24 ઓગસ્ટનું રાશિફળ : સપ્તાહનો પહેલો દિવસ કન્યા જાતકો માટે શુભફળદાયી રહેશે, કિસ્મતનો સાથ મળશે

0
10

મેષ

પોઝિટિવઃ– સંતાનના અભ્યાસ અથવા લગ્ન સાથે સંબંધિત કામ થઇ શકે છે. ધર્મ અને આધ્યાત્મિક કાર્યોમાં પણ સમય વ્યતીત થશે. તમારા સારા સ્વભાવના કારણે લોકો તમારું સન્માન કરશે.

નેગેટિવઃ– યુવા વર્ગ ઇચ્છાપૂર્તિ માટે ખોટી રીતનો ઉપયોગ કરી શકે છે. જેના કારણે તેઓ મુશ્કેલીમાં ફસાઇ શકે છે. નકારાત્મક ગતિવિધિઓથી દૂર રહો.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ દિવસ સામાન્ય રહેશે.

લવઃ– ઘર-પરિવારમાં ક્લેશની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે સમય અનુકૂળ છે. બેંક રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે. અચાનક કોઇ જૂના મિત્રને મળવાથી તમે પ્રસન્ન રહેશો.

નેગેટિવઃ– પરિવારના કોઇ સભ્યનું સ્વાસ્થ્ય ચિંતાનું કારણ બનશે. ભાઇઓ સાથે પણ મનમુટાવની સ્થિતિ રહેશે. આ સમય થોડો સાવધાની પૂર્વક વ્યતીત કરો.

વ્યવસાયઃ– કામકાજમાં નવી તકનીક અને હુનરનો ઉપયોગ કરો.

લવઃ– ઘરનું વાતાવરણ સારું જળવાશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન

પોઝિટિવઃ– સંપત્તિ સંબંધિત ચાલી રહેલો કોઇ વિવાદ મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે. જેથી મનમાં સંતોષ વ્યાપ્ત રહેશે. આર્થિક સ્થિતિઓ પહેલાં સારી બનશે.

નેગેટિવઃ– ખોટાં ખર્ચમાં દિવસ પસાર થશે. જેના કારણે તમે પોતાને અને પરિવારના લોકોને સમય આપી શકશો નહીં. વાહન સંબંધિત કોઇ નુકસાન થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– કોઇ રાજનેતા અથવા અધિકારી સાથે તમારી મુલાકાત તમારા ભાગ્યને બળ પ્રદાન કરશે.

લવઃ– પરિવાર સાથે શોપિંગ અને મનોરંજન સંબંધિત કાર્યમાં સમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ– ખાનપાનમાં સાવધાની રાખો.

કર્ક

પોઝિટિવઃ– તમે આકરી મહેનત અને પરિશ્રમથી તે બધું જ હાંસલ કરશો જેની તમે ઇચ્છા રાખી હતી. સફળતા અને ભાગ્ય ઉન્નતિના રસ્તા પ્રબળ થઇ રહ્યા છે. પરંતુ તેનો ઉપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે.

નેગેટિવઃ– તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખો તથા ખોટાં ખર્ચ ઉપર પણ નિયંત્રણ રાખો. આ સમયે હાથમાં રૂપિયા આવતાં-આવતાં અટકી જશે.

વ્યવસાયઃ– વેપાર સંબંધિત કોઇ રોકાણ કરવામાં સાવધાની જાળવવી.

લવઃ– કામકાજની વ્યસ્થતા અને પારિવારિક જીવન વચ્ચે તાલમેલ ગોઠવો

સ્વાસ્થ્યઃ– સમયે-સમયે આરામ લેવો જરૂરી છે.

સિંહ

પોઝિટિવઃ– આ સમય માનસિક શાંતિ અને સંતોષદાયક છે. સંતાનના અનુકૂળ લગ્નથી મનમાં પ્રસન્નતા જળવાયેલી રહેશે. ભાઇઓ સાથે સંબંધોમાં મધુરતા વધશે. વૈભવ સંબંધિત વસ્તુની ખરીદારી સંભવ છે.

નેગેટિવઃ– દેવાથી છુટકારો મેળવવા માટે પ્રયાસ કરવો પડશે. મકાન અને દુકાન ઉપર નિર્માણ વગેરે કાર્યો ઉપર ખર્ચ વધારે થઇ શકે છે.

વ્યવસાયઃ– વેપાર સંબંધિત થોડી લાભદાયક યોજનાઓ બનશે

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– કસરત કરતાં રહો.

કન્યા

પોઝિટિવઃ– તમે જીવનની સમસ્યાઓને વધારે સરળતાથી ઉકેલી શકો છો. આ સમયગાળામાં તમને સારા અવસરોની પ્રાપ્તિ થશે. કિસ્મત તમને સાથ આપશે અને પરિવારના લોકોનો સહયોગ મળશે.

નેગેટિવઃ– સમસ્યા વધવાની સંભાવના છે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી તમારા માટે શુભફળદાયી રહેશે. આ સમયે તમારા નિર્ણયોમાં અહંકારને વચ્ચે આવવા દેશો નહીં.

વ્યવસાયઃ– તમારી આર્થિક સ્થિતિ વધું સારી બનાવવા માટે નવા અસવર મળી શકશે.

લવઃ– પ્રેમ સંબંધો માટે આ સમય સારો નથી.

સ્વાસ્થ્યઃ– આ દરમિયાન તમારે વાણી દોષથી બચવું જોઇએ.

તુલા

પોઝિટિવઃ– આ સમય તે લોકો માટે ખૂબ જ સારો રહેશે જે રચનાત્મક અને કળાત્મક કાર્ય કરે છે. તે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે જે કોઇ ક્ષેત્રમાં સારી સફળતા હાંસલ કરવા માંગે છે.

નેગેટિવઃ– પ્રોફેશનલ જીવનમાં તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિના કારણે તમારે શાંત રહેવાની જરૂરિયાત છે અને જે કામ તમને આપ્યું છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપમાં કામ કરતાં લોકો માટે સમય સારો નથી.

લવઃ– તમે અને તમારો પાર્ટનર જાણો છો કે, તમારા બંને માટે શું સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– જમણી આંખમાં કોઇ સમસ્યા થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે તમને અનેક પોઝિટિવ પરિણામોની પ્રાપ્તિ થશે. આ સમય સારી યોજના બનાવવા અને તેને લાગૂ કરવા માટે સારો છે. તમે સામાજિક જીવનમાં થોડાં વધારે સક્રિય થઇ શકો છો.

નેગેટિવઃ– પરણિતા લોકોના જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. રાહુની ઉપસ્થિતિ તમને ધન પાછળ ભાગવા મજબૂર કરી શકે છે. પારિવારિક સુખમાં કમી આવી શકે છે.

વ્યવસાયઃ– આ સમય કોઇપણ વ્યક્તિ સાથે લેવડ-દેવડમાં સાવધાની જાળવો.

લવઃ– આ સમય તમારું જીવન ઉત્સાહથી ભરપૂર રહેશે.

સ્વાસ્થ્યઃ– તમે તમારી માતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

ધન

પોઝિટિવઃ– ઘરેલુ સમસ્યાઓ અથવા માતાજીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. તમારો હસમુખ સ્વભાવ તમને મિત્રતાપૂર્ણ અને નમ્ર જાળવી રાખશે. તમને નવા અવસર મળશે અને પાર્ટનરશિપમાં નફો થશે.

નેગેટિવઃ– આ દરમિયાન તમને કોઇ ચિંતા પરેશાન કરી શકે છે. આ સમયે તમારે થોડાં શાંત થવાની જરૂરિયાત છે અને જીવનનો આનંદ લઇને જીવનની પ્રક્રિયા પર વિશ્વાસ રાખવાની જરૂર છે.

વ્યવસાયઃ– સૂર્ય વિદેશી સ્ત્રોતથી તમને સારી બિઝનેસ ડીલ અપાવી શકે છે.

લવઃ– તમે તમારા નવા સંબંધને લઇને સુખી અને ઉત્સાહિત રહેશો.

સ્વાસ્થ્યઃ– પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર

પોઝિટિવઃ– ચંદ્ર ઉપર એકથી વધારે ગ્રહોની દૃષ્ટિ રહેશે, જેના કારણે તમે મહત્ત્વકાંક્ષી બનશો અને તમારા લક્ષ્યને મેળવવા માટે દૃઢસંકલ્પ બનશે. આ દરમિયાન તમને સારા અવસર પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ દરમિયાન તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવાની જરૂરિયાત છે. મંગળની દૃષ્ટિ ચોથા ભાવમાં હોવાથી તણાવ વધી શકે છે.

વ્યવસાયઃ– ત્રણ ગ્રહોનું અગિયારમાં ભાવને જોવું તમારી વિવિધ પ્રકારની યોજનાને સફળ બનાવશે.

લવઃ– નજરના પ્રેમ કે ઇશારાનું પ્રેમ જીવનમાં ખાસ મહત્ત્વ છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.

કુંભ

પોઝિટિવઃ– ચંદ્રનુ ગોચર આઠમાં ભાવમાં રહેશે. આ ભાવથી દુર્ઘટનાઓ, અચાનક નુકસાન, પરિવર્તન વગેરેમાં વિચાર કરવામાં આવી શકે છે. આ ગોચરકાળ દરમિયાન તમારે તે સંસાધનોનો ઉપયોગ કરવો જોઇએ જે તમારી પાસે છે.

નેગેટિવઃ– તમારે આ સમયગાળા દરમિયાન કાનૂનની સીમામાં રહીને જ કોઇ કામ કરવું જોઇએ. તમારા સંબંધ વિશે વાત કરવામાં આવે તો તમે તમારા પાર્ટનર પાસેથી વધારે જ માંગ કરી રહ્યા છો.

વ્યવસાયઃ– બિઝનેસમાં થોડી પરેશાની આવી શકે છે.

લવઃ– તમારી આંતરિક ઊર્જા અન્ય લોકોને તમારા પ્રત્યે આકર્ષિત કરશે.

સ્વાસ્થ્યઃ– તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

મીન

પોઝિટિવઃ– ગોચર તે લોકો માટે લાભદાયી રહેશે જેઓ કોઇ શોધ કાર્ય કરી રહ્યા છે. તમને કોઇ એવા વ્યક્તિથી લાભ મળી શકે છે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય.

નેગેટિવઃ– તમને વાદ-વિવાદની સ્થિતિથી બચીને રહેવાની સલાહ આપવામાં આવે છે. કોઇપણ પ્રકારની શંકા કે ગેરસમજથી બચવા માટે સ્પષ્ટ વાત કરવી જોઇએ.

વ્યવસાયઃ– આ સમયે તમને નવી નોકરી મળી શકે છે.

લવઃ– પ્રેમ અને બોરિંગ જીવનમાં તાજગી આવી શકે છે.

સ્વાસ્થ્યઃ– તેલ અને મસાલાવાળું ભોજન કરવું નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here