28 ઓગસ્ટનું રાશિફળ : શુક્રવારના દિવસે સિંહ જાતકો તેમના આત્મવિશ્વાસ દ્વારા નકારાત્મક પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી શકશે

0
16

મેષ

પોઝિટિવઃ– આજે તમે કોઇને કશું કીધા વિના તમારી દીનચર્યા સંબંધિત થોડી યોજના બનાવી છે. જેમાં તમે સફળ રહેશો. પરિવાર સાથે ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ પણ બનશે.

નેગેટિવઃ– કોઇ નકારાત્મક પ્રવૃત્તિના મિત્ર સાથે સંપર્કમાં રહેવું તમારી માનહાનિનું કારણ બની શકે છે. સંતાનની ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર નજર રાખવી જરૂરી છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથી અને પરિવાર સાથે મનોરંજનમાં સમય વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– તમે આ સમયે રોકાણ સંબંધિત જે નીતિઓ બનાવી રહ્યા છો તેમાં થોડી ભૂલ થવાની આશંકા છે. તેના ઉપર ફરી વિચાર કરો અથવા આજે સ્થગિત જ રાખો.

નેગેટિવઃ– મનમાં કોઇ કારણ વિના અશાંતિ અનુભવ કરશો. થોડો સમય પ્રકૃતિ સાથે અને મેડિટેશનમાં વ્યતીત કરવો યોગ્ય રહેશે. યુવા વર્ગે પોતાના કરિયર સાથે સંબંધિત કાર્યમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સાથે જોડાયેલાં વ્યવસાય માટે લાભદાયક સ્થિતિ બની રહી છે.

લવઃ– જીવનસાથી કામ વધારે હોવાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– મોમાં છાલા પડી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– થોડાં સમયથી તમે તમારું ધ્યાન તમારા વ્યક્તિત્વ અને પર્સનાલિટીને નિખારવામાં આપી રહ્યા છો. જેમાં તમને સફળતા પણ મળી છે. આ સમયે તમારી થોડી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ સફળ રહેશે.

નેગેટિવઃ– પોતાના ઉપર સમય વ્યતીત કરવા સાથે પરિવાર તથા સંબંધિઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો. ભાઇઓ સાથે પણ કોઇ પ્રકારનો મતભેદ થવાની આશંકા છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇ પ્રકારના સ્થાન અથવા કાર્યપ્રણાલીમાં પરિવર્તનની જરૂરિયાત છે.

લવઃ– જીવનસાથી પરિવારની દેખરેખમાં પૂર્ણ સમર્પિત રહેશે.

સ્વાસ્થ્યઃ– વાહનનો સાવધાની પૂર્ણ ઉપયોગ કરો.

કર્ક

પોઝિટિવઃ– કોઇપણ પ્રકારની પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ સંભાવના છે. એટલે સંપૂર્ણ એકાગ્રચિત્ત થઇને તમારા લક્ષ્ય પ્રત્યે ધ્યાન લગાવો.

નેગેટિવઃ– ક્યારેક વધારે ઉતાવળ અને ઉત્તેજનાના કારણે સ્વભાવમાં ચિડીયાપણું આવી શકે છે. કોઇ નજીકના સંબંધી સાથે મનમુટાવ થવાની આશંકા છે.

વ્યવસાયઃ– કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં મદદગાર સાબિત થઇ શકે છે.

લવઃ– પતિ-પત્ની એકબીજા સાથે સમય વ્યતીત કરી શકશે નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– તમે તમારા આત્મવિશ્વાસ અને વાતોથી નકારાત્મક પરિસ્થિતિઓ ઉપર કાબૂ મેળવી શકશો. સમાજમાં તમારું માન-સન્માન અને વર્ચસ્વ જળવાયેલું રહેશે.

નેગેટિવઃ– ક્યારેક તમારી વિચલિત મનઃસ્થિતિ તમને નિર્ણય લેવામાં થોડી પરેશાન કરી શકે છે. બાળકો ઉપર વધારે ધ્યાન અને અનુશાસન રાખવું તેમને પરેશાન કરશે.

વ્યવસાયઃ– વેપારમાં લાભદાયક સ્થિતિઓ બની રહી છે.

લવઃ– જીવનસાથી સાથે વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે ગેસની પરેશાની ઊભી થઇ શકે છે.

કન્યા

પોઝિટિવઃ– જો કોઇ નવું ઘર અથવા પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય છે. સંપૂર્ણ એકાગ્રતાથી તેના ઉપર કામ કરો.

નેગેટિવઃ– કોઇ મિત્ર અથવા નજીકના સંબંધીના કારણે તમને રૂપિયાનું નુકસાન થઇ શકે છે. વિદ્યાર્થીઓ વિચારવા અને સમજવા અંગે વધારે સમય લગાવી શકે છે.

વ્યવસાયઃ– મનોરંજન તથા સૌંદર્ય સામગ્રી સંબંધિત વ્યવસાયમાં ઉન્નતિ થશે.

લવઃ– પતિ-પત્નીના એકબીજાના સંબંધ મધુર જળવાયેલાં રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– આજકાલ તમારા પોઝિટિવ વિચાર જેમ કે ભાગ્યની અપેક્ષા કર્મ ઉપર વિશ્વાસ કરવું તમારા માટે શુભદાયી રહેશે. કર્મ કરવાથી ભાગ્યને બળ મળશે. પરિવાર સાથે કોઇ સંબંધીના ઘરે ધાર્મિક આયોજનમાં જવાનો અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– ઘરમાં કોઇ નાની વાતને લઇને મોટો મુદ્દો બની શકે છે. જેનું કારણ બહારના વ્યક્તિની દખલગીરી રહેશે.

વ્યવસાયઃ– પબ્લિંક ડીલિંગ, મીડિયા તથા માર્કેટિંગ સંબંધિત વ્યવસાય આજે ફાયદાકારક રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે અહંકારને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ જૂની બીમારી ફરીથી ઊભરી શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. આર્થિક સ્થિતિમાં અપ્રત્યાશિત લાભ થવાથી પ્રસન્નતા રહેશે. ઘરમાં પરિવર્તન સંબંધી યોજના પણ બની શકે છે.

નેગેટિવઃ– તમારો ગુસ્સો વધારે અધિકાર પૂર્ણ વ્યવહાર રાખવો તમને તમારા જ લોકોથી દૂર કરી શકે છે. બાળકો પોતાના કરિયરને લઇને તણાવમાં રહેશે.

વ્યવસાયઃ- સરકારી વ્યક્તિ પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવામાં સફળ રહેશે.

લવઃ- પતિ-પત્ની પોતાના સંબંધોને મધુર જાળવી રાખે.

સ્વાસ્થ્યઃ– દુર્ઘટનાની સંભાવના છે. સાવધાન રહેવું.

ધન

પોઝિટિવઃ– તમારા આદર્શવાદી વિચાર તથા સામાજિક ખોટી ગતિવિધિઓ ઉપર તમારી દખલ અન્ય લોકો માટે એક મિસાલ બને છે તથા તમાને સન્માનિત સ્થિતિ પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– પિતા કે પિતા સમાન વ્યક્તિઓ સાથે કોઇપણ પ્રકારની અપમાનિત સ્થિતિ ઉત્પન્ન થવા દેશો નહીં.

વ્યવસાયઃ– વેપારમાં આજે ભાગ્ય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું જળવાયેલું રહેશે.

મકર

પોઝિટિવઃ– તમારું સમજી-વિચારીને નિર્ણય લેવું અને કોશિશ કરીને વધારે કામ જાતે જ પૂર્ણ કરવું તમારો વિશેષ ગુણ છે. તમારા સ્વભાવમાં આવેલું પોઝિટિવ પરિવર્તન અધ્યાત્મ અને ઈશ્વરીય શક્તિ સાથે જોડી રહ્યું છે.

નેગેટિવઃ– વધારે આત્મ કેન્દ્રિત રહેવાથી તેની નકારાત્મક અસર તમારા વ્યક્તિગત જીવન તથા પરિવાર ઉપર પડશે. ઘરમાં કોઇ પ્રકારના તણાવની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં વધારે પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે સંબંધ મધુર જાળવી રાખવાં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજના ગ્રહ ગોચર તમારા માટે યોગ્ય સમયનું નિર્માણ કરી રહ્યા છે, તેનો ભરપૂર ઉપયોગ કરવો તમારી ક્ષમતા ઉપર નિર્ભર કરે છે. કોઇ વરિષ્ઠ વ્યક્તિની મદદ તમારા માટે ધનદાયક રહેશે.

નેગેટિવઃ– ભાઇઓ સાથે સંબંધ મધુર જાળવીને રાખવાં. વિદ્યાર્થીઓનું તેમના અભ્યાસથી ભટકીને ખોટી વાતોમાં વધારે ધ્યાન રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં પેપર સંબંધિત કાર્યોને વ્યવસ્થિત રાખો,

લવઃ– વધારે કામ હોવાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકાશે નહીં.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

મીન

પોઝિટિવઃ– દરેક કાર્યને યોજનાબદ્ધ રીતે કરવાથી તમને સફળતા પ્રાપ્ત થશે. તમે તમારી સમજણ શક્તિથી દરેક કાર્યને પૂર્ણ કરશો. આજે તમારા ઘરે તમારા મિત્રો આવી શકે છે.

નેગેટિવઃ– મનોરંજન સાથે-સાથે અભ્યાસ ઉપર પણ એકાગ્રતા રાખવી જરૂરી છે. તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવો.

વ્યવસાયઃ– ખાન-પાન સાથે સંબંધિત વ્યવસાયમાં ધીમે-ધીમે સુધાર આવશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે.

સ્વાસ્થ્યઃ– ગળું ખરાબ થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here