31/07/2020 નું રાશિફળ : શુક્રવારે કુંભ જાતકોને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થશે, મીન રાશિના લોકોને ધાર્મિક કાર્યોમાં રસ જાગશે

0
8

મેષ

પોઝિટિવઃ– આજે પ્રકૃતિ તમારો ભરપૂર સાથ આપી રહી છે. કોઇ લાભદાયક અને મહત્ત્વપૂર્ણ સમાચાર મળવાથી તમે સ્વયંને આત્મબળ અને ભાવનાત્મક રૂપથી વધારે સશક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ– તમારા ગુસ્સા અને ઉતાવળ જેવા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. કોઇ સંબંધિત અથવા પાડોસીઓ સાથે વાદ-વિવાદ જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– આજે વ્યવસાયમાં પ્રોડક્શન સંબંધિત કાર્યોમાં ઘટાડો આવવાથી તણાવ રહેશે.

લવઃ– લગ્નજીવનમાં સામંજસ્ય જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ થાક રહી શકે છે.

વૃષભ

પોઝિટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ સમાચાર મળશે. આર્થિક સમસ્યાઓનો ઉકેલાઇ જશે. અટવાયેલાં કોઇ જમીનના કાર્યોમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે.

નેગેટિવઃ– મનમાં કોઇ અનહોની જેવી આશંકા થવાનો ભય રહેશે. તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક-ક્યારેક તમારો ગુસ્સો અન્ય લોકોને નિરાશ કરી શકે છે.

વ્યવસાયઃ– કોઇ ઉચ્ચઅધિકારીનો સહયોગ તમારા કાર્યમાં મન પ્રમાણે સફળતા પ્રદાન કરશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– ગેસની પરેશાની રહી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– આજે સુખ-સુવિધાઓ જેવી વસ્તુઓની ખરીદારીમાં સમય વ્યતીત થશે. તમારી પ્રતિભા અને ક્ષમતાઓને સમજો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં વધારે નિખાર આવશે.

નેગેટિવઃ– આવકના સાધનોની કમી રહેશે. પરંતુ ખર્ચ વધતો જશે. તમારા બજેટ પ્રમાણે જ ખર્ચ કરો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇપણ નિર્ણય એકલા હાથે લેશો નહીં.

લવઃ– નજીકના સંબંધિઓને ત્યાં ડિનર કરવા જવાનો અવસર મળશે

સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે ગભરામણ થઇ શકે છે.

કર્ક

પોઝિટિવઃ– આજનો દિવસ વ્યસ્તતા પૂર્ણ રહેશે. કામ વધારે રહેશે. સફળતા મળવાથી થાક હાવિ થશે નહીં અને ઉત્સાહ જળાવેયો રહેશે. ઘરમાં મહેમાનોના આવવાથી મોજ-મસ્તીથી સમયે વિતશે.

નેગેટિવઃ– અન્ય લોકોના કારણે કોઇ પ્રકારની ધનની હાનિ થઇ શકે છે. આ સમયે અકારણ તણાવ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયના ક્ષેત્રમાં તમારે વધારે મહેનત કરવી પડી શકે છે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– કામ વધારે રહેવાથી નબળાઇ અનુભવ થશે.

સિંહ

પોઝિટિવઃ– તમારી યોજનાઓને ગતિ આપવાનો સમય યોગ્ય છે. લાંબા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી મુક્તિ મળશે. જેના કારણે તમે તણાવમુક્ત અનુભવ કરશો.

નેગેટિવઃ– કોઇ વાતને લઇને વિવાદની સ્થિતિ બની શકે છે. થોડી સાવધાની રાખશો તો તમે પરેશાનીઓથી મુક્ત રહી શકો છો.

વ્યવસાયઃ– વ્યવસાયિક પરિસ્થિતિઓ અનુકૂળ બની રહેશે.

લવઃ– પરિવારના વ્યક્તિ તમારાથી થોડાં નિરાશ રહેશે,

સ્વાસ્થ્યઃ– વધારે ભાગદોડના કારણે પગમાં દુખાવો થઇ શકે છે.

કન્યા

પોઝિટિવઃ– સમયની ચાલ તમારા પક્ષમાં રહેશે તેનો ભરપૂર ઉપયોગ કરો. તમારી સારી કાર્યપ્રણાલીના કારણે તમે લોકોની સમક્ષ પ્રશંસાનું પાત્ર રહેશો.

નેગેટિવઃ– ઘરના વડીલોની અવગણના બિલકુલ કરશો નહીં. ક્યારેક બેદરકારી અને આળસના કારણે તમારા બનતાં કાર્યોમાં મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– ઓર્ડર સંબંધિત બધા જ કાર્યોનું પાક્કુ બિલ બનાવો.

લવઃ– લગ્ન સંબંધમાં થોડાં સમયથી ચાલી રહેલાં તણાવને સાથે બેસીને ઉકેલો.

સ્વાસ્થ્યઃ– યોગ ઉપર વધારે ધ્યાન આપો.

તુલા

પોઝિટિવઃ– આજે કોઇ મહત્ત્વપૂર્ણ અને લાભદાયક સૂચના પ્રાપ્ત થશે. મિત્રો અને જાણકારો સાથે તમારા સંબંધોને વધારે મજબૂત કરો. આ સંબંધ તમારા માટે આર્થિક સંબંધિત નવી ઉપલબ્ધિઓ ઉત્પન્ન કરી શકે છે.

નેગેટિવઃ– આ સમયે તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. ક્યારેક વ્યવહારમાં ચિડીયાપણું તમને લક્ષ્યથી ભટકાવી શકે છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં કોઇપણ કામ કરતાં પહેલાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી.

લવઃ– પ્રેમ સંબંધમાં કોઇ પ્રકારની ખટાસ ઉત્પન્ન થવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો થઇ શકે છે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– આજે કોઇ વારસાગત સંપત્તિ સંબંધિત મામલાઓ ઉકેલાઇ તેવી સંભાવના છે. ધનના રોકાણ સંબંધિત કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. લાભદાયક ગ્રહ ગોચર ચાલી રહ્યું છે.

નેગેટિવઃ– તમારા સ્વભાવમાં અકારણ જ ગુસ્સો કે ઉગ્રતા આવવાથી અચાનક જ બનતાં કામ બગડી જાય છે. આ સમયે તમે તમારું આત્મ અવલોકન કરો.

વ્યવસાયઃ– કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ તમારા વ્યવસાય માટે વધારે ફાયદાકારક રહેશે.

લવઃ– પરિવારમાં લગ્ન સંબંધિત કોઇ માંગલિક કાર્ય સંપન્ન થવાની યોજના બનશે.

સ્વાસ્થ્યઃ– સાફ-સફાઈનું ધ્યાન રાખો.

ધન

પોઝિટિવઃ– ધર્મ-કર્મ અને સામાજિક સેવા સંબંધિત કાર્યો પ્રત્યે રસ રહેશે. કોઇપણ કાર્યને કરતાં પહેલાં તેના વિશે ઊંડાણથી વિચારો. ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– બાળકોની કોઇ સમસ્યાને લઇને તણાવ રહેશે. તેમને માર્ગદર્શન આપવાની જરૂરિયાત છે. મકાન અને ગાડી સાથે સંબંધિત કાગળોને સંભાળીને રાખો.

વ્યવસાયઃ– કોઇ ખોટી સલાહ તમારું નુકસાન કરાવી શકે છે.

લવઃ– પ્રેમ સંબંધોમાં પણ પારિવારિક સ્વીકૃતિ પ્રાપ્ત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

મકર

પોઝિટિવઃ– બાળકોની કોઇ ઉપલબ્ધિથી ઘરમાં સુકૂનભર્યું વાતાવરણ રહેશે. ઘરમાં સુધાર કે સજાવટ સંબંધિત કોઇ યોજના બની રહી છે તો વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરો.

નેગેટિવઃ– તમારા ખર્ચને સીમિત રાખો. કોઇ નજીકના સંબંધિ સાથે તમારા સંબંધો ખરાબ થવાની આશંકા છે.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં બધા જ કામ યોગ્ય રીતે ચાલતાં રહેશે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મતભેદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગળું ખરાબ થઇ શકે છે.

કુંભ

પોઝિટિવઃ– કોઇ મિત્રની મુશ્કેલ સમયે તેની મદદ કરો. જેનાથી તમને સુખ પ્રાપ્ત થશે. તમારે તમારા સિદ્ધાંતો ઉપર અડગ રહેવું જેથી તમને સમાજમાં માન-સન્માન પ્રાપ્ત થાય.

નેગેટિવઃ– સંતાનની કોઇ ખોટી સંગતના કારણે ચિંતા રહેશે, તમારી સમજદારી અને સમજણથી સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે.

વ્યવસાયઃ– વ્યવસાયિક ઉદેશ્યને લઇને કોઇ નજીકની યાત્રા સંભવ છે.

લવઃ– જીવનસાથી તમારી પરેશાનીઓને સમજશે.

સ્વાસ્થ્યઃ– થોડી અસાવધાની નુકસાનદાયક સાબિત થઇ શકે છે.

મીન

પોઝિટિવઃ– રચનાત્મક અને ધાર્મિક ક્રિયા પ્રત્યે રસ રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદમાં પણ સમય વ્યતીત થશે. ચુનોતીઓનો સ્વીકાર કરવો તમારા માટે ઉપલબ્ઘિનો માર્ગ પણ ખોલશે.

નેગેટિવઃ– વિરોધી તમારા માટે મુશ્કેલી પેદા કરી શકે છે. તમે તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો. તમને વિજય પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ– માર્કેટિંગ અને બહારના કાર્યોને આજે સ્થગિત રાખો.

લવઃ– ઘરના કોઇપણ મુદ્દાને શાંતિથી ઉકેલો

સ્વાસ્થ્યઃ– વાહન સાવધાનીથી ચલાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here