શેરબજાર : સેન્સેક્સ 735 અંક ઘટ્યો, નિફ્ટી 10000ની નીચે; ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસીના શેર ઘટ્યા

0
6
  • ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, એનટીપીસીના શેર ઘટ્યા
  • નિફ્ટી 215 અંક ઘટ્યો, સન ફાર્માના શેર વધ્યા
  • ગુરુવારે અમેરિકાનું બજાર નેસ્ડેક 5.27 ટકા ઘટાડા સાથે 9492 પર બંધ થયું હતું

મુંબઈ. ભારતીય શેરબજારમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 735 અંક ઘટીને 32802 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 215 અંક ઘટીને 9686 પર બંધ રહ્યો હતો. આજે બજાર ખુલતાની સાથે જ  સેન્સેક્સમાં 1101 અને નિફ્ટીમાં 357.05 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે અમેરિકાનું બજાર નેસ્ડેક 5.27 ટકા ઘટાડા સાથે 9492 પર બંધ થયું હતું. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ઓએનજીસી, કોટક મહિન્દ્રા, એનટીપીસી અને બજાજ ફાઈનાન્સ સહિતના શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 5.71 ટકા ઘટીને 493.30 પર કારોબાર કરી રહ્યો છે. ઓએનજીસી 4.95 ટકા ઘટીને 82.60 પર કારોબાર કરી રહ્યો છે. જોકે સન ફાર્મા 0.76 ટકા વધીને 477.20 પર કારોબાર કરી રહ્યો છે.

વિશ્વભરના બજારોમાં ઘટાડો રહ્યો

ગુરુવારે વિશ્વભરના બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 6.90 ટકા ઘટીને 1,861.82 અંક ઘટી 25128.20 પર બંધ થયું હતું. અમેરિકાના બીજા બજારો નેસ્ડેક 5.27 ટકા ઘટાડા સાથે 527.62 અંક ઘટીને 9,492.73 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 5.89 ટકા ઘટાડા સાથે 188.04 અંક ઘટી 3,002.10 પર બંધ થયો હતો. ચીનનો શંઘાઈ કમ્પોસિટ 0.33 ટકા ઘટાડા સાથે 9.59 અંક ઘટી 2,911.31 પર બંધ થયો હતો. બીજી તરફ જર્મની, ફ્રાન્સના બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here