24 ઓક્ટોબરનું રાશિફળ : શનિવારે ગ્રહ ગોચર તથા ભાગ્ય મિથુન જાતકોના પક્ષમાં રહેશે, ઘરમાં કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે

0
11

મેષ

પોઝિટિવઃ– તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો

નેગેટિવઃ– બહારના વ્યક્તિઓ અને મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. એટલે તેમની વાતો ઉપર વિશ્વાસ કરશો નહીં પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખો.

વ્યવસાયઃ– વેપારમાં કોઇપણ પ્રકારના રિસ્ક લેશો નહીં. આ સમયે નુકસાન થવાની આશંકા છે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ પારિવારિક મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણના કારણે ડાયાબિટીઝ અને બીપીને લગતી પરેશાનીઓ વધી શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– મોટાભાગનો સમય ઘરની સજાવટ તથા દેખરેખને લગતાં કાર્યો અને ખરીદારીમાં પસાર થશે. ઘરના વડીલોની સેવા અને દેખરેખનું સંપૂર્ણ ધ્યાન રાખો. તેમના આશીર્વાદ અને સ્નેહ તમારા માટે સંજીવનીનું કાર્ય કરશે. ઘરમાં કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ આવી જવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમાં તેમના મન પ્રમાણે સફળતા ન મળવાથી નિરાશા રહેશે. તમારું મનોબળ જાળવી રાખો અને કોશિશ કરતાં રહો. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– તમામ નકારાત્મક પરિસ્થિતિઓના કારણે હાલ વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જાળવી રાખવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી તમે થોડાં અસ્વસ્થ અનુભવ કરશો.

મિથુન

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ ગોચર તથા ભાગ્ય તમારા પક્ષમાં છે. કોશિશ કરતાં રહો, તમારા મોટાભાગના કામ યોગ્ય રીતે પૂર્ણ થતાં જશે. જેનાથી મનને શાંતિ મળશે. પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે હળવા-મળવાનું રાખો.

નેગેટિવઃ– થોડાં લોકો ઇર્ષ્યાની ભાવનાથી તમારી પીઠ પાછળ તમારી આલોચના કરી શકે છે. આવા લોકોથી દૂર રહો, તેમની સાથે વિવાદ કરશો નહીં. ઘરના કોઇ વ્યક્તિના સ્વાસ્થ્યના કારણે ચિંતા રહી શકે છે.

વ્યવસાયઃ– આજે તમારો મોટાભાગનો સમય બહારની ગતિવિધિઓમાં તથા માર્કેટિંગના કાર્યોમાં પસાર થશે.

લવઃ- બાળકને કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થવાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– વારસાગત સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યા ઊભી થઇ શકે છે.

કર્ક

પોઝિટિવઃ– ઘરમા ખાસ સંબંધીઓના આવી જવાથી હર્યુભર્યું વાતાવરણ રહેશે. તમે તમારા વ્યક્તિત્વ અને વ્યવહારને નિખારવા માટે જે પ્રયાસ કરી રહ્યા છો, તેમાં તમે અવશ્ય સફળ થશો.

નેગેટિવઃ– તમારા વિરોધીઓ તમારા વિરૂદ્ધ કોઇ ષડયંત્ર કરી શકે છે. એટલે નાની-નાની વાતને પણ ઇગ્નોર કરશો નહીં. સાવધાન રહેવું. તમારા ગુસ્સા અને આવેગ ઉપર કંટ્રોલ રાખવો.

વ્યવસાયઃ– દિવસની શરૂઆતમાં થોડી ભાગદોડની સ્થિતિ રહી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે તથા પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે વ્યસ્તતાના કારણે થાક અનુભવ થશે.

સિંહ

પોઝિટિવઃ– તમારી યોગ્યતા લોકોની સામે જાહેર થશે એટલે લોકોની ચિંતા ન કરીને તમે તમારા મન પ્રમાણે કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો. પહેલાં તો અફવાહ ઉડશે. પરંતુ તમને ઉપલબ્ધિ પ્રાપ્ત થવાથી આ જ લોકો તમારા પક્ષમાં રહેશે.

નેગેટિવઃ– ક્યારેક તમારું મન વિચલિત થઇ જાય છે. એટલે તમારા મનને સંયમિત રાખવું. વિજય પ્રાપ્ત થવાથી ઈગો અને ઘમંડ તમારા ઉપર હાવી થઇ શકે છે. એટલે સાવધાન રહેવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં લગભગ બધા કામ વિના કોઇ વિઘ્ન પૂર્ણ થઇ જશે.

લવઃ– કોઇ વિપરિત લિંગના મિત્ર સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આજનું ગ્રહ ગોચર તમારા માટે લાભદાયક અને સુખની પરિસ્થિતિ લાવીને રહેશે. એટલે એકાગ્રચિત્ત થઇને તમારા કાર્યો ઉપર ધ્યાન આપો. આળસને હાવી થવા દેશો નહીં.

નેગેટિવઃ– ઘરમાં બાળકોના મિત્ર અને તેમની ગતિવિધિઓ ઉપર નજર રાખો. તેઓ કોઇ ખોટા રસ્તા પર જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. તેઓ સામે ગુસ્સો કરવાની જગ્યાએ તેમને સમજદારી અને શાંતિથી સમજાવો.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ થોડી સારી થતી જશે.

લવઃ– પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યોમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– સિઝનમાં ફેરફારની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

તુલા

પોઝિટિવઃ– આજે સમય અને ભાગ્ય તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે. જે પણ કામ હાથમાં લેશો તે કામ યોગ્ય રીતે પૂર્ણ થઇ જશે. જેથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે. વિદ્યાર્થી વર્ગને પણ તેમની મહેનત દ્વારા અચાનક જ કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે, વિત્તીય કાર્યોનો હિસાબ કરતી સમયે કોઇ પ્રકારની ગેરસમજ થઇ શકે છે. કોઇપણ દસ્તાવેજ અથવા પેપરને લગતાં કાર્યોમાં દખલ કરતાં પહેલાં યોગ્ય રીતે તપાસ કરી લો.

વ્યવસાયઃ– વેપામાં મેન્યુફેક્ચરિંગને લગતાં કાર્યો ઉપર વધારે સાવધાની રાખો.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– યોગ તથા કસરત ઉપર પણ વધારે સમય પસાર કરો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ઘરમાં માંગલિક કાર્યનું આયોજન થશે. કોઇ ધાર્મિક યાત્રાને લગતી યોજના પણ બનશે. કોઇ મહત્ત્વપૂર્ણ કે રાજનૈતિક વ્યક્તિ સાથે મુલાકાત થશે, જે તમારા માટે વધારે લાભદાયક સાબિત થઇ શકે છે.

નેગેટિવઃ– પરિવારના જ કોઇ વ્યક્તિના લગ્ન જીવનમાં થોડો તણાવ ઊભો થવાથી ચિંતા રહેશે. બહારના વ્યક્તિઓની દખલથી સમસ્યાઓ ફરી ખરાબ થઇ શકે છે. સાવધાન રહેવું.

વ્યવસાયઃ– આર્થિક રીતે આજનો દિવસ ઉત્તમ રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે કોઇ ગેરસમજને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો પરેશાન કરી શકે છે.

ધન

પોઝિટિવઃ– આજે તમારી આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. એટલે કોશિશ કરતાં રહો અને ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરો. રોકાણને લગતાં કાર્યો માટે પણ સમય ઉત્તમ રહેશે. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે તમારું નિસ્વાર્થ યોગદાન રહેશે.

નેગેટિવઃ– કોઇપમ પ્રકારના નકારાત્મક સંપર્ક સૂત્રોથી દૂર રહો. તમારી કોઇ ગુપ્ત વાત સાર્વજનિક થઇ શકે છે જેની ખરાબ અસર તમારા પરિવાર ઉપર પણ પડશે.

વ્યવસાયઃ– માર્કેટમાં તમારી યોગ્યતા અને પ્રતિભાના લોકો દિવાના થઇ જશે.

લવઃ– તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ અને ગતિવિધિઓમાં જીવનસાથીને સામેલ કરો.

સ્વાસ્થ્યઃ– ઘરના વડીલ વ્યક્તિઓના સ્વાસ્થ્યને લઇને બેદરકારી કરશો નહીં.

મકર

પોઝિટિવઃ– પ્રતિષ્ઠિત લોકો સાથે સંપર્ક લાભદાયક અને સન્માનજનક રહેશે. તેમની સાથે સમય પસાર કરો અને સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેવો તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર લાવશે. અટવાયેલાં મોટાભાગના કામ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– તમારા પોતાના જ મિત્ર તમારી પરેશાનીનું કારણ બની શકે છે. તેમની વાતો ઉપર વિશ્વાસ ન કરીને તમારી કાર્ય ક્ષમતા દ્વારા જ બધા નિર્ણય લેશો તો સારું રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતું નોલેજ ધરાવતાં વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો.

લવઃ– તમે તમારી વ્યસ્તતાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં.

સ્વાસ્થ્યઃ– થાકના કારણે માથાનો દુખાવો થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– લોકોની ચિંતા ન કરીને તમારા મન પ્રમાણે કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો. તમને સફળતા પ્રાપ્ત થશે. સામાજિક ગતિવિધિઓમાં આગળ વધીને ભાગ લેશો. જેનાથી થોડી નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારી માટે પરેશાની ઊભી કરવાની કોશિશ કરશે પરંતુ તેઓ સફળ થશે નહીં.

નેગેટિવઃ– ઘરના વડીલ લોકોની સલાહ ઉપર ધ્યાન આપો. તમને કોઇ મહત્ત્વપૂર્ણ સલાહ મળી શકે છે. જોકે, ભવિષ્યમાં સારી ફાયદાકારક સાબિત થશે. તમે તમારા મનને સંયમિત રાખો તથા ઈગોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વેપારમાં આજે ગ્રહ સ્થિતિઓ તમારા માટે વિશેષ રૂપથી સારો સમય આપી રહી છે.

લવઃ– પારિવારિક જીવન સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– ડાયાબિડિઝ તથા બ્લડ પ્રેશર સાથે સંબંધિત લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું.

મીન

પોઝિટિવઃ– આજે અચાનક જ કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના પ્રાપ્ત થશે. કોઇ અટવાયેલાં જમીન-જાયદાદને લગતાં કાર્યોમાં પણ સફળતા મળવાના યોગ છે. કોઇ વિશેષ વ્યક્તિ કે મિત્ર સાથે મુલાકાત તમને વધારે પ્રસન્ન કરશે.

નેગેટિવઃ– મનમાં થોડી અનહોની જેવી આશંકા થવાનો ભય રહેશે પરંતુ આ માત્ર તમારો ભ્રમ જ છે એટલે તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો.

વ્યવસાયઃ– તમને ઉચ્ચ અધિકારીઓ અને અનુભવી વ્યક્તિઓનો સહયોગ પ્રાપ્ત થશે

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને એસિડિટીના કારણે દિનચર્યા થોડી અસ્ત-વ્યસ્ત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here