29 ઓક્ટોબરનું રાશિફળ : ગુરુવારે આ રાશિના જાતકોએ ભાગ્યની અપેક્ષાએ કર્મ પર વધારે વિશ્વાસ રાખવો, યાદ રાખો કે મહેનત અને કર્મ જ ભાગ્યને બનાવે છે.

0
29

મેષ

પોઝિટિવઃ– પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટા ભાગનાં કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે.

નેગેટિવઃ– વધારે કામનો ભાગ એકલા પોતાના પર લેશો નહીં. પરિવારના સભ્યો વચ્ચે કામ વહેંચવાથી તમારો તણાવ હળવો થશે. અન્યના મામલે વિનાકારણે દખલ કરશો નહીં.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બધા નિર્ણય જાતે જ લો.

લવઃ– પરિવારનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારો આત્મવિશ્વાસ અને પોઝિટિવ વિચાર તમને શારીરિક અને માનસિક રૂપથી સ્વસ્થ રાખશે.

વૃષભ

પોઝિટિવઃ– ભાગ્યના ભરોસે રહેવાની અપેક્ષા પોતાના કર્મ પર વધારે વિશ્વાસ રાખો. કર્મથી જ ભાગ્ય બને છે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયક સાબિત થશે તથા લાભના નવા રસ્તાઓ મેળવવામાં પણ સક્ષમ રહેશે.

નેગેટિવઃ– ભાગલાને લગતા મામલાઓને લઇને સંબંધીઓ સાથે વાદ-વિવાદ ઊભો થઇ શકે છે. ગુસ્સાના કારણે શાંતિપૂર્ણ રીતે અને સંયમથી કામ લો. એકબીજા સાથે વાતચીત દ્વારા પરિસ્થિતિ જલદી અનુકૂળ થઇ શકે છે.

વ્યવસાયઃ– આળસ તથા ફાલતુનાં કાર્યોમાં સમય ખરાબ કરશો નહીં.

લવઃ– તમારો વ્યવસાય અને ઘર બંને જગ્યાએ સંતુલન જાળવી રાખવું ઘરના વાતાવરણ માટે સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આ સમયે ગ્રહ-ગોચર તથા પરિસ્થિતિ તમારા પક્ષમાં કામ કરી રહી છે. તેનું ભરપૂર સન્માન કરો. રાજનૈતિક ક્ષેત્રમાં તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે. વડીલોનો સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે, એટલે તમારા કાર્યો પ્રત્યે પૂર્ણ નિષ્ઠાનો ભાવ રાખો.

નેગેટિવઃ– કોઇને મળવા કે મીટિંગને લગતી ગતિવિધિઓમાં વાતચીત કરતાં પહેલાં તેની રૂપરેખા બનાવી લો. તમારા દ્વારા પ્રસ્તુત કરવામાં કોઇ ભૂલ થવાથી નુકસાન થઇ શકે છે. કોઇ પાસેથી રૂપિયા ઉધાર લેશો નહીં અને માન-સન્માન જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યાવસાયિક દૃષ્ટિથી આજે વ્યસ્તતાભર્યો દિવસ છે.

લવઃ– દિવસભરની દોડભાગ પછી થોડો સમય પરિવારના લોકો સાથે મનોરંજનમાં પસાર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કર્ક

પોઝિટિવઃ– કોઇ સંબંધીને મુશ્કેલ સમયે તમારી જરૂરિયાત પડી શકે છે. તેમનો સહયોગ કરવાથી તમને હાર્દિક સુખ પ્રાપ્ત થશે. બાળકોની કોઇ સમસ્યાનું સમાધાન કરવામાં તમારો વિશેષ સહયોગ રહેશે.

નેગેટિવઃ– અનેકવાર તમારું કલ્પનાઓમાં ખોવાયેલું રહેવું તમને હકીકતથી દૂર લઇ જઇ શકે છે. હકીકતનો સામનો કરો. પારિવારિક મામલે વધારે દખલ કરશો નહીં. ખર્ચાઓ પર કંટ્રોલ કરો.

વ્યવસાયઃ– આજે મહેનત વિરુદ્ધ લાભ ઓછો પ્રાપ્ત થશે.

લવઃ– ઘરના બધા સભ્યોને પોતાના મન પ્રમાણે નિર્ણય લેવાની આઝાદી દો.

સ્વાસ્થ્યઃ– સીઝનમાં ફેરફાર આવવાને કારણે વાઇરલ તાવ પરેશાન કરી શકે છે.

સિંહ

પોઝિટિવઃ– આજે તમે તમારા વ્યક્તિગત તથા વ્યાવસાયિક કાર્યો પર જેટલી વધારે મહેનત કરશો તેટલું જ અનુકૂળ પરિણામ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓની પણ પોતાના શિક્ષણ અંગે કોઇ મુશ્કેલી દૂર થશે.

નેગેટિવઃ– કોઇ મિત્રને લઇને તમારી અંદર શંકા કે વહેમની સ્થિતિ ઊભી થઇ શકે છે. એને કારણે સંબંધ પણ ખરાબ થઇ શકે છે. આ નકારાત્મક વાતોને તમારા દિમાગમાંથી બહાર કાઢવી જ યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતા વેપારમાં વિશેષ રૂપથી પારદર્શિતા રાખવી જરૂરી છે.

લવઃ– પારિવારિક સભ્યોને એકબીજા સાથે સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક વિચારોને પોતાના પર હાવી થવા દેશો નહીં.

કન્યા

પોઝિટિવઃ– કોઇ જગ્યાએ અટવાયેલા કે ઉધાર આપેલા રૂપિયા પાછા મળી શકે છે, એટલે તમારું સંપૂર્ણ ધ્યાન આ ગતિવિધિઓ પર લગાવો. તમે જેટલી મહેનત કરશો, ભાગ્ય પણ તેટલો જ તમારો સહયોગ કરશે.

નેગેટિવઃ– ક્યારેક નજીકના સંબંધી સાથે શંકા અને ગુસ્સાને કારણે મતભેદ થવાની સ્થિતિ ઊભી થઇ શકે છે. તમારી મનોવૃત્તિને પોઝિટિવ જાળવી રાખો. થોડી સાવધાની તમને અનેક પરેશાનીઓથી બચાવશે.

વ્યવસાયઃ– આજે માર્કેટિંગને લગતાં કાર્યો અને તમારા નજીકનાં સંપર્કસૂત્રો પર વધારે સમય લાગશે.

લવઃ– જીવનસાથી તથા પારિવારિક સભ્યોની સલાહ તમારાં કાર્યોને વધારે સુગમ બનાવશે.

સ્વાસ્થ્યઃ– વર્તમાન નકારાત્મક વાતાવરણને કારણે જરૂરી સાવધાની રાખો.

તુલા

પોઝિટિવઃ– સામાજિક અને રાજનૈતિક સક્રિયતા વધારવા માટે સમય ઉત્તમ છે. આ સમય ગ્રહ ગોચર વધારે શુભ છે. તમારા વ્યક્તિગત તથા વ્યાવસાયિક કાર્યો યોગ્ય રીતે સંપન્ન થતાં જશે. ઘરના કોઇ કુંવારા સભ્યના લગ્નને લગતી યોજનાઓ પણ બનશે.

નેગેટિવઃ– આ વાતનું ધ્યાન રાખો કે કોઇની વધારે જવાબદારી તમારા પર લેવી તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. તમારી ક્ષમતા પ્રમાણે જ કોઇની મદદ કરો.

વ્યવસાયઃ– આજે તમારા રાજનૈતિક સંબંધ વ્યવસાયમાં ખૂબ જ વધારે મદદગાર સાબિત થશે.

લવઃ– ઘરમાં પ્રેમપૂર્ણ અને સારું વાતાવરણ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ખરાબ ખાનપાનને કારણે પેટમાં દુખાવો થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ધાર્મિક તથા સામાજિક સંસ્થાના સહયોગમાં તમારો મોટા ભાગનો સમય પસાર થશે. એનાથી તમને આત્મિક અને માનસિક શાંતિનો અનુભવ થશે. સમાજમાં પણ તમારું માન-સન્માન જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– બાળકના કરિયરને લગતા કોઇ કામમાં મુશ્કેલીઓ આવવાથી તણાવ રહેશે. તેમનું આત્મબળ જાળવી રાખવા માટે તેમનો સહયોગ જરૂરી છે. સાસરિયાં પક્ષ સાથે નાની વાતને લઇને સંબંધો ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ– ઇમ્પોર્ટ-એક્સપોર્ટને લગતો વ્યવસાય આજે ખૂબ જ ફાયદાકારક રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને કબજિયાતને કારણે માથું દુખી શકે છે.

ધન

પોઝિટિવઃ– ભાગ્યની અપેક્ષાએ કર્મ પર વિશ્વાસ રાખો. તમારી મહેનત જ તમારા ભાગ્યનું નિર્માણ કરશે. આજે સંતાનના શિક્ષણ અથવા કરિયરને લગતી કોઇ શુભ સૂચના મળવાથી રાહત અનુભવ થઇ શકે છે. સંપત્તિને લગતો કોઇ મામલો ચાલી રહ્યો હોય તો આજે કોઇની દખલ દ્વારા એ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– વધારે ભાવુક રહેશો નહીં. થોડા લોકો તમારી આ આદતને કારણે તમારો ફાયદો ઉઠાવી શકે છે. તમારા વ્યવહારમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખો. વધારે મહેનતને કારણે તમારા સ્વાસ્થ્યને તકલીફ થઇ શકે છે.

વ્યવસાયઃ– રૂપિયાનું રોકાણ કરતાં પહેલાં કોઇ નિષ્ણાતની સલાહ લેવી.

લવઃ– પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ– સાંધા અને નસમાં દુખાવાની ફરિયાદ રહેશે.

મકર

પોઝિટિવઃ– ઘરમાં સંબંધીઓ આવી શકે છે તથા એકબીજાને સહયોગથી ઘરમાં સુખ અને ઉત્સવનું વાતાવરણ રહેશે. કોઇ પારિવારિક વ્યક્તિની હાજરી વાતાવરણને વધારે સારું બનાવશે. વધારે ખર્ચ પણ પરેશાન કરી શકશે નહીં.

નેગેટિવઃ– કોઇ વારસાગત મામલાઓ સાથે જોડાયેલા વિવાદને ફરી ઊઠવા દેશો નહીં, નહીંતર ઘરના સુખદ વાતાવરણમાં હળવો વિવાદ થઇ શકે છે. તમે તમારા વિવેક અને સમજદારી દ્વારા કોઇપણ મામલાનું સમાધાન મેળવવામાં સક્ષમ રહેશો.

વ્યવસાયઃ– જો વેપારમાં નવું કામ શરૂ કરવાને લગતી યોજના બનાવી રહ્યા છો તો એ અંગે ગંભીરતાથી કામ કરો.

લવઃ– ઘરની નાની-મોટી નકારાત્મક વાતોને નજરઅંદાજ કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કુંભ

પોઝિટિવઃ– સમય અનુકૂળ છે. તમે તમારાં કાર્યોમાં જેટલી વધારે મહેનત કરશો એટલું જ યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને પણ પોતાના શિક્ષણને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળશે.

નેગેટિવઃ– કોઇ મિત્ર સાથે નાની વાતને લઇને ભારે મતભેદ ઊભો થઇ શકે છે. તમારા સંબંધો વચ્ચે શંકા અને વહેમની સ્થિતિ ઊભી થવા દેશો નહીં. કોઇને ઉધાર રૂપિયા આપશો નહીં.

વ્યવસાયઃ– આજે બહારની ગતિવિધિઓમાં તમારો સમય ખરાબ કરશો નહીં.

લવઃ– પરિવારના સભ્યો વચ્ચે તાલમેલ જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા દેશો નહીં.

મીન

પોઝિટિવઃ– તમે તમારી મહેતન દ્વારા સમયને પોતાના પક્ષમાં કરવામાં સફળ રહેશો. તમારી સારી કાર્યપ્રણાલીના કારણે લોકો સામે તમારાં વખાણ થશે. સોશિયલ મીડિયા દ્વારા પણ તમારું કોઇ વિશેષ કાર્ય સંપન્ન થઇ શકે છે.

નેગેટિવઃ– ઘરના વડીલોની અવહેલના કરશો નહીં. તેમની સલાહ અને યોજના પર અમલ કરો. બેદરકારી અને આળસને તમારા પર હાવી થવા દેશો નહીં, જેના કારણે તમારાં અનેક મહત્ત્વપૂર્ણ કામ અટકી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયને લગતાં કાર્યો માટે સમય ખૂબ જ અનુકૂળ છે. તમને નવા ઓર્ડર અને કરાર મળી શકે છે.

લવઃ– ઘરમાં ચાલી રહેલા વિવાદોને એકબીજા સાથે બેસીને ઉકેલો.

સ્વાસ્થ્યઃ– બદલાતા વાતાવરણને કારણે સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here