Thursday, August 5, 2021
No menu items!
Home25 ઓગસ્ટનું રાશિફળ : મંગળવારે મેષ જાતકોએ ચુનોતીઓનો સામનો કરવા માટે તૈયાર...
Array

25 ઓગસ્ટનું રાશિફળ : મંગળવારે મેષ જાતકોએ ચુનોતીઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું, નાની ચૂક પણ મોટું નુકસાન કરાવશે

મેષ

પોઝિટિવઃ– આજે તમે તમારી અંદર એક અદભૂત ઉત્સાહ અને ઊર્જા અનુભવ કરશો. તમને કોઇ મહત્ત્વપૂર્ણ અવસરની પ્રાપ્તિ થશે, જેનો તમે સંપૂર્ણ લાભ ઉઠાવવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ– ચુનોતીઓ આજે તમને સામે જ મળશે. જો તમે તેનો મુકાબલો કરશો તો વિજય નિશ્ચિત મળશે જ. થોડી પણ હાર માનશો તો મોટું નુકસાન થઇ શકે છે.

વ્યવસાયઃ– ગ્લેમર અને બ્યૂટી પ્રોડક્ટ્સ સાથે જોડાયેલાં વેપારમાં ઉન્નતિ પ્રાપ્ત થશે.

લવઃ– જીવનસાથી સાથે હરવા-ફરવાનો કાર્યક્રમ બનશે.

સ્વાસ્થ્યઃ– ગળામાં ઇન્ફેક્શન અને ઉધરસની પરેશાની થઇ શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– આજનો દિવસ આર્થિક સ્થિતિ તરફ વધારે સારો કરવામાં પસાર થશે. પરિવારમાં મોજ-મસ્તી, ખુશહાલીનું વાતાવરણ રહેશે. સંબંધોને સારા જાળવી રાખવા અંગે વિશેષ ધ્યાન આપો.

નેગેટિવઃ– બાળકોની ગતિવિધિઓ ઉપર નજર રાખો. તેમનું યોગ્ય માર્ગદર્શન કરવું તમારી જવાબદારી છે. કોઇપણ પ્રકારની યાત્રા ટાળશો તો સારું રહેશે.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં સમય ઓછો વ્યતીત થશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધો મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– યૂરિન સંબંધિત કોઇ પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.

મિથુન

પોઝિટિવઃ– ઘરમાં મહેમાનોનું આગમન થશે. જેના કારણે તમે દૈનિક કાર્યક્રમોમાં પણ પરિવર્તન કરશો. તમારી ઇચ્છા અને રસ પ્રમાણે દિવસ વ્યતીત થશે.

નેગેટિવઃ– લોકોની વચ્ચે કોઇપણ વ્યક્તિની આલોચના કે નિંદા ન કરો. આર્થિક મામલે સાવધાની જાળવવી અતિ જરૂરી છે.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સાથે જોડાયેલાં વેપારમાં મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળી શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– જે વ્યક્તિઓને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમણે ધ્યાન રાખવું.

કર્ક

પોઝિટિવઃ– આત્મવિશ્વાસ અને મનોબળની મદદે તમે અનેક નવી ઉપલબ્ધિ પ્રાપ્ત કરશો. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે તમારી મુલાકાત ધન પ્રાપ્તિનો રસ્તો ખોલશે.

નેગેટિવઃ– મનોરંજન સંબંધિત કાર્યોમાં વધારે ખર્ચ થવાના કારણે તમારું બજેટ ખરાબ થઇ શકે છે. તમારી ઇચ્છાઓ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે.

વ્યવસાયઃ– વેપારમાં કોઇ નવું એગ્રીમેન્ટ થઇ શકે છે.

લવઃ– જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ખાનપાન સંયમિત રાખો.

સિંહ

પોઝિટિવઃ– આજે ધનલાભનો દિવસ છે. તમારા નજીકના વ્યક્તિની મદદ કરવાથી તમને સુખનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતા સંબંધિત પરીક્ષામાં સફળતા મળી શકે છે.

નેગેટિવઃ– અન્ય લોકોની આલોચનામાં ભાગીદાર બનશો નહીં, આવું કરવાથી તમારા સંબંધો ખરાબ થઇ શકે છે. તમારા વ્યક્તિગત કાર્યો ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ– પાર્ટનરશિપ સંબંધિત વ્યવસાયમાં તમારી દૃષ્ટિ રાખો.

લવઃ– જીવનસાથી સાથે મતભેદ થવાથી સ્વાસ્થ્ય ઉપર અસર પડશે.

સ્વાસ્થ્યઃ– યોગ કરતાં રહો.

કન્યા

પોઝિટિવઃ– આજે સમય જ્ઞાનવર્ધક અને મહત્ત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરવામાં વ્યતીત થશે. કોઇ પ્રેરક વ્યક્તિ સાથે મુલાકાત થશે. માનસિક શાંતિ રહેશે. દૈનિક અને રોજિંદા કાર્યો પણ ચાલતાં રહેશે.

નેગેટિવઃ– તમારા વ્યક્તિગત મામલાઓને નજરઅંદાજ કરશો નહીં. તમારી ઉપર કોઇ લાંછન લગાવી શકે છે.

વ્યવસાયઃ– ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત મામલે સફળતા પ્રાપ્ત થશે.

લવઃ– જીવનસાથીનો ઘર અને પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસની સમસ્યા રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજે તમે તમારી યોજનાઓને ગતિ આપશો. જેમાં રચનાત્મક કાર્ય મુખ્ય રહેશે. આ દિવસોમાં તમે તમારા સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન લાવી રહ્યા છો.

નેગેટિવઃ– ઘરમાં કોઇ વડીલના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. હોસ્પિટલ વગેરેના ચક્કર પણ લગાવી શકો છો. ઘરમાં વધારે ડિસિપ્લિન જાળવીને રાખવું પારિવારિક લોકો માટે પરેશાની ઉત્પન્ન કરી શકે છે.

વ્યવસાયઃ– વેપારમાં થોડો વિસ્તાર કરવાની યોજના બનશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– વાસી ભોજન કરવું નહીં.

વૃશ્ચિક

પોઝિટિવઃ– ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. તમે જે કામ વિચારશો તેને પૂર્ણ કરીને જ રહેશો. પરિવારના સભ્યો પ્રત્યે તેમની જરૂરિયાતોનું પૂર્ણ ધ્યાન રાખવું.

નેગેટિવઃ– તમારી યોજનાઓને યોગ્ય રીતે ગતિ આપવા માટે તમારા વિચારોમાં નેગેટિવિટી ઉત્પન્ન થવા દેશો નહીં.

વ્યવસાયઃ– આજે કારોબારમાં તમને કોઇ ઉપલબ્ધિ મળી શકે છે.

લવઃ– લગ્ન સંબંધમાં તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– દુર્ઘટનાની સ્થિતિ રહેશે. સાવધાન રહેવું

ધન

પોઝિટિવઃ– આજનો દિવસ લાભકારી છે. સમય મજાક-મસ્તીમાં પસાર થશે તથા હ્રદય ખોલીને પરિવાર ઉપર ખર્ચ પણ કરશો. અન્ય લોકોની નજરે તમારી છાપ વધારે સુધરશે.

નેગેટિવઃ– મહેમાનોની વધારે અવર-જવર તમને પરેશાન કરી શકે છે. ભાઈ-બહેનોની વચ્ચે મતભેદ વધવાની આશંકા છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકો પોતાના ઉચ્ચઅધિકારીઓના કામના દબાણથી તણાવમાં રહેશે.

લવઃ– પારિવારિક જીવન સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્ત્રીઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મકર

પોઝિટિવઃ– સમય પ્રતિષ્ઠા વર્ધક છે. ભાગ્ય તમને સહયોગ કરશે. વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત સાર્થક રહેશે. આ સમયે તમને નિશ્ચિત સફળતા મળશે.

નેગેટિવઃ– ધ્યાન રાખો કે ક્યારેક વધારે વિચાર કરવાથી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકવા લાગે છે. સરકારી કાર્યોને પૂર્ણ કરવામાં વધારે મહેનતની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– વેપારમાં નવા સંપર્ક લાભદાયી સાબિત થશે.

લવઃ– કોઇપણ મુદ્દે જીવનસાથીની સલાહ લેવી તમારા માટે લાભદાયક રહેશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– તમે તમારી પારિવારિક અને વ્યવસાયિક જવાબદારીને અંજામ આપશો. યશ, કીર્તિ અને માન-સન્માનમાં વધારો થશે.

નેગેટિવઃ– ભાઇ-બહેનો સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. પરિસ્થિતિઓ કેટલી પણ નકારાત્મક હોય, તમે પોઝિટિવ પક્ષ શોધી જ લેશો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રણાં સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે

લવઃ– લગ્નસંબંધમાં તણાવ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી થઇ શકે છે.

મીન

પોઝિટિવઃ– અભ્યાસ કરી રહેલાં જાતકો માટે સફળતાદાયક સમય છે. એકાગ્ર થઇને રહો. તમારી ઊર્જા અને શક્તિ વધારવા માટે સારા સાહિત્ય અને આધ્યાત્મિક કાર્યોમાં રસ લો.

નેગેટિવઃ– ઘરમાં કોઇ વાતને લઇને ક્લેશ ઉત્પન્ન થઇ શકે છે. ક્યારેક તમારો જિદ્દી સ્વભાવ અન્ય માટે પરેશાનીનું કારણ બની શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આ સમયે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને તણાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– કસરત કરવામાં બેદરકારી કરશો નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments