1 ઓગસ્ટનું રાશિફળ : શનિવારે કર્ક જાતકોને શુભ સમાચાર પ્રાપ્ત થશે, વૃશ્ચિક રાશિના લોકોમાં પોઝિટિવ પરિવર્તન આવશે

0
0

મેષ

પોઝિટિવઃ– તમારા બધા જ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરો. જેના દ્વારા તમારી ગુપ્ત યોગ્યતા અને પ્રતિભા બધાની સામે આવશે અને તમને માન-સન્માન પણ મળશે. ઘરની સુખ-સુવિધા સંબંધિત વસ્તુઓની ખરીદારીમાં સમય વ્યતીત થશે.

નેગેટિવઃ– તમારા ગુસ્સા અને ઉતાવળભર્યા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખો. તમે કોઇ મુશ્કેલીમાં પડી શકો છો. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે પણ વિવાદ થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– નોકરિયાત લોકો માટે પરિસ્થિતિ અનુકૂળ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- માઇગ્રેનની સમસ્યા રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– તમે તમારા વિશ્વાસ અને કાર્યક્ષમતા દ્વારા સ્થિતિને વધારે સારી જાળવી રાખવાનો પ્રયાસ કરશો. સફળતા તમને પ્રાપ્ત થશે. વારસાગત પ્રોપર્ટી સંબંધિત કોઇ મામલો અટવાયેલો હોય તો આજે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરો.

નેગેટિવઃ– બહારના વ્યક્તિઓ અને મિત્રોની સલાહ તમારા માટે નુકસાનદાયક સાબિત થઇ શકે છે. એટલે તેમની વાતો ઉપર વિશ્વાસ ન કરીને પોતાના નિર્ણયને જ સર્વોપરિ રાખો.

વ્યવસાયઃ– વ્યવાસિયક ગતિવિધિઓ શરૂ રહેશે.

લવઃ– પતિ-પત્ની વચ્ચે પારિવારિક મુદ્દે વિવાદ સર્જાશે.

સ્વાસ્થ્યઃ– તણાવના કારણે ડાયાબિટીઝ વધી શકે છે.

મિથુન

પોઝિટિવઃ– ધાર્મિક સંસ્થા પ્રત્યે તન અને મનથી સહયોગ આપવો તમને સુખ પ્રદાન કરશે. સમાજમાં માન-સન્માન વધશે. પ્રોપર્ટી ખરીદવા માટે પ્રયાસ કરો છો તો આજનો દિવસ શુભ રહેશે.

નેગેટિવઃ- તમારા અહંકાર અને ગુસ્સા ઉપર નિયંત્રણ રાખો. દેખાડાના કારણે ખોટા ખર્ચ થઇ શકે છે.

વ્યવસાયઃ– નવા પ્રભાવશાળી સંપર્ક બનશે.

લવઃ– ઘર તથા વેપાર સંબંધિત બધા કાર્યોમા જીવનસાથીનો ભરપૂર સહયોગ રહેશે.

સ્વાસ્થ્યઃ– દિનચર્યા વ્યવસ્થિત રાખો.

કર્ક

પોઝિટિવઃ– આજનો દિવસ સમાજસેવી સંસ્થાઓ સાથે મદદમાં વ્યતીત થશે. ધર્મ-કર્મ સંબંધિત કાર્યોમાં પણ તમારો રસ વધશે. યુવા વર્ગને શુભ પરિણામ મળવાથી તણાવમુક્ત થઇ જશે.

નેગેટિવઃ– વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન રાખે. કોઇ નજીકના સંબંધિ સાથે મનમુટાવ જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– માર્કેટિંગ સંબંધી કાર્યોમાં આજે વધારે સમય વ્યતીત કરો

લવઃ– પરિવાર સાથે મનોરંજન અને ડિનર માટે સામેલ થવું પડશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

સિંહ

પોઝિટિવઃ– તમારી છેલ્લી ભૂલથી શીખીને પોતાના કાર્ય સંબંધિત યોજનાઓમાં પરિવર્તન લાવો. ભાઇઓ સાથે ચાલી રહેલો કોઇ વિવાદ એકબીજાની સમજણથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– ઉતાવળમાં કોઇપણ નિર્ણય લેવો નહીં. કોઇ પ્રકારનો ખોટો આરોપ તમારા ઉપર લાગી શકે છે. કોઇ બહારના વ્યક્તિની સલાહ ઉપર ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ– તમારી કાર્યક્ષમતા અને મહેતન ઉપર જ વિશ્વાસ રાખો.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– ગરમીના કારણે બેચેની અનુભવાશે.

કન્યા

પોઝિટિવઃ– આજે મોટાભાગના કામ મન પ્રમાણે સંપન્ન થઇ જશે. કોઇ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત તાજગી પ્રદાન કરશે. તમે તમારા કામ અને વધારે એકાગ્રતાથી ધ્યાન આપશો.

નેગેટિવઃ– થોડાં કામ સમયે પૂર્ણ ન થવાના કારણે તણાવ રહેશે. તમે તમારા કામનો વધારે ભાર લેશો નહીં. આજે તમારા સૌથી મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં દરેક ગતિવિધિ ઉપર નજર રાખો.

લવઃ– પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.

સ્વાસ્થ્યઃ– તમારો આત્મવિશ્વાસ અનો પોઝિટિવ વિચાર તમને સ્વસ્થ જાળવી રાખશે.

તુલા

પોઝિટિવઃ– વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ અને કરિયર સંબંધિત પરીક્ષાઓમાં સફળતા મળવાની સંભાવના છે. તમારા અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહો.

નેગેટિવઃ– મિત્રો સાથે ખોટા હરવા-ફરવામાં તમારો સમય વ્યર્થ કરશો નહીં. તમારી શારીરિક ઊર્જાને જાળવી રાખો. આળખ અને મનોરંજનમાં સમય વ્યતીત કરો.

વ્યવસાયઃ– આજે ગ્રહ સ્થિતિ તમારા પક્ષમાં છે.

લવઃ– લગ્નજીવન સુખમય વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– કોઇ ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવનસાથે જોડાયેલાં કાર્યને કરવાનો દૃષ્ટિકોણ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– તમારા મહત્ત્વપૂર્ણ પેપર્સને સંભાળીને રાખો. કોઇ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. સંતાનની ગતિવિધિઓ ઉપર નજર રાખો.

વ્યવસાયઃ– દૈનિક કાર્યોમાં વૃદ્ધિ થશે.

લવઃ– પારિવારિક ગતિવિધિઓમાં તમારો સહયોગ અને સમર્પણ રહેશે.

સ્વાસ્થ્યઃ– ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ અનુભવાશે.

ધન

પોઝિટિવઃ– સંબંધીઓ સાથે મનોરંજન સંબંધિત પ્રોગ્રામ બનશે. સંબંધોમાં નિકટતા આવશે. છેલ્લાં થોડાં સમયથી જે કાર્યો પ્રત્યે તમે મહેનત કરી રહ્યા હતા આજે તેનું શુભ પરિણામ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– બાળકોની સમસ્યાઓને શાંતિપૂર્વક ઉકેલો. કાલ્પનિક વાતો ઉપર વધારે ધ્યાન આપશો નહીં.

વ્યવસાયઃ– સમયનો ભરપૂર સદુપયોગ કરો.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ– હળવો ખોરાક લેવો.

મકર

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી જે કાર્યોમાં મુશ્કેલી આવી રહી હતી આજે ખૂબ જ સહજ અને સરળ રીતે તેનો ઉકેલ આવશે. વસ્ત્ર, આભૂષણ જેવી ખરીદારીમાં સમય વ્યતીત થશે.

નેગેટિવઃ– આજે મોટાભાગનો સમય ઘરની બહાર વ્યતીત થશે. કોઇપણ કાર્યને કરતાં પહેલાં સારા-ખરાબ પાસા ઉપર વિચાર કરવો જરૂરી છે.

વ્યવસાયઃ– અધિકારી વર્ગની નિરાશાનો શિકાર થવું પડી શકે છે.

લવઃ– જીવનસાથીનું સ્વાસ્થ્ય ખરાબ રહેવાના કારણે ઘર અસ્ત-વ્યસ્ત રહેશે.

સ્વાસ્થ્યઃ– સર્વાઇકલનો દુખાવો પરેશાન કરશે.

કુંભ

પોઝિટિવઃ– કોઇ શુભ સમાચાર મળવાથી ઘરનું વાતાવરણ સારું રહેશે. તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. તમારી યોગ્યતા અને ક્ષમતા ઉપર પરિવારના સભ્યો ગર્વ અનુભવ કરશે.

નેગેટિવઃ– સફળતા પ્રાપ્ત કરવા માટે મર્યાદાઓનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારો ગુસ્સાવાળો વ્યવહાર તમારી યોજનાઓને ખરાબ કરી શકે છે.

વ્યવસાયઃ– આર્થિક સાધનોમાં વૃદ્ધિ થશે.

લવઃ– જીવનસાથી સાથે કોઇ વાતને લઇને વિવાદ થશે.

સ્વાસ્થ્યઃ– સિઝનલ બીમારી થઇ શકે છે.

મીન

પોઝિટિવઃ– કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગ તમારી પ્રતિષ્ઠાને ફરી પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જેનાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ઘરમાં કોઇ ધાર્મિક આયોજન પણ સંપન્ન થશે.

નેગેટિવઃ– અન્યની સલાહ ઉપર ગંભીરતાથી વિચાર કરો. ખોટા ખર્ચ કરવાથી બચવું. અચાનક જ કોઇ પ્રકારના મહત્ત્વપૂર્ણ ખર્ચ આ સમયે સામે આવી શકે છે.

વ્યવસાયઃ– પ્રોપર્ટી સાથે સંબંધિત કાર્યોમાં પેપર વર્ક ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ– લગ્નજીવનમાં કોઇ બહારના વ્યક્તિનો હસ્તક્ષેપ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ– માથાનો દુખાવો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here