Friday, March 29, 2024
Home18 ઓગસ્ટનું રાશિફળ : મંગળવારે સિંહ જાતકોના નક્ષત્રો અનુકૂળ સ્થિતિમાં રહેશે, પરિવાર...
Array

18 ઓગસ્ટનું રાશિફળ : મંગળવારે સિંહ જાતકોના નક્ષત્રો અનુકૂળ સ્થિતિમાં રહેશે, પરિવાર સુખદાયી સમયનો આનંદ માણશે

- Advertisement -

મેષ

પોઝિટિવઃ– આ સમયગાળામાં તમને તમારા પ્રયાસોનું શુભફળ પ્રાપ્ત થઇ શકે છે. જો લેખન ક્ષેત્ર સાથે જોડાયેલાં છો તો આ સમય તમારી રચનાને ઓળખ મળી શકે છે. આ સમય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અનુકૂળ રહેશે.

નેગેટિવઃ– કેતુ વધારે ઉત્તમ સંકેત આપી રહ્યો નથી. એવામાં તમારે તમારી માતાજીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે અને પિતાજીના સ્વાસ્થ્ય ઉપર પણ નજર રાખવી પડશે.

વ્યવસાયઃ– કેતુની ઉપસ્થિતિ તમારું મન કાર્યક્ષેત્રમાંથી ભટકાવી શકે છે.

લવઃ– પ્રેમના મામલે આજે નક્ષત્રો તમારા પક્ષમાં છે.

સ્વાસ્થ્યઃ– તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આ સમયે પરિવારના સભ્યો વચ્ચે એક મહાન બંધન બનશે. એકબીજા સાથે સામંજસ્ય વધારવાનો આ સારો અવસર છે. થોડી દૈવીય શક્તિ તમને આશીર્વાદ આપશે.

નેગેટિવઃ– આ સમયે સંપર્ક ક્ષેત્ર અને તમારા પારસ્પરિક કૌશલને વિકસિત કરવા માટે બિલકુલ યોગ્ય છે. તમારે તમારી આક્રમતાને થોડી ઓછી કરવી પડશે.

વ્યવસાયઃ– આ સમયે તમે સારું રોકાણ કરી શકો છો.

લવઃ– સમય સાથે દરેક બાબત ઠીક થઇ જશે.

સ્વાસ્થ્યઃ– ગુરૂના કારણે તમારા આરોગ્ટની અનેક સમસ્યાઓ ઉકેલાઇ જશે.

મિથુન

પોઝિટિવઃ– સારા વિત્તીય લાભ કમાશો અને તમારા પરિવાર અને મિત્ર તમારી મદદ કરી શકે છે. વિલાસિતાની વસ્તુઓ ઉપર થોડી રાશિ ખર્ચ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે નક્ષત્રો અનુકૂળ સ્થિતિમાં છે.

નેગેટિવઃ– આ સમયે તમારું ધ્યાન તમારા લક્ષ્યોને પૂર્ણ કરવા ઉપર રહેવું જોઇએ. તેના માટે થોડી સૂક્ષ્મતાથી કાર્ય કરવાની તથા તમારા લક્ષ્યો પહેલાંથી નિર્ધારિત કરવા પડશે.

વ્યવસાયઃ– વેપારના વિકાસ માટે આ સમય યોગ્ય છે.

લવઃ– આ સમય આનંદમય રહેશે.

સ્વાસ્થ્યઃ– તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો.

કર્ક

પોઝિટિવઃ– જેમ-જેમ તમે વધારે લોકો સાથે વાતચીત કરશો તેમ-તેમ તમે તમારા પારસ્પરિક કૌશલને વધારે તેજ કરશો. કર્ક જાતકો આ સમયે થોડાં પ્રભાવશાળી લોકોની મદદમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.

નેગેટિવઃ– જો તમે તમારા સ્તરે કંઇક કામ કરવા ઇચ્છો છો તો આ એક લાભદાયક વિચાર નથી. આ સમયે તમારે અન્ય લોકોની મદદ લેવી જોઇએ.

વ્યવસાયઃ– એક મજબૂત વ્યાવસાયિક સંપર્કક્ષેત્ર બનાવવા માટે આ સમય સારો છે.

લવઃ– તમે વિવિધ સામાજિક કાર્યક્રમો અને સમારોહમાં તમારા સાથીને મળી શકશો.

સ્વાસ્થ્યઃ– શારીરિક સૌદર્ય અને શક્તિને ધીમે-ધીમે વધારવા ઉપર ધ્યાન આપશો.

સિંહ

પોઝિટિવઃ– તમારો પરિવાર એક સુખદાયી સમયનો આનંદ લેવા માટે તૈયાર છે. નક્ષત્રો હાલ અનુકૂળ સ્થિતિમાં છે. આ સમયે તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ સારું રહેશે અને તમે પોઝિટિવ અનુભવ કરશો.

નેગેટિવઃ– સારા પ્રયાસો કરવા છતાં તમે સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો નહીં. કઠોર પરિશ્રમ, પ્રયાસ અને અડધી રાત સુધી જાગીને કાર્ય કરવાનું કોઇ ફળ પ્રાપ્ત થશે નહીં.

વ્યવસાયઃ– તમે આ સમયે આનંદ સાથે-સાથે વ્યવસાયનું મિશ્રણ કરી શકો છો.

લવઃ– તમારી મનોદશા ખુશનુમા રહેશે.

સ્વાસ્થ્યઃ– તમે શરીરની ક્ષમતાઓના ઉપાયો ઉપર અમલ કરવા તૈયાર રહેશો.

કન્યા

પોઝિટિવઃ– તમને થોડાં મહાન ગુરૂઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. આજે તમને પરિણામ સારા મળશે, જેના દ્વારા તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. તમને તમારા પ્રયાસો ઉપર ગર્વ થશે.

નેગેટિવઃ– તમારું ધ્યાન તમારી ઉપર ઓછું અને અન્ય લોકો ઉપર વધારે રહેશે. તમે તમારા હિત ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં અને લાભદાયક રોકાણ પણ કરી શકશો નહીં.

વ્યવસાયઃ– અસફળતાઓ દૂર કરી શકશો અને આત્મવિશ્વાસ સાથે નવી ગતિવિધિઓ કરી શકશો.

લવઃ– સાથી સાથે સામંજસ્ય સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– યાત્રાનો થાક સ્વાસ્થ્યમાં થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે.

તુલા

પોઝિટિવઃ– તમે જોરદાર રમત અને શારીરિક રૂપથી ચુનોતીપૂર્ણ ગતિવિધિઓમાં એક સક્રિય ભાગ લેશો. વેપારમાં તમે અદભૂત કામ કરવા માટે તૈયાર રહેશો. તમે મહેનત ખૂબ જ કરી છે, જેથી તમે સરળતાથી હાર માનશો નહીં.

નેગેટિવઃ– તમે આ સમેય મહત્ત્વપૂર્ણ વિત્તીય લાભ કમાઇ શકશો. આ સમયે તમારે ધનનો દુરૂઉપયોગ કરવો નહીં.

વ્યવસાયઃ– તમારે તમારા નિયમિત વ્યવસાય સિવાય થોડાં વધારે પ્રયાસ કરવા જોઇએ.

લવઃ– પ્રેમમાં તમારી ભાવનાઓ ઉપર વધારે ધ્યાન આપવામાં આવશે.

સ્વાસ્થ્યઃ– સાહસ અને ધૈર્ય દ્વારા અને શરીરને સ્વસ્થ રાખવાના ઉપાય કરવાં.

વૃશ્ચિક

પોઝિટિવઃ– તમને તમારા વરિષ્ઠો અને પરિવારના સભ્યો પાસેથી સમર્થન મળશે અને પ્રમોશનના લાભ મળશે. તમારી મહેનત તમારા કૌશલને સુધારવા પર હોવી જોઇએ.

નેગેટિવઃ– વ્યાવસાયિક નિર્ણય લેતી વખતે ભવિષ્યમાં મળતાં લાભને ધ્યાનમાં રાખો અને ભવિષ્યમાં વેપાર વિસ્તારના દ્રષ્ટિકોણનું પાલન કરવું.

વ્યવસાયઃ– નિયમિત ખર્ચાને જાળવી રાખવા માટે વડીલોની મદદ લેવી પડી શકે છે.

લવઃ– તમારું ધ્યાન મજેદાર ગતિવિધિઓ અને મનોરંજન ઉપર રહેવું જોઇએ.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને સારું જાળવી રાખવા માટે વધારે સક્રિય રહેવાની જરૂર છે.

ધન

પોઝિટિવઃ– સામાજિક તથા ખેલકૂદ, ગીત તથા નૃત્ય જેવી ગતિવિધિઓમાં ભાગ લેશો. તમને આ સમયે પ્રમોશન મળવું જોઇએ. કંપનીમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે અનેક શક્તિઓનો આનંદ લેવાનું શરૂ કરી શકો છો.

નેગેટિવઃ– તમારા ખર્ચાને નિયંત્રિત કરો અને કઠોર સમય માટે રૂપિયા બચાવો. જુગાર સંબંધિત ગતિવિધિઓ માટે આ સમય ઉપયુક્ત નથી.

વ્યવસાયઃ– વિદેશી રોકાણમાં શાનદાર પરિણામ મળી શકશે.

લવઃ– પ્રેમ સંબંધ જબરદસ્ત રહેશે.

સ્વાસ્થ્યઃ– ગોચરીય સ્થિતિના કારણે તમારા સ્વાસ્થ્યમાં પરેશાનીઓ આવી શકે છે.

મકર

પોઝિટિવઃ– તમારા ઘરનું વાતાવરણ સૌહાર્દપૂર્ણ અને આનંદમય રહેશે. આ સમયે તમારી મહેનત અને તમારી પ્રગતિ માટે ઘરના વડીલો તમારી પ્રશંસા કરશે. તમારું પ્રેરણા સ્તર તેના કારણે વધી જશે.

નેગેટિવઃ– નક્ષત્રો અનુકૂળ સ્થિતિમાં રહેશે નહીં. ગણેશ જી તમને યાત્રા કરતાં પહેલાં સાવધાન રહેવાની સલાહ આપે છે.

વ્યવસાયઃ– તમે રચનાત્મક રૂપથી સર્વશ્રેષ્ઠ રહેશો.

લવઃ– તમે તમારા કરિયર અને અન્ય ક્ષેત્રોને આકાર દેવામાં તલ્લીન રહેશો.

સ્વાસ્થ્યઃ– તમને થોડી બીમારીઓનો અનુભવ થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– સંચાર કૌશલ તમારા સામાજિક કૌશલને વિકસિત કરવા અને સામાજિક ગતિવિધિઓમાં લોકો સાથે મેલજોલમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશો. તમે આ સમયે સામાજિક કૌશલ ઉપર કામ કરતાં રહેશો.

નેગેટિવઃ– સ્થિતિમાં સુધાર માટે પ્રતીક્ષા કરો અને જ્યારે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં આવે ત્યારે કાર્ય વિસ્તારમાં આગળ વધો.

વ્યવસાયઃ– તમારી પ્રાથમિકતાઓ સાથે સૂક્ષ્મતામાં સાવધાની જાળવવાની જરૂરિયાત છે.

લવઃ– તમે તમારા જીવનસાથીને મળવા માટે તૈયાર રહો.

સ્વાસ્થ્યઃ– નવયુવક અને યુવતીઓના સ્વાસ્થ્યની સ્થિતિ પહેલાંથી વધારે સારી રહેશે.

મીન

પોઝિટિવઃ– તમારા શિક્ષકોના નિર્દેશોનું પાલન કરો છો તો તમે સારું પરિણામ મેળવવા માટે તૈયાર છો. તમારું મુખ્ય ધ્યાન તમારા કરિયરને વિકસિત કરવા અને એક સારું પરિણામ હાંસલ કરવા ઉપર રહેશે.

નેગેટિવઃ– તમે તમારા સંબંધોને સારા જાળવી રાખવા માંગતાં હોવ તો તમારે રચનાત્મક હોવા સિવાય થોડી મજેદાર ગતિવિધિઓને પણ તેમાં સામેલ કરવી જોઇએ.

વ્યવસાયઃ– વેપારમાં નવી ઊંચાઇઓ પ્રાપ્ત કરી શકશો.

લવઃ– મિત્રો અને પરિવારના સભ્યોની મદદ લેવાથી બચવું.

સ્વાસ્થ્યઃ– નિત્ય આસન અને વેપારનો સારો લાભ મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular