Friday, August 6, 2021
Home23 ઓગસ્ટનું રાશિફળ : રવિવારે મેષ જાતકોને આર્થિક લાભ આપનાર સૂચના પ્રાપ્ત...
Array

23 ઓગસ્ટનું રાશિફળ : રવિવારે મેષ જાતકોને આર્થિક લાભ આપનાર સૂચના પ્રાપ્ત થશે, વૃષભ રાશિના લોકોને માઇગ્રેનની સમસ્યા રહેશે

મેષ

પોઝિટિવઃ– આજે કોઇ ફોન કોલ દ્વારા તમને મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે. કળાત્મક ક્રિયાઓમાં આજે તમને રસ વધશે.

નેગેટિવઃ– આજે અન્ય લોકોની ઉપર વિશ્વાસ કરવાની જગ્યાએ પોતાના અંતરાત્માના નિર્ણયને પ્રાથમિકતા આપવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળશે.

લવઃ– તમારી વ્યક્તિગત પરેશાની તમારા જીવનસાથીને જણાવશો નહીં.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે આત્મબળ અને ઊર્જામાં ઘટાડો અનુભવ થશે.

વૃષભ

પોઝિટિવઃ– જો પ્રોપર્ટી સંબંધિત કોઇ નિર્ણય લેવા જઇ રહ્યા છો તો આજે તેના ઉપર ગંભીરતાતી વિચાર કરો. સફળતા જરૂર પ્રાપ્ત થશે. બાળકોની સમસ્યામાં તેમનો સહયોગ કરો.

નેગેટિવઃ– તમારી કોઇપણ પરેશાનીમાં ભાઇ-બહેનોનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થશે. જેથી તેમની સાતે સંબંધ મધુર જાળવીને રાખો. તમારા અંદર નકારાત્મક વિચારોને આવવા દેશો નહીં.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કામની મંદી રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– માઇગ્રેન અને સર્વાઇકલ જેવી પરેશાનીના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહેશે.

મિથુન

પોઝિટિવઃ– આ સમય દરેક કાર્ય માટે સારો છે. તમારી બધી જ શક્તિઓ અને દ્દઢતાથી તે કાર્યને પૂર્ણ કરો. તમારો નવો લૂક તમારા આત્મવિશ્વાસને વધારશે. આ સમય સ્થાળાંતરણ અથવા પ્રમોશનથી નવા લોકો સાથે સંપર્ક થશે.

નેગેટિવઃ– તમારા જીવનને બદલવા માટે તમારા દ્રષ્ટિકોણને બદલો. પરિવાર, મિત્રો, સાથીઓ અને અન્ય લોકો સાથે તમારા સંબંધોને મજબૂત કરવા માટે આ સમય સારો છે.

વ્યવસાયઃ– કોઇને ધન ઉધાર આપેલું છે તો તે તમારી તિજોરીમાં પાછું આવી શકે છે.

લવઃ– આજે તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ રહેશે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમારું આરોગ્ય સારું રહેશે.

કર્ક

પોઝિટિવઃ– આ સમયે કોઇ નવી શરૂઆતની પણ સંભાવના છે. આત્મ-મૂલ્યાંકન ભવિષ્યમાં આવતાં પરિવર્તનોને ઓછું કરવામાં તમારી મદદ કરશે. તમે તમારી તાકાત અને સીમા વિશે પોતાની સાથે પ્રામાણિક રહો.

નેગેટિવઃ– વ્યક્તિગત વિવાદથી છુટકારો મેળવવા માટે કોઇનો પક્ષ લેશો નહીં. શાંત રહો અને ધ્યાન કરો. બધી જ પરિસ્થિતિઓમાં પોતાને સંતુલિત જાળવી રાખો.

વ્યવસાયઃ– વ્યાવસાયિક ઉપલબ્ધિની ભાવનાનો આનંદ ઉઠાવો.

લવઃ– સંબંધોનો ફ્રેશ રાખવા માટે હસી-મજાક કરવાનું ભુલશો નહીં.

સ્વાસ્થ્યઃ– તમારી સારી ફિટનેસથી તમે અન્ય લોકોને પ્રેરિત કરશો.

સિંહ

પોઝિટિવઃ– જીવન પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ ખૂબ જ આશાવાદી છે અને તમે આ સમયે કોઇ ખરાબ નિર્ણય લેશો નહીં. આ પોઝિટિવ દ્રષ્ટિકોણનો લાભ ઉઠાવો. આ સમય યાત્રા કરીને દુનિયા સાથે હળવા-મળવાનો યોગ્ય સમય છે.

નેગેટિવઃ– ઘરેલુ સમસ્યાઓના કારણે યાત્રાની યોજનાઓમાં મોડું થઇ શકે છે અથવા તેને રદ્દ કરવી પડી શકે છે. તે કિંમતી અને ભૌતિક વસ્તુઓનું ધ્યાન રાખો જે તમારા માટે મહત્ત્વપૂર્ણ છે.

વ્યવસાયઃ– લાઇફ પાર્ટનરના પગારમાં વધારો થઇ શકે છે.

લવઃ– આ સમયે તમારે તમારા સંબંધને વધારે મજબૂત બનાવવાની જરૂરિયાત છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમારું આરોગ્ય સારું રહી શકે છે.

કન્યા

પોઝિટિવઃ– હાલ તમે તમારા દેખાવને લઇને ખૂબ જ સારું અનુભવી રહ્યા છો, આ નવા લૂકથી તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. મિત્રો અને પરિવાર સાથે ભોજન કરો અને તે વિચારોને વ્યક્ત કર્યો જે તમારા મનમાં ચાલી રહ્યા છે.

નેગેટિવઃ– તમારા સામાન્ય સામાજિક સર્કલમાંથી બહાર આવો અને તેનાથી તમે થોડાં નવા અવસરો પ્રાપ્ત કરો. સૌથી મોટી સમસ્યાઓને દૂર કરવા માટે શાંત રહેવું એકમાત્ર મંત્ર છે.

વ્યવસાયઃ– કરિયરમાં વેપારમાં તમને ઉન્નતિ મળશે.

લવઃ– અચાનક આવેલી ઘરેલુ સમસ્યા તમને વ્યસ્ત રાખી શકે છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે તમને આનંદ મળશે અને તણાવથી મુક્તિ મળશે

તુલા

પોઝિટિવઃ– આજે વ્યસ્ત જીવનથી સમય કાઢીને તમારું ધ્યાન તમારા મિત્રો સાથે ફરવા અને તેમના શોખ પૂર્ણ કરવામાં કેન્દ્રિત કરો. કાર્યસ્થળના મિત્રો સાથે સમય વિતાવો અને વિચારો વ્યક્ત કરો.

નેગેટિવઃ– અવગુણોથી બચવું અને જરૂરી આરામ કરો. આત્મનિરીક્ષણ માટે એકલા રહેવું જરૂરી છે. જો તમે નિરાશાનો અનુભવ કરી રહ્યા છો તો તમારા સલાહકાર અથવા શિક્ષક પાસે જાવ.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમને નવા અને પોઝિટિવ અનુભવ પ્રાપ્ત થશે.

લવઃ– જે સંબંધોમાં સતત વિવાદો થતાં હોય, તેમને તોડી નાખવાં જ સારા.

સ્વાસ્થ્યઃ– ઘર-પરિવારમાં પરિજનોનું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– કરિયર વિકલ્પ પર ફરી વિચાર કરો અને કંઇક નવું કરવા વિશે વિચારવા માટે આ ક્ષણ યોગ્ય છે. આ સમય સ્થાળાંતરિત થવા, યાત્રા અથવા વિદેશ જવા માટે પણ યોગ્ય છે.

નેગેટિવઃ– તમારે આત્મનિરીક્ષણની જરૂરિયાત છે અને તમારામાં દુઃખનો સામને કરવાનો સાહસ હોવો જોઇએ. વધારે કામ કરશો નહીં અને આ સમયે સામાજિકરણથી બચવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી ઊર્જાનું સ્તર કમાલનું રહેશે.

લવઃ– પ્રેમના બંધનમાં જોડાતા પહેલાં, તમે તે વ્યક્તિને સાચો પ્રેમ કરો છો કે નહીં તેના વિશે વિચાર કરી લો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય માટે આ દિવસ સારો છે.

ધન

પોઝિટિવઃ– તમારા પ્રિયજન, મિત્રોને મળો, તેનાથી તમે જીવનના પોઝિટિવ દ્રષ્ટિકોણને જોવામાં મદદ મળશે. તમારા માતા-પિતા, વિશેષ રૂપથી તમારી માતા સાથે સંપર્ક કરો. પરિવાર સાથે રહેવાથી શાંતિ મળશે.

નેગેટિવઃ– તમારા માટે તમારી ભાવનાત્મક અને શારીરિક તંદુરસ્તી આ સમયે મહત્ત્વપૂર્ણ છે. તમારા ભય અને ચિંતા માટે તમારા હ્રદયના સૌથી નજીકના વ્યક્તિ ઉપર વિશ્વાસ કરો.

વ્યવસાયઃ– શેરબજારમાં રોકાણ કરતાં લોકોને આ સમયે લાભ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– તમારા રોમેન્ટિક સફરને વ્યવસ્થિત કરો.

સ્વાસ્થ્યઃ– વધારે ગળ્યું ભોજન કરવાથી બચવું.

મકર

પોઝિટિવઃ– તમારી ભૂલો અને અન્યના અનુભવોથી શીખવાની તમારી ક્ષમતા તમારી ખાસિયત છે. જો તમે તે વ્યક્તિની શોધ કરી રહ્યા છો જે તમારું જીવન બદલશે, તો એકવાર અરીસામાં જોઇ લેવું.

નેગેટિવઃ– હવે તમે તમારા નિયમો જાતે બનાવશો જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે. જીવન તમને તે લોકોનો સાથ નથી આપતું જેને તમે ઇચ્છો છો, પરંતુ તે લોકોનો સાથ આપે છે જેમની તમારે જરૂરિયાત છે.

વ્યવસાયઃ– તમારી આર્થિક જરૂરિયાતોને પૂર્ણ કર્યા બાદ તમે સમાજ કલ્યાણ માટે ડોનેશન આપી શકો છો.

લવઃ– તમારી લવ લાઇફ વિશે કોઇ ખાસ નિર્ણય લો.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યને લઇને આ સમયગાળા દરમિયાન સાવધાન રહો.

કુંભ

પોઝિટિવઃ– આ સમયે નવા અવસરનો ફાયદો ઉઠાવો. આજે તમે તમારા જીવનના મજેદાર ક્ષણ વિશે જાણવાની કોશિશ કરો. આ સમય તમારે પરિવારને સમર્પિત કરવો જોઇએ.

નેગેટિવઃ– કોઇ નુકસાન અને દુર્ઘટના તમને પરેશાન કરી શકે છે. આજે તમે ભાવનાત્મક રૂપથી એકલા અને નિરાશ અનુભવ કરશો.

વ્યવસાયઃ– તમારે કોઇપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવી લેવી જોઇએ.

લવઃ– આ સમયે તમારી લવ લાઇફ શાંતિપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારા પિતાનું સ્વાસ્થ્ય ઠીક થઇ જશે.

મીન

પોઝિટિવઃ– ભય છોડીને આત્મવિશ્વાસથી કામ લો. માતા-પિતા તરફથી તમને કોઇપણ પ્રકારની આર્થિક મદદ મળી શકે છે. જેના કારણે તમારી બચતમાં વધારો થઇ શકે છે.

નેગેટિવઃ– સૌભાગ્ય તમારી સાથે હશે. તમારે આ સમયે તમારા આકર્ષણ અને સારી ભાવનાને શો કરવાનું રહેશે. કોઇપણ સંબંધ કે પાર્ટનરશિપ પહેલાં ભવિષ્યની સંભાવનાઓનું ધ્યાન રાખો.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સાથે જોડાયેલ વિવાદ ઉકેલાઇ જશે.

લવઃ– તમારા પ્રેમમાં પ્રામાણિકતા રહેશે, જેનાથી તમે રોમેન્ટિક જીવનનો આનંદ ઉઠાવી શકો છો.

સ્વાસ્થ્યઃ– તમારા બાળકોનું ધ્યાન રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments