Friday, April 19, 2024
Homeકોરોના દેશમાં : આજે 97 લાખને પાર થઈ શકે છે કુલ સંક્રમિતોનો...
Array

કોરોના દેશમાં : આજે 97 લાખને પાર થઈ શકે છે કુલ સંક્રમિતોનો આંકડો, પરંતુ રાહતની વાત તો એ છે કે એક્ટિવ કેસ 4 લાખથી ઓછા થયા.

- Advertisement -

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 96.76 લાખ થઈ ગયો છે. આજે S 97 લાખને પાર થઈ શકે છે. રવિવારે 32 હજાર 272 કેસ નોંધાયા, 38 હજાર 225 દર્દી સાજા થયા અને 370 લોકોનાં મોત થયાં, જ્યારે એક્ટિવ કેસ 6325 ઘટી ગયા છે. હવે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા ચાર લાખથી ઓછી 3.95 લાખ થઈ ગઈ છે. અત્યારસુધીમાં 91.38 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.40 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

 

સીરમ ઈન્સ્ટિટ્યૂટે કોવિશીલ્ડના ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી માગી

ફાઈઝર પછી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ કોવિશીલ્ડ ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે. આ સાથે જ સીરમ ઈન્સ્ટિટ્યૂટ દેશની પહેલી સ્વદેશી કંપની બનશે, જે કોરોના વેક્સિનને માર્કેટમાં લોન્ચ કરવા માટે તૈયાર છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે સીરમે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે આના માટે અરજી કરી છે.

કોરોનાં અપડેટ્સ

  • પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કોવિડ-19 વેક્સિન વિતરણમાં પંજાબને પ્રાથમિકતા આપવા માટે કહ્યું છે. મુખ્યમંત્રીએ લખ્યું છે કે પંજાબમાં મૃત્યુદર સૌથી વધુ છે. અહીં લોકો ઉંમરલાયક છે અને અન્ય બીમારીઓ સામે પણ ઝઝૂમી રહ્યા છે.
  • રશિયન વેક્સિન સ્પુતનિક Vનું પુણેમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકાર સ્પુતનિક V વેકસિનના 10 કરોડ ડોઝ ખરીદશે. આ વેક્સિન રશિયન કંપનીએ તૈયાર કરી છે.
  • કોરોના વેક્સિન નિર્માતા ફાઇઝરની ઈન્ડિયન યુનિટે વેક્સિનને ભારતમાં ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માંગી છે, જેના માટે DCGI પાસેથી કંપનીએ અરજી કરી છે. ફાઇઝરને તાજેતરમાં જ બ્રિટન અને બહરીને મંજૂરી આપી છે.
  • DCGIએ ઝાયડ્સ કેડિલાને વેક્સિન ZyCoV-Dના ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. ZyCoV-D હવે દેશની ત્રીજી વેક્સિન છે, જેના ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થશે. આ પહેલાં ભારત બાયોટેક અને ઓક્સફર્ડ વેક્સિનને ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી આપવામાં આવી હતી. ઝાયડ્સની ટ્રાયલ ડિસેમ્બરમાં 20થી 25 સેન્ટર્સ પર 250 વોલન્ટિયર્સ પર થશે.
  • કેરળના લોકલ બોડી ઈલેક્શનને ધ્યાનમાં રાખતાં તિરુવનંતપુરમના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર નવજોત કાલરાએ જણાવ્યું હતું કે સ્ટેટ ઈલેક્શન કમિશને પહેલી વખત કોવિડ પોઝિટિવ લોકો માટે એક પોસ્ટલ બેલેટ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

પાંચ રાજ્યની સ્થિતિ

દિલ્હી

અહીં રવિવારે 2706 લોકો સંક્રમિત થયા હતા. નવા સંક્રમિતોનો આ આંકડો છેલ્લા 18 દિવસમાં સૌથી ઓછો છે. આ પહેલાં 19 નવેમ્બરે 2154 કેસ નોંધાયા હતા. રાજધાનીમાં રવિવારે 4622 લોકો સાજા થયા અને 69 લોકોનાં મોત થયાં. આ સાથે જ સંક્રમિતોનો આંકડો 5 લાખ 92 હજાર 250 થઈ ગયો, જેમાંથી 24 હજાર 693 દર્દીની સારવાર ચાલી રહી છે. 5 લાખ 57 હજાર 914 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 9643 થઈ ગઈ છે.

મધ્યપ્રદેશ

રાજ્યમાં રવિવારે 1455 લોકો કોરોના સંક્રમિત થયા હતા. 1585 લોકો સાજા થયા અને 11 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 14 હજાર 505 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 13 હજાર 391 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 97 હજાર 777 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3337 થઈ ગઈ છે.

ગુજરાત

રવિવારે સંક્રમણના 1455 કેસ નોંધાયા. 1485 લોકો સાજા થયા અને 17 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 18 હજાર 788 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 14 હજાર 595 દર્દીની સારવાર ચાલી રહી છે. 2 લાખ 112 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા 4081 થઈ ગઈ છે.

રાજસ્થાન

છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 2089 લોકો સંક્રમિત થયા છે. 2818 લોકો સાજા થયા અને 20 લોકોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 80 હજાર 585 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાં 22 હજાર 427 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 55 હજાર 729 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાની સંખ્યા હવે 2429 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં રવિવારે 4757 લોકો સંક્રમિત થયા. 7486 લોકો સાજા થયા અને 40 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 18 લાખ 52 હજાર 266 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 17 લાખ 23 હજાર 370 લોકો સાજા થઈ ચૂક્યા છે. 80 હજાર 79 દર્દીની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી મરનારની સંખ્યા હવે 47 હજાર 734 થઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular