Monday, October 25, 2021
Home5 નવેમ્બરનું રાશિફળ : ગુરુવારે જાતકોની ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક રહેશે,...
Array

5 નવેમ્બરનું રાશિફળ : ગુરુવારે જાતકોની ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક રહેશે, ઉધાર આપેલાં રૂપિયા પાછા મેળવવા માટે દિવસ ઉત્તમ રહેશે

મેષ

પોઝિટિવઃ– સમય તમારા પક્ષમાં છે. એટલે તેનો સારો સદુપયોગ કરો. છેલ્લા થોડા સમયથી જે કામમાં મુશ્કેલીઓ આવી રહી હતી, આજે તે ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઇ જશે. કપડાં, ઘરેણાં જેવી ખરીદારીમાં પણ સમય પસાર થશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો આજે કોઇ મહત્ત્વપૂર્ણ કામ કરતી સમયે કોઇ ભૂલ પણ થઇ શકે છે. એટલે કોઇપણ યોજનાને શરૂ કરતાં પહેલાં તેનાં સારાં-ખરાબ પાસાં ઉપર વિચાર કરો. મોટાભાગનો સમય ઘરની બહાર જ પસાર કરવો પડી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલ અને ખભામાં દુખાવો થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– ઘરમાં પરિવર્તન કે સુધારને લગતી થોડી યોજનાઓ બનશે. વ્યસ્ત હોવા છતાં તમે તમારા રસને લગતાં કાર્યો માટે પણ સમય કાઢી શકશો. તમારા મન પ્રમાણે ઇચ્છા પૂર્તિ થવાથી આત્મિક સુખ અને શાંતિ મળશે.

નેગેટિવઃ– કોઇ નજીકના વ્યક્તિ સાથે કોઇ મતભેદ ઊભો થઇ શકે છે. કોઇ અશુભ સમાચાર પણ મળવાથી મન નિરાશ રહેશે. તમારું મનોબળ જાળવી રાખો, કેમ કે તેનો પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પણ પડી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આ સમયે જેવું ચાલી રહ્યું છે, તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પ્રેમ સંબંધો સારા જળવાયેલા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આજે બાળકોને કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. ઘરમાં પણ ઉત્સવનું વાતાવરણ રહેશે. ધનના રોકાણને લગતી યોજનાઓ માટે સમય ઉત્તમ છે. ઘરમાં કોઇ ધાર્મિક કામ પૂર્ણ થઇ શકે છે.

નેગેટિવઃ– તમારી કોઇ જિદ્દના કારણે મામા પક્ષ સાથે સંબંધોમાં ખટાશ ઊભી થઇ શકે છે. તમારા સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો. કામ કરતાં પહેલાં ઘરના વડીલ વ્યક્તિની સલાહ લેશો તો વધારે સારું રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કરેલી મહેનતનાં પરિણામ પણ સારાં પ્રાપ્ત થશે.

લવઃ– તમારી બહારની પરેશાનીઓને ઘર ઉપર હાવી થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્ય પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ તમને સ્વસ્થ રાખશે.

કર્ક

પોઝિટિવઃ– ગ્રહ ગોચર આ સમયે તમારા પક્ષમાં સારી પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. તમારા અધૂરાં પડેલાં કાર્યોને પૂર્ણ કરવા માટે સમય ખૂબ જ યોગ્ય છે. પરિવાર તથા મિત્રો સાથે મનોરંજન તથા હરવા-ફરવાનો પણ પ્રોગ્રામ બનશે.

નેગેટિવઃ– અન્ય લોકો ઉપર વધારે ડિસિપ્લિન રાખશો નહીં. પરિસ્થિતિઓ પ્રમાણે પોતાના સ્વભાવમાં લચીલાપણું જાળવી રાખો. જેથી અન્ય સાથે સંબંધ ખરાબ થશે નહીં. સાથે જ વિચારવાની જગ્યાએ તમારી યોજનાઓને શરૂ કરવામાં પણ તમારું ધ્યાન કેન્દ્રિત રાખો.

વ્યવસાયઃ– વ્યવસાયની સ્થિતિ પહેલાં કરતાં વધારે સારી જળવાયેલી રહેશે.

લવઃ– જીવનસાથી તથા પારિવારિક સભ્યોની સલાહ અને સહયોગ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને મજબૂત જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

સિંહ

પોઝિટિવઃ– સમય સંતોષજનક છે. ઉતાવળની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે કામ કરવું વધારે પ્રભાવી રહેશે. ઘરમાં નવીનીકરણ તથા સજાવટને લગતી વસ્તુઓની ખરીદારી પણ રહેશે.

નેગેટિવઃ– ક્યારેક-ક્યારેક વધારે વિચાર કરવાથી થોડાં પરિણામ હાથમાંથી સરકી શકે છે. એટલે પ્લાનિંગ સાથે તરત તેમને શરૂ કરવા પણ જરૂરી છે. સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવા દેશો નહીં.

વ્યવસાયઃ– રૂપિયાની લેવડ-દેવડને લગતાં કાર્યો કરતી વખતે વધારે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.

લવઃ– તણાવ હાવી થવાના કારણે જીવનસાથી સાથે થોડો વિવાદ પણ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ અને શરદીની સમસ્યા રહેશે.

કન્યા

પોઝિટિવઃ– તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરવાથી સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. કોઇ સામાજિક સંસ્થા સાથે કામ કરવાથી તમને સન્માનિત પણ કરવામાં આવી શકે છે. સ્ત્રી વર્ગ માટે આજનો દિવસ થોડો ખાસ જ રહેશે.

નેગેટિવઃ– આજનો દિવસ થોડાં મિશ્રિત પરિણામ આપનાર રહેશે. લોકો સાથે હળવું-મળવું તમારા વ્યવહારમાં સૌમ્યતા અને શાલીનતા જાળવી રાખશે. ક્યારેક તમારો ગુસ્સો અને ચીડિયાપણું તમારી છાપ ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાંની જેમ જ ચાલતી રહેશે.

લવઃ– મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર થશે.

સ્વાસ્થ્યઃ– હૃદયને લગતી પરેશાની જેમ કે, કફ, કોલ્ડની સમસ્યા રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજનો દિવસ મોજ-મસ્તી તથા પરિવાર સાથે હરવા-ફરવા અને શોપિંગમાં પસાર થશે. દરેક કાર્યને યોગ્ય અને વ્યવસ્થિત રૂપથી કરવાથી જલ્દી જ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ રહેશો. બાળકોની પોઝિટિવ ગતિવિધિઓ તમને શાંતિ અને સુખ આપશે.

નેગેટિવઃ– તમારી ઉપલબ્ધિઓને અન્ય સામે જાહેર કરશો નહીં. ઈર્ષ્યાની ભાવનાથી થોડાં લોકો તમારી પીઠ પાછળ નકારાત્મક અફવા પણ ફેલાવી શકે છે. તમારી છાપ ઉપર કોઇ આંચ આવશે નહીં. માત્ર તમાર ગુસ્સા ઉપર કંટ્રોલ રાખીને શાંતિથી કામ લો.

વ્યવસાયઃ– કાર્યસ્થળ અને આર્થિક મામલે કોઇ પ્રકારની સમસ્યા ઊભી થઇ શકે છે.

લવઃ– લગ્નજીવન સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ– ક્યારેક નકારાત્મક વિચાર તમારી માનસિક સ્થિતિને વિચલિત કરી શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– અટવાયેલાં કે ઉધાર આપેલા રૂપિયા પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. એટલે તેના માટે કોશિશ કરતાં રહો. આજે તમારી મુખ્ય યોજના તમારા બધા જ કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવાની રહેશે. જેમાં તમે સફળ પણ થશો.

નેગેટિવઃ– રાજકારણની ગતિવિધિઓથી દૂર રહો. કેમ કે, કોઇ પ્રકારની માનહાનિ થવાના યોગ બની રહ્યા છે. મિત્રો સાથે હરવા-ફરવામાં પોતાનો સમય વ્યર્થ કરશો નહીં. તમારા વ્યક્તિગત કાર્યોને પૂર્ણ કરવામાં સમય લગાવો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપને લગતાં વ્યવસાયમાં પારદર્શિતા જાળવી રાખો.

લવઃ– થોડો સમય જીવનસાથી અને પરિવાર સાથે પણ પસાર કરો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઠીક રહેશે.

ધન

પોઝિટિવઃ– તમારું શાંતિપ્રિય તથા સહયોગી વ્યવહાર અન્ય માટે એક ઉદાહરણ રહેશે. તમારો આ સ્વભાવ તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે પૂર્ણ કરવામાં પણ મદદ કરશે. જનસંપર્કની સીમા પણ વિશાળ રહેશે અને તેમાં તમારી વિશેષ ભૂમિકા રહેશે.

નેગેટિવઃ– પરંતુ ખોટી સામાજિક ગતિવિધિઓમાં તમારો વધારે સમય ખરાબ કરશો નહીં. કોઇ ખોટા વ્યક્તિના સંપર્કમાં આવી જવાથી અપમાન મળવાની પણ આશંકા છે. પારિવારિક કાર્યોમાં વધારે દખલ કરવાથી વાતાવરણમાં તણાવ ઊભો થઇ શકે છે.

વ્યવસાયઃ– આ સમયે ખર્ચની સ્થિતિ રહેશે. એટલે આર્થિક મામલે વધારે સાવધાની જાળવો.

લવઃ– લગ્નજીવનમાં સરળતા રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી ઇમ્યૂન સિસ્ટમને વધારે મજબૂત કરો.

મકર

પોઝિટિવઃ– આજની ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. જે પરિસ્થિતિઓ હાલ વિપરીત ચાલી રહી હતી તે તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરી રહી છે તો તેને પૂર્ણ કરો નહીંતર તેનાથી તમારી છાપ ખરાબ થઇ શકે છે.

નેગેટિવઃ– આ વાતનું ધ્યાન રાખવું કે કોઇપણ કામને ટાળશો નહીં. ક્યારેક આળશ અનુભવ થવાના કારણે કામથી ધ્યાન હટી શકે છે. નજીકના મિત્રોનો સહયોગ પણ તમને મળશે.

વ્યવસાયઃ– આ સમયે વ્યવસાયિક કાર્ય પ્રણાલીમાં ફેરફારની જરૂરિયાત રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– ચામડીને લગતી એલર્જી થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– આજે અટવાયેલું કે ફસાયેલું પેમેન્ટ એકઠું કરવા માટે સમય ઉત્તમ છે. સામાજિક સીમા વધશે. તમારા રસને લગતાં કાર્યોમાં પણ સમય પસાર કરવાથી તમે સુખ અને ઊર્જા અનુભવ કરશો.

નેગેટિવઃ– અપરિચિત લોકો સાથે વધારે મેલજોલ રાખવો અથવા વધારે વિશ્વાસ કરવો તમને નુકસાન પહોંચાડી શકે છે, એટલે સાવધાન રહો. કોઇપણ પ્રકારનો નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે.

વ્યવસાયઃ– બહારની ગતિવિધિઓ તથા માર્કેટિંગને લગતાં કાર્યોને આજે ટાળો.

લવઃ– કોઇ પારિવારિક કુંવારી વ્યક્તિના લગ્નને લગતી કોઇ વાત શરૂ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ડાયાબિટીઝના દર્દીઓએ નિયમિત તપાસ કરાવવી.

મીન

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી કોઇ સફળતા મળી શકે છે. એટલે તમારા અભ્યાસ અને પરીક્ષા માટે સંપૂર્ણ મહેનત અને લગનથી કોશિશ કરતાં રહો. ઘરની વ્યવસ્થાને જાળવી રાખવાની તમારી કોશિશ સફળ થશે. વડીલોનો પણ સ્નેહ અને આશીર્વાદ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ– તમારા ખર્ચને સીમિત રાખો નહીંતર બજેટ ખરાબ થઇ શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે ઈગો અને જિદ્દના કારણે સંબંધોમાં તિરાડ પણ આવી શકે તેવી સંભાવના છે. સંબંધોની મર્યાદાનું ધ્યાન રાખવું જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યાવસાયિક યોજના સરળતાથી ફળશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કબજિયાત તથા એસિડિટીની સમસ્યા રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments