30 ઓગસ્ટનું રાશિફળ : રવિવારનો દિવસ વૃષભ રાશિના લોકો માટે શુભફળદાયી રહેશે, ભાગ્ય અને ગ્રહ ગોચર બંનેનો સાથ મળશે

0
0

મેષઃ

પોઝિટિવઃ– વધારે વ્યસ્ત હોવાના કારણે તમે ઘરમાં સમય આપી શકશો નહીં. પરંતુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો. દરેક વાતને ઊંડાણપૂર્વક સમજવી તે તમારો ગુણ છે.

નેગેટિવઃ– નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો કેમ કે, તેમના કારણે તમારી પણ માનહાનિ થઇ શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કર્મચારીઓની ગતિવિધિઓ સાથે સંબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે.

સ્વાસ્થ્યઃ– ગુસ્સો અને ઉત્તેજના ઉપર કાબૂ રાખો.

——————————–

વૃષભઃ-

પોઝિટિવઃ– આજે થોડી મહત્ત્વપૂર્ણ લાભદાયક યાત્રાઓ સફળ થશે. ગ્રહ ગોચર તથા ભાગ્ય બંને જ તમારા પક્ષમાં રહેશે. એટલે સમયનો ભરપૂર ઉપયોગ કરો.

નેગેટિવઃ– આજે કોઇપણ પ્રકારનું લેવડ-દેવડ કરશો નહીં. ભાઇઓ સાથે સંબંધમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– વર્તમાન કાર્યો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

——————————–

મિથુનઃ

પોઝિટિવઃ– તમે તમારી નોકરી અથવા વેપારમાં ઉન્નતિ કરશો. આર્થિક જીવનમાં સુધાર થશે. તમે ધનની બચત કરવામાં સફળ રહેશો. ઘરમાં સુખનું વાતાવરણ રહેશે. તમારા ઘરમાં નાના બાળકો હશે તો તેમની સાથે સમય વિતશે.

નેગેટિવઃ– જે જાતક નવી નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળવાની સંભાવના છે. નવી નોકરી સાથે મનગમતું પેકેજ મેળવવું મુશ્કેલ છે. નવી નોકરીમાં ઓછી સેલેરીમાં સંતુષ્ટ રહેવું પડી શકે છે.

વ્યવસાયઃ– તમારો આર્થિક ભાર ઓછો થવાની જગ્યાએ વધી શકે છે.

લવઃ– જીવનસાથી સાથે કોઇ વાતને લઇને મતભેદ દૂર થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારે તમારા સ્વાસ્થ્યને લઇને રૂપિયા ખર્ચ કરવા પડી શકે છે.

——————————–

કર્કઃ

પોઝિટિવઃ– ભાઇ-બહેનો વચ્ચે પ્રેમ ભાવના વધશે. તમારા પરિવારના લોકો સાથે તમે આનંદપૂર્વક સમય વ્યતીત કરશો. આ તમારા જીવનના કિંમતી ક્ષણ રહેશે. ઘરથી દૂર રહેતાં જાતકોને ઘરના લોકોને મળવાનો અવસર મળશે.

નેગેટિવઃ– જો તમે કોઇ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા છો તો તે પ્રોજેક્ટ અચાનક ઉચ્ચ સ્તરે રદ્દ થઇ શકે છે. આ સ્થિતિમાં તમારે નિરાશ થવાની જરૂર નથી.

વ્યવસાયઃ– નોકરીમાં આવક વધવાની સંભાવના છે.

લવઃ– પ્રેમનો મામલો થોડો અશાંત જોવા મળી રહ્યો છે.

સ્વાસ્થ્યઃ– આ સમયે પગના દુખાવાની સમસ્યા રહેશે.

——————————–

સિંહઃ

પોઝિટિવઃ– તમને આ સમયે પરિવારનું મહત્ત્વ સમજાશે. ઘરમાં કોઇ માંગલિક કાર્યનું આયોજન થઇ શકે છે. તમે પરિવાર માટે કોઇ પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરી શકો છો.

નેગેટિવઃ– જો તમે વેપાર સાથે સંબંધ ધરાવો છો તો ક્લાઇન્ટ સાથે મતભેદ થઇ શકે છે. નવા વેપારને લઇને વિવાદ થઇ શકે છે. નોકરી-વેપારમાં આવતી ચુનોતીઓ તમને પરેશાન કરશે.

વ્યવસાયઃ– કરિયર ક્ષેત્ર કે વેપાર ક્ષેત્રમાં આવક ઓછી થશે.

લવઃ– પ્રેમ સંબંધ માટે સમય અનુકૂળ છે.

સ્વાસ્થ્યઃ– માથાના દુખાવની સમસ્યા રહેશે.

——————————–

કન્યાઃ

પોઝિટિવઃ– જે લોકો નવો વેપાર શરૂ કરવા વિશે વિચારી રહ્યા છે, તેઓ આ દરમિયાન લોકો વિશે પૂછતાછ કરી શકે છે. યોગ્ય સલાહ લીધા બાદ જ કોઇ નિર્ણયે પહોંચવું.

નેગેટિવઃ– આ સમય તમારા માટે અનુકૂળ નથી. કાર્યક્ષેત્રમાં તમારા કામ અને વ્યવહાર ઉપર આ સમયે નજર રાખવામાં આવી શકે છે.

વ્યવસાયઃ– કારોબારી પોતાના કારોબારને સુધારવાની કોશિશ કરી શકે છે.

લવઃ– સંબંધોમાં અહંકારને આવવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– માઇગ્રેનની ફરિયાદ રહેશે.

——————————–

તુલાઃ

પોઝિટિવઃ– પરિજનોના સહયોગથી તમે ઘરનું કોઇ મહત્ત્વપૂર્ણ કામ કરી શકો છો. આ સમયે તમને કોઇપણ વસ્તુની જરૂરિયાત હશે તો ઘરના લોકો તમારી મદદ સૌથી પહેલાં કરશે.

નેગેટિવઃ– તમારી ઓફિસમાં જલ્દી કામ પૂર્ણ કરવાની કોશિશ કરો અનો તે કામ કરો જેને તમે કરવાનું પસંદ કરો છો. આજના દિવસે રોકાણ કરવાથી બચવું. જો તમે કોઇ પરિસ્થિતિથી ગભરાશો તો તમારો પીછો કરશે જ.

વ્યવસાયઃ– આ સમયે તમારા ખર્ચ છેલ્લાં મહિનાની અપેક્ષાએ વધી શકે છે.

લવઃ– સાસરિયા પક્ષ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– તમારા સ્વાસ્થ્યને જાળવી રાખો.

——————————–

વૃશ્ચિકઃ

પોઝિટિવઃ– ઘરના લોકોનો તમારો સાથ મળશે. જરૂરિયાત પડે ત્યારે પરિવારના લોકોને આર્થિક મદદ પણ કરો. ભાઇ-બહેનો વચ્ચે એકતાનો ભાવ જોવા મળી શકે છે. ઘરમાં કોઇ માંગલિક અથવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે.

નેગેટિવઃ– કામકાજ દરમિયાન તણાવ તમારી માનસિક શાંતિ ભંગ કરી શકે છે. તમારે તમારા મનને શાંત રાખવા અને ધૈર્ય રાખવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ– કરિયરની દ્રષ્ટિએ આ સમય થોડો ધીમો રહેશે.

લવઃ– જીવનસાથી સાથે કોઇ યાત્રા પર જવાનું થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય પર ધન ખર્ચ થઇ શકે છે.

——————————–

ધનઃ

પોઝિટિવઃ– તમે નજીકના ભવિષ્યમાં સમૃદ્ધ પુરસ્કાર પ્રાપ્ત કરી શકશો. આકરી મહેનત કરતાં રહો. જલ્દી જ તમને પ્રશંસા મળશે. તમારી ધન રાશિમાં વૃદ્ધિ થઇ શકે છે.

નેગેટિવઃ– પરિવારના લોકો સાથે તમને સમય વિતાવવાનો અવસર મળશે. પારિવારિક જીવનથી તમે વધારે સંતુષ્ટ રહેશો નહીં.

વ્યવસાયઃ– આર્થિક દ્રષ્ટિએ તમે સારો લાભ કમાશો.

લવઃ– જીવનસાથી કે લવ પાર્ટનર તમારી ભાવનાઓને સમજશે.

સ્વાસ્થ્યઃ– માનસિક તણાવની ફરિયાદ રહેશે

——————————–

મકરઃ

પોઝિટિવઃ– કાર્યક્રમ દ્વારા ઘરમાં સુખ આવશે. જો તમે તમારા પરિવાર માટે કોઇ પ્રોપર્ટીમાં રોકાણ કરવા વિશે વિચારી રહ્યા છો તો તેમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– તમારે થોડી બાધાઓ અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયે તમારે વધારે લોકો સાથે વાત કરવી જોઇએ.

વ્યવસાયઃ– ગ્રહોની સ્થિતિ અનુકૂળ નથી. તમારે આર્થિક બાબતે સાવધાન રહેવું.

લવઃ– પ્રેમ જીવન માટે પરિસ્થિતિ અનુકૂળ બનશે.

સ્વાસ્થ્યઃ– પગમાં દુખાવાની ફરિયાદ રહેશે.

——————————–

કુંભઃ

પોઝિટિવઃ– પરિવારમાં તમારા પ્રેમ પૂર્ણ વ્યવહારથી જીવનસાથી ખુશ રહેશે. તમે તમારા ઘર-પરિવારના લોકો સાથે સુંદર ક્ષણો વિતાવશો. ઘરમાં કોઇ કાર્યક્રમ પણ થઇ શકે છે.

નેગેટિવઃ– ધન કમાવું મુશ્કેલ થશે. જેમ-જેમ મહિનો આગળ વધશે, ચુનોતીઓ ઓછી થઇ જશે અને સ્થિતિ વધારે સારી થઇ જશે. આજે તમને વધારે બચત કરવાની પ્રેરણા મળશે.

વ્યવસાયઃ– આ સમયે તમારે સાવધાનીપૂર્વક યોજના બનાવવી.

લવઃ– પ્રેમ જીવન માટે આ સમય મિશ્રિત પરિણામ આપનાર રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

——————————–

મીનઃ

પોઝિટિવઃ– પરિજનોના સહયોગથી તમે ઘરનું કોઇ મહત્ત્વપૂર્ણ કામ કરી શકો છો. જો આ સમયે તમને કોઇપણ વસ્તુની જરૂરિયાત હશે તો ઘરના લોકો તમારી સૌથી પહેલાં મદદ કરશે.

નેગેટિવઃ- મનમાં કોઇપણ પ્રકારનો ઘમંડ રાખશો નહીં. સંતાનના અભ્યાસ ઉપર રૂપિયા ખર્ચ થઇ શકે છે. તમારા શોખની વસ્તુઓ ખરીદવામાં પણ આજે રૂપિયા ખર્ચ થશે.

વ્યવસાયઃ– તમે ઉચ્ચ ગતિના વિકાસ પર અગ્રસર થઇ શકો છો.

લવઃ– પ્રેમ સંબંધ વિશે તમે તમારા કોઇ મિત્રને જણાવી શકો છો.

સ્વાસ્થ્યઃ– કામ વચ્ચે બ્રેક લેવાની જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here