21 ઓગસ્ટનું રાશિફળ : શુક્રવારે વૃષભ અને સિંહ જાતકોએ પોઝિટિવ રહેવું, મિથુન રાશિના લોકોએ ગુસ્સો કરવો નહીં

0
29

મેષ

પોઝિટિવઃ– તમારા સંગીના પક્ષનો કોઇ વ્યક્તિ તમારી આર્થિક મદદ કરવા માટે આ સમયે આગળ આવી શકે છે. જેથી તમને આનંદ મળશે. જોકે, તમારે આ રૂપિયા બને તેટલાં જલ્દી તમારે તેમને પાછા આપવા પડશે.

નેગેટિવઃ– જો તમારા કરિયરની વાત કરવામાં આવે તો આ સમય સામાન્ય રહેશે. આર્થિક પક્ષમાં પણ વધારે બદલાવ આવવાની આશા નથી. પારિવારિક જીવનમાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું.

વ્યવસાયઃ– જે પરણત લોકોએ ગયા વર્ષે કોઇ રોકાણ કર્યું હતું તેમને આ રોકાણનો હવે ફાયદો થશે.

લવઃ– પ્રેમ અને લગ્નજીવન બંનેમાં સંભાળીને રહેવું.

સ્વાસ્થ્યઃ– દવાઓ ઉપર ખર્ચ થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ- થોડાં જાતકો આ મહિને પોતાના પરિવાર સાથે કોઇ ધાર્મિક જગ્યાએ જવાનો વિચાર બનાવી શકે છે. તમને મનગમતા ફળ મળવાની આશા છે. તમારા કામથી તમારા બોસ ખુશ થઇ શકે છે.

નેગેટિવઃ– તમારું પારિવારિક જીવન આ સમયે સામાન્ય રહેશે. પરિવારમાં જીવંતતા લાવવા માટે તમારે તમારા વ્યવહારમાં પોઝિટિવ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

વ્યવસાયઃ– બાળકોના અભ્યાસ ઉપર ધન ખર્ચ કરવો પડી શકે છે.

લવઃ– દાંપત્ય જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારી માતાનું સ્વાસ્થ્ય આ સમયે તમારી ચિંતાનું કારણ બની શકે છે.

મિથુન

પોઝિટિવઃ– આજનો દિવસ તમારા માટે મજેદાર રહેશે. તમે કોઇ સંબંધીના લગ્નમાં સામેલ થઇ શકો છો. ગૂઢ વિષયો જાણવામાં તમારો રસ વધશે. તમારા ઘરના કોઇ સભ્ય સાથે ધાર્મિક યાત્રા પર તમે જઇ શકો છો.

નેગેટિવઃ– તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવાની જરૂરિયાત છે. તમારા ભાઈને પેટ સંબંધિત કોઇ પરેશાની થઇ શકે છે. તમારે તેની દેખરેખ કરવી જોઇએ.

વ્યવસાયઃ– આ સમયે તમે આળસનો ત્યાગ કરશો તો સફળતા મેળવી શકશો.

લવઃ– આ સમયે તમે તમારા લવમેટ સાથે સમય વિતાવવાની જગ્યાએ કામથી કામ રાખશો.

સ્વાસ્થ્યઃ– ચંદ્રની સ્થિતિ શારીરિક કષ્ટ આપી શકે છે.

કર્ક

પોઝિટિવઃ– આધ્યાત્મિક વિષયોને જાણવામાં તમારો રસ વધશે. આ દરમિયાન તમે કોઇ આધ્યાત્મિક ગુરૂને મળવાનો પ્લાન બનાવી શકો છો. આ સમયગાળામાં તમને કાર્યક્ષેત્રમાં સારા ફળ મળશે.

નેગેટિવઃ– તમને તમારા પિતાની કોઇ વાત સારી લાગશે નહીં, જેથી તેમની સાથે વિવાદ થઇ શકે છે. પિતા સાથે વાત કરતી સમયે તમારી મર્યાદાની સીમાને પાર કરશો નહીં.

વ્યવસાયઃ– જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે તેમના માટે સમય સારો છે.

લવઃ– જીવનસાથી સાથે કોઇ બાબતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે ઘાતક બની શકે છે.

સિંહ

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને તેમના સાથીઓ પાસેથી નવી વસ્તુઓ શીખવા મળી શકે છે. વધારે ધનને રિઅલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. ધાર્મિક કાર્યોને કરવામાં તમારો રસ વધશે.

નેગેટિવઃ- થોડો ગુસ્સો વિવાદ અને દુર્ભાવનાનું કારણ બની શકે છે. ઘર અને કામ ઉપર દબાવ તમારો ગુસ્સો વધારી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે કોઇ ષડયંત્રનો શિકાર થઇ શકો છો.

વ્યવસાયઃ– તમારા વ્યવહામાં પોઝિટિવિટી જોવા મળશે.

લવઃ– આજના દિવસે તમે તમારા પ્રિય વ્યક્તિને ખૂબ જ યાદ કરશો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને નજરઅંદાજ કરશો નહીં.

કન્યા

પોઝિટિવઃ– તમને તમારા છેલ્લે કરેલાં કાર્યોનું સારું ફળ પ્રાપ્ત થઇ શકે છે. આ દરમિયાન તમે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરશો. આર્થિક પક્ષ સુદઢ કરવા માટે તમે જે પ્રયાસ કર્યાં હતાં, તેનું છેલ્લું પરિણામ પણ તમને જોવા મળશે.

નેગેટિવઃ– કામને ટાળવાની તમારી આદત સારી નથી. જે કામને તમે શરૂ કરી દીધું છે તેને જલ્દી જ પૂર્ણ કરવાની કોશિશ કરો. શાંતિ જાળવી રાખો.

વ્યવસાયઃ– ઓફિસના કોઇ કામને લઇને કોર્ટ-કચેરીના ચક્કર વધી શકે છે.

લવઃ– પ્રેમ જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– ખાન-પાન ઉપર ધ્યાન આપો.

તુલા

પોઝિટિવઃ– તમારા પોઝિટિવ વિચારોને પ્રોત્સાહન આપવામાં આવશે. તમે તમારી કોશિશોમાં સફળતા મેળવી શકો છો. તમારા સંગીની માતાના કારણે તમને ધનલાભ થવાની સંભાવના છે.

નેગેટિવઃ– એક મુખ્ય પ્રોજેક્ટ- જેના ઉપર તમે ઘણાં સમયથી કામ કરી રહ્યા હતા, તે આગળ ઢલવાઇ શકે છે. આજે તમે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વ્યવસાયઃ– તમારી સામે આવેલી યોજનામાં રોકાણ કરતાં પહેલાં વિચાર કરો.

લવઃ- પ્રેમના દ્રષ્ટિકોણથી દિવસ ઉત્તમ છે.

સ્વાસ્થ્યઃ– કોઇ શારીરિક સમસ્યાના કારણે હોસ્પિટલ જવું પડી શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આર્થિક જીવન આ સમયે સારું રહેશે. નવી જોબ મળવાથી તમારી આવકમાં નફો થઇ શકે છે, જેના કારણે તમારી અનેક આર્થિક સમસ્યાઓ દૂર થઇ શકે છે. આ સમયે બચત કરવામાં તમે સફળ થઇ જશો.

નેગેટિવઃ– જે લોકો ઘરથી દૂર રહે છે, તેમણે આ સમયે પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પડી શકે છે. મિત્રો સાથે તમે હરવા-ફરવા જાવ અને જરૂરિયાત કરતા વધારે ધન ખર્ચ કરી દો અને ત્યાર બાદ તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઇ જશે.

વ્યવસાયઃ– જો તમે સ્ટોક માર્કેટમાં રૂપિયા લગાવો છો તો આ સમયે તમને નફો થઇ શકે છે.

લવઃ– જે લોકો પ્રેમથી દૂર ભાગતાં હતાં, તેમને આજે કોઇ ખાસ મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમે માનસિક અને શારીરિક તણાવમાં રહેશો.

ધન

પોઝિટિવઃ– તમારા બાળકો આજનો દિવસ તમારા માટે યાદગાર બનાવી શકે છે. તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમારા બાળકો દરેક સંભવ કોશિશ કરશે અને તેઓ તમારી આજ્ઞાનું પાલન પણ કરશે.

નેગેટિવઃ– તમને ઘરમાં એકલતાનો અનુભવ થશે. તમને પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા પણ સતાવી શકે છે. આ સમયે તમારા ભાઇ-બહેન સાથે તમારે થોડાં મતભેદ થઇ શકે છે.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કામ બાબતે કોઇપણ પ્રકારની ઉતાવળ કરશો નહીં.

લવઃ– પ્રેમી સાથે કોઇ રોમેન્ટિક જગ્યાએ ફરવા જઇ શકો છો.

સ્વાસ્થ્યઃ– પરણિત લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર

પોઝિટિવઃ– તમારા પિતા એક મિત્રની જેમ તમારી સાથે વાત કરશે. જેના કારણે તમારા દિમાગમાં ચાલી રહેલી મુંજવણોને તમે તેમની સામે રાખશો. આ સમયે તમને આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે.

નેગેટિવઃ– જો તમે સાવધાની જાળવી નહીં તો ધનહાનિ થઇ શકે છે. વૃશ્ચિક રાશિના થોડાં લોકો આ સમયે સોનું પણ ખરીદી શકો છો. જેના કારણે તમારી આર્થિક સ્થિતિ થોડી ડગમગી શકે છે.

વ્યવસાયઃ– જે લોકો કાર્યક્ષેત્રમાં કામના બોજથી પરેશાન હતાં તેઓ એક યોગ્ય રણનીતિ બનાવીને પરેશાનીઓથી બચી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે તમારે જે મતભેદ ચાલી રહ્યો હતો તેને દૂર કરવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ– તમારે નિયમિત રૂપથી યોગનો અભ્યાસ કરવો જોઇએ.

કુંભ

પોઝિટિવઃ– આર્થિક દ્રષ્ટિએ તમારા માટે થોડી જરૂરી વસ્તુઓ ખરીદવી સરળ રહેશે. પરિવાર અને બાળકો સાથે સમય વિતાવશો તો ફ્રેશ રહી શકશો. માતા-પિતા તરફથી તમને આર્થિક મદદ મળી શકે છે.

નેગેટિવઃ– પોતાની પોઝિશનથી આ સમયે તમારે હાથ ધોવા પડી શકે છે. તમારા વિરોધીને આ સમયે તમારા સ્થાને બેસાડવામાં આવી શકે છે.

વ્યવસાયઃ– આ સમયે ઓફિસમાં થતી રાજનીતિથી તમે પરેશાન રહેશો.

લવઃ– જીવનને યોગ્ય રીતે જીવવા માટે વિવાદોને સમજદારીથી ઉકેલવાં.

સ્વાસ્થ્યઃ– જે લોકો કારથી ઓફિસ જાય છે, તેમણે પીઠનું ખાસ ધ્યાન રાખવું.

મીન

પોઝિટિવઃ– નોકરિયાત લોકોને શુભફળ પ્રાપ્ત થશે. તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામથી ખુશ થશે અને તેમના વખાણ સાંભળીને તમે પણ કામ પ્રત્યે વધારે મન લગાવશો.

નેગેટિવઃ– જો તમે સંબંધને વધારે મજબૂત જાળવી રાખવા માંગતાં હોવ તો પોતાના અહંકારને દૂર કરવાની કોશિશ કરો. તમારા આર્થિક પક્ષની વાત કરવામાં આવે તો તમારે ફાલતૂ ખર્ચ ઓછા કરવા જોઇએ.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આ સમયે થોડી પરેશાનીઓ ઊભી થઇ શકે છે.

લવઃ– પ્રેમ જીવનમાં સંભાળીને ચાલવું.

સ્વાસ્થ્યઃ– જીવનથી કંટાળી ગયા હોવ તો ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here