો તમે કાર્યમાં થતી ભૂલથી બચી જશો. બાળકો સાથે મનોરંજનમાં સમય પસાર થશે. સાથે જ કોઇ નવા કામની પહેલી આવક આવવાથી પ્રસન્નતા અને ઉત્સાહ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ– ભાઇઓ તથા નજીકના સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવાની સ્થિતિ બની રહી છે. એટલે થોડું સાવધાન રહો. બહારની ગતિવિધિઓમાં સમય પસાર થશે. પરંતુ તેનાથી કોઇ યોગ્ય પરિણામ પ્રાપ્ત થઇ શકશે નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં ઈગોના કારણે થોડી મુશ્કેલીઓ રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને ગળામાં ઇન્ફેક્શનની પરેશાની રહેશે.

મિથુન

પોઝિટિવઃ– તમે તમારી બૌદ્ધિક ક્ષમતા અને વ્યવહાર કુશળતા દ્વારા થોડાં એવાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત કરશો જેના કારણે સમાજ અને નજીકના સંબંધીઓ વચ્ચે માન-સન્માન વધશે. તમારી અંદર વધારે આત્મવિશ્વાસ જાગૃત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, કોઇ જૂનો મુદ્દો ઉભરી શકે છે જેના કારણે કોઇ નજીકના વ્યક્તિ સાથે સંબંધ ખરાબ થવાની આશંકા છે. અન્યના મામલે દખલ કરશો નહીં. ઘરના વડીલોની સલાહ તમારા માટે વધારે સહાયક રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે તમારું હાજર રહેવું ખૂબ જ જરૂરી છે. કેમ કે, ત્યાંની વ્યવસ્થામાં થોડી ખામી રહેશે.

લવઃ– જીવનસાથીનો સહયોગ અને સલાહ તમારા મનોબળને વધારશે.

સ્વાસ્થ્યઃ– તમારા વિચારોને પોઝિટિવ જાળવી રાખો.

કર્ક

પોઝિટિવઃ– પારિવારિક તથા વ્યક્તિગત ગતિવિધિઓને યોગ્ય રીતે રાખવા માટે થોડી યોજનાઓ બનાવો અને તેમાં તમે સફળ પણ રહેશો. બાળકોના કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળવાથી ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું ક્યારેક પરિવારના લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. એટલે તમે તમારા વ્યવહારમાં થોડું લચીલાપણું જાળવી રાખો. મામા પક્ષ અને બાળકો સાથેના સંબંધોમાં કોઇ પ્રકારની ખટાશ ઊભી થાય નહીં તેનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કોઇ સરકારી કે પ્રાઇવેટ કંપની દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી મળી શકે છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણના કારણે કોઇ ઇન્ફેક્શન થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– તમારો પ્રભાવશાળી અને શાંતિ પ્રિય વ્યક્તિત્વ જેવો ગુણ અનેક મામલે એક અસ્ત્રનું કામ કરશે. આર્થિક સમસ્યાઓથી રાહત મળશે. સાથે જ કોઇ અટવાયેલાં રૂપિયા પણ મળી જશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓએ સાવધાન રહેવું, તેમના અભ્યાસ પ્રત્યે બેદરકારી તેમના પરિણામને ખરાબ કરી શકે છે. સોશિયલ મીડિયા અને ફાલતૂ વાતોમાં આવીને કરિયર સાથે કોઇપણ પ્રકારનો સમજોતો કરશો નહીં.

વ્યવસાયઃ– નવા વેપારને શરૂ કરવા અથવા વર્તમાન વ્યપારના વિસ્તારને લગતી થોડી નવી યોજનાઓ બનાવી રહ્યા છો તો એકવાર ફરી વિચાર કરવાની જરૂરિયાત છે.

લવઃ– ઘરના બધા સભ્યોનો એકબીજા સાથે સારો તાલમેલ રહેશે.

સ્વાસ્થ્યઃ– તણાવ તથા સિઝનલ બીમારીથી થોડું સાવધાન રહો.

કન્યા

પોઝિટિવઃ– તમારું યોજનાબદ્ધ રીતે તમારી દિનચર્યા અને કાર્યોને કરવું તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે. બાળકોની ભાવનાઓને સમજીને તેમની ગતિવિધિઓમાં મદદ કરવી તેમને ભાવનાત્મક તાકાત આપશે.

નેગેટિવઃ– કોઇ બહારના વ્યક્તિની દખલના કારણે તમારા થોડાં કામમાં મુશ્કેલીઓ આવી શકે છે. અન્યની અપેક્ષાએ પોતાની કાર્ય ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો. આજે કોઇપણ પ્રકારની યાત્રા ટાળો.

વ્યવસાયઃ– વેપારમાં કોઇપણ પ્રકારની ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમારા કામને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરો

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ વાતને લઇને બેદરકારી ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને ગળાને લગતી કોઇ પરેશાનીને નજરઅંદાજ કરશો નહીં.

તુલા

પોઝિટિવઃ– થોડી વિપરીત પરિસ્થિતિઓ સામે આવશે. પરંતુ તમે તેનો સામનો કરવામાં પણ સક્ષમ રહેશો. આજે તમે તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ અને ઊર્જા અનુભવ કરશો. અંગત સંપર્કોના માધ્યમથી અનેક પર્સનલ કામ યોગ્ય રીતે સંપન્ન થઇ જશે.

નેગેટિવઃ– ઇનકમ ટેક્સ સાથે સંબંધિત કોઇ ઝંઝટ ઊભી થઇ શકે છે એટલે આ કામને તરત જ પૂર્ણ કરો તો સારું રહેશે. ઉચ્ચ શિક્ષા હેતુ વિદ્યાર્થીઓએ કોઇ પ્રકારના વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. મંદી હોવા છતાં કારોબારમાં લાભદાયક સ્થિતિ બનશે.

લવઃ– પ્રેમ પ્રસંગોને પારિવારિક મંજૂરી મળવાથી માનસિક શાંતિ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– થોડા સમયથી અવ્યવસ્થિત દિનચર્યાના કારણે વજન વધશે અને આળસની સ્થિતિ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– કોઇપણ કામ કરતાં પહેલાં તેની રૂપરેખા જાળવી રાખવો તમારો વિશેષ ગુણ છે. તમે તમારા દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં વિશ્વાસ રાખો છો. તમારા આ જ ગુણના કારણે આજે તમને વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ સમયે ગ્રહોની ચાલ થોડી વિપરીત પરિણામ આપશે. તમે પોઝિટિવ દૃષ્ટિકોણ રાખીને આ સમયને સરળતાથી પાર કરી લેશો. એટલે ચિંતા કરશો નહીં.

વ્યવસાયઃ– હાલ વર્તમાન પરિસ્થિતિઓના કારણે ઉત્પાદનમાં ઘટાડો આવી શકે છે.

લવઃ– જીવનસાથીનો સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– એલર્જી અને ઉધરસની ફરિયાદ રહેશે.

ધન

પોઝિટિવઃ– પ્રોપર્ટીને લગતાં કાર્યોને કરવા માટે આજનો દિવસ સારો છે. જો સ્થાન પરિવર્તનની યોજના બનાવી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. સફળતા પ્રાપ્ત થશે. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી રાહત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, કોઇપણ નજીકના મિત્ર કે ભાઇઓ સાથે સંબંધ ખરાબ ન થાય. તણાવને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. તેની અસર તમારી કાર્ય ક્ષમતા ઉપર પડશે અને મહત્ત્વપૂર્ણ કામ પણ અટકી શકે છે.

વ્યવસાયઃ– સહયોગીઓ તથા કર્મચારીઓ સાથે મિત્રતાનો સંબંધ જળવાયેલો રહેશે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી વ્યવસ્થિત દિનચર્યા તમારા સ્વાસ્થ્યને ઉત્તમ જાળવી રાખશે.

મકર

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિઓ અનુકૂળ છે. અધ્યાત્મ અને ધાર્મિક કૃત્યો પ્રત્યે આસ્થા રહેશે. ઘરમાં નજીકના લોકો આવવાથી મનોરંજનમાં વાતાવરણ પસાર થશે. સાથે જ, સંબંધીઓ સાથે ચાલી રહેલાં વાદ-વિવાદ પણ દૂર થશે.

નેગેટિવઃ– આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. તમારી યોજના ઉપર વધારે વિચાર કરવામાં સમય પસાર ન કરો. આવું કરવાથી તમારી કાર્ય ક્ષમતા પ્રભાવિત થઇ શકે છે. તમારી યોજનાઓ અને ગતિવિધિઓને કોઇ સામે જાહેર કરશો નહીં.

વ્યવસાયઃ– વ્યવસાયિક કાર્યોને વધારે ધ્યાન પૂર્વક કરવાની જરૂરિયાત છે.

લવઃ– લગ્નજીવનમાં મધુરતા વધશે.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનના કારણે ગળું ખરાબ થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– તમારા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દામાં અસમંજસની સ્થિતિમાં પ્રિય મિત્ર પાસેથી સલાહ લો. તમને યોગ્ય સલાહ મળશે. કોઇ રાજનૈતિક પાવર પણ તમારા માટે મહત્ત્વપૂર્ણ રસ્તો ખોલી શકે છે.

નેગેટિવઃ– તમારા વ્યક્તિગત કાર્યમાં વ્યસ્તતાના કારણે તમારા સંબંધીઓને નજરઅંદાજ ન કરો. કેમ કે, સામાજિક જીવનને મધુર જાળવી રાખવું એટલું જ જરૂરી છે.

વ્યવસાયઃ– તમારા મહત્ત્વપૂર્ણ પેપર તથા ફાઇલોને યોગ્ય અને પૂર્ણ રાખો. આજે કોઇ કાર્યવાહી થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે,

સ્વાસ્થ્યઃ– વાઇરલ તાવ અને માથાનો દુખાવો રહેશે.

મીન

પોઝિટિવઃ– ગ્રહ સ્થિતિઓ તમારા જીવનમાં થોડાં વિશેષ પરિવર્તન લાવી રહી છે. આ પરિવર્તન તમારા માટે સારી ઉપલબ્ધિઓ પણ બનાવશે. સમયનો સદુપયોગ કરવો તમારી કાર્ય ક્ષમતા ઉપર પણ નિર્ભર કરે છે. કોઇપણ કામને યોગ્ય રીતે કરવાથી પરિણામ પણ સારા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– તમારા ઇગો અને ઉગ્ર સ્વભાવ તમારા બનતાં કાર્યોમાં પરેશાની ઊભી કરી શકે છે. અનેક વાર તમારે તેનું નુકસાન પણ ભોગવવું પડે છે. આજે પણ કોઇ અપરિચિત વ્યક્તિ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સહયોગી અને કર્મચારીઓનો પૂર્ણ સાથ મળશે.

લવઃ– કોઇ મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદો ફરી તાજી થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here