2 ઓગસ્ટનું રાશિફળ : રજાનો દિવસ સિંહ જાતકો માટે ફળદાયી રહેશે, આજે તેમની ઊર્જા, આત્મવિશ્વાસ અને સ્વાભિમાનમાં વધારો થશે

0
6

મેષ

પોઝિટિવઃ– ધર્મ-કર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલાં વિષયોમાં રસ વધશે. કોઇ વિશેષ વાતને ઊંડાણમાં જાણવા માટે સમય વ્યતીત થશે. વારસાગત સંપત્તિ સંબંધિત કોઇ વાત ચાલી રહી હોય તો કોઇ વ્યક્તિની મધ્યસ્થતાથી ઉકેલાઇ જશે.

નેગેટિવઃ– નજીકના સંબંધો અથવા મિત્રો સાથે કોઇ વાત અંગે કટુતા આવી શકે છે. તમારી કોઇ ગુપ્ત વાત પણ સાર્વજનિક થઇ શકે છે. માનસિક શાંતિ પ્રાપ્ત થશે.

વ્યવસાયઃ– વીમા, શેરબજારના વ્યવસાય સાથે જોડાયેલાં લોકો પોતાના કાર્યમાં વધારે વ્યસ્ત રહેશે.

લવઃ– જીવનસાથીની સલાહ અવશ્ય લેવી

સ્વાસ્થ્યઃ– તમારી ઇમ્યૂન સિસ્ટમ સ્ટ્રોંગ રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજે મોટાભાગનો સમય ઘરની સુખ-સુવિધા સંબંધિત કાર્યો અને ખરીદારીમાં વ્યતીત થશે. ઘરના વડીલોની સેવા અને દેખરેખનું પૂર્ણ ધ્યાન રાખો.

નેગેટિવઃ– સંતાનનું પરિણામ ખરાબ થવાથી ચિંતા રહેશે. આ સમયે બાળકોના મનોબળને જાળવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે.

વ્યવસાયઃ– વર્તમાન પરિસ્થિતિના કારણે હાલ વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય જ રહેશે.

લવઃ– પારિવારિક વાતાવરણ સારું જળવાયેલું રહેશે,

સ્વાસ્થ્યઃ– શારીરિક રૂપથી તમે અસ્વસ્થ અનુભવ કરશો.

મિથુન

પોઝિટિવઃ– કોઇ પ્રભાવશાળી વ્યક્તિના સહયોગ અને સલાહ, આત્મવિશ્વાસ અને મનોબળમાં વૃદ્ધિ થશે. મોટાભાગના કામ યોગ્ય રીતે સંપન્ન થવાથી વિજય પ્રાપ્ત કરવા જેવી ફીલિંગ રહેશે.

નેગેટિવઃ– તમારા મોટાભાગના કામ દિવસની શરૂઆતમાં જ પૂર્ણ કરી લેવાં. બપોર પછી ગ્રહ સ્થિતિ થોડાં વિઘ્ન ઉત્પન્ન કરી શકે છે. કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયક રહેશે.

વ્યવસાયઃ– આ સમયે થોડાં નુકસાનની સંભાવના છે.

લવઃ– વિપરીત લિંગ મિત્રના કારણે ઘરમાં ક્લેશ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– ગેસ અને વાયુ સબંધિત પરેશાની થઇ શકે છે.

કર્ક

પોઝિટિવઃ– થોડાં સમયથી સમાજસેવી કાર્યો અને જરૂરિયાતની દેખભાળમાં સમય વ્યતીત થશે. સમાજમાં તમારી એક ઓળખ બનશે. આજે પણ તેની સાથે સંબંધિત તમને માન-સન્માન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– કોઇ નજીકના સંબંધીના કારણે ધનહાનિ થવાની સંભાવના છે. લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવો.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં આવકના સાધનોમાં વૃદ્ધિ થશે.

લવઃ– પરિવારમાં વાતાવરણ સારું રહેશે.

સ્વાસ્થ્યઃ– ખરાબ પાણી પીવાથી પેટમાં દુખાવો થશે.

સિંહ

પોઝિટિવઃ– કોઇ વિશિષ્ટ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત આજે સફળ થશે. જેનાથી ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કામના વખાણ થશે. આજે તમારી ઊર્જા, આત્મવિશ્વાસ અને સ્વાભિમાનમાં પણ નફો થશે.

નેગેટિવઃ– પ્રતિસ્પર્ધી તમારા માટે થોડી નકારાત્મક અફવાહ ફેલાવશે. જેના કારણે તમારી બદનાની થઇ શકે છે. આજે આત્મવિશ્વાસની સ્થિતિથી બચવું.

વ્યવસાયઃ– કાર્યક્ષેત્રમાં મહેનતનું યોગ્ય પરિણામ મળશે.

લવઃ– કામ સાથે-સાથે ઘરની દેખરેખ અને સહયોગમાં પણ સમય વ્યતીત થશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

કન્યા

પોઝિટિવઃ– ભાગ્યની અપેક્ષા પોતાના કર્મ ઉપર વધારે વિશ્વાસ રાખો. તમારી ક્ષમતા દ્વારા તમે લાભના નવા માર્ગને મેળવવા માટે સક્ષમ રહેશો.

નેગેટિવઃ– કોઇ વારસાગત સંપત્તિ સંબંધિત ભાગલાની વાત સામે આવી શકે છે. આજે ભાઇઓ સાથે વાદ-વિવાદની સ્થિતિ બનશે.

વ્યવસાયઃ– વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષામાં યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.

લવઃ– આજે માનસિક શાંતિ જળવાશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા

પોઝિટિવઃ– હાલ તમારું ધ્યાન તમારા કામ ઉપર રહેશે. તમારા પ્રિયજનો સાથે વાત કરો અને તેમની સાથે સમય વિતાવો. કોઇ દૂર સ્થાને લાંબી યાત્રા તમને શાંતિ પ્રદાન કરશે.

નેગેટિવઃ– આજે પ્રાથમિકતાઓ પ્રમાણે તમારા કાર્યોને વહેંચો. તમે ઉત્સાહિત અનુભવ કરશો. જો તમે તમારી ભૂલોને સ્વીકાર કરશો નહીં તો તમે એક અન્ય ભૂલને આમંત્રણ આપી શકો છો.

લવઃ– તમે સાથીની કોઇ વાત ઉપર ગુસ્સે થઇ શકો છો.

વ્યવસાયઃ– નજીકના થોડાં લોકો સાથે મનમુટાવ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– વાહન ચલાવતી સમયે વિશેષ સાવધાની જાળવો.

વૃશ્ચિક

પોઝિટિવઃ– તમારા નક્ષત્રો પહેલાની સરખામણીમાં વધારે ઉજ્જવળ છે. સફળતા અને પ્રસિદ્ધિ બંને તમારા દ્વાર ઉપર ઊભા છે. આ સમયે તમને અન્ય લોકોની મદદ મળી શકશે.

નેગેટિવઃ– પોતાના ઉપર વિશ્વાસ રાખો, તમે સાધારણને પણ અસાધારણમાં બદલી શકો છો. આ સમયે મા અથવા મા સમાન કોઇ સ્ત્રીનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય બની શકે છે.

લવઃ– શાંત રહો અને વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરો.

વ્યવસાયઃ– આ રાશિના થોડાં જાતકોને સટ્ટાબાજીથી ધન મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– મનને એકાગ્રચિત કરવા માટે ધ્યાનની જરૂરિયાત છે.

ધન

પોઝિટિવઃ– છેલ્લાં થોડાં સમયથી તમે વ્યસ્ત રહો છો. આજે તમારું ધ્યાન માત્ર મનોરંજન અને આરામ પર છે. તમારી બુદ્ધિમતા અને રચનાત્મકતાથી તમે કોઇપણ પ્રોફેશન દુઃખને આનંદમાં પરિવર્તિત કરી શકે છે.

નેગેટિવઃ– હાલ તમારી યાત્રાની યોજનાઓમાં વિલંબની સંભાવના છે. પિતા જેમ કોઇ વ્યક્તિ અથવા તમારા મેન્ટર કોઇ સમસ્યાનું સામનો કરવો શકે છે.

લવઃ– પ્રેમીજન સાથે કોઇ યાત્રા પર જવું તમારા સંબંધને મધુર બનાવશે.

વ્યવસાયઃ– તમારા સાહસ અને પરાક્રમના બળ પર તમે કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ સુધારી શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મકર

પોઝિટિવઃ– કૂટનીતિથી તમે એક લાંબો રસ્તો નક્કી કરશો. પોતાના ઉપર વિશ્વાસ અને પ્રિયજનોનો પ્રેમ આજે તમને ઓફિસમાં પ્રશંસાનો પાત્ર બનાવશે. તમારા નક્ષત્રો તમારા સાથીના સપનાને પૂર્ણ કરશે.

નેગેટિવઃ– કર્તવ્યો અને દાયિત્વો વચ્ચે એક પ્રેમ અને નફરત જેવો સંબંધ છે. તેનાથી તમારે બ્રેક લેવાની જરૂર છે. આત્મવિશ્વાસ અને પરિશ્રમની મદદે તમે જાતે જ ભાગ્ય લખી શકો છો.

લવઃ– તમારો સાથી તમારી ભાવનાની કદર કરશે.

વ્યવસાયઃ– અન્યના મામલે દખલ આપવાથી બચવું.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય માટે આ સમય સામાન્ય રહેશે.

કુંભ

પોઝિટિવઃ– આજે તે મિત્રો અને સંબંધીઓ સાથે વાત થઇ શકે છે જેની સાથે તમે લાંબા સમયથી સંપર્ક કરવા માંગતાં હતાં. તમારી સફળતા અને સમૃદ્ધિમાં તમારા પ્રિયજનોનો પણ હાથ છે.

નેગેટિવઃ– રજા માટે થોડો સમય કાઢો. આધ્યાત્મિકતાના સંપર્કમાં રહો અથવા તમારી બુદ્ધિ અને રચનાત્મકતામાં વ્યસ્ત રહેવા માટે નવી રીત શોધો.

લવઃ– તમારું પ્રેમ જીવન ગતિથી દોડશે.

વ્યવસાયઃ– તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– કોઇ યાત્રા પર જતી વખતે તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.

મીન

પોઝિટિવઃ– આજે મિત્રો સાથે સમય વિતાવીને તમે તમારી નિરાશાથી છુટકારો મેળવી શકશો. તમે સેવાની ગુણવત્તામાં વધારો કરીને માર્કેટમાં ધૂમ મચાવી શકો છો.

નેગેટિવઃ– આકરી મહેનત હાલ જરૂરી છે. જે તમારી ઉપર નિર્ભર છે તેનું ધ્યાન રાખો. જેમ કે, બાળકો અને તમારા પાલતૂ જાનવર.

લવઃ– સંબંધમાં કોઇ પ્રકારે ઉતાવળ કરશો નહીં.

વ્યવસાયઃ– આ સમયે તમારે થોડાં મહત્ત્વપૂર્ણ નિર્યણ લેવાની જરૂર છે.

સ્વાસ્થ્યઃ– તણાવથી બચવું.