દીવો અને ધર્મ : આજે અંકોનો વિશેષ સંયોગ બની રહ્યો છે, જ્યોતિષ કહે છે- તેરસ તિથિએ દીવો પ્રગટાવવો શુભ મનાય છે

0
20

ધર્મ દર્શન ડેસ્ક : પીએમ મોદીએ 5 એપ્રિલ એટલે આજે રાતે 9 વાગે ઘરની બહાર અથવા બાલકનીમાં દીવો પ્રગટાવવાનો આગ્રહ કર્યો છે. આજે જે તિથિ અને યોગ બની રહ્યો છે, તેમાં ઘરના ઊમરે દીવો પ્રગટાવવાની પરંપરા તો છે જ. રવિવારે દિવસે મદન બારસ અને રાતે 9 વાગ્યા પહેલાં તેરસ તિથિ શરૂ થઇ જશે. બંને તિથિઓમાં સનાતન પરંપરામાં ઘરના ઊમરે અથવા ફળિયામાં દીવો પ્રગટાવવાનો નિયમ ઉલ્લેખવામાં આવ્યો છે. મોદીના દીવો પ્રગટાવવાની અપીલને થોડાં લોકો વિજ્ઞાન સાથે, તો થોડાં મનોવિજ્ઞાન સાથે જોડી રહ્યા છે. આ બાબતને યોગ વસિષ્ઠ ગ્રંથના સામૂહિક ચેતનાના સિદ્ધાંત પર આધારિત જણાવ્યું છે.

1 ટકા લોકો જેવું વિચારે છે તેવું જ 99 ટકા લોકો વિચારશે. એટલે, એકસાથે દીવો પ્રગટાવીને પ્રાર્થના કરવાથી લોકોમાં એન્ઝાઇટી અને ડિપ્રેશન દૂર થઇ શકે છે. સાથે જ, ઉત્સાહ વધશે અને બિમારીઓ સામે લડવાની તાકાત પણ મળશે. ડો. અગ્રવાલે જણાવ્યું કે, વેદ પ્રમાણે જો પવિત્ર વિચારો સાથે સાફ મનથી સામૂહિક રૂપથી વિશેષ પ્રાર્થના કરવામાં આવે તો તેનો પોઝિટિવ પ્રભાવ મળે છે.

5 એપ્રિલે ગ્રહ-નક્ષત્રોનો વિશેષ સંયોગ

રવિવાર રાતે 9 વાગે તેરસ તિથિ રહેશે. તેને વિજયા તિથિ કહેવામાં આવે છે. આ તિથિમાં કોઇપણ ખાસ કામના સાથે કરેલાં કામ પૂર્ણ થાય છે અને તેમાં વિજય પ્રાપ્ત થાય છે. આ દિવસે ગંડ નામનો યોગ બની રહ્યો છે. આ સમયે કૌલવ નામનું કરણ રહેશે. આ અશુભ યોગના પ્રભાવથી કોઇ બિમારીનો ઉપચાર કરવાથી તેની ગતિ અટકી જાય છે.

સારાવલી ગ્રંથ પ્રમાણે રાતે 9 વાગ્યાની કુંડળીમાં ચંદ્ર અને બુધથી જાપ ધ્યાન સમાધિ યોગ બની રહ્યો છે. તે સમયે તુલા લગ્નની કુંડળીમાં બૃહસ્પતિની સ્થિતિથી આરોગ્ય યોગ બની રહ્યો છે. આ યોગમાં વિશેષ કામના સાથે કરેલાં કાર્યોથી લાંબી ઉંમર, સંપત્તિ અને રાજનૈતિક શક્તિઓનું સુખ મળે છે. તેરસ તિથિ દરમિયાન સાંજે અથવા રાતે ઘરના ઊમરે દીવો પ્રગટાવવાથી યમરાજ તે ઘરમાં રહેતાં લોકોના કષ્ટ દૂર કરે છે.

સ્કંધ પુરાણના એક શ્લોક પ્રમાણે

मृत्युना दंडपाशाभ्याम कालेन श्यामाहा सहा।
त्रयोदश्यां दीपदानात सूर्यज: प्रयतां मम ।।

એટલે – તેરસ તિથિમાં દીવો પ્રગટાવ્યા બાદ યમરાજને પ્રણામ કરવા જોઇએ. આવું કરવાતી યમ પ્રસન્ન થાય છે અને કષ્ટ દૂર કરે છે.

અંક જ્યોતિષઃ સામૂહિક ચેતના અને બુદ્ધિથી વિજય દિવસ

રવિવાર 5 એપ્રિલે અંકોનો વિશેષ સંયોગ બની રહ્યો છે. ડો. કુમાર ગણેશે જણાવ્યું કે, 5 અંક બુધનો કારક છે. આજની તારીખ 5-4-2020 ને જોડવાથી 13 આવે છે. આ અંકમાં સૂર્ય અને બૃહસ્પતિ બંનેનો પ્રભાવ છે. જ્યાં સૂર્ય દેશના રાજાનો કારક છે ત્યાં જ બૃહસ્પતિ ચેતના અને બુદ્ધિને પ્રભાવિત કરે છે. એટલે આ દિવસે દેશના રાજાના આગ્રહ પર સામૂહિક ચેતના અને બુદ્ધિના પ્રયોગ સાથે દીવો અને અન્ય વસ્તુઓના ઉપયોગથી પ્રકાશ કરવો શુભ મનાશે. અંક જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યાસ્ત બાદ રાહુ હાવી થઇ જાય છે. આ દરમિયાન રાહુની અશુભ અસરથી બચવા માટે સૂર્યનો પ્રભાવ વધારવો જોઇએ એટલે પ્રકાશ કરવો શુભ મનાય છે.

આ અંક બુધનો કારક છે. બુધના શુભ પ્રભાવથી 5 દિવસ બાદ એટલે 10 એપ્રિલે દેશના અનેક ભાગમાં આ બિમારીથી રાહત મળવાની સંભાવના છે. ત્યાં જ, 14 દિવસ બાદ એટલે 19 એપ્રિલથી દેશ વધુ સારી સ્થિતિમાં આવી જશે. ત્યાર બાદ 5 એપ્રિલથી 23 દિવસ બાદ એટલે 28 એપ્રિલથી દેશમાં આ બિમારીનો પ્રભાવ ખૂબ જ ઓછો થઇ જશે.

અંક 13 ને જોડવાથી 4 આવે છે. જે રાહુનો અંક છે. મહિનાનો અંક પણ 4 છે. આ સિવાય 21 માર્ચથી 20 એપ્રિલ સુધી ચલિત અંક 9 એટલે મંગળનો અંક રહેશે. અંક જ્યોતિષ પ્રમાણે રવિવારે સૂર્યાસ્ત બાદ રાહુ હાવી થઇ જાય છે. આ દરમિયાન રાહુની અશુભ અસરથી બચવા માટે સૂર્યનો પ્રભાવ વધારવો જોઇએ એટલે પ્રકાશ કરવો શુભ માનવામાં આવે છે. મંગળ અગ્નિ અને પ્રકાશનો પણ કારક ગ્રહ છે. રવિવારે 3 વિશેષ ગ્રહોનો પ્રભાવ દેશને 5 દિવસ બાદ એટલે 10 એપ્રિલથી રાહત મળી શકે છે. 14 દિવસ બાદ એટલે 19 એપ્રિલથી વધારે સારી સ્થિતિ બનશે. 23 દિવસ બાદ એટલે 28 એપ્રિલ પછી વધુ સારી સ્થિતિ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here