શેરબજાર : સેન્સેક્સ 174 અંક ઘટ્યો, નિફ્ટી 11300ની નીચે; ONGC, SBIના શેર ઘટ્યા

0
3
  • રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, M&Mના શેર વધ્યા
  • ONGC, SBI, ટાટા સ્ટીલ, ITC, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 174 અંક ઘટીને 38190 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 56 અંક ઘટીને 11261 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર રિલાયન્સ, એશિયન પેઈન્ટ્સ, ભારતી એરટેલ, M&M સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ 0.93 ટકા વધી 2126.70 પર કારોબાર કરી રહ્યો છે. એશિયન પેઈન્ટ્સ 0.82 ટકા વધી 1974.20 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ONGC, SBI, ટાટા સ્ટીલ, ITC, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ONGC 3.62 ટકા ઘટી 71.80 પર કારોબાર કરી રહ્યો છે. SBI 2.50 ટકા ઘટી 198.90 પર કારોબાર કરી રહ્યો છે.

મંગળવારે સેન્સેક્સ 51 અંક ઘટી બંધ થયો હતો

મંગળવારે સેન્સેક્સ 80.84 અંક વધી 38498.07 પર અને નિફ્ટી 11300ના સ્તરે ખુલ્યો હતો. મંગળવારે કારોબારના અંતમાં સેન્સેક્સ 51.88 અંક ઘટી 38365.35 પર અને નિફ્ટી 37.70 અંકના ઘટાડા સાથે 11317.35 પર બંધ થયો હતો.

વિશ્વના બજારોમાં વધારો રહ્યો

મંગળવારે વિશ્વના બજારો ઘટાડા સાથે બંધ થયા હતા. અમેરિકાનું બજાર ડાઉ જોન્સ 2.25 ટકાના ઘટાડા સાથે 632.42 અંક ઘટી 27,500.90 પર બંધ થયું હતું. જ્યારે અમેરિકાના બીજા બજાર નેસ્ડેકમાં 4.77 ટકાનો જોરદા ઘટાડો રહ્યો હતો અને અંતે ઈન્ડેક્સ 553.87 અંક ઘટી 11,068.30 પર બંધ થયો હતો. બીજી તરફ એસએન્ડપી પણ 2.78 ટકા ઘટાડા સાથે 95.12 અંક ઘટી 3331.84 પર બંધ થયો હતો. બીજી તરફ ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 1.07 ટકા ઘટાડા સાથે 35.55 અંક ઘટી 3280.87 પર બંધ થયો હતો. જ્યારે યુકે, જર્મની અને ફ્રાન્સના બજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here