8 સપ્ટેમ્બરનું રાશિફળ : મંગળવારે વૃષભ જાતકો દિવસના બીજા ભાગમાં ચિંતિત રહેશે, મિથુન રાશિના લોકોને અપ્રિય સમાચાર મળી શકે છે.

0
0

મેષ

પોઝિટિવઃ– આજે તમને તમારા પ્રિયજનો સાથે સારો સમય પસાર કરવા મળશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન સંબંધિત યોજના બનશે. તમારામાં નેતૃત્વ કરવાની અદભુત ક્ષમતા છે.

નેગેટિવઃ– આજકાલ તમારો મોટાભાગનો સમય સમાજ સેવી સંસ્થાઓ સાથે પસાર થઇ રહ્યો છે. પરિવારની જરૂરિયાતો સંબંધિત કાર્યો પ્રત્યે ધ્યાન રાખવું પણ જરૂરી છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– મહેનતના કારણે થાક અને નબળાઇ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય ઘરેલુ કાર્યોને પૂર્ણ કરવામાં વ્યતીત થશે. રિલેક્સ અનુભવ કરવા માટે મનોરંજન સંબંધિત યોજનાઓ પણ બનશે. સારો પહેરવેશ અને ખાનપાન તમારો મહત્તવપૂર્ણ ગુણ છે.

નેગેટિવઃ– દિવસના બીજા ભાગમાં કોઇ પ્રકારની ચિંતા ઉત્પન્ન થઇ શકે છે. વિરોધી ઈર્ષ્યાની ભાવના સાથે તમારા વિશે કોઇ અફવા ફેલાવી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં તમારા મન પ્રમાણે કાર્ય જાળવી રાખવા માટે મહેનત કરવી પડશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન

પોઝિટિવઃ– તમે ઉપલબ્ધિ, લક્ષ્ય અને આશા સંબંધિત જે સપનાં જોયા હતાં તે પૂર્ણ થવાના યોગ છે. એટલે સંપૂર્ણ જોશ અને મહેનત સાથે તમારા કાર્યો પ્રત્યે પ્રયાસ કરતાં રહો.

નેગેટિવઃ– આજે કોઇ અપ્રિય સમાચાર મળી શકે છે. જેના કારણે મન નિરાશ રહેશે. વાહન ખરાબ થવાથી કોઇ મોટો ખર્ચ સામે આવશે. ઘરમાં કોઇ નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદારીની યોજના બનશે.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સાથે સંબંધિત વ્યવસાય સફળ રહેશે.

લવઃ– તમે પ્રબળતાથી પ્રેમ અને રોમાન્સના વિચારો તરફ આકર્ષિત રહેશો.

સ્વાસ્થ્યઃ– ખાનપાન અને દિનચર્યા વ્યવસ્થિત રાખો.

કર્ક

પોઝિટિવઃ– બાળકોના ભવિષ્ય સંબંધિત કોઇ પ્લાનિંગ અને યોજના બનશે. રોકાણ સંબંધિત કાર્ય સંપન્ન થશે. હૃદયની જગ્યાએ મનથી કામ લો. હિંમત અને સાહસના બળે અસંભવ કાર્યને પણ સરળતાથી સંભવ કરી લેશો.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધી સાથે સામાન્ય વાતે વિવાદ થશે. જેના કારણે એકબીજા સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. કોઇ બહારના વ્યક્તિ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ– કામકાજનું વાતાવરણ તમારા પક્ષમાં રહેશે.

લવઃ– પરિવાર તથા વ્યવસાય બંનેમાં સામંજસ્ય જાળવીને રાખો.

સ્વાસ્થ્યઃ– વધારે ભાગદોડના કારણે થાક રહેશે.

સિંહ

પોઝિટિવઃ– અનુભવી વ્યક્તિઓના માર્ગદર્શન સાથે અનેક મુશ્કેલીઓનું નિવારણ થશે. સમય રોચક અને જ્ઞાનવર્ધક સાહિત્ય વાંચવામાં પસાર થશે. જૂના મિત્રો સાથે મેલજોલ થશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લઇને મનમાં વિવિધ અશુભ વિચાર આવશે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાથી બચવું. કેમ કે, તેને પાછું ચૂકવવું મુશ્કેલ થઇ જશે.

વ્યવસાયઃ– કરિયર સાથે સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળી જશે.

લવઃ– બાળકોની સમસ્યાને લઇને પતિ-પત્નીમાં વિવાદ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામ કરવાના કારણે સર્વાઇકલ કે ગળામાં દુખાવાની સમસ્યા રહેશે.

કન્યા

પોઝિટિવઃ– આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે. કોઇ પૂર્વ યોજનાને શરૂ કરવાનો સમય છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં વધારે ધ્યાન રહેશે તથા પરીક્ષામાં સફળતા પણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આર્થિક મામલે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. ખર્ચ કરતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. તમે તમારી સુખ-સુવિધાઓને નજરઅંદાજ કરીને અન્ય માટે વધારે સમય પસાર કરશો.

વ્યવસાયઃ– વ્યવસાયિક દૃષ્ટિએ સમય વધારે સારો નથી.

લવઃ– લગ્નસંબંધ મધુર રહેશે.

સ્વાસ્થ્યઃ– થોડો સમય તમારા આરામ માટે પસાર કરો.

તુલા

પોઝિટિવઃ– દિવસની શરૂઆત સુખ-શાંતિ સંબંધિત કાર્યની શરૂઆત સાથે થશે. મિત્રો સાથે મુલાકાત મનને સુકૂન આપશે. ધાર્મિક કાર્યોમાં પણ સમય પસાર થઇ શકે છે.

નેગેટિવઃ– દિવસના બીજા પક્ષમાં કોઇ જગ્યાએથી અશુભ સમાચાર પ્રાપ્ત થશે, જેના કારણે તમારી શાંતિ અને સુકૂન છીનવાઇ જશે. સંતાનની કોઇ હરકતથી તમારું મન નિરાશ રહેશે.

વ્યવસાયઃ– વ્યવસાયમાં વધારે પ્રતિસ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

લવઃ– ઘરનું વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– સામાજિક સંબંધોની સીમા મજબૂત થશે. પારિવારિક ગતિવિધિઓમાં પણ વ્યસ્તતા રહેશે. ઘરના સભ્યોની સુખ-શાંતિનું ધ્યાન રાખવું તેમને સુરક્ષાની ભાવના પ્રદાન કરશે.

નેગેટિવઃ– રોકાણ સંબંધિત કોઇ કાર્ય કરતાં પહેલાં યોગ્ય રીતે તેની તપાસ કરી લો. કોઇ કર્મચારી પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે તમારી સાથે દગો કરી શકે છે.

વ્યવસાયઃ– કોઇ મુખ્ય કર્મચારી કોઇ મજબૂરીના કારણે કામ છોડીને જઇ શકે છે.

લવઃ– પારિવારિક જીવનમાં સંબંધોને મજબૂત રાખવા તમારી પ્રાથમિકતા રહેશે.

સ્વાસ્થ્યઃ– ઘરની બહાર તમારા સ્વાસ્થ્ય અને ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો.

ધન

પોઝિટિવઃ– આધ્યાત્મિકતા તરફ તમારો રસ વધશે. જેનાથી તમને સુખ અને આત્મિક શાંતિ પ્રાપ્ત થશે અને તમારાં કાર્યો સંપન્ન થઇ શકશે. બાળકોને ગમતી કોલેજમાં એડમિશન મળવાથી તણાવથી રાહત મળશે.

નેગેટિવઃ– બેંકિંગ કાર્યમાં કોઇ વાતને લઇને વિઘ્ન ઊભું થવાના કારણે મનમાં તણાવ વધશે. આર્થિક મામલે સ્થિતિ થોડી ગંભીર રહી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ગતિવિધિઓમાં કાર્ય સંબંધિત વ્યવસ્થામાં સુધાર આવશે.

લવઃ– ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી પરેશાનીઓ રહેશે.

મકર

પોઝિટિવઃ– પારિવારિક જવાબદારીઓને ઘરના સભ્યો વચ્ચે વ્યવસ્થિત કરો. તમારા માટે સમય પસાર કરવો તમારા વ્યક્તિત્વને વધારે નિખારશે. તમે તમારા કાર્યો પ્રત્યે પ્રયાસ કરતાં રહેશો અને સફળતા પ્રાપ્ત કરશો.

નેગેટિવઃ– આજે થોડી નેગેટિવ પ્રવૃત્તિના લોકો સાથે મુલાકાત થઇ શકે છે. તમે તેમની વાતોમાં આવો નહીં અને તમારા વિવેક અને બુદ્ધિમતા દ્વારા સ્થિતિઓ ઉપર મનન કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા અને હુનરના બળે ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો.

લવઃ– પારિવારિક જવાબદારીઓમાંથી રાહત મળશે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે માથાનો દુખાવો રહેશે.

કુંભ

પોઝિટિવઃ– નવા કાર્યો અંગે યોજના બનશે. આ યોજનાઓ જલ્દી જ શરૂ થઇ જશે. ઘરના નિર્માણ સંબંધિત અટવાયેલાં કાર્યો ફરીથી શરૂ થઇ શકે છે. વડીલોના આશીર્વાદ અને સલાહથી નવા કાર્યો સાથે સંબંધિત રૂપરેખા પણ બનશે.

નેગેટિવઃ– લોકો સાથે સંપર્ક સ્થાપિત કરતી સમયે આ વાતનું ધ્યાન રાખો કે જેના ઉપર તમે સૌથી વધારે વિશ્વાસ કરો છો તે તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ચાલતી રહેશે. તમારા રહસ્યો કોઇને જણાવશો નહીં.

લવઃ– પતિ-પત્નીમાં એકબીજાને સમજવાની શક્તિમાં અભાવ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ– સ્ત્રીઓ સાંધાના દુખાવા અને સ્ત્રીરોગથી પરેશાન રહેશે.

મીન

પોઝિટિવઃ– થોડા સમયથી તમને જે વસ્તુની શોધ હતી આજે તે પ્રાપ્ત થશે. તમે ખબ જ સારા મૂડમાં રહેશો. તથા આત્મ અવલોકન દ્વારા પોતાની ભૂલોમાં સુધાર લાવવાની ઇચ્છા પણ રાખશો.

નેગેટિવઃ– ઉતાવળમાં કરેલાં કાર્યોના કારણે હાનિ ભોગવવી પડી શકે છે. ધીમે-ધીમે પરિસ્થિતિઓ પક્ષમાં આવી જશે. બાળકોના અભ્યાસને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આજે તમારી ક્ષમતા અને યોગ્યતાઓનો ભરપૂર ઉપયોગ કરો.

લવઃ– પતિ-પત્નીમાં પ્રેમપૂર્ણ ભાવ રહેશે.

સ્વાસ્થ્યઃ– વધારે કામને લીધે બ્લડ પ્રેશરની સમસ્યા વધી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here