27 ઓક્ટોબરનું રાશિફળ : મંગળવારે ગ્રહ સ્થિતિઓ ભાગ્યને મજબૂત બનાવશે, જાતકોએ સમયનો ભરપૂર ઉપયોગ કરવો

0
16

મેષ

પોઝિટિવઃ– આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ રહેશો.

નેગેટિવઃ– થોડો સમય તમારા પરિવારના લોકો અને નજીકના સંબંધીઓ માટે જરૂર કાઢવો. કોઇ સાથે મનમુટાવ જેવી સ્થિતિ ઊભી થઇ શકે છે. તમે તમારી સમજણ દ્વારા સંબંધોને ખરાબ થતાં બચાવી શકો છો.

વ્યવસાયઃ– માર્કેટિંગ તથા મીડિયાને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપો.

લવઃ– પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યો અને ડિનર માટે સમય કાઢવો યાદગાર ક્ષણમાં સામેલ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– થોડા સમયથી તમે સમાજ સેવા કાર્યો જેમ કે, જરૂરિયાતમંદ લોકોની દેખરેખમાં થોડો સમય પસાર કરો છો. તેનાથી સમાજમાં તમારી વિશેષ ઓળખ બની રહેશે. આજથી જ તેને લગતાં કાર્યો માટે તમને માન-સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આજે ભાવુકતામાં આવીને કોઇ સાથે ધનને લગતી લેવડ-દેવડ કરવાથી સંબંધોમાં કોઇ પ્રકારની કડવાશ આવી શકે છે. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં સ્થિતિ યથાવત રહેશે.

લવઃ– પરિવારનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– અયોગ્ય ખાનપાનના કારણે પેટ ખરાબ થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– આજે તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય તમારી હોબી અને રસના કાર્યો માટે કાઢો. તેનાથી તમને પોતાને ફ્રેશ અનુભવ કરશો. આવકના સાધનો યોગ્ય જળવાયેલાં રહેશે. એટલે આર્થિક રૂપથી કોઇ મુશ્કેલી આવશે નહીં.

નેગેટિવઃ– ક્યારેક તમારી શંકાશીલ પ્રવૃત્તિ તમારા માટે જ પરેશાનીનું કારણ બની શકે છે. પર્સનલ લાઇફને લગતું કોઇપણ પ્રકારનું રિસ્ક લેતાં પહેલાં ધ્યાન રાખવું. તેનો નકારાત્મક પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં અચાનક જ કોઇ નવો ઓર્ડર અથવા કરાર મળવાથી આવકમાં વૃદ્ધિ થઇ શકે છે.

લવઃ– કોઇ નાની વાતને લઇને જીવનસાથી સાથે કોઇ ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કર્ક

પોઝિટિવઃ– થોડાં નજીકના લોકો સાથે હળવા-મળવાથી સારા પરિણામ સામે આવશે. લાભદાયક પરિસ્થિતિઓ પણ બનશે. સામાજિક સ્તરે તમને એક નવી ઓળખ મળી શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે.

નેગેટિવઃ– વધારે દેખાડાની પ્રવૃત્તિથી દૂર રહો. તેનાથી સ્પર્ધીઓમાં ઇર્ષ્યાની ભાવના આવશે, જે તમને નુકસાન પહોંચાડી શકે છે. આર્થિક રોકણને લગતાં કાર્યોમાં પણ વધારે સાવધાની રાખવી.

વ્યવસાયઃ– વર્તમાન વાતાવરણના કારણે તમારી કાર્યપ્રણાલીમાં થોડા ફેરફાર કરવાને લઇને વિચાર કરવો.

લવઃ– જીવનસાથીની અસ્વસ્થતાના કારણે ઘરના કાર્યોમાં તમારો સહયોગ આપવો સંબંધને વધારે મજબૂત કરશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

સિંહ

પોઝિટિવઃ– કોઇ ઐતિહાસિક સ્થળે ફરવા જવા માટેનો પ્રોગ્રામ બનશે. જેનાથી તમે વધારે શાંતિ અને હળવાશ અનુભવ કરશો. ઘરમાં સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદારી પણ થઇ શકે છે. ઘરના કોઇ વડીલ સભ્ય તરફથી કિંમતી ભેટ મળી શકે છે.

નેગેટિવઃ– કોઇ સંબંધી તરફથી દુઃખદ સમાચાર મળવાથી થોડા સમય માટે મનમાં નિરાશા અને નકારાત્મક વિચાર આવી શકે છે. થોડો સમય યોગ અને મેડિટેશનમાં પસાર કરો. જેનાથી તમને રાહત મળશે.

વ્યવસાયઃ– આજે પર્સનલ કાર્યોના કારણે તમે વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ– જીવનસાથીનો તમારા કાર્યો પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– વાહન ચલાવતી વખતે વધારે સાવધાની રાખો.

કન્યા

પોઝિટિવઃ– રોકાણને લગતાં કાર્યો માટે આજનો સમય ખૂબ જ ઉત્તમ છે. એટલે આ કાર્યોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરો. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓથી પણ રાહત મળશે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ પણ પરિવાર ઉપર રહેશે.

નેગેટિવઃ– ભાઈ-બહેનો સાથે આર્થિક કારણોને લઇને કોઇ પ્રકારનો મતભેદ થઇ શકે છે. એટલે ધૈર્ય અને સંયમ જાળવી રાખવું અને સંબંધો ખરાબ થવાથી બચાવવાં. અનિર્ણયની સ્થિતિમાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– શરૂઆતમાં તમારા મોટાભાગના કામ યોગ્ય રીતે બનતાં જશે.

લવઃ– પતિ-પત્નીના એકબીજા સાથેના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

તુલા

પોઝિટિવઃ– વ્યસ્ત હોવા છતાં તમે તમારી હોબી અને રસને લગતાં કાર્યો માટે થોડો સમય કાઢી શકશો. જેનાથી તમે પોતાને તણાવમુક્ત અને ઊર્જાવાન અનુભવ કરશો. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. વિદ્યાર્થીઓ પોતાનો કોઇ પ્રોજેક્ટ પૂર્ણ કરીને માનસિક શાંતિ અનુભવશે.

નેગેટિવઃ– રિસ્ક પ્રવૃત્તિના કાર્યો જેમ કે, લોટરી, જુગાર, સટ્ટા વગેરે કાર્યોમાં તમારો સમય ખરાબ કરશો નહીં. નુકસાન થવાની સંભાવના છે. ખોટા ખર્ચ વધશે. આજે કોઇ સાથે વિવાદમાં ઉતરશો તો માનહાનિ જેવી સ્થિતિ પેદા થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્ર અને કર્મચારીઓની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

લવઃ– પરિવાર સાથે મનોરંજનને લગતો પ્રોગ્રામ બનશે.

સ્વાસ્થ્યઃ– થાકના કારણે નબળાઇ અનુભવ થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે ઘરના વડીલ લોકોની સલાહ અવશ્ય લેવી અને તેના ઉપર અમલ પણ કરવો. આવું કરવાથી તમને ખૂબ જ ફાયદો થઇ શકે છે. ઘર પરિવર્તનને લગતી યોજનાઓ ઉપર પણ આજે મહત્ત્વપૂર્ણ કાર્ય શરૂ થઇ શકે છે.

નેગેટિવઃ– કોઇને ઉધાર આપશો નહીં. નહીંતર તેને લગતાં સંબંધ પણ ખરાબ થશે અને રૂપિયા પણ પાછા આવશે નહીં. તમારા ખોટા ખર્ચ ઉપર અંકુશ રાખવું ખૂબ જ જરૂરી છે. યુવાઓએ પોતાના કરિયર પ્રત્યે વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં તમે જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, તેના માટે વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ– પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં તાલમેલ જાળવવો પડશે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા રહેશે.

ધન

પોઝિટિવઃ– આજે તમે તમારી કોઇ નકારાત્મક વાતોને છોડવાનો સંકલ્પ કરો. તેનાથી તમે ભવિષ્યને લગતી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરશો. ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગ મળશે. વિદ્યાર્થીઓના કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઘરમાં રાહતનું વાતાવરણ રહેશે.

નેગેટિવઃ– જો કોઇને દેવુ આપવાને લગતાં કાર્યો કરવાના છો તો તેને ટાળ ટાળશો. થોડાં વિરોધી તમારા માટે પરેશાનીઓનું કારણ બની શકે છે. એટલે તેમની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં.

વ્યવસાયઃ– ઓફિસ અને વ્યવસાયમાં સ્ટાફની ગતિવિધિઓને નજરઅંદાજ કરશો નહીં તથા આકરી નજર રાખવી જરૂરી છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરના કોઇ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

મકર

પોઝિટિવઃ– તમારી કોઇપણ યોજનાને ગતિ આપતાં પહેલાં એકવાર ફરી તેના ઉપર વિચાર કરો. મોબાઇલ તથા ઈ-મેઇલ દ્વારા તમને કોઇ મહત્ત્વપૂર્ણ જાણકારી મળશે, તેને નજરઅંદાજ કરશો નહીં.

નેગેટિવઃ– જો કોર્ટ કેસને લગતો કોઇ મામલો ચાલી રહ્યો છે તો આજે ખૂબ જ વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. તમારા શુભચિંતકો સાથે આ વિષયે ચર્ચા-વિચારણાં કરવાથી યોગ્ય ઉકેલ પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓને યોગ્ય રીતે ચલાવવા માટે કર્મચારીઓ અને સહયોગીઓની સલાહને પ્રાથમિકતા આપો.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે ગ્રહ સ્થિતિઓ તમારા ભાગ્યને વધારે બળ આપશે. સમયનો ભરપૂર ઉપયોગ કરો. થોડા વિશેષ કાર્યોને લગતી યોજનાઓને ગતિ આપવાનો યોગ્ય સમય છે. બાળકની કોઇપણ ઉપલબ્ધિથી સુકૂન અને આનંદ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– અન્ય વ્યક્તિની દખલના કારણે તમને કોઇ પ્રકારનું નુકસાન થઇ શકે છે. તેની નકારાત્મક અસર તમારા પરિવારના વાતાવરણ ઉપર પણ પડી શકે છે. કોઇ નજીકના સંબંધી કે મિત્ર સાથે સંબંધ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યસ્થળ ઉપર થોડાં સુધાર કરવાની જરૂરિયાત રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ યોગ્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાત જેવી પરેશાનીઓ રહી શકે છે.

મીન

પોઝિટિવઃ– આજનો દિવસ વ્યસ્ત રહેશે. કામનો ભાર વધારે રહેશે. બધા કાર્ય સમયે પૂર્ણ થવાથી અને સફળતા મળવાથી થાક હાવી થશે નહીં પરંતુ ઉત્સાહ જળવાયેલો રહેશો. ઘરમાં મહેમાનોની અવર-જવરથી મોજ-મસ્તીમાં સમય પસાર થશે.

નેગેટિવઃ– વારસાગત સંપત્તિને લગતાં મામલાઓમાં વધારે વિવાદિત સ્થિતિઓ બની શકે છે. કાકાના ભાઇ-બહેન સાથે તમારા સંબધો ખરાબ થાય નહીં તેનું ધ્યાન રાખવું. તેની અસર પારિવારિક વાતાવરણને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમને મહેનત પ્રમાણે પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– ઘરના બધા સભ્યો વચ્ચે સારું તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– કામ વધારે હોવાના કારણે થાક અને નબળાઇ અનુભવ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here