શેર બજાર : નવા વર્ષમાં બજાર તેજી સાથે ખુલ્યા : સેન્સેક્સ 168 અંક ઉછળ્યો : નિફ્ટી 14000 ની ઊપર.

0
0

નવા વર્ષના પહેલા દિવસે બજારમાં વધારા સાથે શરૂઆત થઈ છે. SENSEX અને NIFTY મજબૂતી સાથે આગળ વધી રહ્યા છે. આજે નિફ્ટી 14000 ની ઊપર ટ્રેડ કરી રહ્યો જ્યારે સેન્સેક્સે 48000 ના પડાવને સર કરવા તરફ જઈ રહ્યો છે.આજના કારોબારમાં નિફ્ટીએ 14,028.90 સુધી તો સેન્સેક્સ 47,942.85 સુધી ઉપલું સ્તર નોંધાવ્યું છે.

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.66 ટકા વધીને 18,060 ના સ્તર પર છે ઇન્ડેક્સમાં 118 અંકની વૃદ્ધિ દેખાઈ છે .બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 120 અંકની ની મજબૂતીની સાથે 18,218 પર ટ્રેડ કરે છે.

SENSEX સારી સ્થિતિમાં આગળ વધી રહ્યો છે. ટીસીએસ, એસબીઆઈ, રિલાયન્સ અને બજાજ ગ્રૂપના શેરના ઈન્ડેક્સને તેજી આપી રહ્યા છે. બીએસઈ પર લિસ્ટેડ કુલ કંપનીઓની માર્કેટ કેપ રૂ 188.69 લાખ કરોડને પાર કરી ગઈ છે. નિફ્ટી ઈન્ડેક્સ ૧૪ હજાર ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ઈન્ડેક્સમાં આઇટી સેક્ટર આજે માર્કેટ લીડર છે. ઇન્ડેક્સમાં એમ એન્ડ એમના શેર 2.14% વધીને 736 ના ભાવે કારોબાર કરી રહ્યા છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ (સવારે 10 વાગે)

બજાર સૂચકઆંક વૃદ્ધિ

સેન્સેક્સ 47,919.84 +168.51 (0.35%)

નિફટી 14,028.45 +46.70 (0.33%)

પ્રારંભિક સત્રમાં બજારોનો ઉતાર – ચઢાવ આ મુજબ રહ્યો હતો.

SENSEX

Open 47,785.28
High 47,942.85
Low 47,771.15

NIFTY

Open 13,996.10
High 14,032.90
Low 13,991.35

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here