15/08/2020 નું રાશિફળ : શનિવારે વૃષભ રાશિના લોકોનો દિવસ આરામ અને મોજ-મસ્તીમાં વ્યતીત થશે

0
9

મેષ

પોઝિટિવઃ– ધર્મ-કર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યે તમારો વિશ્વાસ તમારી અંદર શાંતિ અને પોઝિટિવ ઊર્જાનો સંચાર કરી રહ્યું છે. તમે જીવનને સકારાત્મક દૃષ્ટિએ સમજવાની કોશિશ કરી રહ્યા છો.

નેગેટિવઃ– ઘરના કોઇ નજીકના સંબંધિ કે મિત્ર સાથે મતભેદ થઇ શકે છે. કોઇ વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ કરવો નહીં. વિદ્યાર્થી લોકો પણ આજે અભ્યાસમાં ધ્યાન ન આપીને હરવા-ફરવામાં પોતાનો સમય બગાડી શકે છે.

વ્યવસાયઃ– આજે કાર્યક્ષેત્રમાં કોઇપણ ગતિવિધિઓ રહેશે નહીં.

લવઃ– પારિવારિક વાતાવરણ સુંદર જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ

પોઝિટિવઃ– આજનો દિવસ પરિવાર સાથે આરામ અને મોજ-મસ્તીમાં વ્યતીત થશે. પ્રોપર્ટીની લેવડ-દેવડ સંબંધિત થોડી યોજનાઓ બદલાશે.

નેગેટિવઃ– થોડી સાવધાની અને સમજદારીથી પરિસ્થિતિઓ સચવાઇ જશે. ઘરમાં વાદ-વિવાદ થાય નહીં તેનું ધ્યાન રાખવું.

વ્યવસાયઃ– આજનો દિવસ પેમેન્ટ મેળવવાનો છે.

લવઃ– પતિ-પત્નીના સંબંધોમાં કોઇ પ્રકારનો વિવાદ ઉત્પન્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– વાસી ભોજન કરશો નહીં.

મિથુન

પોઝિટિવઃ– તમે તમારી જવાબદારીઓને પૂર્ણ કરવામાં સફળ રહેશો. ઘર-પરિવાર સાથે મધુર સંબંધ જાળવી રાખવાનો પ્રયાસ કરો તથા ઘરના લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરો. યાત્રા તથા કામકાજના ક્ષેત્રોમાં પણ સારી સફળતા પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– સામાજિક માન-સન્માન પ્રતિષ્ઠામાં કોઇ ખામી અનુભવાઇ શકે છે.

વ્યવસાયઃ– રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી જરૂર છે.

લવઃ– પ્રેમ અને રોમાન્સ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ કરી શકો છો.

કર્ક

પોઝિટિવઃ- ઘર-પરિવારમાં ખુશખબરી મળવાની સંભાવના છે. કોઇ પ્રકારનો ઉત્સવ અથવા શુભ માંગલિક કાર્ય સંપન્ન થવાની સંભાવના છે. પરિવારમાં તમારો સહયોગ અને જવાબદારી વધારે હોઇ શકે છે.

નેગેટિવઃ– જો તમે કોઇ કામ કાર્ય સાથે સંબંધિત બહારગામની યાત્રા કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ મહિને સમસ્યાઓ ઉત્પન્ન થઇ શકે છે. કોઇ કારણવશ કાર્ય યોજનાઓમાં સફળતા પ્રાપ્તિમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– કોઇ નવા કાર્યની શરૂઆત માટે દિવસ લાભદાયી રહેશે.

લવઃ- કુંવારા લોકો આજે કોઇ ખાસ વ્યક્તિને મળી શકે છે.

સ્વાસ્થ્યઃ– પેટ સંબંધિત સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.

સિંહ

પોઝિટિવઃ– પરિજનોનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના છે. માતા-પિતાના આશીર્વાદ સાથે-સાથે માતા-પિતાનો સહયોગ પણ પ્રાપ્ત થવાની સંભાવના છે. તમારા નવા કાર્યની શરૂઆતમાં માતા-પિતાનો સહયોગ મળશે.

નેગેટિવઃ– નવા કાર્યની શરૂઆત કરવાની કોશિશ કરી રહ્યા છો તો આ સમયે ન કરો. કોઇ કાર્ય યોજનાને વિસ્તાર આપવાનું વિચારી રહ્યા છો તો તેમાં વિઘ્ન ઉત્પન્ન થઇ શકે છે.

વ્યવસાયઃ– રોકાણ કરવા માટે સમય શુભ છે.

લવઃ– આ સમયે તમે ખુશી, મનોરંજન અને સંપૂર્ણ આરામ કરવાની ઇચ્છા ધરાવો છો.

સ્વાસ્થ્યઃ– ચામડી સંબંધિત બિમારી થઇ શકે છે.

કન્યા

પોઝિટિવઃ– જો તમે સર્વિસ કરો છો તો આ સમયે તમને ઉચ્ચ પદની પ્રાપ્તિ થવાની સંભાવના બની રહી છે. કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે સંપર્ક થવાની સંભાવના છે. સાહસ અને પરાક્રમથી કરેલાં કાર્યોમાં સફળતા મળશે.

નેગેટિવઃ– તમારે તમારા સગા સંબંધિઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમે તમારા કોઇ કાર્ય વ્યવસાયમાં તમારા સગા-સંબંધીઓને સામેલ કરો નહીં. કોઇ પ્રકારનો વિશ્વાસઘાત થવાની સંભાવના છે.

વ્યવસાયઃ– આર્થિક દ્રષ્ટિથી સ્થિતિ સુદઢ થઇ શકે છે.

લવઃ– તમે તમારા પાર્ટનરની જરૂરિયાતો અને માંગ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો.

સ્વાસ્થ્યઃ– આરોગ્ય સામાન્ય રહેશે.

તુલા

પોઝિટિવઃ– જે ક્ષેત્રમાં જ્યાં પણ તમે આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરશો ત્યાં તમને સારી સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. સંતાન પક્ષને લઇને સ્થિતિ અનુકૂળ રહેશે. ઘરમાં સંતાનની મુખ્ય ભુમિકા રહેશે.

નેગેટિવઃ– તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધન સંગ્રહ કરવાના મામલે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ધન પ્રાપ્તિમાં પણ મોડું થવાની શક્યતાઓ છે.

વ્યવસાયઃ– સમય પદ-પોઝિશન પ્રાપ્તિની દ્રષ્ટિએ સારો રહેશે.

લવઃ– આ સમય તમારા સંબંધમાં મનમુટાવ અને વિવાદ લઇને આવ્યો છે.

સ્વાસ્થ્યઃ– શારીરિક સ્થિતિ સુદઢ રહેશે.

વૃશ્ચિક

પોઝિટિવઃ– જો તમે રાજનૈતિક ક્ષેત્ર સાથે જોડાયેલાં છો તો રાજનૈતિક લાભ પ્રાપ્ત થઇ શકે છે. વિરોધીઓનો સામનો કરવો પડી શકે છે. સામાજિક માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાની સંભાવના છે. શિક્ષાના મામલે વૃદ્ધિ થવાની સંભાવના છે.

નેગેટિવઃ– કોઇ અન્ય વ્યક્તિના કારણે ઘરમાં આર્થિક તથા અચલ સંપત્તિને લઇને સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. એકબીજા સાથે મનમુટાવ થઇ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને ચિંતાજનક સ્થિતિ ઊભી થઇ શકે છે.

વ્યવસાયઃ– આર્થિક લાભ પ્રાપ્ત થવાના સારા અવસર પ્રાપ્ત થશે.

લવઃ- કુંવારા લોકોએ આસપાસના લોકો સાથે હળવું-મળવું જોઇએ.

સ્વાસ્થ્યઃ– માતા-પિતાના સ્વાસ્થ્યને લઇને ખર્ચ થવાની સંભાવના છે.

ધન

પોઝિટિવઃ– નોકરી પ્રાપ્ત કરવાની તૈયારી કરી રહ્યા છો તો તમને સારી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તમારા વિચારવાની અને સમજવાની ક્ષમતા સાથે-સાથે નિર્ણય લેવાની ક્ષમતા પણ સારી છે.

નેગેટિવઃ– પારિવારિક સ્થિતિ તણાવપૂર્ણ રહી શકે છે. ઘરેલુ વિવાદ ઊભો થઇ શકે છે. નાની-નાની સમસ્યાઓને લઇને એકબીજા સાથે વિવાદ ઉત્પન્ન થશે.

વ્યવસાયઃ– વેપાર કરતાં લોકોને સારો લાભ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ– દરેક વસ્તુમાં ઉતાવળ હાનિકારક સાબિત થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ– સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ ઉત્પન્ન થઇ શકે છે.

મકર

પોઝિટિવઃ– તમારા પ્રયાસ સફળ થઇ શકે છે. તમને ભાગ્યનો સારો સાથ મળશે. જે કોઇ કાર્ય કરશો તેમાં સારી સફળતા પ્રાપ્ત થશે. આ સમયગાળામાં તમને આર્થિક લાભ પણ મળશે. ધન અચલ સંપત્તિની દ્રષ્ટિએ સ્થિતિ ઉન્નતિદાયક રહેશે.

નેગેટિવઃ– ધન પ્રાપ્તિમાં બાધા ઉત્પન્ન થશે તથા લડાઈ-ઝગડા થઇ શકે છે. એકબીજા પ્રત્યે સારી ભાવના જાળવીને તમારા કામકાજ પ્રત્યે મજબૂત રહો. કરિયર અને વ્યવસાયમાં આર્થિક લાભ પ્રાપ્તિ માટે કરેલાં કાર્યોમાં સગા-સંબંધીઓને જોડશો નહીં.

વ્યવસાયઃ– આર્થિક લાભની દ્રષ્ટિએ રોકાણ કરવા માંગતાં હોવ તો સમય સારો છે.

લવઃ– સંબંધમાં સફળતા મળવી તે એક સંતુલિત જીવનશૈલી છે.

સ્વાસ્થ્યઃ– તાવ આવે તેવી સંભાવના છે.

કુંભ

પોઝિટિવઃ– થોડાં નવા કાર્યોને સફળ બનાવવાનો પ્રયાસ થઇ શકે છે. કોઇપણ કાર્યને જવાબદારી પૂર્વક કરવા તમારા માટે લાભદાયક રહેશે. જો તમે રાજનીતિ સાથે જોડાયેલાં છો તો તમને સારો લાભ પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– દાંપત્ય જીવન તણાવપૂર્ણ સ્થિતિમાં રહેશે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થવાની સંભાવના ઓછી છે. ધન અચલ સંપત્તિ સંચય કરવાનો પ્રયાસ વિફળ થઇ શકે છે.

વ્યવસાયઃ– ધન અચલ સંપત્તિ પ્રાપ્તિમાં બાધા ઉત્પન્ન થઇ શકે છે.

લવઃ– થોડાં સંબંધ તૂટતા જશે, પરંતુ મજબૂત સંબંધ તમારી સાથે રહેશે.

સ્વાસ્થ્યઃ– બિનજરૂરી યાત્રા કરવી પડી શકે છે.

મીન

પોઝિટિવઃ– આર્થિક લાભની દ્રષ્ટિએ સમય સારો રહી શકે છે. તમે બુદ્ધિમાન તથા સમજદાર છો. જેથી તમે સમય પ્રમાણે સફળતા પ્રાપ્ત કરી શકશો. ઘર-પરિવારના સહયોગથી આર્થિક લાભ પ્રાપ્ત થવાના અવસર પ્રાપ્ત થશે.

નેગેટિવઃ– આ દિવસ તમારે કોઇપણ મહત્વપૂર્ણ કાર્યને સફળ બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ તથા આર્થિક મામલાઓમાં સાવધાન રહેવું જોઇએ.

વ્યવસાયઃ– આ સમયે ભાગ્ય તમને સાથ આપી શકે છે.

લવઃ– પ્રેમમાં પડેલાં જાતકો માટે સમય પરેશાનીભર્યો રહેશે.

સ્વાસ્થ્યઃ– આરોગ્ય સારો રહેશે.