Thursday, April 25, 2024
Homeકોરોના દેશમાં 69.77 લાખ કેસ : આજે 70 લાખની પાર થશે સંક્રમિતોનો...
Array

કોરોના દેશમાં 69.77 લાખ કેસ : આજે 70 લાખની પાર થશે સંક્રમિતોનો આંકડો, પણ એક્ટિવ કેસ 9 લાખથી ઓછા થયા.

- Advertisement -

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 69.77 લાખ થઈ ગયો છે, જે આજે 70 લાખને પાર થઈ જશે, પણ રાહતની વાત તો એ છે કે એક્ટિવ કેસ ઘટીને નવ લાખથી ઓછા થઈ ગયા છે. એવું એટલા માટે, કારણ કે નવા કેસ કરતાં સાજા થઈ રહેલા દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. શુક્રવારે દેશમાં 73 હજાર 220 નવા કેસ નોંધાયા છે, જ્યારે 82 હજાર 292 દર્દી સાજા થયા છે. આ સતત 20મો દિવસ હતો, જ્યારે નવા કેસ 90 હજારથી નીચે રહ્યો હતો. આ પહેલાં 16 સપ્ટેમ્બરે નવા કેસનો આંકડો 97 હજાર 860ની પિક સુધી ગયો હતો.

17 ઓક્ટોબરથી તેજસ એક્સપ્રેસ ચાલુ કરાશે

રેલવેમંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે તેજસ એક્સપ્રેસ 17 ઓક્ટોબરે ફરીથી શરૂ કરાશે. હાઈ સ્પીડ ટ્રેન લખનઉ-નવી દિલ્હી અને અમદાવાદ-મુંબઈ વચ્ચે ચાલે છે. યાત્રી સુવિધા વધારવા માટે મુંબઈમાં અંધેરીમાં વધુ સ્ટોપ હશે. મુસાફરી દરમિયાન યાત્રીઓને માસ્ક અને ફેસ શિલ્ડ પહેરવાં પડશે. આરોગ્ય સેતુ એપ રાખવી પણ જરૂરી હશે. તમામ યાત્રીઓને કોવિડ-19 સુરક્ષા કિટ પણ આપવામાં આવશે, જેમાં હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, ગ્લોવ્ઝ અને ફેસ શિલ્ડ હશે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

શુક્રવારે 1607 કેસ નોંધાયા, 2200 દર્દી સાજા થયા, જ્યારે 27 સંક્રમિતનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 43 હજાર 629 કેસ નોંધાયા છે. 1 લાખ 24 હજાર 887 લોકો સાજા થયા છે, 16 હજાર 168 સંક્રમિતની સારવાર ચાલી રહી છે, જ્યારે 2574 દર્દીનાં મોત થયાં છે.

રાજસ્થાન

શુક્રવારે 2180 કેસ નોંધાયા છે, 2148 દર્દી સાજા થયા, જ્યારે 16 દર્દીઓનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 54 હજાર 785 કેસ નોંધાયા છે. 1 લાખ 31 હજાર 766 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 21,398ની સારવાર ચાલી રહી છે, જ્યારે 1621 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 33.11 લાખથી વધુ લોકોના ટેસ્ટિંગ થયા છે.

બિહાર

શુક્રવારે 1155 કેસ નોંધાયા, 1424 લોકો સાજા થયા અને 5 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 93 હજાર 826 કેસ નોંધાયા છે, જેમાંથી 1 લાખ 81 હજાર 781 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 934 સંક્રમિતનાં મોત થયાં છે. 11 હજાર 110 દર્દીની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્ર

ગુરુવારે 13 હજાર 397 કેસ નોંધાયા, 15 હજાર 575 દર્દી થયા છે અને 358નાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14 લાખ 93 હજાર 884 કેસ નોંધાયા છે, જેમાંથી 12 લાખ 12 હજાર 16 સાજા થઈ ચૂક્યા છે. 2 લાખ 41 હજાર 986 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 39 હજાર 430 દર્દીઓનાં મોત થયાં છે.

ઉત્તરપ્રદેશ

શુક્રવારે 3207 કેસ નોંધાયા છે, 4424 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 48નાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 4 લાખ 30 હજાર 666 કેસ નોંધાયા છે, 3 લાખ 83 હજાર 86 દર્દી સાજા થયા છે, 41 હજાર 287ની સારવાર ચાલી રહી છે, જ્યારે 6293નાં મોત થયાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular